Last Update : 12-August-2012,Sunday

 

હોકીમાં ભારત ૨-૩થી સાઉથ આફ્રિકા સામે હારીને છેક છેલ્લા ૧૨માં ક્રમે
ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા

મેન્સ વોક રેસમાં ભારતનો બસંત બહાદુર નેશનલ રેકોર્ડ સાથે ૩૬માં ક્રમે

અમિત કુમાર, નારસિંહ અને યોગેશ્વર દત્ત બહાર ફેંકાયા

 

લંડન,તા.૧૦
લંડન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો. કુસ્તીમાં ભારતના અમિત કુમાર, નારસિંહ અને યોગેશ્વર દત્ત પરાજય સાથે બહાર ફેંકાયા હતા. જ્યારે મેન્સ હોકીમાં ભારત એક પણ મેચ જીતવામાં સફળ રહ્યું હતુ અને આખરી મેચમાં સાઉથ આફ્રિકા સામે ૨-૩થી હારીને સૌથી છેલ્લા ૧૨માં ક્રમે રહેવામાં સફળ રહ્યું હતુ. હોકીમાં એક સમયે સુપરપાવર ગણાતા ભારતે આખરી મેચ પણ ગુમાવતા તેના ઓલિમ્પિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. પુરૃષોની ૫૦ કિલોમીટરની વોક-રેસમાં ભારતના બસંત બહાદુરે નોંધપાત્ર દેખાવ સાથે નવો નેશનલ રેકોર્ડ નોંધાવતા ૫૦થી વધુ સ્પર્ધકોમાં ૩૬મો ક્રમ મેળવ્યો હતો.
કુસ્તીમાં ભારતના ત્રણ પહેલવાનોએ નિરાશ કર્યા
ભારતીય કુસ્તીબાજોએ ઓલિમ્પિકમાં કંગાળ દેખાવ સાથે ચાહકોને નિરાશ કર્યા હતા.ભારતના ૧૯ વર્ષીય કુસ્તીબાજ અમિત કુમારે ૫૫ કિગ્રાની ફ્રિસ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી હતી અને રિપેચાર્જમાં અંતિમ આઠના મુકાબલામાં તેને બુલ્ગારિયાના રેડોસ્લાવ મેરીનોવે ૦-૩થી હરાયો હતો. તેની શરૃઆત સારી રહી હતી. ભારતીય કુસ્તીબાજે પ્રથમ રાઉન્ડમાં એશિયન ચેમ્પિયન એવા ઇરાનના રહીમીને હરાવ્યો હતો. જો કે ત્યાર બાદ ક્વાર્ટરમાં તે જ્યોર્જીયાના વ્લાદિમીર ક્હીન્ચેગશ્વીલી સામે હાર્યો હતો. જે પછી ભારતનો નારસિંઘ ૭૪ કિગ્રાની ફ્રિસ્ટાઇલમાં કેનેડાના મેથ્યૂ જુદાહ સામે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ૧-૩થી હાર્યો હતો. આજે યોજાયેલા ૬૦ કિગ્રાના મુકાબલામાં ભારતના યોગેશ્વર દત્તે બુલ્ગારિયાના ગ્યુઇડીયાને ૩-૧થી હરાવ્યો હતો પણ તે પ્રિ-ક્વાર્ટરમાં રશિયાના કુબુખોવ સામે ૦-૩થી હાર્યો હતો.
હોકીમાં એક પણ મેચ જીતી ના શક્યા
લંડન ઓલિમ્પિકમાં માંડ માંડ ક્વોલિફાય થયેલી ભારતીય હોકી ટીમ એક પણ મેચ જીતી શકી નહતી અને ૧૨ દેશોની સ્પર્ધામાં છેલ્લા ક્રમે રહી હતી. છેલ્લા બે ક્રમ માટેના મુકાબલામાં ભારતને સાઉથ આફ્રિકાએ ૨-૩થી હરાવ્યું હતુ.
ભારત તેના ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક પણ મેચ જીતવામાં સફળ રહ્યું નહતુ. એક સમયે સુપરપાવર ગણાતું ભારત ૨૦૦૮ના ઓલિમ્પિકમાં તો ક્વોલિફાય પણ થઇ શક્યું નહતુ. જ્યારે આ વખતે આખરી તબક્કે ક્વોલિફાય થયેલા ભારતનો દેખાવ સાવ નિમ્ન સ્તરનો રહ્યો હતો.
વોક-રેસમાં નેશનલ રેકોર્ડ
ભારતના બસંત બહાદુર રાણાએ ૫૦ કિલોમીટરની વોક રેસમાં નવો નેશનલ રેકોર્ડ નોંધાવતા ૩૬મો ક્રમ મેળવ્યો હતો. રેસમાં કુલ ૫૦ જેટલા સ્પર્ધકો હતા. એક તબક્કે ૫૩માં ક્રમે ફેંકાયેલા ભારતીય સ્પર્ધકે આખરી ૨૦ કિલોમીટરમાં પોતાનો દેખાવ સુધાર્યો હતો અને રેસ ૩ કલાક, ૫૬ મિનિટ અને ૪૮ સેકન્ડમાં પુરી કરી હતી. જ્યારે આ રેસમાં રશિયાના કિર્ડીપ્કીન્સે ૩ કલાક ૩૫ મિનિટ અને ૫૯ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved