Last Update : 13-August-2012, Monday

 
શિવાલયોમાં વિશિષ્ટ અભિષેક-પૂજન થશે
આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને અજા એકાદશીનો સંયોગ

૧ લાખ તપસ્વીઓને ૬૦ વર્ષ સુધી જમાડવાનું પુણ્ય આજના એકાદશી વ્રતથી મળે

અમદાવાદ, રવિવાર
તા.૧૩મી ઓગસ્ટનાં રોજ પવિત્ર એવા શ્રાવણ માસનો છેલ્લો અને ચોથો સોમવાર છે તથા આ દિવસે અજા એકાદશીનો પણ સંયોગ છે. આ દિવસ લોકો ભક્તિમય પસાર કરશે. સવારથી જ શિવાલયોમાં વિશિષ્ટ અભિષેક-પૂજન માટે લોકોની ભીડ જામશે. ગુજરાતથી અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ-ઉજ્જૈન દર્શનાર્થે પહોંચ્યા છે.
આ દિવસે અમદાવાદનાં શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે. તેમાં પણ શહેરનાં પ્રાચીન શિવાલય, કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે ૧૦૦૦ કમળની પૂજા સાંજે ૭.૩૦ વાગ્યે થશે. જ્યારે સાંજે ૫ વાગ્યાથી મહામૃત્યુંજય આહુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ મંદિરે ભગવાનને ૧૫ લાખથી વધુ બિલિપત્રનો અભિષેક થઇ ચૂક્યો છે. સાથે જ રુદ્રીપાઠ અને લઘુરુદ્ર પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદનાં ચકુડિયા મહાદેવ, રખિયાલ તથા ચકલેશ્વર મહાદેવ-રાયપુર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડશે. આજે લોકો ઓમ્ નમઃ શિવાયનાં જાપ સાથે જળાભિષેક, બિલ્વપત્રાભિષેક કરશે. સાથે જ શ્રીશિવ મહિમ્નસ્તોત્ર, બિલ્વાષ્ટકમ્ વગેરેનું પૂજન પણ કરશે.
આ દિવસની એકાદશની મહત્ત્વ સમજાવતા કુમકુમ સ્વામિનારાણ મંદિર-મણિનગરનાં મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ૧ લાખ તપસ્વીઓને દરરોજ જુદી-જુદી રસોઇ બનાવીને ૬૦ હજાર વર્ષ સુધી જમાડવાથી જે પુણ્ય મળે છે, તે આ શ્રાવણ વદ એકાદશી કે જેને અજા એકાદશી કહેવામાં આવે છે, તેનું વ્રત કરવાથી મળે છે. આ દિવસે ભગવાનને ખારેક ધરાવવાની પણ પ્રણાલિકા છે.
સ્વામિનારાયણ મંદિરોમાં અજા એકાદશી નિમિત્તે વિશિષ્ટ ભક્તિમય કાર્યક્રમો થશે. સાથે જ અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્રનું પઠન પણ કરશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved