Last Update : 13-August-2012, Monday

 
મેળાના છેલ્લા દિવસે હૈયે હૈયુ દળાય તેટલું માનવ મહેરામણ
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન

ચાર દિવસ સુધી આનંદ-કિલ્લોલના માહોલને જોઈને છેલ્લા દિવસે મેઘ મહારાજ પણ મેળો માણવા પધાર્યા; ઝરમર વરસાદ સાથે મોડી રાત્રી સુધી મેળાની મોજ માણતા લોકો

રાજકોટ, રવિવાર
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલતા પાંચ દિવસના લોકમેળાની આજે પુર્ણાહુતિ થઈ હતી. મેળાના છેલ્લા દિવસે રવિવાર હોવાને લીધે સૌથી વધુ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ચકરડી, ફજતફાળકા અને ખાણીપીણીના સ્ટોલમાં મોડી રાત્રિ સુધી લોકોની ભીડ જોવા મળી હતી. આ પાંચ દિવસ દરમિયાન અંદાજે ૧૫ લાખ લોકોએ લોકમેળાની મુલાકાત લીધી હોવાનો અંદાજ વહીવટી તંત્ર દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. મેળાના સમાપન સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણીનું પણ વિસર્જન થયું હતું.
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે યોજાતો લોકમેળો એ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે આકર્ષણરૃપ હોવાથી રાજકોટ શહેર ઉપરાંત બહારગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ લોકમેળાના આજે છેલ્લા દિવસે સવારથી જ મોટી સંખ્યામાં માનવ પ્રવાહનું આગમન શરૃ થયું હતું. ઝરમર વરસાદ મોડે સુધી ચાલતો રહ્યો હતો. પરંતુ તેમ છતાં માણસોની સંખ્યા મેળામાં ઉતરોતર વધતી રહી હતી. રાત્રિ દરમિયાન તો મેળાનો છેલ્લો દિવસ હોવાને કારણે રેસકોર્સના મેદાનમાં ચારેબાજુથી મેદની ઉમટી પડયા હૈયે હૈયુ દબાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી હજારો લોકોએ રેસકોર્સના મેદાનમાં આનંદ-ઉલ્લાસ સાથે લોકમેળાની મોજ માણી હતી.
રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી- ફજતફાળકા, રમકડા અને ચકડોળના ધંધાર્થીઓ દ્વારા ભાવોમાં ઉઘાડી લૂંટ ચાલતી રહી હોવા છતાં એકપણ સરકારી તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ભાવ નિયમનની સરકારી વાતો ફારસરૃપ સાબિત થઈ હતી. લોકો પણ મને કમને રૃા. ૩૦ની પાઉભાજીના રૃા. ૬૦, કોલ્ડ્રીંક્સની નાની બોટલના રૃા. ૨૦, રાઈડસના રૃા. ૧૫ને બદલે રૃા. ૩૦ ચુકવતા રહ્યા હતા. મેળામાં સરકારી તંત્રની શુષ્ક નીતિને કારણે ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન પણ જળવાયુ ન્હોતુ. છેલ્લા દિવસે પોલીસ પણ જાણે રેસકોર્સ રીંગ રોડ, કિશાનપરા, શ્રોફ રોડ, બહુમાળી ભવન, ધરમ સિનેમા વિગેરે સ્થળોએ અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ ચારે બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસની ગેરહાજરીનો લાભ રીક્ષાવાળાઓએ ભરપુર ઉઠાવ્યો હતો. સામાન્ય ગ્રાહકોના ખિસ્સા ખંખેરી લેવામાં રીક્ષાવાળાઓએ કંઈ બાકી ન્હોતુ રાખ્યુ. મેળામાં અંદર પણ ઘણા લોકોના ખિસ્સા-પાકિટ ચોરાયા હતા. ઘણાં સ્થળેથી નાના બાળકો છૂટા પડી ગયા હતા. પરંતુ પોલીસની મદદ ક્યાંય સમયસર મળી હોય તેવું દેખાયુ ન્હોતુ.
રાજકોટના લોકમેળાના આરંભે આઈ.બી.ના રીપોર્ટના આધારે બોમ્બ સ્ક્વોડનું ચેકીંગ કરી લીધા બાદ પછી જાણે મેળાના મુલાકાતીઓને રામભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિમાં લોકો મેળો માણતા રહ્યા હતા. અલબત તેમ છતાં સૌરાષ્ટ્રની સહિષ્ણું પ્રજાએ જન્માષ્ટમીના તહેવારોમાં સ્વૈચ્છીક ધોરણે શાંત રાખીને પરિવાર સાથે મેળાના આનંદને માણ્યો હતો. જન્માષ્ટમીનું પર્વ વરસાદી માહોલમાં એકંદરે શાંતિપૂર્વક, આનંદ-ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયું હતું.

જન્માષ્ટમીની પર્વમાળાનું ભાવસભર સમાપન
સૌરાષ્ટ્રમાં આજથી સ્કુલો બજારો પુનઃ ધમધમતી થશે
રાજકોટ, રવિવાર
જન્માષ્ટમીના પર્વની ઉજવણી સંપન્ન થયા બાદ તા. ૧૫ ઓગષ્ટની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૃ થઇ છે. તા. ૧૫ ઓગષ્ટ ને બુધવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લા મથકો પર સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવનાર હોવાથી તા. ૧૪ના ફાઇનલ રીહર્સલ જિલ્લા મથકોએ જોવા મળશે. આવતીકાલ તા. ૧૩ ઓગ.થી સ્કુલો શરૃ થતાં સ્વતંત્રતા દિનની ઉજવણીના દ્રશ્યો સ્કુલ અને કોલેજોમાં જોવા મળશે.
સરકારી તંત્ર આજથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કામોમાં જોડાશે; બુધવારે રાષ્ટ્ર ભકિત સભર કાર્યક્રમો
રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાનમાં દર વર્ષની માફક આ વર્ષે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પરંપરાગત રીતે થશે, જયારે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ આ વર્ષે તાલુકા કક્ષાએ ઉજવવામાં આવનાર હોવાથી કાલથી આ પર્વની ઉજવણીમાં સ્કુલ- કોલેજો જોડાશે. છાત્રાલયવાળી સ્કુલોમાં પણ આવતીકાલથી શિક્ષણ કાર્ય ચાલુ થઇ જશે. છેલ્લાં પાંચ દિવસથી બંધ રહેલી બજારો ઓફિસો અને કારખાનાઓ પણ આવતીકાલથી શરૃ થતાં મુખ્ય માર્ગો પુનઃ ધમધમતા થઇ જશે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સ્કુલો- કોલેજો અને બજારો શરૃ થતાં વાતાવરણ પુનઃ જીવંત બની રહેશે.

 

રાજકોટમાં પર્યુષણ નિમિત્તે જપ-તપ આરાધનાની હેલી
સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ
રાજકોટ, રવિવાર
રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો તા. ૧૪ ને મંગળવારથી પ્રારંભ થશે. જૈન મુનિ મહારાજ અને મહાસતીજીઓના સાનિધ્યમાં પર્યુષણના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં કરવામાં આવ્યું છે.
દેરાસરો અને ઉપાશ્રયોમાં વિવિધ શણગાર કરાશે સાધુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભકિત-સ્વાધ્યાય
રાજકોટમાં દર વર્ષે પર્વાધિરાજ પર્યુષણના આરંભ પૂર્વ જૈન દેરાસરો અને ઉપાશ્રયોના વિવિધ શણગારના આયોજન શરૃ થઇ જાય છે તેથી આજથી જ કાલાવાડ રોડ જૈન સંઘ, જાગનાથ પ્લોટ જૈન સંઘ, શ્રમજીવી જીનાલય, વર્ધમાનનગર, માંડવી ચોક, મણીયાર દેરાસર, એરપોર્ટ રોડ જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, પંચવટી જૈન સંઘ, રૈયા રોડ, ગાંધીગ્રામ, શાસ્ત્રીનગર, ઘંટાકર્ણ મંદિર સહિત અન્ય જૈન દેરાસરોમાં પર્વાધિરાજ પર્યુષણના આગમન નિમિત્તે વિવિધ તૈયારીઓ થઇ રહી છે.
પર્યુષણ પર્વ નિમિત્તે અહીંના શ્રીમદ્દ રાજચંદ્ર મંદિરમાં તા. ૧૪થી તા. ૨૧ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ, ભકિત, સ્વાધ્યાય અને ભાવ પ્રતિક્રમણના આયોજન કરવામાં આવ્યા છે.
રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ જાણીતા તીર્થધામોમાં પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે વિવિધ ભાવસભર કાર્યક્રમો યોજાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved