Last Update : 12-August-2012,Sunday

 

કાન ખોલીને સાંભળી લો... ભલે એ માગણી મૂકે, પણ મારાથી એ નહિ બને- પાલખ

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- સાંભળ, હું સરકારી નોકર છું. કંઈ ઓફિસનો બોસ નથી, સમજી? પટાવાળો છું, પટાવાળો! મારાથી ખેતરનું કામ નહિ થાય

‘ના ! સાંભળી લો, મારાથી એ નહિ બને! મજુરિયાંને આટલાં બધાં માથે નોં ચઢાવાય, સમજ્યા?’
નદીના પાણકા જેવો, ગોફણના ઘા જેવો સામે એક પાટુ ને બે કટકા કરવા જેવો અવાજ હતો પાલખનો! ને આ અવાજ જેના ભણી ફેંકાયા હતો એ હતો એનો પતિ, સરકારી કચેરીમાં ખભે-પેટે લાલ પટ્ટો ભરાવીને ‘જી, સાહેબજી!’ ‘જી, સાહેબ’ કહીને પટાવાળાની નોકરી કરતો નમન! નમન સહેજ સુંવાળા સ્વભાવનો, કામ થતું હોય તો વાંધાવચકા ન પાડવા એવા માન્યતાવાળો! પણ એની વહુ પાલખનો સ્વભાવ ઘોલરિયા મરચા જેવો. સાત વીધા જમીન હતી. જાતે કંઈ ખેડ થાય નહિ, ને નમનને તો નોકરીમાંથી ટાઈમ જ ન મળે. અરે, મોટા સાહેબ કહે તો છ વાગ્યા પછીય રોકાવું પડે... ત્યાં ખેતર ખેડવાના, બીજ વાવવાના કે પાક લણવાના કામમાં તો એ પડે જ શાનો?
ખેતમજુરોથી જ કામ લેવું પડે.
આમાં જાતની ભાત પાડવા ન બેસાય. એમ તો બીજા ય મજુરો કામે આવતા હતા, પણ ભાથીની તો વાત જ ન થાય! લગભગ એ એનો કાયમી ખેતમજુર! નામ પ્રમાણે જ એ હતો કામ કરવામાં પાછો ન પડે એવો... જોરાવર જણ. એને તો બસ, કામ એ જ રામ! ખેતર જ એને માટે ખુદા! કદીય કામચોરીની વાત નહિ! એનું કામ તો ખુદ નમન પણ વખાણતો ‘પાલખ! આવો કામનો ફરંદો ખેતમજુર બીજો ન મળે હોં.’
‘કેવો?’
‘ભાથી જેવો!’
‘તે આપણે ય કંઈ મજુરી મફત કરાવતાં નથી. માગે એટલા ખણખણિયા આપી દઈએ છીએ.’
‘એ તો સંધાય મજુરો લે. પણ કામની બાબતમાં કોઈ ભાથીની તોલે ન આવે! ભાથી એટલે બસ, ભાથી.’
પાલખ કહેતી, ‘એની બધી જ સગવડો આપણે નથી સાચવતાં? સવારે ચા, ને બપોરે ભાથું. વળી ચાર વાગે ચા તો ખરી! મજુરીના પૈસા ય મોં માગ્યા! પછી બીડી-બાકસ શેના માટે? એને વ્યસન હોય તો વ્યસનના પૈસા પણ આપણે આપવાના? તમે જ ખોટી ટેવો પાડો છો. પણ સાંભળી લો, હું એની બીડી બાકસ નથી આપવાની!’ પાલખે સીધો ફૂંફાડો જ માર્યો, ‘ને સાંભળી લો. ભલે એ માગણી મૂકે, પણ મારાથી એ નહિ બને!’
‘ના, પાલખ, ના! એવું ન કરતી. આપણી જુવાર વાઢયા વિનાની રહી જશે. પછી આપણે જાતે જ મહેનત કરવી પડશે. મને ઓફિસમાંથી રજા નહિ મળે.’
પાલખ જીદે ચઢી હતી.
‘ના, ના ને ના.’
એ નહિ બને!
મજુરિયાં ને ફટવવાનાં નોં હોય!
ચા ને ખાવાનું તો આપીએ જ છીએ, પૈસા ય માગે તેટલા ધરી દઈએ છીએ, પછી બીડી-બાકસનો ટેક્સ આપણા માથે શા માટે?
મજુરોને આટલાં બધાં પંપાળવાનાં નોં હોય, સમજ્યા કનૈયાના બાપા?
નમનના ખેતરમાં એકલો ભાથી જ કામ કરતો નહોતો. એની ઘરવાળી કાળી ય એની સાથે જ હોય, કેડે કાછોટોવાળીને એય કામ કરે. કામ એટલે કામ... એમાં ન હોય આરામ... ઢગલો પરસેવો પાડવાનો, ધોમધખતા તાપમાં કાયા શેકી નાખવાની, કાંકરો મૂકીને કામ કરવાનું... ભલે થાક તો લાગે, પણ કામ ખંતથી કરવાનું. નમનને નિરાંત હતી! હા, પાલખ સવારે એને ચા મોકલવાતી ને બપોરે તે બંને જણ માટે રોટલા-કઢી-શાક ને મરચાં લઈને એ જ જતી.
પણ આ બીડી-બાકસ?
ના હોં!
એ તો ન જ બને!
પાલખ માનતી નહોતી. ને નમન પટેલ એને સમજાવવા લાગી જતો, ‘જીદ ન કર, પાલખ! કામ રખડી પડશે! બધા જમીનમાલિકો આપે છે, આપણે નવાઈ નથી કરતાં! જરા સમજ!’
હા, ભાથીને બીજું કોઈ વ્યસન ન હોતું. દારૂને એણે કદી હાથ સુદ્ધાં અડકાડ્યો નહોતો. ‘દારૂ’ના નામ માત્રની એને ચીઢ હતી! વ્યસન હતું તો એક જ બીડીનું! દિવસમાં દસ પંદર બીડીઓ થઈ જાય! બીડી હોય એટલે બાકસ તો હોય જ. જોકે નમન વ્યસનને ઉત્તેજન આપવા માગતો નહોતો. એ ભાથીને કહેતો, ‘બહુ બીડીઓ સારી નહિ, ભાથી! ધીરે ધીરે ઓછી કરતો જજે!’
‘ભલે, પટયોલ!’
પહેલાં તો એ રોજની પચીસ-ત્રીસ બીડીઓ ફૂંકી નાખતો, બીડી વગર એની નસો તૂટતી...ને કામ પર એની અસર થતી. કાળી કહેતી, ‘પટયોલ, બીડી વગર તો ઈંને નઈ હાલે!’
ભાથી તો સાવ સીધો.
સ્વભાવે પણ સરળ.
પણ એને બીડીનો ‘દમ’ મારવા તો જોઈએ જ. દમ લગાવે પછી જોઈલો એનો સપાટો! ફૂંકો મારે પછી તેજીલા તોખારની જેમ કામ કરે!
પાલખે દલીલ કરી, ‘એ નહિ કરે તો આપણે કામ કરીશું. પોતાના ખેતરમાં કામ કરવામાં શરમ શેની? તમે છો ને હું છું...’
‘ગાંડી રે ગાંડી!’ નમન પટેલ બોલી ઊઠતો, ‘સાંભળ, હું સરકારી નોકરી કરું છું. કંઈ ઓફિસનો બોસ નથી, સમજી? પટાવાળો છું, પટાવાળો! હું જ્યારે કોઈ ઓફિસરની ચા લેવા જાઉં છું, તો મારી ચા ય એમાં આવી જાય છે. પાનમસાલો પણ એમાં જ! અરે, એ લોકો નાની નાની રકમનો તો મારી પાસે હિસાબ પણ નથી માગતા. જો, આ તો ભૈ, સરકારી નોકરી છે. જ્યારે ભાથી અને તેની ઘરવાળી તો આપણું કામ કરે છે, સમજી? જેટલું સાચવીએ એટલું વધારે કામ થાય. નહિતર પાલખ, આ નોકરીની સાથે જાતે ખેતી કરવી મારા માટે શક્ય નથી. એટલે મહેરબાની કરીને સમજી જા. જીદ છોડી દે. જક્કી ન બન. બપોરે તું ભાથું લઈને જાય ત્યારે ભાથી માટે બીડી-બાકસ લઈ જવાનું ન ભૂલતી, સમજી?’
‘તમતમારે જાવ ઓફિસે. શું કરવું એ મારે નક્કી કરવાનું છે...’ પાલખ બોલી.
‘ના પાલખ! પ્લીઝ બીડી-બાક્સ તું ન ભૂલતી... શું કહ્યું! બીજી વાત જ જવા દે... નહિતર રૂસણે ચઢેલો ભાથી જુવાર અઘૂરી મેલીને ઘર ભેળો થઈ જશે.’
આટલું કહીને નમને સાયકલ સવારી કરી. સાયકલ ઓફિસ તરફ મારી મૂકી. પાલખની આંખો એ દેખાયો ત્યાં સુધી એની પાછળ પાછળ દોડતી રહી.
નમન જાણ તો હતો. ભાથી કામચોર નથી. ભાથી કામ ગમે તેટલું મુશ્કેલ હોય તોય કરી બતાવે છે. ખડતલ કાયા છે. પાટલાઘો જેવી છાતી છે. ખાટલાના પાયા જેવા હાથ છે. ભાથી પાંચ મણ અનાજની ગુણ ટ્રેક્ટરમાં જાતે જ ચઢાવતો. આ કામ કેવળ ભાથી જ કરી શકે, બીજા મજુરનું ગજું જ નહિ! આવા કામઢા માણસને સાચવવો જ પડે. એની સાથેના સંબંધોમાં તિરાડ ન જ પડવી જોઈએ. એની સગવડો પૂરી કરવી પડે! તે ભાથીની તમામ સગવડો સાચવતો, તો સામે ભાથી પણ નમકહલાલ મજુર હતો. કામમાં એ કદી પાછો ન પડતો! ભાથી અને કાળી છેલ્લા ત્રણ મહીનાથી નમનના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં!
આજેય તેનું ભાથું પાલખ તૈયાર કરી રહી હતી. બાજરીના ત્રણ-ચાર રોટલા, કઢી, બટાકાનું લસલસતું શાક, ડુંગળીનું દડબું અને તળેલાં મરચાં. ઉપરથી છાશ ભરેલી બરણી તો ખરી જ. ભાથું તૈયાર થઈ ગયું હતું. છાશની બરણી તેણે તેના બાર વરસના દીકરા કનૈયાને પકડાવી. છોકરાને આજે રજા હોવાથી સાથે લીધો હતો પાલખે. મા-દીકરો બેય ભાથું લઈને ખેતરમાં ઊપડ્યાં. મનમાં તો હતો બીડી-બાક્સ નહિ લઈ જવાનો વિચાર... પાલખ ગામની ભાગોળે આવી. ત્યાં એણે પાન-બીડીનો ગલ્લો જોયો. ગલ્લા ઉપર જુવાનિયાઓને ગુટકા-પાન-મસાલો ચાવતા ને સિગરેટના કશ ખેંચતા જોયા!ને એનો પેલો ‘વિચાર’ ઢીલો પડી ગયો! એણે કનૈયાના હાથમાંથી બરણી લઈને પૈસા આપ્યા ને કહ્યું, ‘લાલા, જા ગલ્લા પરથી બીડી-બાક્સ લઈ આવ! બીડી-બાક્સ નહિ લઈ જાઉં તો ભાથી તો ઠીક પણ તારો બાપ જ મને તૈણ પૈસાની કરી નાખશે.’
બીડી-બાક્સ લઈને, ખેતરોના શેઢા કુદતાં કુદતાં પોતાના ખેતરમાં પહોંચી ગયાં, જ્યાં ભાથી અને કાળી જુવાર વાઢવામાં જાતભાન ભૂલી ગયાં હતાં! પાલખને જોતાં જ ભાથી ઊભો થઈ ગયો. ‘અરે ભાભી, બીડી-પેટી તો લાવ્યાં છોને? મારી તો નસો તૂટે છે!’
‘હા, લાવી છું.’
‘બસ ત્યારે, ખાઈને નિરાંતે ટેંસડાથી બીડી પીશ’ને બેય જણાં ઘાસના પાથરા પર ભાથુ મૂકીને ખાવા લાગ્યાં. બંને ખાવામાં મશગૂલ હતા. તો પાલખ વાઢેલી જુવાર સામે નજર માંડી રહી હતી. ને કનૈયો? ખેતરના શેઢા પર રમી રહ્યો હતો! રોટલા ખવાતા હતા! કઢી પીવાતી હતી! હા...શ બોલીને બેય જણાં મરચાં ને ડુંગળીના દડબાને ન્યાય આપી રહ્યાં હતાં, ત્યાં જ ક્યાંકથી ચીસ આવી... જાણે મરણ ચીસ. ‘ઓ મા...મરી ગયો છે! ભાથી કાકા, બચાવો રે...’
(વઘુ આવતા અંકે)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved