Last Update : 13-August-2012, Monday

 

વડોદરા: ૩૦ લાખ કિલો સરકારી ઘઉં પલળ્યા

 

- તંત્ર ઉઁઘતું ઝડપાયું

 

 

- તો.. અછતમાં ઢોરોને ઘઉં ખવડાવી શકાશે

 

વડોદરા,રવિવાર

 

વડોદરામાં રેલવે ગોદી તેમજ સેન્ટ્રલ વેરહાઉસમાં સંગ્રહની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી એફસીઆઇ દ્વારા મંગાવવામાં આવેલો આશરે ૩૦ લાખ કિલો ઘઉંનો જથ્થો આજે પડેલા વરસાદના કારણે પલળી ગયો હતો. ગરીબોને આપવાનો આ પુરવઠો ખુલ્લા વરસાદમાં બિન્ધાસ્તથી પલળતો હતો તેમ છતા પણ એફસીઆઇ તેમજ અન્ય અધિકારીઓ ઉંઘતા રહ્યા હતાં. જો કે મોડે મોડે વડોદરાના ક્લેક્ટર તેમજ અન્ય અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ ઘઉંને યોગ્ય સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ત્યારે ઘણું મોડુ થઇ ગયું હતું. આટલી મોટા જથ્થામાં ઘઉંનો જથ્થો પલળી જવાની ઘટનાએ ભારે હોહા મચાવી મુકી હતી. પ્રાપ્ત માહિતિ મુજબ સરકારી અનાજની દુકાનોમાં પહોંચાડાતો જથ્થો પ્રથમ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં આવતો હોય છે અને ત્યારબાદ આ પુરવઠો પરિવહન માટે નિર્ધારીત કરવામાં આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા જે-તે સ્થળે પહોંચાડવામાં આવતો હોય છે.

 

વડોદરામાં એફસીઆઇમાં આવતો પુરવઠો તેના ગોડાઉનના બદલે શહેરના છેડે આવેલા છાણી ખાતેના સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનોમાં ઉતારાતો હોય છે. દરમિયાન પાંચ દિવસ પહેલાં રેલવે દ્વારા ઘઉંનો મોટો જથ્થો વડોદરા રેલવે ગોદી પર ઉતારવામાં આવ્યો હતો. આ જથ્થો તાત્કાલિક ઉપાડવામાં આવ્યો ન હતો જેના કારણે ખુલ્લામાં પડી રહેલો રેલવે ગોદી ખાતેનો આ જથ્થો વરસાદમાં પલળી ગયો હતો. સરકારી અનાજનો જથ્થો પલળતો હોવા છતા પણ એફસીઆઇના અધિકારીઓના પેટનું પાણી હાલ્યુ ન હતું.

 

દરમિયાન જિલ્લા પુરવઠા શાખા દ્વારા જાણવા મળ્યા મુજબ તા.૧૦ના રોજ ફરીથી રેલવે કન્ટેનરો દ્વારા ગોદી પર અનાજની ગુણો ઉતારવામાં આવી હતી. પરંતુ આ જથ્થો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સમયે ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં નહી આવતા આખરે ગઇકાલથી શરૃ થયેલા ભારે વરસાદમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળવા લાગ્યો હતો. ઘટનાસ્થળે દોડી આવેલા કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ રેલવે ગોદી તેમજ સેન્ટ્રલ વેરહાઉસમાં ખુલ્લામાં પડેલો આશરે ૩૦ લાખ કિલો ઘઉંનો જથ્થો પલળી ગયો હતો. ગરીબોને આપવાનો જથ્થો બચાવવામાં કોઇને રસ ના હોય તેમ એફસીઆઇના અધિકારીઓની આંખ બિલકુલ ઉઘડી ન હતી અને જથ્થો પલળવા લાગ્યો હતો.

 

સામાન્ય રીતે કન્ટેનરો દ્વારા જ્યારે માલ આવે ત્યારે એફસીઆઇને રેલવેતંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે જેથી એફસીઆઇના કોન્ટ્રાક્ટર દ્વારા આ માલ એફસીઆઇ અથવા સીડબલ્યુસીમાં લઇ જવાનો હોય છે પરંતુ એફસીઆઇ દ્વારા ઘઉંનો જથ્થો રેલવે ગોદીમાં ઉતારી દેવાની સુચના આપી દેવામાં આવતી હોય છે અને ત્યારબાદ તાત્કાલીક જથ્થો ઉપાડવાના બદલે ચાર-પાંચ દિવસો સુધી જથ્થો ઉપાડવામાં આવતો નથી અને જ્યારે કોન્ટ્રાક્ટર ટ્રકમાં જથ્થો ભરીને લઇ જાય છે ત્યારે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા હોતી નથી. જ્યારે કોન્ટ્રાક્ટર એફસીઆઇ અથવા સીડબલ્યુસીમાં જથ્થો ઉતારે છે ત્યારે પણ તે ખુલ્લી જગ્યામાં મુકાતો હોય છે જેના કારણે અનેક જથ્થો બગડી જાય છે અથવાતો સડી જાય છે.

 

આજે રેલવે ગોદી તેમજ છાણી ખાતેના સેન્ટ્રલ વેરહાઉસમાં ખુલ્લામાં પડેલા ઘઉંની ગુણો વરસાદમાં પલળવા માંડી ત્યારે ભારે ઉહાપોહ થયો હતો આ અંગે જ્યારે એફસીઆઇ અથવા તેના કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવતા આખરે ક્લેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ વડોદરાના સાંસદ રેલવે ગોદી અને વેરહાઉસમાં દોડી ગયા હતાં. આ વખતે કોન્ટ્રાક્ટર પણ ત્યાં આવી ગયો હતો પરંતુ એફસીઆઇના કોઇ અધિકારી ત્યાં ફરક્યા ન હતાં.

 

સુત્રોના જણાવ્યા મુજબ રેલવે ગોદી તેમજ વેરહાઉસ મળી આશરે ૩૦૦૦ મેટ્રીક ટન એટલેકે ૩૦ લાખ કિલો અનાજનો જથ્થો પલળી જતા હવે તેનો નાશ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved