Last Update : 12-August-2012,Sunday

 
 

સંબુદ્ધ સંતો ડરપોક કે ક્રૂર નથી હોતા

સ્પાર્ક - વત્સલ વસાણી

 

સામેની વ્યક્તિનું આત્યન્તિક હિત એ જ સંતોનું એક માત્ર લક્ષ્ય હોય છે
દીક્ષા લેતાં પહેલાં આનંદે બુદ્ધ પાસેથી એવું એક વચન માગી લીધેલું કે કાયમ એ એમની સાથે જ રહેશે. તથાગત જ્યાં જ્યાં જાય ત્યાં બધે જ સાથે જવાની એને પરવાનગી હશે. કોઈ પણ વ્યક્તિ બુદ્ધને મળવા માટે આવે ત્યારે પણ એ એમના ખંડમાં હાજર રહી શકશે.
આનંદ બુદ્ધનો પિતરાઈ ભાઈ અને ઉંમરમાં પણ થોડો મોટો હતો. બુદ્ધે જીવનભર આ વચનને નિભાવ્યું. આનંદ કાયમ માટે એમની સાથે એક છાયાની જેમ જ રહ્યો.
આમ છતાં બુદ્ધના જીવનનો એક એવો પ્રસંગ છે જ્યારે એક ‘ખાસ’ વ્યક્તિને મળતી વખતે એમણે એકાંત ઇચ્છયું અને આનંદને મહેલની બહાર ઊભા રહેવા માટે વિનંતી કરી. ઘટના એવી હતી કે ગૃહત્યાગ અથવા તો મહાભિનિષ્ક્રમણ બાદ પહેલી જ વાર બુદ્ધ પોતાની રાજધાનીમાં આવી રહ્યા હતા. નગરના દ્વાર પર આખી રાજધાનીના લોકો આવ્યા. સૌએ એમનું સ્વાગત કર્યું. બુદ્ધે બધે નજર દોડાવી પણ એમાં ક્યાંય યશોધરા ન હતી. ધીમેથી એમણે આનંદને કહ્યું કે જોયું, આમાં ક્યાંય યશોધરા નથી !
આનંદ બુદ્ધનો પિતરાઈ ભાઈ હતો. અને બધાને જાણતો હતો. આમ છતાં બુદ્ધની આ વાત સાંભળીને એને આંચકો લાગ્યો. મનોમન એ વિચારવા લાગ્યો કે પરમજ્ઞાન પામ્યાને બાર વર્ષ વીતી ગયા. આમ છતાં બુદ્ધના મનમાં શું હજુ પણ યશોધરા પ્રત્યે આસક્તિ હશે ?... આવા બધા પ્રશ્નોનો સળવળાટ થવા છતાં ત્યારે એ કશું બોલ્યો નહીં. નગરના દ્વાર પરથી બુદ્ધ સીધા પિતાના મહેલ પર આવ્યા ત્યાં પણ યશોધરા સિવાયના બધા હાજર હતા. બુદ્ધે ફરી કહ્યું કે જોયુંને આનંદ ! અહીં પણ યશોધરા નથી. આનંદ સતત બુદ્ધની સાથે રહેતો હતો પણ સાથે રહેવાથી જ બુદ્ધને ઓછા સમજી શકાય છે ? એના મનમાં ચિત્ર વિચિત્ર વિચારો ચાલતા હતા. શું હજુ પણ બુદ્ધ યશોધરાને ભૂલી શક્યા નહીં હોય ? બુદ્ધત્વની પ્રાપ્તિ પછીય પરિવારનો મોહ કે પત્ની પ્રત્યેનો અનુરાગ શા માટે ? ...પણ આનંદ કશું બોલ્યો નહીં. એને થયું કે સમય આવ્યે ભન્તેને હું સ્વયં આ અંગે પૂછી લઈશ. દ્વાર પરથી બુદ્ધ મહેલની અંદર જઈ રહ્યા છે અને યશોધરા જ્યાં રહેતી હતી તે અંતઃપુરના રસ્તા પર ક્ષણભર થંભી આનંદને એમણે વિનંતી કરી કે ‘મેં તને વચન આપેલું તે મને બરાબર યાદ છે. તું ઈચ્છે ત્યાં મારી સાથે આવી શકે છે. હું એ વચનને તોડવા નથી માગતો. પણ અંગત રીતે એક વિનંતી કરું છું કે જ્યારે હું યશોધરાને મળવા માટે અંદર જઈ રહ્યો છું ત્યારે તું સાથે ન આવે તો સારું. મારે એને એકાંતમાં જ મળવું છે.’
આનંદની અકળામણ વધી, આમ છતાં ચૂપ રહીને એ પાછળ રહી ગયો. બુદ્ધને એમ હતું કે વર્ષો બાદ એ પાછા ફરી રહ્યા છે, પત્નીને કહ્યા વિના કે છેલ્લે એને મળ્યા વિના જ નવજાત પુત્ર (રાહુલ)ને છોડીને ચૂપચાપ મધરાતે એ નીકળી ગયા છે. એટલે પત્નીના મનમાં સખત અકળામણ, ગુસ્સો અને ઘણું બઘું કહેવાનું હશે. આથી આવી સ્થિતિમાં એ પોતાની લાગણીઓને અભિવ્યક્તિ આપી શકે એ માટે એકાંતમાં જ મળવું જોઈએ.
બુદ્ધ પુરુષો ડરપોક કે ક્રૂર નથી હોતા. પોતાને જે યોગ્ય લાગે તે લોકનંિદાની પરવા કર્યા વિના પણ એ કહેતા અને કરતા હોય છે. સામેની વ્યક્તિનું આત્યન્તિક હિત એ જ એમનું એકમાત્ર લક્ષ્ય હોય છે.
એ અંદર ગયા. વર્ષો પછી યશોધરાએ પોતાના ભાગેડુ પતિને જોયા. વાઘણની જેમજ એ ત્રાટકી. કહેવાય એટલું બઘું જ એણે કહ્યું. કેટલાક ટોંણા અને મહેણાં પણ માર્યા. બુદ્ધ ચૂપચાપ બઘું સાંભળી રહ્યા. એમની પ્રેમ અને કરુણાની ધારા સહેજેય ખંડિત ન થઈ. બુદ્ધ માટે જવાબ આપવો મુશ્કેલ બને એવા એવા પ્રશ્નો પણ એણે ઉઠાવ્યા. બુદ્ધને એણે સીધો જ સવાલ કર્યો કે જે મેળવવા તમે ઘરબાર છોડીને દૂર દૂર ભટકતા રહ્યા તે શું તમને અહીં ઘરમાં જ ન મળી શક્યું હોત ? મારામાં પણ એક ક્ષત્રિય રાજવંશનું રક્ત વહે છે. ક્ષત્રિયાણી હસતા ચહેરે પોતાના પતિને રણમોરચે મોકલી શકતી હોય તો હું શું તમને તમારા ઈચ્છિત રસ્તે જતાં રોકી શકી હોત ? આટઆટલાં વર્ષ મારી સાથે રહેવા છતાં શું તમે મને સમજી ન શક્યા ? તમે કહ્યું હોત તો પહેરેલા કપડે તમારી સાથે પણ હું નીકળી શકી હોત. તમારા જવાથી હું નારાજ નથી પણ તમારી પત્નીને નબળી સમજીને, કશું કહ્યા વિના જ નીકળી ગયા એનું મને દુઃખ છે.
બધો ઉકળાટ નીકળી ગયો એટલે પહેલીવાર સરખી રીતે એણે બુદ્ધની સામે જોયું. એમના ચહેરા પર અપૂર્વ શાંતિ અને પહેલાં ક્યારેય જોયું ન હોય એવું તેજ હતું. જે માણસ પોતાને છોડીને ચાલ્યો ગયો હતો તે જ શું આજે પાછો આવ્યો છે ? એને પોતાને જ ચોખ્ખું અંતર દેખાઈ આવ્યું. જવાબમાં ક્યાંય ક્રોધ, કશી ફરિયાદ કે અકળામણ એને જોવા ન મળી.
આટઆટલું કહેવા છતાં સહેજેય ગુસ્સે ન થાય એવો પતિ તો પહેલા એણે જોયો જ ન હતો. આ પુરુષ તો બિલકુલ બદલાઈ ગયો છે. પીળા વસ્ત્રો, તેજસ્વી ચહેરો, માથે મોટી જટા અને અકારણ પોતાની તરફ ખેંચે એવી પ્રતિભા.
...યશોધરાનો ઉકળાટ ધીમે ધીમે શાંત થતો ગયો. હવે એ પોતે પણ પહેલાં જેવી ન હતી. પોતે જે કંઈ બોલી ગઈ એ માટે મનોમન પસ્તાવો પણ થયો અને એકાએક પતિના પગ પકડી એ રડવા લાગી. બુદ્ધે અપાર પ્રેમ અને કરુણા સાથે એને ઊભી કરી. બન્નેની આંખ મળતાં જ ચમત્કાર થયો હોય એમ યશોધરા અંદરથી પણ આ દિવ્ય પુરુષની સામે નમી પડી. બુદ્ધે કહ્યું કે એક જ આકાંક્ષા લઈને હું આજે તારી પાસે આવ્યો છું. જે મને મળ્યું છે એ તને પણ મળે. તારું અંતર પરમ શૂન્યથી સંતૃપ્ત થાય. બસ આટલી જ મારી ઇચ્છા છે.
યશોધરા દીક્ષિત થઈ, બુદ્ધના સંઘમાં ભળી ગઈ. પુત્ર રાહુલ પણ પિતાના પગલે પરમ શૂન્યની શોધમાં નીકળી પડ્યો. અને સંબુદ્ધ પણ થયો. જાગ્યા પછી જગત આખા પ્રત્યે કરુણાથી ભરાઈ જતા બુદ્ધ પુરુષો પોતાના પરિવાર પ્રત્યે કઠોર નથી હોતા.
જેમની સાથે જીવ્યા એ લોકો પણ ધર્મની મહાધારામાં ડૂબી જાય અને સંબોધિના સ્વાદને પામે એવી સહજ ઇચ્છા સાચા સંતના મનમાં જાગે જ. જૂઠા અને દંભી સંતો જ મા-બાપ, ભાઈ બહેન, પત્ની, પરિવાર કે સ્વજનોની નંિદા કરી ભાગે છે. પત્નીમાં પણ જે પરમાત્માને જોઈ શકે છે તે જ સાચા સંત. સ્ત્રી પ્રત્યે સૂગ રાખનારા, સ્ત્રીનું મોં ક્યાંક જોવાઇ ન જાય એવો ડર રાખીને કંપતા, નારીને નરકનું દ્વાર કહેતા સાઘુવેશ ધારી છદ્‌મ સંતોનું, અઘ્યાત્મની દુનિયામાં સહેજેય મૂલ્ય નથી.
યશોધરાએ સાત વર્ષની સાધના પછી બુદ્ધને એકવાર કહ્યું કે તમારી કરુણા અપાર છે. તમે જો મને એકલા કે એકાંતમાં ન મળ્યા હોત, ભિક્ષુઓનો સંઘાડો સાથે રાખીને મારી સાથે વાત કરી હોત કે મને સાંભળવા કે મારી પીડાને વ્યક્ત કરવા જેટલી તક ન આપી હોત તો જરૂર હું આપની કરુણા અને નિર્વાણની દુનિયાથી વંચિત રહી હોત. આજે હું જાણું છું કે જે ઊંચાઈ પર તમે ઊભા છો - ત્યાંથી એ માત્ર અભિનય જ હતો. છતાં મારા તરફ આપે જે આત્મીયતાનો ભાવ પ્રગટ કર્યો તેણે જ મને રૂપાન્તરિત કરીને આ જગ્યાએ ઊભા રહેવાની શક્તિ અને ક્ષમતા આપી છે. સાચે જ આપની કરુણા અપાર છે.
ક્રાન્તિબીજ
કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.
- મરીજ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved