Last Update : 13-August-2012, Monday

 

ખરીફ પાક માટે વરસતું 'કાચુ સોનું'ઃ ખતીને જીવતદાનથી ખેડૂતો ખુશખુશાલ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

મેઘરજ તાલુકામાં ત્રણ અને માલપુર તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ ઃ મૂશળધાર વરસાદનો હજુ અભાવ

બાયડ, મોડાસા, મેઘરજ, પ્રાંતિજ, રાજેન્દ્રનગર, તા.૧૨
સાબરકાંઠા જિલ્લામાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૃ થતાં ખેડૂતો સહીત સૌ કોઈમાં આનંદની લાગણી ફેલાઈ છે. જિલ્લાના ૧૩ તાલુકામાં ધીમી ધારનો વરસાદ શરૃ થતાં ખેડૂતો માટે 'કાચું સોનુ'વરસી રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ મેઘરજ તાલુકામાં ત્રણ ઈંચ જ્યારે માલપુર તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જારી રહેતાં હવે ભારે વરસાદ વરસવાની આશા પ્રબળ બની છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં વરસાદના અભાવે સર્જાયેલી અછતની સ્થિતિમાંથી લોકોને રાહત મળી છે.
જિલ્લાના ધરતીપુત્રોને એક માસથી વધુ સમય સુધી લાંબી વાટ જોવડાવ્યા બાદ જાણે કે કપરી કસોટી કર્યા બાદ મેઘારાજાએ જિલ્લામાં હેત વરસાવતાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે રીતસર કાચુ સોનું વરસાવતાં ખેતીને નવજીવન સાંપડતાં સૌ કોઈમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લામાં અષાઢ પછી શ્રાવણ માસ પણ કોરોધાકોર જશે તેવી દહેશત વચ્ચે જન્માષ્ટમીના પર્વો જાણે મેઘરાજાએ રીસામણાં છોડી જિલ્લાની ધરા પર હેત વરસાવતાં, જિલ્લાભરમાં સાર્વત્રિક અડધાથી બે ઇંચ સુધીનો ધીમી ધારે વરસાદ પડતાં ખેતીને નવજીવન સાંપડયું છે. જિલ્લામાં જાણે રીતસર કાચુ સોનું વરસ્યું હોય તેવો અહેસાસ સૌ કોઈને થઈ રહ્યો છે. છેલ્લા એક માસથી વરસાદની કાગડોળે રાહ જોયા બાદ આ વર્ષે હવે શું થશે કદાચ દુષ્કાળ પડશે તેવી સૌ કોઈમાં ભીતિ સર્જાઈ હતી. અને સરકારે પણ તૈયારીઓ આદરી દીધી હતી ત્યાં વળી જાણે મેઘરાજા સૌની આકરી કસોટી કરતા હોય તેમ લાંબો સમય રાહ જોવડાવી છેવટે છેલ્લા બે દિવસથી જિલ્લાભરમાં વરસીને સૌને હૈયે ટાઢક વાળી છે. વળી એકવાર સારા ચોમાસાની આશાઓ બળવત્તર બની છે. શનિવારે મોડી રાતથી શરૃ થયેલ વરસાદ રવિવારે બપોર સુધી ધીમી ધારે અવિરત વરસતો જ રહ્યો હતો. વળી હજુયે વાતાવરણ બનેલ હોઈ વરસાદ પડશે તેવું જણાઈ રહ્યું છે. ધીમી ધારે વરસાદ વરસતાં ખેતરોમાં સારો ભેજ થવા પામ્યો છે. વળી માલપુર તાલુકામાં છેલ્લા ૧૬ કલાકમાં પોણા બે ઇંચ વરસાદ થવા પામ્યો છે અને વાંઘાકોતરો બે કાંઠે વહી નીકળ્યાં હોવાનું જાણવા મળેલ છે. સાબરકાંઠા જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં આઠ ઇંચથી ઉપર વરસાદ વરસી ગયાનું સૌ કહી રહ્યા છે. જિલ્લામાં હવે ખેતી લગભગ નિષ્ફળ જવાના આરે હતી ત્યારે જ મેઘરાજાએ સુંદર મહેર કરતાં ખેતી પુનઃનવપલ્લવિત બની છે. જોકે કેટલાંક વિસ્તારોમાં કઠોળ અને મકાઈ નિષ્ફળ ગયાનું પણ ખેડૂતો કહી રહ્યા છે. પરંતુ કપાસ સહિતના પાકોને નવજીવન મળ્યું છે. આમ જિલ્લામાં પુનઃ સારો વરસાદ પડતાં જિલ્લાભરમાં સૌ કોઈમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. અને વાતાવરણમાં પણ શીતળતા પ્રસરી જવા પામી છે.
માલપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં ગત રાતથી રવિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ૪૪ મિ.મી. એટલે કે પોણા બે ઇંચ વરસાદ પડતાં ખેતીને નવજીવન મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે અને સારા વરસાદથી ચોમાસુ સારું જવાની આશાઓ વધુ એકવાર બળવત્તર બની છે.
માલપુર તાલુકામાં રવિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડવા પામ્યો છે. આ અગાઉ તાલુકામાં ૩૪૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ ૪૪ મિ.મી. વરસાદ પડતાં અત્યાર સુધીનો ૩૮૮ મિ.મી. વરસાદ થવા પામ્યો છે એટલે કે સાડા પંદર ઇંચ વરસાદ નોંધાયો છે. આ તાલુકામાં ગત બુધવારે પણ સારો વરસાદ નોંધાયો હતો. તાલુકામાં વધુ એકવાર સારા વરસાદથી ખેતીને નવજીવન સાંપડતાં ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી છે. હજુયે વરસાદી વાતાવરણ બનેલું હોઇ વધુ વરસાદ થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

જિલ્લાના બબ્બે મંત્રી છતાં ખેડૂતોને અન્યાય
બાયડ,તા.૧૨
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને ઈડર વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા બબ્બે મંત્રીઓ સરકારમાં શિક્ષણખાતાનો હવાલો સંભાળતા હોવા છતાં ખેડૂતોને સરેઆમ અન્યાય થઈ રહ્યો છે પરંતુ, બંને મંત્રીઓ 'મગનું નામ મરી'પાડતા નથી જેનું ખેડૂતોને દુઃખ થઈ રહ્યું છે. જિલ્લાના તમામ ૧૩ તાલુકામાં સારો વરસાદ પડયો નથી ત્યારે સરકારમાં અસરકારક રજુઆતના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે, પુનઃ તાલુકાઓની સમીક્ષા કરવામાં આવે અને અછતગ્રસ્ત અંગેનો સરવે હાથ ધરવામાં આવે.

પ્રાંતિજ તાલુકામાં
ઓછો વરસાદ
પ્રાંતિજ,તા.૧૨
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સૌથી ઓછો છ ઈંચ વરસાદ નોંધાયો છે જે ઘણો ઓછો છે. તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો હતો પરંતુ ૧૫૦ મી.મી.થી વધુ વરસાદ પડતાં તાલુકાને અછતમાંથી બહાર કરી દીધો છે. ઓછા વરસાદના કારણે તાલુકામાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉભી છે ત્યારે સરકાર આ મુદ્દે પુનઃ વિચાર કરી તાલુકાની પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

અછતની સ્થિતિ અંગે સરકાર પુનઃ વિચારે
બાયડ,તા.૧૨
જિલ્લામાંથી બાયડ અને પ્રાંતિજ તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા હતા પરંતુ, બે દિવસમાં વરસાદ પડયા બાદ બંને તાલુકાને અછતગ્રસ્તમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
સૌથી આશ્ચર્યની બાબત તો એ છે, બાયડ તાલુકામાં અત્યાર સુધી મોસમનો માત્ર નવ ઈંચ જ્યારે પ્રાંતિજ તાલુકામાં માત્ર છ ઈંચ વરસાદ પડયો છે જે ઘણો ઓછો છે. નહીવત વરસાદમાં પાણી અને ઘાસચારાની મુશ્કેલી યથાવત છે.

 

મૂશળધાર વરસાદના અભાવે તળાવો ખાલી
મોડાસા,તા.૧૨
સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૧૦ ઈંચ જેટલો વરસાદ પડયો છે જે નદી અને તળાવો માટે ઘણો ઓછો છે. મુખ્ય નદીઓમાં પૂર પણ આવ્યું નથી. બીજી તરફ સારા વરસાદના અભાવે તળાવો અને જળાશયો ખાલીખમ છે. ધીમી ધારના વરસાદથી ખેતી પાકને ફાયદો થઈ રહ્યો છે એ ચોક્કસ છે પરંતુ, સિંચાઈનો પ્રશ્ન હલ થાય તેવી કોઈ જ શક્યતા જણાતી નથી. ચોમાસુ ખેતીનો પાક ઉતરી જશે પરંતુ, શિયાળા અને ઉનાળામાં પાણીના અભાવે અનેક મુશ્કેલીઓ સર્જાશે તેવું જણાઈ રહ્યું છે ત્યારે મેઘરાજા મૂશળધાર વરસી પડે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.

જિલ્લાના ૧૩ તાલુકામાં વરસાદની સ્થિતિ
હિંમતનગર, તા. ૧૨
સાબરકાંઠા જીલ્લા ઇમરજન્સી સેન્ટરથી જાણવા મળેલ જિલ્લાના તેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ઈડર ૦૪ મી.મી. હિંમતનગરમાં ૦૧ મીમી તલોદમાં ૦૮ મી.મી, વડાલીમાં ૦૧ મીમી, ખેડબ્રહ્મામાં ૦૫ મીમી, વિજયનગરમાં ૦૮ મીમી, ભિલોડામાં ૦૭ મીમી, પ્રાંતિજમાં ૨૦ મીમી, મોડાસામાં ૨૦ મીમી, માલપુરમાં ૨૦ મીમી, ધનસુરામાં ૧૬ મીમી, મેઘરજમાં ૩૦ મીમી અને બાયડમાં ૦૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રવિવાર એ બપોરના બે વાગ સુધીમાં ઈડર ૧૮ મીમી, હિંમતનગરમાં ૨૫ મીમી, તલોદમાં ૩૦ મીમી, વડાલીમાં ૦૬ મીમી, ખેડબ્રહ્મામાં ૦૫ મીમી, વિજયનગરમાં ૨૭ મીમી, ભિલોડામાં ૩૭ મીમી, પ્રાંતિજમાં ૩૩ મીમી, મોડાસામાં ૨૮ મીમી, માલપુરમાં ૨૨ મીમી, ધનસુરામાં ૫૪ મીમી, મેઘરજમાં ૩૮ મીમી, અને બાયડમાં ૪૫ મીમી વરસાદ નોંધાયો હતો.

 

વાત્રક ડેમની સપાટી ૧૩૩.૩૪ મીટરે પહોંચી
રાજેન્દ્રનગર, તા. ૧૨
માલપુર તાલુકામાં આવેલ અને ત્રણ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક ડેમમાં ઉપરવાસમાં ઓછો વરસાદ પડતાં પાણીની નહિવત આવક થવા પામી છે. જેથી ડેમમાં હાલની સપાટી ૧૩૩.૩૪ મીટરે પહોંચ્યાનું જાણવા મળેલ છે.
હજુ સારો વરસાદ પડવાની આશા
વાત્રક ડેમની કુલ ક્ષમતા સપાટી ૧૨૬.૨૫ મીટરની છે અગાઉ પડેલા વરસાદથી ડેમની સપાટી બે મીટર વધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં ડેમ કદાચ ત્રણેક મીટર આવી રહેશે તેવું જણાતું હતું.
પરંતુ થોડા થોડા વરસાદથી અત્યાર સુધી ડેમની સપાટી ૧૩૩.૩૪ મીટરે પહોંચી છે. વાત્રક નદીના ઉપરવાસમાં વરસાદ ઓછો પડતાં પાણીની આવક બહું થવા પામી નથી પરંતુ થોડી ઘણી આવકથી થોડી થોડી સપાટી વધી રહી છે. હાલ ડેમ હજુ ત્રણેક મીટર ખાલી છે. જોકે હજુ વરસાદ પડશે તો ડેમ છલકાઈ જશે. તેવી આશાઓ સૌ સેવી રહ્યા છે.

 

આ મુદ્દે સરકાર પુનઃવિચાર કરી જિલ્લાના તમામ તાલુકાઓમાં સરવે હાથ ધરે તેવી ખેડૂતોની માંગણી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved