Last Update : 12-August-2012,Sunday

 

ગ્લેમરનાં વિવિધ રૂપ

કોઇ કાળે ‘સારાંશ’ જેવી ફિલ્મોથી નામ કમાયેલા મહેશ ભટ્ટ અને તેમની પુત્રી પૂજા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી ગ્લેમરગ્રસ્ત ફિલ્મો બનાવે છે. તેમાં રહેલા મસાલાની દૃષ્ટિએ તે ફિલ્મો ‘પુખ્ત વયના માટેની’ (ફોર એડલ્ટ્‌સ ઓન્લી) હોય છે, પણ (માનસિક રીતે) પુખ્ત એવા દર્શકોને તેમાંથી ભાગ્યે જ કશું મળે છે. ભટ્ટકંપનીને દર્શકોની પુખ્ત સમજણ કરતાં તેમની પુખ્ત વયની વધારે પરવા છે, એ તેમની ફિલ્મોમાં જણાઇ આવે છે. તેમની ફિલ્મ ‘જિસ્મ-૨’ એ હકીકતનો તાજો પુરાવો છે. આ ફિલ્મના પ્રચારની જ નહીં, ફિલ્મની કથા પણ એક લીટીમાં કહેવી હોય તો આટલીઃ એક પોર્નસ્ટારને ભટ્ટકંપની હંિદી ફિલ્મોની હીરોઇન તરીકે લઇ આવી. બસ. એક રીવ્યુકારે લખ્યું છે તેમ, આ ફિલ્મની કથા-પટકથા-દિગ્દર્શન-અભિનય જે ગણો તે બઘું ફિલ્મની હીરોઇનમાં જ સમાઇ જાય છે. ફિલ્મ રીલીઝ થયાના ઘણા સમય પહેલાંથી જાહેર કરાયેલી તસવીરો અને પ્રચારસામગ્રીમાં પણ એક વિદેશી પોર્નસ્ટાર આ ફિલ્મની હીરોઇન છે, એ બાબતને જ કેન્દ્રસ્થાને રખાઇ હતી.
ફિલ્મોમાં ઉત્તેજનાપૂર્ણ સામગ્રી હોવી એક વાત છે અને ફક્ત એના જ જોરે આખી ફિલ્મ ખેંચવાનો પ્રયાસ કરવો એ અલગ બાબત છે. હોલિવુડની ક્લાસિકલ કહેવાયેલી કેટલીક ફિલ્મો જાતીય નિરૂપણો અને હંિસાનાં દૃશ્યોની બાબતમાં ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ અને ટીકાને પાત્ર બની હતી. છતાં, એ ફિલ્મોમાં એવું મજબૂત કથાવસ્તુ અથવા નિરૂપણશૈલી હતાં કે સમય જતાં ગ્લેમર ઝંખવાઇ જાય તો પણ કથાવસ્તુ કે તેની માવજતના જોરે ફિલ્મ ક્લાસિક બને.
ગ્લેમરની બાબતમાં ભારતીય સેન્સર બોર્ડ ઘણાં વર્ષો સુધી હદ ઉપરાંતનું ‘સંવેદનશીલ’ રહ્યું. વૃક્ષોએ અને ફૂલોએ વર્ષો સુધી ‘મર્યાદા’ જાળવી લીધી. પરંતુ એક બાજુ ફિલ્મી પડદે અને ટીવીના ટચૂકડા પડદે, તો બીજી તરફ ઇન્ટરનેટના માઘ્યમથી થયેલા ગ્લેમરના વિસ્ફોટે જૂનાં, ફગાવવા જેવાં બંધનોની સાથે વિવેકબુદ્ધિનો પણ ખુરદો બોલાવી દીધો. ગ્લેમરના બહાને ગલગલિયાં અને કથાવસ્તુના ભોગે ઉત્તેજક સામગ્રીનો અતિરેક હવે સ્વાભાવિ ક્રમ બની ચૂક્યાં છે. સેન્સર બોર્ડ એવી ફિલ્મોને ‘એ’ પ્રમાણપત્ર આપે, તો પણ એવી ફિલ્મોનાં ગીત કે દૃશ્યો ટીવી પરથી સતત દીવાનખાનામાં તમામ વયના પ્રેક્ષકો સામે રજૂ થતાં રહે છે. નવી પેઢી પર પડતી આ સામગ્રીની અસર અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ તેનાથી ખુદ ફિલ્મોના માઘ્યમ અને તેની કળાનું પણ કશું ભલું થતું નથી.
સમય પ્રમાણે ફિલ્મોમાં ગ્લેમરના અતિરેકની વ્યાખ્યા બદલાતી રહી છે. અંગ્રેજોના જમાનામાં સેન્સરને ઉત્કટ પ્રણયદૃશ્યો સામે નહીં, પણ દેશભક્તિના કે ગાંધીના જરાસરખા ઉલ્લેખ સામે વાંધો પડતો હતો. ચાળીસીના દાયકામાં ‘ચિત્રલેખા’માં મહેતાબનું સ્નાનદૃશ્ય કે ‘સંગ્રામ’માં નલિની જયવંતનો સ્વિમસૂટ ચકચારનું કેન્દ્ર બન્યાં હતાં, પરંતુ આજે તેમનું સ્થાન ઇતિહાસમાં એક પાદનોંધથી વિશેષ નથી. ગ્લેરમને કહેવાતી મુખ્ય ધારામાં લાવવાનું અને તેને કળા ન હોય ત્યારે પણ કળામાં ખપાવવાનું કામ રાજ કપૂરે બખૂબી કર્યું. તેમની શરૂઆતની ફિલ્મોમાં અમુક દૃશ્યોમાં દેખાતી કળાત્મકતાનું સ્થાન સમય જતાં નકરી કામુકતા અને ગલગલિયાંએ લીઘું હતું. ‘આવારા’ના નરગીસનાં દૃશ્યોથી ‘રામ તેરી ગંગા મેલી’નાં દૃશ્યો (વાયા ‘બોબી’) જોનાર કોઇ પણ ફિલ્મરસિક આ વાતમાં સાક્ષી પૂરશે.
સિત્તેરના દાયકામાં આવેલી ‘ઇશારા’ કે ‘જુલી’ જેવી ફિલ્મો હંિદી ફિલ્મોની તે સમયની રૂઢિચુસ્તતાની સીમાઓને વળોટી ગઇ હતી, પરંતુ લાંબા ગાળે ‘જુલી’ને તેની હીરોઇનનાં ટૂંકાં વસ્ત્રોથી નહીં, પણ મઘુર ગીતોથી યાદ કરવામાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોમાં જેવાં વસ્ત્રો કુક્કુ કે હેલનના ભાગે આવતાં, એ સિત્તેર-એંસીના ઝિનત અમાન -પરવીન બાબી યુગમાં હીરોઇનો સુધી પહોંચી ગયાં. હવેના સમયમાં હંિદી ફિલ્મોમાં સંબંધોના જાતીય પાસાનું નિરૂપણ કરતી ફિલ્મોમાં ‘ઇશ્કિયા’થી ‘જિસ્મ-૨’ સુધીની રેન્જ જોવા મળે છે. એટલે કે ગ્લેમર ખાતર ગ્લેમરથી માંડીને ‘ડર્ટી પિક્ચર’ની આભાસી સંવેદનશીલતા અને ‘ઇશ્કિયા’માં આવતા સ્ત્રી-પુરૂષ સંબંધોના આટાપાટા સુધીનું ફલક વિસ્તર્યું છે. કેવળ ગ્લેમરનો વેપાળ ટૂંકા ફાયદાનો સોદો હોઇ શકે, પણ લાંબા ગાળે છેવટે ફિલ્મની જાહેરખબર કે ચર્ચાસ્પદતા નહીં, પણ ગુણવત્તા જ તેને ટકાવે છે- જીવાડે છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved