Last Update : 12-August-2012,Sunday

 

બળવાખોરી કાબુમાં રાખી શકશે તે ચૂંટણીજંગ જીતશે
હિમાચલમાં કોંગ્રેસ-ભાજપ બળવાખોરોથી ત્રસ્ત

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- બાબા રામદેવ અને તેમના સમર્થકો ઘણા રાજ્યોમાં કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે એમ છે ઃ ભાજપ અને પ્રાદેશિક પક્ષો બાબાના સમર્થકોની મદદ લેશે
- બાબા યોગગુરૂ હોવાની સાથે સારા બિઝનેસમેન પણ છે ઃ તેમની સિસ્ટમ જેને પોસાય તેમને સહકાર મળી શકે છે ઃ ચૂટણી સિઝનમાં ઘણું જોવા મળશે

 

લંડન ઓલમ્પિક્સનો રંગારંગ પ્રારંભ બતાવે છે કે નેગેટીવીટી પર પોઝીટીવીટીનો વિજય થાય છે. ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારોહમાં રંગબેરંગી કપડામાં ધૂસી ગયેલી યુવતીને જોઈ મારા સહિતના ઘણાં લોકો મૂંઝવણ અનુભવતા હતા, આ સલામતી અંગેની સૌથી મોટી ભૂલ પણ હતી. આપણે ભૂતકાળમાં જોયું છે કે વડાપ્રધાન મનમોહનસંિહને પ્રમુખ ઓબામાએ આપેલા ડીનરમાં કેવી રીતે એક કપલ ધુસી ગયું હતું. તેમજ કેટલાક મહિના અગાઉ ડાયમંડ જ્યુબીલી સેલિબ્રેશન દરમ્યાન બ્રિટનના મહારાણીની થેમ્સની મુલાકાત દરમ્યાન ધૂસી ગયેલી વ્યક્તિ પાસે પ્રિન્સ ચાર્લ્સનું સત્તાવાર નિમંત્રણ હતું. હકીકત એ હતી કે આ ધૂસી ગયેલ વ્યક્તિ ડાન્સર હતી અને સ્ટેડીયમમાંના ટોળામાંથી રાણીના રસાલામાં ધૂસી ગઈ હતી. સલામતીના આવા છીંડા ઓલમ્પિકમાં જોવા મળ્યા હતા. જો ભારતમાં આવું બન્યું હોત તો યુકેના ટેબ્લોઈડમાં તેને મેઈન સમાચાર તરીકે હાઈલાઈટ કર્યા હોત!!
ગગન નારંગ બ્રોન્ઝ મેડલ જીત્યો તે અદ્‌ભૂત ઘટના હતી. ટીવી સ્ક્રીન સામે લોકો ચીપકી ગયા હતા. વિશ્વની શૂટીંગ સ્પર્ધા કેવી હોય તે એકવાર અભિનવ બિન્દ્રા જીત્યો ત્યારે જોવા મળી હતી. અને હવે ગગન નારંગના કારણે તે જોવા મળ્યું છે. આમ હવે સ્પોર્ટસને કોઈએ સામાન્ય ગણવાની જરૂર નથી. ફાઈનલ શૂટઆઉટ દર્શાવતું હતું કે મેડલ જીતવો કેટલો મુશ્કેલ છે. ઓલમ્પિક્સની કોઈપણ કેટેગરીની ગેમમાં આવી સ્થિતિ હોય છે. ઓલમ્પિકમાં જે પણ ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય તે ચેમ્પિયન છે. આ સ્તરે કોઈપણ મેચ આસાન નથી હોતી. મેં અગાઉ પણ ગગન નારંગને શૂટીંગ કોમ્પીટેશનમાં જોયો છે પરંતુ આ વખતે તેનામાં હકારાત્મક વર્તન જોવા મળ્યું હતું. તેણે નેગેટીવીટી હસતાં-હસતાં દૂર કરીને પોઝીટીવીટી અપનાવીને જંગ જીત્યો હતો. આપણને તેના તરફથી હજુ ગૌરવની ઘણી વાતો જોવા મળશે.
આપણી સામે આગામી સમયગાળો રસપ્રદ આવી રહ્યો છે. વિશ્વભરના ચેમ્પીયનો વચ્ચેનો જંગ જોવા મળશે. મને લાગે છે કે અણ્ણા હજારેએ તેમના ઉપવાસમાંથી થોડો સમય કાઢીને લંડનમાં દેશને ગૌરવ અપાવતા આપણા ખેલાડીઓને બીરદાવવા જોઈએ. આગામી દિવસોમાં અણ્ણા હજારે તેમના ઉપવાસ આંદોલનમાં સંખ્યા વધારવા ઓલમ્પિક બનાવવી પડશે. આ એક પ્રકારનું પોલીટીકલ બ્લેક મેલીંગ છે. કોઈપણ સરકાર કે રાજકીય પક્ષ આવા પ્રેશર આગળ ઝુકી જાય તો તે સત્તા પર રહેવાને પાત્ર નથી. અણ્ણા હજારેની ટીમ હતાશ છે, મને લાગે છે કે તે અગ્રેસીવ ટર્ન ના લે તો સારું છે. મને લાગે છે કે બાબા રામદેવને આ બાબતની ગંધ આવી ચૂકી છે કે એટલે જ તે ટીમ અણ્ણા અને તેમની લડાયક વિચારસરણીથી અંતર રાખી રહ્યા છે. આ આંદોલન લોકપાલ બીલ માટે નથી પણ ટીમ અણ્ણાના સભ્યોનો અંગત એજન્ડા પુરો કરવા માટેનું છે. આ સમય દરમ્યાન અસામાજીક તત્ત્વો આંદોલન પર છવાઈ ના જાય અને તે હંિસક ના બને તે જોવાનું રહે છે. વરસાદ ગમે ત્યારે પાછો ફરે એમ છે તેનાથી શહેરને (દિલ્હી) અને વરસાદને એમ બંનેને રાહતનો અનુભવ થશે. જોકે છેલ્લા અહેવાલો પ્રમાણે અણ્ણાએ ખાસ આંદોલન સમેટી લીઘું હતું.
ચૂંટણીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના મોરચે શાંતિ વર્તાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં થોડી ઉથલપાથલ જોવા મળશે જ્યારે ગુજરાતમાં મોટા રાજકીય ધડાકાઓની અપેક્ષા રખાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં બળવા જેવી સ્થિતિ છે. અહીં તીવ્ર ફાઈટ જોવા મળશે પરંતુ અંતે તો જે બળવાખોરોને નિયંત્રણમાં રાખી શકે તેજ વિજય મેળવી શકશે. તેમ છતાં અત્યારથી આ અંગે કહેવું વહેલું પડશે, મને લાગે છે કે બંને પક્ષો પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી દેશે. કોંગ્રેસ વીરભદ્રસંિહને પસંદ કરશે જ્યારે ભાજપ તેના વર્તમાન મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ઘુમ્મલને પસંદ કરશે. ચૂંટણી પહેલાં બળવાખોરોને નિયંત્રણમાં રાખવા આ જાહેરાત જરૂરી છે. કોંગ્રેસે તેની સ્ક્રીનીંગ કમિટીમાં દિલ્હીના મુખ્ય પ્રધાનની સાથે રહીને ઊભી કરી છે. કોંગ્રેસમાં જ્યારે પ્રતિસ્પર્ધી જૂથો વધી રહ્યા છે ત્યારે આવી કમિટી આવકારદાયક બની રહેશે. ભાજપને મુખ્ય પ્રધાન પી.એ. ઘુમ્મલ પર વિશ્વાસ છે. એટલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન શાંતાકુમારની સાથેના મુદ્દાનું સમાધાન કરવામાં આવશે. કાંગરા વિસ્તાર કે જ્યાં બળવાખોરો મોટું નુકસાન કરી શકે એમ છે તે પર ખાસ ઘ્યાન આપવામાં આવશે.
ગુજરાતમાં અલગ પ્રકારનું વાતાવરણ છે. અહીં પોસ્ટરો દ્વારા બળવો થઈ રહ્યો છે. પોસ્ટરો, માસ્ક, સોશ્યલ નેટવર્ક, સીવીલ રાઈટ વર્કર અને રાજકીય બળવાખોરો દ્વારા બળવાનું વાતાવરણ ઊભું કરાતું હોવા છતાં તેની બહુ ઓછી અસર પડી રહી છે. હવે સમાચાર માઘ્યમો દ્વારા અસર ઊભી કરાઈ રહી છે. રાજકારણ અને સમાચાર માઘ્યમોના હિતો એકબીજા સાથે જોડાયેલા છે. કોઈપણ સિસ્ટમમાં આ સ્થિતિ રાજકીય જૂથો તરફ ઢળેલી હોય છે. તેની પાછળના અન્ય કારણો ઉપરાંત રાજ્યસભાની બેઠકની લાલચ, વેપારી હિતો અને જર્નાલીઝમ તેમજ મુક્ત પત્રકારત્વના નામે જે કંઈ થઈ શકે તે થતું હોય છે. આપણે સમાજવાદી પક્ષના પ્રવક્તા શાહીદ સિદ્દીકીનો દાખલો જોયો છે. તે નઈ દુનિયાના તંત્રી પણ છે. નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લેવા બદલ તેમની સમાજવાદી પક્ષે હકાલપટ્ટી કરી હતી. લાગે છે કે ઉદ્યોગ ગૃહના લોકોએ તેમના હિતની રક્ષા માટે મૌન રાખવું પડશે. શું ગુજરાતના ચૂંટણી જંગમાં તેનો કોંગ્રેસને કોઈ લાભ મળશે ખરો?!
ચૂંટણીની કામગીરી પાછળ નરેન્દ્ર મોદી સખત મહેનત કરી રહ્યા છે. બાબા રામદેવ તેમના સમર્થકો સાથે ટેકો આપતા નજરે પડે છે. યોગના કોર્સ ચલાવતા બાબા રામદેવ ગુજરાતના મુખ્ય પ્રધાનની સાથે જાહેર કાર્યક્રમમાં રહીને અણ્ણા હજારેની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. બાબા રામદેવનો ભવિષ્યમાં રાજકીય પ્લાન છે. અણ્ણા હજારે અને તેમની ટીમના સભ્યોના એગ્રેસીવ પ્લાન સાથે જેવો તેમનો કોઈ વ્યૂહ હોય એમ લાગતું નથી. ભાજપ આ મુદ્દે ચેતીને કદમ ભરતી હતી પરંતુ બાબાએ નરેન્દ્ર મોદીને આવકાર્યા તે ગમ્યું હતું. બાબા રામદેવ અને તેમના સમર્થકો ઘણા રાજ્યોમાં કોંગ્રેસ માટે સમસ્યા ઉભી કરી શકે એમ છે. ભાજપ સિવાય અન્ય પ્રાદેશિક દળો પણ બાબાની મદદ લેશે. બાબા એ સારા યોગગુરૂ છે પરંતુ તે બિઝનેસમેન પણ છે. તે એક જ સમયે ઘણી ટોપી પહેરી શકે છે જેમને તેમની સિસ્ટમ પોસાય તે તેમનો સહકાર મેળવી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved