Last Update : 12-August-2012,Sunday

 

ભારત માટે ઑલિમ્પિકનો ૧૩મો દિવસ મેડલ વિહોણો રહ્યો
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી

હાઇ જમ્પમાં સહાના કુમારી કાઠું ન કાઢી શકે

કુસ્તીમાં ગીતાને બીજી તક પણ ફળી નહીં
(પી.ટી.આઇ.) લંડન તા. ૯
પી.ટી.ઉષાની શિષ્યા, ટિન્ટુ લુકાએ આ મોસમનો શ્રેષ્ઠ મય નોંધાવ્યો હોવા છતાં તે ઑલિમ્પિક રમતોત્સવમાં મહિલાઓની ૮૦૦ મીટરની દોડની ફાઇનલમાં ગઇકાલે પ્રવેશી શકી નહોતી.
૨૩ વર્ષની કેરળવાસીએ સેમી ફાઇનલની બીજી હીટ્સમાંથી ફાઇનલમાં પ્રવેશ કરવાનો હિમ્મતભર્યો પ્રયાસ કર્યો હતો પણ અન્ય આગેવાન સ્પર્ધકોએ એટલી ઝડપ રાખી હતી કે ટિન્ટુએ એક મિનિટ અને ૫૯.૬૯ સેકેન્ડનો સમય નોંધાવ્યો હોવા છતાં સ્પર્ધામાં આગળ ન વધી શકે અહીં હીટ્સના પહેલા રાઉન્ડમાં તેણે નોંધાવેલા સમય કરતા તેણે ૫૨ સેકેન્ડ ઓછો સમય લઇને મોસમનો તેનો શ્રેષ્ઠ દેખાવ નોંધાવ્યો હતો.
બુધવારે તેણે મિ. ૨ઃ૦૧.૭૫ સે.ના સમય સાથે તેની હીટ્સમાં ત્રીજું સ્થાન મેળવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ મિ. ૧ઃ ૫૯.૧૭ સે. છે.
અગાઉ હાઇ જમ્પમાં સહાના કુમારી અને મહિલા કુસ્તીમાં ગીતા ફોગટે પણ મેડલ વિના વિદાય લેતા રમતોત્સવના ૧૩મો દિવસ ભારત માટે કોરો રહ્યો હતો.
સહાના કુમારીએ તેના શ્રેષ્ઠ દેખાવ કરતા ઉતરતો દેખાવ કર્યો હતો. તેણે ૧.૮૦ મીટરની ઉંચાઇ સર કરીને ગુ્રપ બીમાં ૧૫મું સ્થાન પ્રાપ્ત કરતા ક્વૉલિફાઇંગ તબક્કે જ તે સ્પર્ધામાંથી ફેંકાઇ ગઇ હતી.
૩૦ વર્ષની સહાનાએ ૧.૮૦ મી.ત સર કર્યા બાદ બાકીના ત્રણેય પ્રયાસમાં ૧.૮૫ મીટરની ઉંચાઇ સર કરવામાં નિષ્ફળતા મેળવી હતી.
૨૦૧૦માં દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવનારી અને ઑલિમ્પિકમાં પ્રવેશ મેળવનારી ભારતની પહેલી કુસ્તીબાજ ગીતાએ પહેલા જ રાઉન્ડમાં કેનેડાની સશક્ત હરીફ ટોન્યા લીન વરબીડનો સામનો કરવો પડયો. ટોન્યાએ ૨૦૦૪માં એથન્સ ઑલિમ્પિક્સમાં રજત અને ૨૦૦૮માં બીજિંગ ઑલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૫૫ કેજી વર્ગમાં ટોન્યા સામે છેલ્લી મિનિટમાં હારવા છતાં ગીતાને વધુ એક મુકાબલો રમવાની તક (રિપેજે) મળી હતી કેમ કે ટોન્યાએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
પણ એ મુકાબલામાં ગીતા યુક્રેઇનની તેત્યાના લાઝારેવા સામે ૦.૩થી પરાજિત થતાં તેની લડતનો અંત આવ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved