Last Update : 13-August-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૮-૨૦૧૨ સોમવાર
શ્રાવણ વદ અગિયારસ - શ્રાવણનો છેલ્લો સોમવાર
હવામાનમાં ફેરફારી ? વરસાદ થાય ? પવન ફૂંકાય ?
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૪ મિ. (સૂ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ બપોરના ૩ ક. ૨૧ મિ. સુધી પછી આર્દ્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ - કન્યા, બુધ- કર્ક, ગુરૃ- વૃષભ, શુક્ર - મિથુન, શનિ - તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર - મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવતઃ ૨૫૩૮, દક્ષિણાયન વર્ષા ઋતુ, રા. દિ. શ્રા.-૨૨ માસ તિથિ વાર શ્રાવણ વદ અગિયારને સોમવાર - આજે શ્રાવણનો છેલ્લો સોમવાર એકાદશી અને અમૃતસિદ્ધિ યોગ બપોરના ૩ ક. ૨૧ મિ. સુધી શિવપૂજા, પ્રાર્થના, વ્રત, ઉપવાસ તેમજ દાન પુણ્ય માટે ઉત્તમ, શિવાલયમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શિવપૂજા અર્ચન શ્રેષ્ઠ ફળદાયી - હવામાનમાં ફેરફારી ? વરસાદ થાય !
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૨૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ પારસીગાથા-૧ માસનો રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશી, ધર્મકાર્ય તેમજ નોકરી- ધંધાના કામમાં, સાનુકૂળતાવાળો, આનંદ- પ્રસન્નતાનો રહે.
વૃષભ ઃ એકાદશીએ શ્રાવણનો છેલ્લો સોમવાર આનંદ, ઉત્સાહનો રહે, નોકરી- ધંધાના કામમાં ફાયદો લાભ થાય, ધર્મકાર્ય થાય.
મિથુન ઃ આપના નોકરી- ધંધાના, પુત્ર- પૌત્રાદિકના, પત્નીના કામમાં ધર્મકાર્યમાં આજનો દિવસ કાર્યસફળતા પ્રગતિનો રહે.
કર્ક ઃ શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશીએ ધર્મકાર્ય થાય, દાન- પુણ્ય થાય, ખર્ચ થાય પરંતુ આનંદની અનુભૂતિ, સંતોષ જણાય.
સિંહ ઃ શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશીએ ધર્મકાર્ય થાય, હૃદય-મનની પ્રસન્નતાવાળું રહે, નોકરી- ધંધામાં પ્રગતિ જણાય.
કન્યા ઃ આપના નોકરી ધંધાના કાર્યક્ષેત્રની ચિંતા- વિચારોમાં, પત્ની સંતાનના વિચારોમાં ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં.
તુલા ઃ શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશીનું પર્વ ધર્મકાર્યથી હૃદય- મનની પ્રસન્નતા રહે, નોકરી- ધંધામાં આનંદ રહે.
વૃશ્ચિક ઃ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશીનો દિવસ નોકરી ધંધામાં, ઘર પરિવારના અન્ય કામમાં ચિંતા રખાવે.
ધન ઃ આપના નોકરી- ધંધાના, પત્ની સંતાનના કામમાં સાનુકૂળતા રહે, ધર્મકાર્ય- શુભકાર્યથી હૃદય-મનને આનંદ રહે.
મકર ઃ શ્રાવણનો છેલ્લો સોમવાર, એકાદશીનું પર્વ ધર્મકાર્યથી ખર્ચનું રહે, પરંતુ આનંદ અનુભવાય, નોકરી- ધંધાનું કામ થાય.
કુંભ ઃ મનની શાંતિ હળવાશ- રાહત માટે શ્રાવણના આજના છેલ્લા સોમવારે, એકાદશીએ ધર્મકાર્યમાં વ્યસ્ત રહો, બહાર જવાનું થાય.
મીન ઃ પોતાની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં સગા- સંબંધી મિત્રવર્ગના કારણે પરિવારના પ્રશ્નના કારણે ચિંતામાં રહો.

જન્મ તારીખ વર્ષ સંકેત....
તા. ૧૩ ઑગસ્ટ
આજથી શરું થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપના રૃકાવટવાળા કામ ઉકેલાતા જાય. પુત્ર- પૌત્રાદિકના વિદ્યા-ભણતર, વિવાહ લગ્ન, નોકરી ધંધાના પ્રશ્નના ઉકેલથી આપ હળવાશ રાહત અનુભવો. વિશેષમાં -
* વર્ષારંભે મકાન- વાહન- મીલ્કતના પ્રશ્નમાં, સંયુક્ત પરિવારના પ્રશ્નમાં આપને નાની મોટી કોઈ ને કોઈ ચિંતા મુશ્કેલી અનુભવાય પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળ થતો જાય.
* અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય, પ્રેમ- મિત્રતા- લાગણીના સંબંધોમાં ગેરસમજ, મનદુઃખ થયેલું હોય તો સમાધાન થાય.
* સ્ત્રી વર્ગને વર્ષના મધ્યભાગથી હળવાશ થતી જાય. પતિ- સંતાન- પરિવારથી સાનુકૂળતા રહે.
* વિદ્યાર્થી વર્ગને ભણવામાં રૃકાવટ- ચિંતા- ખર્ચ પછી રાહત રહે, આનંદ ઉત્સાહ રહે.

 

સુપ્રભાતમ્

હે જગતની માતારૂપી લજ્જા! અહીં કુતપાણિ નામે પ્રસિદ્ધ રાજા છે, તે તો માત્ર જમીનના એક ટુકડાનો જ સ્વામી છે, બાકી એ બીજાનો સેવક છે પણ તેનો પુત્ર સતત પોતાને માટે રાજાનું બિરદ ઈચ્છે છે. પછી હે લજ્જા! તું તો નિરાધાર જ થઈ ગઈ !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

- સર્વે પ્રકારનાં દુઃખોમાં પણ જેની બુદ્ધિ ક્ષય પામતી નથી તે માણસ તે બુદ્ધિના પ્રભાવથી મુશ્કેલીઓને પાર કરી જાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved