Last Update : 13-August-2012, Monday

 

શહેરીજનોએ રજામાં વરસાદની મોજ માણી
અમદાવાદમાં બે ઈંચ વરસાદ ૧ મકાન, ૧ર ઝાડ ધરાશાયી

ખારીકટ કેનાલ ઓવરફ્લો થતાં જશોદાનગર પાસેનો વિસ્તાર પાણી-પાણી ઝાડ પડતાં કાર, બાઈક અને મકાનને નુકસાનઃ ઠેર-ઠેર પાણી ભરાયાં

ગાંધીનગર, રવિવાર
લાંબા ઈંતેજાર બાદ મેઘરાજાએ ગત્ રાત્રિથી અમદાવાદમાં પધરામણી કરતાં નગરજનોએ વરસાદને મનભરીને માણ્યો હતો. શનિવાર રાત્રિથી ધીમી ધારે શરૃ થયેલી મેઘસવારી રવિવારે પણ આખો દિવસ યથાવત્ રહેતા બે ઈંચ વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે શહેરમાં ૧ર સ્થળે ઝાડ પડી ગયા હતા તો એક મકાન પડવાનો બનાવ બન્યો છે.
ચાલુ વર્ષે અર્ધું ચોમાસું વિતી જવા છતાં અનરાધાર વરસાદ વરસ્યો નથી. તેમાંય છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનોને ઝાપટાં પણ વ્હાલા લાગવા માંડયા હતા. તેમાં ગઈકાલ રાત્રિના ૧૧ વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૃ થયું હતું. જે આખી રાત વરસતો રહ્યો હતો. આજે રવિવારે પણ આ મેઘસવારી યથાવત્ રહેતા નગરજનોએ વરસાદમાં નહાવાનો લ્હાવો લઈને રજા માણી હતી. સતત ર૪ કલાક વરસાદ શરૃ રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે શહેરમાં દાળવડાં, ભજિયા જેવી ગરમ વસ્તુઓની દુકાનો-લારીઓ પર તડાકો બોલી ગયો હતો.
વરસાદના કારણે શહેરમાં ૧ર સ્થળે ઝાડ પડી ગયાની મ્યુનિ.માં ફરિયાદ નોંધાઈ હતી. જયારે નારણપુરામાં જયમંગલ બસ સ્ટેન્ડ સામે ભૂવો પડયો હતો. આ ઉપરાંત આજે સવારે ખારીકટ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાયું ત્યારે તેમાં વરસાદી પાણી ભળતાં જશોદાનગર પાસે કેનાલનો નીચાણવાળો ભાગ હોવાથી ત્યાં કેનાલ ઓવરફલો થઈ હતી. કેનાલનું પાણી રવિરાંદલ સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી વળતાં થોડા સમય માટે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. બાદમાં તાકિદે વિંઝોલ ગેટ ખોલીને પાણીને વિંઝોલ તરફ વાળી દેવાતાં કેનાલનો ઓવરફ્લો નિવારી શકાયો હતો.
મેમનગર ફાયર સ્ટેશન પાસે બે ઝાડ પડયા હતા. તેમાં એક ઝાડ બાઈક પર પડતાં બાઈકને નુકસાન થયું હતું. જયારે ગોમતીપુરમાં શીતલ ટોકિઝની સામે કાર પર ઝાડ પડતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. ઉત્તર ઝોનના ચમનપુરામાં ઘી વાળી ચાલી પાસે ઝાડ પડવાના કારણે એક મકાન પડી ગયાનો બનાવ બન્યો છે.
ધીમી ધારે વરસાદ વરસતો હોવા છતાં મ્યુનિ.નો પ્રિમોનસૂન પ્લાન ધોવાઈ ગયો હોય તેમ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડ, દક્ષિણ ઝોનના વટવા વોર્ડ, ઈન્દ્રપુરી વોર્ડ, ઈસનપુર વોર્ડ, ઉત્તર ઝોનમાં નોબલનગર સહિતનો વિસ્તાર અને નવા પશ્ચિમ ઝોનમાં વેજલપુર વિસ્તારમાં પાણી ભરાઈ જતાં મ્યુનિ.એ પંપ મુકીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.

કયા-કયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા?
વિરાટનગર વોર્ડમાં આશિર્વાદ સોસાયટી, આરતી સોસાયટી, આલોક પાર્ક, જગદીશ પાર્ક, વટવા વોર્ડમાં કુતુબનગર, કુત્બી આલમ, સવિતાનગર, ઈન્દ્રપુરી વોર્ડમાં પુનિતનગર રેલવે ક્રોસિંગ, શકરીબા પાર્ટી પ્લોટ, માતૃભક્તિ સોસાયટી, રીટાનગર, ભગવતીનગર, રાજરાજયનગર, શિવ પાર્ક, હરિઓમ પાર્ક, જશોદાનગર બીઆરટીએસ, સત્યસાંઈ સોસાયટી, ઈસનપુર, ઉત્તર ઝોનમાં સુમિત પાર્ક, સૈજપુર ગરનાળા, વિજય કામદાર, નોબલનગર, અને ચિત્રકુટ સોસાયટી તેમજ નવા પશ્ચિમ ઝોનમાં વેજલપુર વોર્ડ ઓફિસ સામે પાણી ભરાતા ડિવોટરિંગ પંપથી પાણીનો નિકાલ કરવો પડયો હતો.

કયા-કયા સ્થળે ઝાડ પડયા?
-ત્રણ દરવાજા મચ્છી બજાર, મદારશાહની દરગાહ
-એસ.ટી.સર્કલ, ગીતા મંદિર
-રેવડી બજાર ચાર રસ્તા, રીલીફ રોડ
-લો ગાર્ડન ડે.મ્યુનિ.કમિશનરના બંગલા પાસે
-મેમનગર ફાયર સ્ટેશન પાસે બે ઝાડ
-યમુનાનગરની બાજુમાં સૌરાષ્ટ્ર સોસાયટી સામે નરોડા બે ઝાડ
-તેજાજી કાળુજીની ચાલી ચમનપુરા
-કોટેશ્વર પાર્ક સરદારનગર, સી.એસ.ડી. ડેપો સામે
-શીતલ ટોકિઝ સામે, ગોમતીપુર
-વેજલપુર શ્રીનંદનગર પાસે

અમદાવાદના વરસાદની મેટરનું બોક્સ

ઓઢવ ફાયર સ્ટેશનમાં ૩ ફૂટ પાણી ભરાયા
શનિવારે રાત્રિથી શરૃ થયેલો વરસાદ આજે દિવસભર ચાલુ રહ્યો હતો. જો કે પૂર્વ વિસ્તારમાં વરસાદ વધારે હોવાથી શનિવારે રાત્રે ઓઢવ ફાયર સ્ટેશનમાં ૩ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે આખી રાત પાણી ઉલેચતું રહેવું પડયું હતું. આ ઉપરાંત નરોડા, ઓઢવ વિસ્તારમાં પણ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved