Last Update : 13-August-2012, Monday

 

ચાર દિવસના સપ્તાહમાં ચોમાસા, ફુગાવા, કંપની પરિણામો પર નજર
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
''ભારતીય શેરબજારોની મજબૂતી એશીયાના અન્ય દેશોના બજારોની તુલનાએ ઊંચી રહી છે. સેન્સેક્ષ ૧૭૫૦૦ અને નિફ્ટી ૫૩૦૦ની સપાટી પ્રવર્તી રહ્યા છે. આપણા બજારોએ પાછલા છ મહિનામાં ૧૩થી ૧૪ ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જે પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક- રાજકીય પડકારોના સંજોગોમાં સરાહનીય કહી શકાય.'' આ બાબતે બજારના કહેવાતા નિષ્ણાતો આશ્વાસન લઇને ભારતીય બજારોમાં હજુ એફઆઇઆઇ- વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કાયમ હોવાની હૈયાધારણા આમજનતા- રીટેલ રોકાણકારોને આપી રહ્યા છે. પરંતુ આ વિશ્લેષકો- નિષ્ણાતો તેજીની નક્કરતા કેટલી અને ગૂઢતા કેટલી, રોકાણકારોની વિશ્વસનીયતા કેટલી એની વિસ્તૃત છણાવટ કરવાનું ટાળીને માત્રને માત્ર ૩૦ શેરોનું વેઇટેજ ધરાવતા સેન્સેક્ષ અને ૫૦ શેરો સ્ક્રીપનું વેઇટેજ ધરાવતા નિફ્ટી-૫૦ ઇન્ડેક્ષના લેવલને યેનકેન પ્રકારે ટકાવી રાખીને તેજીનું આભાસી ચિત્ર બતાવવા સિવાય કશું નથી દર્શાવાઇ રહ્યું. અર્થતંત્રના બેરોમીટર મનાતા સેન્સેક્ષ, નિફ્ટીને જૂજ એફઆઇઆઇ- વિદેશી ફંડોના સહારે માત્ર ઇન્ડેક્ષને એક દિવસ અમુક ફ્રન્ટલાઇન શેરો તો બીજા દિવસે અન્ય બ્લૂચીપ શેરોને ઉંચકાવી ઊંચામથાળે ટકાવવામાં આવી રહ્યા છે. પરંતુ દેશનો મોટો રોકાણકાર વર્ગ કે જે સંખ્યાબંધ અન્ય 'એ' ગુ્રપ, સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં રોકાણ કરીને અટવાયો છે, એ રોકાણકાર વર્ગ માટે આ તેજી ભ્રામક છે. અનેક શેરોના ભાવો ૧૭૦૦૦ની સેન્સેક્ષમાં ૧૪૦૦૦થી ૧૫૦૦૦ની ઇન્ડેક્ષ કે નિફ્ટીની ૫૩૦૦ની સપાટીએ ૪૮૦૦થી ૪૯૦૦ના લેવલે હતા, એ લેવલે જ ઘટીને પડયા રહ્યા છે. જેથી કહેવાતા નિષ્ણાતો બજારના વ્યાપક વિશ્લેષણને બદલે ઇન્ડેક્ષ બેઝડ તેજીને એશીયાના અન્ય બજારોની તુલનાએ ભારત સારી સ્થિતિમાં હોવાનું દર્શાવી એક પ્રકારે રોકાણકારોને ગુમરાહ કરી રહ્યા છે અથવા તો ખોટું આશ્વાસન આપીને હતાશ કરી રહ્યા છે.
બેંકોની વધતી એનપીએ, નબળું ચોમાસુ ફુગાવાના પડકાર વચ્ચે બજારનું સેન્ટીમેન્ટ સુધરવાની શક્યતા નહિવત
જૂન ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો ભારતમાં એકંદર સાધારણથી નબળા આવ્યા છે. બેંકો- ખાસ પીએસયુ બેંકોના નફામાં પાછલા સમાનગાળાના નીચે બેઝ સામે ઉંચી વૃદ્ધિ દર્શાવાઇ છે, પરંતુ સ્ટેટ બેંક સહિતની એનપીએ- ડૂબત લોનમાં જંગી વધારો ચિંતાજનક છે. ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઇઆઇપી) પણ જૂનમાં ૧.૮ ટકા નેગેટીવ આવ્યા સાથે ક્રુડ ઓઇલના પ્રવર્તમાન બ્રેન્ટ ક્રુડ ૧૧૩થી ૧૧૪ ડોલરના ભાવ ભારતની ચિંતા વધારનારા છે. ચોમાસું પણ અત્યાર સુધી નબળી પ્રગતિએ ૩૫ રાજ્યોમાંથી ૧૯ રાજ્યોમાં અછતનું અને સરેરાશથી ૧૯થી ૨૦ ટકા ઓછા વરસાદનું નીવડી રહ્યું હોઇ આર્થિક વૃદ્ધિની ચિંતા વધારી છે. આ પડકારરૃપ આર્થિક પરિબળોમાં નાણા પ્રધાન પી. ચિદમ્બરમ માટે ફુગાવા-મોંઘવારીને અંકુશમાં રાખીને આર્થિક સુધારાને વેગ આપવા થકી દેશને પુનઃ ઉંચી વૃદ્ધિના પંથે લઇ જવો એ સમય માની લેતુ ભગીરથ કાર્ય છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે દેશની આમજનતા જે વાતથી સૌથી ત્રસ્ત છે, એ મોંઘવારીને ડામવી અને પુનઃ મતદારોનો વિશ્વાસ જીતવો એ યુપીએ સરકારનું પ્રમુખ મિશન બની રહેશે. જેથી ટૂંકાગાળામાં બજારનું સેન્ટીમેન્ટ વ્યાપક રીતે સુધરવાની શક્યતા હાલ તુરંત ઓછી જણાય છે.
અમેરિકી બજારો- હેંગ સેંગ પાછળ સેન્સેક્ષ - નિફ્ટી વધે છે ઃ યુ.એસ.ની ચૂંટણી બાદ તૂટશે?
આંતરરાષ્ટ્રીય મોરચે યુરો ઝોનના અસ્તિત્વને ટકાવી રાખવાની યુરોપીય સેન્ટ્રલ બેંકની (ઇસીબી) કટિબદ્ધતાએ યુરોપના બજારોમાં વર્ષ જાન્યુઆરી ૨૦૦૬ બાદ સતત ૧૦માં સપ્તાહમાં સુધારાની લાંબી ઇનિંગ જોવાઇ છે. પરંતુ ચીનની હાલતે યુરોપની ચિંતા વધારી છે. ચીનની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ૯.૭ ટકાની અપેક્ષાની તુલનાએ ૯.૨ ટકા આવ્યા બાદ જુલાઇના વિકાસ આંકડા પણ જૂનના ૧૧.૩ ટકાની વૃદ્ધિ સામે તીવ્ર ઘટીને માત્ર ૧ ટકા આવ્યા અને આયાતમાં ૪.૭ ટકા જેટલી ઓછી વૃદ્ધિ સાથે વ્યાજ દરોમાં ઘટાડા છતાં ધિરાણ ઉપાડ ઘટવાના આંકડાએ વૈશ્વિક મહામંદીનો હાઉ ઊભો કર્યો છે. અમેરિકા- યુ.એસ.માં બરાક ઓબામાએ રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરી ચૂંટાઇ આવવાની કવાયતમાં અમેરિકામાં આર્થિક ચિત્ર ઉજળું બેરોજગારીમાં નોંધનીય ઘટાડો થઇ રહ્યાનું દર્શાવાઇ રહ્યું છે, ત્યારે અત્યારે યુ.એસ.ના બજારો કે યુરોપ, હોંગકોંગના હેંગસેંગ પાછળ માત્ર ઇન્ડેક્ષ બેઝડ ઉંચકાઇ રહેલા આપણા બજારની તેજી અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ તૂટી જવાનું જોખમ સમજીને તેજીને અનુસરવી રહી. બાકી અત્યારે સેન્સેક્ષ- નિફ્ટી પૂરતી મર્યાદિત તેજીમાં અત્યાર સુધી મૂક પ્રેક્ષક બની બેસી રહ્યા હોઇએ તો હજુ યુ.એસ.ની ચૂંટણી અને ચોમાસાનું ચિત્ર ઓગસ્ટમાં સ્પષ્ટ થાય ત્યાં સુધી નવું રોકાણ કરવામાં રાહ જોવી હિતાવહ રહેશે.
ચાર દિવસના ટૂંકા સપ્તાહમાં જુલાઇના ફુગાવાના આંક પર નજર ઃ નિફ્ટી ૫૪૧૧થી ૫૧૮૮ રેન્જમાં ફંગોળાશે
આગામી સપ્તાહ ૧૫, ઓગસ્ટના બજારો બંધ રહેનાર હોઇ ચાર દિવસનું છે. જેમાં ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ફ્રા, હિન્દાલ્કો, આઇડીએફસીના પ્રમુખ પરિણામો સાથે જુલાઇના ફુગાવાના હોલસેલ માસિક ભાવાંક ૧૪, ઓગસ્ટના મંગળવારે જાહેર થનાર છે. જે જૂન ૨૦૧૨ના ૭.૨૫ ટકાની તુલનાએ જુલાઇ ૨૦૧૨માં ૭.૬થી ૭.૭ ટકા અપેક્ષીત છે. આ સાથે ચોમાસાની ઓગસ્ટમાં પ્રગતિ ચાલુ વર્ષ માટે દેશની આર્થિક દશા- દિશા માટે મહત્વના બની રહેશે. જેની પર ફુગાવાનો મદાર રહેવા સાથે બેંકોની એનપીએના જોખમમાં વધારો થશે કે ઘટાડો એ પણ નક્કી થશે. જેથી નવું સપ્તાહ હજુ સેન્સેક્ષમાં ઉપરમાં ૧૭૮૨૨થી નીચામાં ૧૭૧૧૧ની અને નિફ્ટીમાં ઉપરમાં ૫૪૧૧થી નીચામાં ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved