Last Update : 13-August-2012, Monday

 

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતાં ખેતી પાકને જીવતદાન મળતાં ખેડૂતો ખુશખુશાલ

નડિયાદ,આણંદ, તા.૧૨
મધ્ય ગુજરાત સહિત ખેડા જિલ્લામાં મેધરાજાની સાર્વત્રિક મ્હેરથી લોકોમાં આનંદ વ્યાપ્યો છે. શનિવારે મોડી રાતથી મેધરાજાએ ઈનિંગ્સ શરૃ કર્યા બાદ રવિવારે સવારે સાત વાગ્યા સુધીમાં ૨૧૮ મી.મી. તથા ૭ થી સાંજ ે૪ વાગ્યા સુધીમાં ૪૦૩ મી.મી. મળી કુલ ૬૨૧ મી.મી. વરસાદ થયો છે. દિવસભર જામેલા ચોમાસાના માહોલ વચ્ચે સાંજે પણ જિલ્લામાં છુટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. લોકોની પ્રાર્થના ફળીભૂત થઇ હોય તેમ ગત સમીસાંજથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધીમી ગતિએ પવન શરૃ થયા બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. એક મહિનાના વિરામ બાદ વરસાદ શરૃ થતા જ લોકો ગેલમાં આવી ગયા હતા. કેટલાકે પલળીને વરસાદની મજા માણી હતી. વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ગત સમી સાંજે શરૃ થયેલ વરસાદ રાત્રિ સુધી ચાલ્યો હતો. તો આજ સવારથી પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આણંદ જિલ્લાના આઠેય તાલુકામાં વરસાદે વત્તા ઓછા પ્રમાણમાં મહેર કરી હતી. સૌથી વધુ આણંદ તાલુકામાં જ્યારે સૌથી ઓછો પેટલાદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ધીમી અને મક્કમ ગતિએ પડેલ શ્રીકાર વર્ષાને કારણે ખેડૂતોમાં આનંદ સમાતો ન હતો.
વરસાદના ત્રીજા રાઉન્ડમાં શનિવાર રાતથી શરૃ થયેલી હેલી રવિવાર દિવસ દરમ્યાન યથાવત રહી હતી. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો સહિત સૌ કોઈ આનંદિત બન્યા છે.
શનિવારે મોડી રાતતી ગાજવીજ અને સૂસવાટા ભર્યા પવનો વચ્ચે મેધરાજાની મ્હેર શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરવાથી લોકોએ ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેધરાજાએ મ્હેર કરતા ડાંગર, કપાસ, તમાકુ તથા શાકભાજીના ખેતી પાકને હવે જીવતદાન મળશે તેવી આશા જન્મી છે. નડિયાદ સ્થિત જિલ્લા ડિઝાસ્ટર મેનેજ મેન્ટ વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સવારે ૭ વાગે પુરાથતા ચોવીસ કલાક સુધીમાં ખેડા જિલ્લાના દસેય તાલુકાઓમાં મળી કુલ ૨૧૮ મી.મી. તથા સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદનું જોર વધતા તમામ સ્થળોએ મળી કુલ ૪૦૩ મી.મી. સાથે એક દિવસમાં કુલ ૬૨૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ૨૩૯૬ મી.મી. ના આંક પર પહોંચ્યો છે.
જૂન-જુલાઇમાં વરસાદ જોઇએ તેવો ન વરસતા ધરતીપુત્રો ચિંતિત હતા. સરકારે અમુક તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. પશુ-પંખીના ઘાસચારા તથા દાણાની તકલીફો વધી હતી. સમયસર વરસાદ વરસે તે માટે જિલ્લાના નાના-મોટા નગરોમાં ભગવાનને રીઝવવા પ્રાર્થના તથા યજ્ઞા યોજાયા હતા. તેમ છતાં આકાશમાં વાદળો ઓછા જોવા મળતા હતા. પરંતુ ગતરોજ બપોરના ૫.૦૦ કલાક પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાદળો ઘેરાયા હતા અને વરસાદી માહોલા જામ્યો હતો. આણંદ જિલ્લાના આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુર, પેટલાદ તાલુકામાં પણ વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. વરસાદને ધરતી તૃપ્ત કરવી હોય તેમ રાત્રીના પણ મન મૂકીને વરસ્યો હતો. આજે પણ વરસાદી ઝાપટા ચાલુ જ રહ્યા હતા. નાના-મોટા નગરોના તળાવ, નદી, નાળામાં પાણીની આવક વધી હતી. આ વરસાદને કારણે પશુપાલકોની ચિંતા હળવી બની હતી. વરસાદ વરસતા ખેતમજૂરો પણ ખુશ છે કારણ કે હવે ખેતીનું કામકાજ શરૃ થશે. વરસાદ મોડો પડયો હોવા છતાં ખેડૂતો વાવણી કરવા થનગની રહ્યા છે.
દિપકભાઇ ડાભી નામના ખેડૂતે જણાવ્યું હતું કે મોંઘા બિયારણ, ખાતરનો ઉપયોગ કર્યા બાદ યોગ્ય સમયે વાવણી ન થાય તો આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. પરંતુ ગઇકાલે અને આજે જે શ્રીકાર વર્ષા થઇ છે જેને કારણે મારા જેવા અનેક ખેડૂતોની ચિંતા હળવી બની છે. હવે ખેતીકામ શરૃ થશે. તથા વરસાદ પડતા જ લીલું ઘાસ પણ પશુપાલકોને મળી રહેશે.
આણંદ જિલ્લામાં ગઇકાલે બપોરના ૨.૦૦ થી આજે બપોરના ૨.૦૦ સુધી સારો વરસાદ નોંધાયો હતો. દોઢથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આણંદ- ૭૭ મી.મી., ઉમરેઠ ૪૮ મી.મી., બોરસદ ૬૪ મી.મી., આંકલાવ ૪૦ મી.મી. ખંભાત ૬૫ મી.મી., સોજિત્રા ૫૪ મી.મી., તારાપુર ૫૮ મી.મી., પેટલાદ ૩૯ મી.મી. નોંધાયો હતો.
વરસાદી માહોલ સર્જાતા બજારમાં ભીડ ઓછી જોવા મળી હતી. લાંબા ગાળા બાદ વરસાદ વરસતા કેટલાક લોક મન મૂકીને ભીંજાયા હતા તો કેટલાકે ભજીયા-ચ્હાની લીજ્જત પણ માણી હતી. ભગવાને મહેર કરી.. તેમ પણ કહેતા હતા. શ્રાવણ માસનો છેલ્લો શનિવાર ફળીભૂત થયો છે.

 

ઠાસરા તેમજ નડીઆદમાં
માત્ર દોઢ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
નડિયાદ,તા.૧૨
શનિવારે રાત્રે શરૃ થયેલા વરસદાનું જોર રવિવારે વધ્યું હતું. અને સવારે ૭ થી ૧૦માં મહુધા, મહેમદાવાદ, ખેડા, કઠલાલ, બાલાસિનોર , ઠાસરા તથા નડિયાદ વગેરે જેવા સ્થળો બેથી ત્રણ કલાકમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવથી તે બેટ જેવા બની ગયા હતા. જ્યારે અનેક સ્થળોએ ઝાળ પડવામાં બનાવો પણ બન્યા હતા.
નડિયાદ શહેરમાં શ્રેયસ નાળા સહિત ખોડિયાર નાળુ માઈ મંદિર પાસેનું નાળુ તથા વૈશાલી પાસેના નાળામાં પાણી ભરાઈ ગયા હતા.આ ઉપરાતં સંતરામ રોડ ડુમરાલ બજાર તથા વી.કે.વી. રોડ સહિત પશ્મિમ વિસ્તારના માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાંજે વરસાદે વિરામ લેતા શ્રેયસ નાળા સહિત અન્ય વિસ્તારોમાંથી પાણી થોડા ઓસર્થા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક સ્થળે શનિવારે મોડી રાત્રે અને રવિવારે દિવસ દરમ્યાન વિજપુરવઠો ખોરવાઈ જતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved