Last Update : 13-August-2012, Monday

 
'પ્લેન હાઈજેકિંગ'ની ભીતિ દર્શાવતા એલર્ટથી
બે દંપતીને શોધવા હોટલો, ભાડુઆતોનું સઘન ચેકિંગ

હેડલીનો સાગરિત ડો. રાણા તેની પત્ની સાથે હોટલમાં અને કાશ્મીરનો શખ્સ ભાડે રહ્યો હતો

અમદાવાદ, રવિવાર
પ્લેન હાઈજેક કરવાના આતંકવાદી મનસૂબાનો પર્દાફાશ કરી સેન્ટ્રલ આઈ.બી.એ બે દંપતિ સહીત સાત શકમંદ આતંકવાદીઓના નામ જાહેર કર્યાં છે. આ પૈકીના બે દંપતિ અમદાવાદમાં સ્થાયી થયા હોવાની વાતે પોલીસમાં દોડધામ વધી ગઈ છે. પોલીસે શકમંદોને શોધવા હોટલો ઉપરાંત ભાડુઆતો અંગે સઘન ચેકીંગ શરૃ કર્યું છે. કારણ કે, અગાઉ હોટલો કે ભાડાના ઘરમાં રહી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં શખ્સો અમદાવાદમાંથી પકડાઈ ચૂક્યાં છે.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમ્યાન આતંકવાદી યોજના પાર પાડવા વિમાન હાઈજેક કરવાના પ્રયાસ માટે સાત આતંકવાદીઓ સક્રિય હોવાના મુદ્દે સેન્ટ્રલ આઈ.બી.એ એલર્ટ જાહેર કર્યો છે. સાત શકમંદ આતંકવાદીઓ પૈકીના બે દંપતિ મુર્તુજા મહમ્મદ અમીન, તેની પત્ની રૃખસાનાબાનુ અને હમીદ ઉલ્લા, તેની પત્ની સૂર્યાબેગમ અમદાવાદમાં સ્થાયી હોવાની વિગતો જાહેર કરાઈ છે. આ દંપતિ પાટલોટની ટ્રેનિંગ લેનાર અબ્દુલ નુર મુલ્લા, સિદ્દીક અન્સારી અને યામીન અલ બશરના સંપર્કમાં હોવાની વિગતો જાહેર કરાઈ છે.
અમદાવાદ એરપોર્ટથી પ્લેન હાઈજેકીંગની ઘટના નિવારવા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ, બે શકમંદ આતંકવાદી દંપતિ અમદાવાદમાં રહેતા હોવાના મુદ્દે સઘન તપાસ શરૃ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ, એ.ટી.એસ. અને એસ.ઓ.જી. જેવી એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ આ મુદ્દે સઘન તપાસ શરૃ કરી રહી છે.
ઉચ્ચ અધિકારી સૂત્રોએ કહ્યું કે- હેડલીનો સાગરિત ડો. તહવ્વુર હુસેન રાણા તેની પત્ની સાથે નવરંગપુરાની હોટલમાં રોકાયો હતો. આ ઉપરાંત, કાશ્મીરની એક સામાજીક સંસ્થા વતી મેડીકલ કેમ્પના હેતુસર આવી આણંદ, અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો શખ્સ શિવરંજની પાસે હિમ્મતલાલ પાર્ક સામેના એક ફલેટમાંથી પકડાયો હતો. આ સંજોગોમાં અમદાવાદમાં પોલીસે હોટલો ઉપરાંત ભાડુઆતો અંગે સઘન તપાસ શરૃ કરી છે. શંકાસ્પદ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટૂકડીઓ ખાનગી રાહે તપાસ કરી રહી છે. મકાનમાલિકોને ભાડુઆતો વિશે પોલીસને જાણકારી આપવા અપીલ કરાઈ છે.

૧૫મી ઓગસ્ટ સુધી પોલીસની રજાઓ રદ
* પૂનામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ પછી ૧૫ ઓગસ્ટે આતંકવાદી હુમલા માટે પ્લેન હાઈજેકીંગની ભીતિ આઈ.બી.એ વ્યક્ત કરી છે. અમદાવાદમાં આતંકવાદીઓ ઘૂસ્યાના મુદ્દે ૧૫ ઓગસ્ટ સુધી પોલીસ કર્મચારીઓ, અધિકારીઓની રદ કરાયાની સૂચનાઓ પોલીસ સ્ટેશનોમાં મુકી દેવામાં આવી છે. પોલીસને વાહનચેકીંગ ઉપરાંત હોટલ, ગેસ્ટહાઉસો અને ભાડૂઆતોના સઘન ચેકીંગ માટે સૂચના અપાઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved