Last Update : 12-August-2012,Sunday

 

અભિમાનના ભાર હેઠળ અણ્ણા હજારેનો માંડવો ઉખડી ગયો..
મૈંભી ભ્રષ્ટ તું ભી ભ્રષ્ટ

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય
- અણ્ણા હજારેના અભિયાનના ઉઠમણાનો લોસ પ્રજાને છે.. ‘મૈં ભી અણ્ણા, તું ભી અણ્ણા’વાળા નાટકનો અંત
- આરએસએસે અણ્ણા હજારેનો કોન્સેપ્ટ ઉપાડી લેવાની જરૂર છે ઃ સંઘ પાસે છે એવું નેટવર્ક કોઇ પાસે નથી પરંતુ ત્યાં પણ અણ્ણા કરતા વઘુ અભિમાનીઓ બેઠા છે...
- અણ્ણા ના તો ઈંદુચાચા બની શક્યા કે ના તો જયપ્રકાશ નારાયણ, અણ્ણા ટીમે પ્રજાને મૂરખ બનાવી છે; લોકોના હજારો માનવ કલાકો બગાડ્યા છે, તેમના બેકાર નિવેદનો માથા પર વાગ્યા છે..

બે દિવસ પછી ૧૫ ઓગસ્ટ છે. આઝાદીના સાડા છ દાયકા પછીની આ ૧૫ ઓગસ્ટે રાષ્ટ્રઘ્વજને નહીં પણ ખઇ-બદેલા રાજકારણીઓના ભ્રષ્ટાચારને સલામ મારવાનું મન થાય છે. ભ્રષ્ટાચાર સામેના જંગના અણ્ણા હજારેની મુવમેન્ટને તેમણે કચડી નાખી છે. અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરતા રાજકારણીઓએ ભારતના વહિવટીતંત્રને ભ્રષ્ટાચારના રંગથી રંગી નાખ્યું છે. આ ભ્રષ્ટાચારી સિસ્ટમના કારણે પૈસાદાર વઘુ પૈસાદાર થયો છે, ગરીબ વઘુ સમસ્યાગ્રસ્ત જીંદગી જીવે છે જ્યારે મઘ્યમવર્ગ ત્યાંનો ત્યાં રહ્યો છે.
અણ્ણા હજારે અને તેમની ટીમ ગમે તેવી તોછડી ભલે હોય પણ તેમની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ એકદમ વ્યાજબી હતી. સીધા-સાદા- ગાંધી ડ્રેસવાળા અણ્ણાની નિઃસ્વાર્થ લડત જોઇને લોકોતો તેમનો સાથ મળવા લાગ્યો હતો. ભ્રષ્ટાચારીઓને ઝુકાવતો જનલોકપાલ ખરડો જોઇને રાજકારણીઓને પરસેવો વળી ગયો હતો.
અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું પીલ્લું વળી જતા ભ્રષ્ટાચારને ભગાડવા મથતા લોકો સમસમીને બેસી ગયા છે. એટલો સરસ મુદ્દો એટલા દંભી લોકોના હાથમાં આવી ગયો હતો કે તેનો અકાળે અંત સિવાય કોઇ વિકલ્પ નહોતો. ભારતમાં અનેક સમાજસેવકો કોઇને કોઇ મુદ્દે છવાઇ ગયા હતા તે પૈકીના ઘણાં સફળ થયા હતા. પરંતુ જેમ દરેક નદી અંતે દરીયામાં સમાય એમ દરેક નાના સંગઠનો કે ચળવળ ચલાવનારાઓ અંતે રાજકારણના ભ્રષ્ટાચારની ગંગામાં સમાઇ જાય છે. અણ્ણા હજારેએ પણ એવો જ ધંધો કર્યો હતો. ભારતના રાજકારણને તે વિકલ્પ આપશે એમ કહીને તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પર પૂર્ણવિરામ મૂકી દીઘું હતું.
અણ્ણા હજારેએ હકીકતે તો પ્રજા સાથે દગો કર્યો છે. અણ્ણા હજારેએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યાં કાગડા ઉડતા હતા. અણ્ણા હજારે પોતે ચૂંટણીમાં ઊભા રહે તો પણ હારી જાય એવી સ્થિતિ છે તો અરવંિદ કેજરીવાલ,સિસોદીયા અને કિરણ બેદી જેવા તો ક્યાંય અટવાઇ જાય!!
ભ્રષ્ટાચાર લોકપાલ દ્વારા દૂર થઇ શકે છે અને ભારત ભ્રષ્ટાચાર વિહોણુ બની શકે છે એવું માનવા લાગેલી દેશની પ્રજા હવે કોઇ મુવમેન્ટ પર ભરોસો નહીં મૂકે.
ચૂંટણી દરમ્યાન બિલાડીના ટોપની જેમ ઊભા થતા આવા સંગઠનો અને તેમનો બની બેઠેલો પ્રમુખ સત્તાના તોડમાં લાભ એકલો ખાટી જાય છે. નેગેટીવ સંગઠનો જેમ કે ચાર ચોર, ચાર તક સાઘુ, ચાર ગુંડા વહેલા ભેગા થઇ જાય છે પરંતુ ચાર બૌઘ્ધિકોને ભેગા કરવા આસાન નથી. જોકે અણ્ણાના આંદોલનમાં બૌઘ્ધિકોને મેળાવડો ઊભો થયો હતો. ભ્રષ્ટાચાર વિરૂઘ્ધની આખી મુવમેન્ટ ‘મૈં ભી અણ્ણા તું ભી અણ્ણા’ના નારા વચ્ચે દેશભરમાં છવાઇ ગઇ હતી. દોઢ વર્ષ પહેલાનો ટેમ્પો ધીરે ધીરે ઓસારવા લાગ્યો હતો. મુવમેન્ટમાં જોડાયેલો મઘ્યમવર્ગ અણ્ણાની ફરતે ગોઠવાયેલી ટીમ અણ્ણાને શંકાથી જોવા લાગ્યો હતો.
દેશનો સૌથી જુનો પક્ષ કોંગ્રેસ અનેક બળવાઓનો સામનો કરી ચૂક્યું છે. પરંતુ ગાંધી વિચારસરણી બાદ તે સીધો જ ગાંધી-નહેરૂ પરિવારને વળગી રહ્યો છે. જ્યારે ભાજપના પાયામાં આરએસએસનું મજબૂત વિચાર સંગઠન છે. કોંગ્રેસ સામે એક જ રાજકીય પક્ષ ટકી રહ્યો છે અને તે છે ભાજપ. સંગઠનની યાદીમાં ત્રીજે ડાબેરી પક્ષો આવે છે. પ્રાદેશિક પક્ષો લાંબો સમય ટકી રહેતા પૈસાદાર થઇ ગયા છે અને પૈસાના જોરે સંગઠન મજબૂત બનાવી રહ્યા છે. આવા પ્રાદેશિક પક્ષો ટકી રહેવા તકવાદનો ગુણધર્મ અપનાવી લે છે.
સંગઠન ઊભું કરવું એ ચપટીના ખેલ છે પરંતુ તેને લાંબો સમય ટકાવી શકાતું નથી એટલે તો દેશમાં ઘણા રાજકીય પક્ષોનું ગર્ભમાં જ મરણ થયું છે. સંગઠનો ટેમ્પો જાળવી શકતા નથી અને સત્તાની ચૂલ તેમને હતાશ કરી નાખે છે.
કોઇપણ સંગઠન લાંબો સમય ટકાવી રાખવું આસાન નથી. સંગઠન ચલાવવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. અણ્ણા હજારે તેમના આંદોલનના બીજા સ્લેબમાં સમજી ગયા હતા તેમની ટીમ જ તેમને ડૂબાડશે. એટલે જ રાલેગણ સિઘ્ધીનો આ સીધાસાદો કિસાન કોઇનો હાથો બનવાના બદલે મેદાન છોડી ગયો હતો. અણ્ણા હજારેએ શા માટે ભોપાળું ફૂંક્યું તે વિવાદ તો ચાલતો રહેશે પરંતુ અણ્ણાની જગ્યાએ બીજો કોઇ અણ્ણા આવશે. તેમ છતાં ભ્રષ્ટાચાર સામેના જનલોકપાલ બીલ માટે ઊભી થયેલી જનજાગૃતિ અનોખી હતી.
કોંગ્રેસ જેવો પીઢ પક્ષ અનેક ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલો છે. અણ્ણા હજારે જેવા ચળવળકારોને કેવી રીતે કાબુમાં રાખવા તે તેમને બહુ સારી રીતે આવડે છે. કોંગ્રેસે શરૂઆતથી જ અણ્ણા સામે દિગ્વીજયસંિહને ઉતાર્યા હતા. આ કૉલ્ડવૉરમાં અણ્ણાએ પીછેહઠ કરી હતી અને દિગ્વીજયસંિહે તેને પોતાની સિઘ્ધી ગણાવી હતી.
બાબા રામદેવ યોગગુરૂ હોવાની સાથે સાથે બિઝનેસ ગુરૂ પણ છે. તેમણે અમદાવાદમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને અણ્ણા ટીમને સંકેત આપી દીધો હતો કે અણ્ણા હજારે ભલે નરેન્દ્ર મોદીનો વિરોધ કરે પણ હું અને મારા સમર્થકો તેમની સાથે છીએ. અણ્ણા હજારેના ઉપવાસની ગાડીમાંથી અમદાવાદની ઘટનાએ હવા કાઢી નાખી હતી. બાબા રામદેવની સ્વતંત્ર વિચારસરણીથી ટીમ અણ્ણા હેબતાઇ ગઇ હતી. રામદેવ બાબા વિના તેમનો છૂટકો નહોતો. બાબા રામદેવ પાસે પૈસો છે અને લાખો સમર્થકો પણ છે.
એક તરફ સમાચાર માઘ્યમો સાથે ટીમ અણ્ણા રફ બની ગઇ હતી તો બીજી તરફ અણ્ણા ઉપવાસ આંદોલન પાછું ખેંચવાની ધમકી આપી રહ્યા હતા. અંતે ચારેબાજુથી ઘેરાયેલી ટીમ અણ્ણાએ માંડવો સમેટી લીધો હતો.
ભારતના રાજકીય તખ્તા પર જયપ્રકાશ નારાયણ જેવા એપિસોડ પણ છવાઇ ગયા હતા. ઈંદિરા ગાંધીની રાજનીતિનો તેમણે ખુલ્લો વિરોધ કર્યો હતો. જયપ્રકાશ નારાયણની ઝુંબેશ દરમ્યાન પેદા થયેલા જનતા પક્ષમાં કોંગ્રેસ અને જનસંઘના નામાંકિત નેતાઓ પણ જોડાયા હતા. જયપ્રકાશે ઊભા કરેલા વાતાવરણમાં ત્રણ રાજકીય મિત્રોનો પણ ઉદય હતો. જેમાં નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાનનો સમાવેશ થાય છે. આ ત્રણેય તકસાઘુ હતા. લાલુ પ્રસાદ અને રામવિલાસ પાસવાન ફેંકાઇ ગયા છે જ્યારે હવે નીતિશકુમારનો વારો છે.
જયપ્રકાશ નારાયણના પવનમાં ઊભો થયેલો જનતા પક્ષ માંડ માંડ બે વર્ષ સત્તા ભોગવી શક્યો હતો. પછી તેના ટુકડે-ટુકડા થઇ ગયા હતા. જયપ્રકાશ નારાયણની ઝુંબેશ તકસાઘુ રાજકારણીઓએ તેમના હાથમાં લઇ લીધી હતી. જયપ્રકાશના નામે લાભ ખાટનારા હવે તેમને યાદ પણ નથી કરતા. ૭૦ના દાયકાનું આ પરિવર્તન હતું.
આઝાદીના સાડા છ દાયકા પછીની સ્થિતિ તો જુઓ ભ્રષ્ટાચાર સામે જંગ છેડનારાને તેમના જ ટ્રેપમાં ફસાવી દેવાય છે. જયપ્રકાશ નારાયણના ઉદય પછી પ્રજાનું હિત જોતા સામાજીક કાર્યકર અણ્ણા હજારેનો ઉદય થયો હતો. પરંતુ બંને જણાનો ઉદય અચાનક જ આથમી ગયો હતો. જયપ્રકાશે તો સરકાર ઉથલાવી હતી જ્યારે અણ્ણાએ સરકારને ગૂંગળાવી દીધી હતી. પ્રજાને અણ્ણા સાથે વાંધો નહોતો પણ તેમની તકસાઘુ ટીમ સામે વાંધો હતો. દરેક શહેરમાં રહેતા ચૌદશીયાઓ અને માનવ અધિકારનો ડંડો પછાડનારાઓને અણ્ણા હજારેની મુવમેન્ટે નવું સ્ટેજ પૂરું પાડ્યું હતું. આ બધા હવે નવરાં થઇ જશે કેમકે અણ્ણાના રાજકીય તાયફામાં તે નહીં જોડાય.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે કોઇ કોન્ક્રીટ કામ નથી. ઘણી સામાજીક ઉત્કર્ષની પ્રવૃત્તિમાં તેની ભગીની સંસ્થાઓ છે. આરએસએસ પાસે જે સંગઠન છે તેવું તો દેશમાં કોઇ સ્વૈચ્છિક સંસ્થા પાસે નથી. આરએસએસે અણ્ણા હજારેના કોન્સેપ્ટ પર ભ્રષ્ટાચારની લડત આગળ વધારવાની જરૂર છે. હિન્દુત્વનો કોન્સેપ્ટ પરિવર્તનના પવનમાં હવાઇ ગયેલો છે તે સંજોગોમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઝંડો પકડી લેવા જેવો છે. આ આંદોલનનો ચોરો અણ્ણા હજારેના જવાથી ખાલી પડેલો છે. આરએસએસ ધારે તો તેના સંગઠનના જોરે છવાઇ શકે એમ છે.
પરંતુ આરએસએસની કમનસીબી એ છે કે ત્યાં અણ્ણા કરતા વઘુ અભિમાનીઓ છે અને રાષ્ટ્રવાદની ભાવનાના બદલે તકવાદની ભાવના વઘુ વિકસી રહી છે. આરએસએસ તેની આ ઈમેજ બદલવા માગતું હોય તો ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન તેમજ જનલોકપાલ એ આસાન અને અસરકારક શસ્ત્ર બની શકે એમ છે.
સાડા છ દાયકા પછીની ૧૫ ઓગસ્ટ કોઇ રીતે પ્રશંસનીય નથી. એક તરફ સમૃદ્ધિ છે તો બીજી તરફ ગરીબાઇ અને સામાજીક સમસ્યાઓ ઠેરની ઠેર છે. રાજકીય પક્ષો એટલા મજબૂત બની ગયા છે કે તે કોઇ સામાજીક નેતા કે સામાજીક મુવમેન્ટને ઉછરવાનો ચાન્સ નથી આપતા. ખાતર-પાણી પૂરતા મળવા છતાં જ્યારે અણ્ણા હજારે નામનો છોડ સૂકાઇ ગયો ત્યારે રાજકારણીઓ તેને પોતાની જીત માનતા હતા. અણ્ણા હજારે અને તેમની ટીમને રાજકારણનો ચસ્કો લાગ્યો છે. પ્રજાની ભીડ જોઇને તેમનું ચસકી ગયું હતું. અંતે પોતાના અભિમાનના ભાર નીચે દબાઇ ગયા હતા.
અણ્ણા હજારેનું પીલ્લું વળ્યું એ કેસમાં તો બધા જ લૂઝર્સ છે. અણ્ણાએ લોકોનો મૂરખ બનાવ્યા હતા. ‘‘મૈં ભી અણ્ણા, તું ભી અણ્ણા’’ની જગ્યાએ ‘‘મૈં ભી ભ્રષ્ટ, તું ભી ભ્રષ્ટ’’ની સિસ્ટમ આવી જશે. અણ્ણાએ આંદોલન પરની પક્કડ ગુમાવતાં જ મેદાન છોડી દીઘું હતું, પરંતુ તેનો લોસ ખુદ સરકાર અને પ્રજાએ પણ અનુભવવો પડશે. હવે સરકારના ભ્રષ્ટ પ્રધાનો સામે કોઇ આંગળી નહીં ચીંધે કે તેમના કૌભાંડો બહાર નહીં લાવે!! બીજો લોસ પ્રજાને છે. પ્રજા વતી બોલતો એક મિજાજ ઠંડો પડી ગયો છે.
નાના છોકરાં રમતા હોય અને અચાનક કોઇ ‘જાવ મારે નથી રમવું; દાવ નથી આપવો’ કહીને જતો રહે એમ અણ્ણા હજારેએ કર્યું છે. તેમણે અચાનક ઉપવાસ છોડવાની વાત કરીને ખરેખર તો પ્રજા સાથે દગો કર્યો છે. તેમણે પ્રજાને ભ્રષ્ટાચાર વિરોધી લોલીપોપ બતાડીને હજારો માનવ કલાકો બગાડ્યા છે; હજારો લોકોને ટ્રાફીકમાં અટવાઇ માર્યા છે, તેમની ટીમના સભ્યોના બેફામ નિવેદનો પ્રજાના મગજ પર ફટકારવામાં આવ્યા હતા. આ દંભી લોકોએ ભલે ‘‘મૈં ભી અણ્ણા, તું ભી અણ્ણા’’નું સ્લોગન ફરતું મૂક્યું હોય પરંતુ અંતે તે ‘‘મૈં ભી ભ્રષ્ટ, તું ભી ભ્રષ્ટ’’માં પરિણમ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved