Last Update : 12-August-2012,Sunday

 

વાસ્તુશાસ્ત્રમાં વિજ્ઞાન ક્યાંથી આવે?

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

 

ઘણાં લોકો વાસ્તુશાસ્ત્રનો વિરોધ કરે છે. તેઓ વાસ્તુશાસ્ત્રને અંધશ્રઘ્ધાનો વિષય માને છે. નવાઈની વાત એ છે કે ધર્મમાં એવી ઘણી બધી વસ્તુ છે જેને વિજ્ઞાનમાંથી મેળવવામાં આવી છે. ચોમાસામાં વ્રત અને અપવાસનું મહત્ત્વ વઘુ હોય છે. કારણ કે પાણીમાં તેમજ શાકભાજીમાં હાનિકારક જંતુનું પ્રમાણ વધી જાય છે. ધર્મની વાતો બધા સ્વીકારે છે. વિજ્ઞાનમાં વિશ્વાસ નથી.
વાસ્તુ પણ વિજ્ઞાન છે. વસવા માટે એટલે કે સારી રીતે રહેવા માટે ઘરમાં પંચતત્ત્વોનું સમતુલન હોવું જરૂરી છે. પંચતત્ત્વ એટલે હવા, પાણી, અગ્નિ, પૃથ્વી, અવકાશ. શરીરમાં આ પંચતત્ત્વોનું સમતુલન હોય તો શરીર સારુ રહેશે. તમારી આસપાસ પણ નદી, તળાવ, ડુંગર, મઘ્યમ તાપમાન, પવન સારાં હશે તો તમને ગમશે. એટલે શરીરનું પણ વાસ્તુ હોય છે. પર્યાવરણનું પણ વાસ્તુ હોય છે. કેલિફોર્નિઆના જંગલોમાં આગ લાગે છે કારણ કે અગ્નિ તત્ત્વનું સમતુલન ખોરવાઈ ગયું છે. આપણે ત્યાં વરસાદની મોસમ ખોરવાઈ ગઈ છે કારણ કે વાયુ સમતુલન ખોઈ બેઠો છે. જ્યારે વાયુનું દબાણ યોગ્ય રીતે ગોઠવાશે ત્યારે જળતત્ત્વ પણ ઉમેરાઈ જશે.
દક્ષિણ તરફ માથું રાખીને એટલા માટે સુવાનું કે ઉત્તર-દક્ષિણ દિશાની મેગ્નેટિક લાઈનો શરીર પર અવળી અસર ના કરે. રસોડુ પૂર્વ કે અગ્નિ દિશામાં એટલા માટે જરૂરી છે કે સવારના કિરણોથી રસોડાના જંતુઓ નષ્ટ પામે. નૈૠત્યમાં બેડરૂમ એટલે જરૂરી છે કે નેૠત્યના પવનો જરૂરી શીતળતા આપે કારણ કે બપોર પછીનો સૂર્ય આકરી ગરમી આપી દિવાલને ગરમ કરી નાંખે છે. પશ્ચિમ અને દક્ષિણમાં ઊંચા વૃક્ષો જરૂરી છે આકરા તાપથી રક્ષણ આપે છે. આવી અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં કહી છે. વૈદિકવાસ્તુ અને વૈજ્ઞાનિક વાસ્તુ અલગ શાખા છે. વૈજ્ઞાનિક વાસ્તુના નિષ્ણાતોને બોલાવી ગૃહ, ઓફિસ, ફેક્ટરીની ગોઠવણી કરાવવી જરૂરી છે.

 

યોગ-ઘ્યાનની વૈજ્ઞાનિક અસરો....!

 

ઘણાં લોકોનો યૌગીક વિદ્યામાં વિશ્વાસ હોતો નથી. યોગથી તનાવ દૂર થાય કે નિવૃત્તિકાળનો ‘હૉટ ફ્‌લેશ’ દૂર થાય એ વાત મગજમાં ઊતરતી નથી. યોગથી મગજની પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે, જે નોંધવા મુશ્કેલ છે. ૩૦ વર્ષથી ચાલતા પ્રયોગોથી એટલું જણાયું છે કે યોગ્ય ઘ્યાનથી અનંિદ્રા, લાંબા સમયનો દુઃખાવો, સોરાએસિસ, તેમજ માનસિક રોગોમાં રાહત મળે છે.
અમેરિકન મેડિકલ એસોસીએશનના પરીક્ષણ પ્રમાણે યોગ-ઘ્યાનથી વ્યક્તિ ઔષધીય સારવાર લેવા માટે તૈયાર રહે છે અને પીડાનો સામનો કરી શકે છે. માંદગી સાથે આવતા તનાવમાં પણ રાહત થાય છે.
‘ન્યુરોલમેજ’ નામના જર્નલમાં ઘ્યાન વિશેષ સંશોધન રજુ થયું છે. ડિફ્‌યુજન ટેન્સર ઈમેજંિગ વડે જણાયું છ કે ઘ્યાન કરનાર વ્યક્તિમાં મોટી ઊંમરે મગજના સોજા ઓછા આવે છે. વળી મગજમાં તાંતણાઓની સંખ્યા વધવાથી વિદ્યુત સંકેતો મોટી ઊંમરે પણ ઝડપથી ફેલાય છે અને મગજ એક્ટીવ રહે છે.
નિષ્ણાતોના મત પ્રમાણે, ‘‘જ્યારે તમે ઘ્યાનમાં બેસો છો ત્યારે અમુક ચેતાઓની સર્કિટ વઘુ વાપરો છો અને એટલે તે વઘુ મજબુત થાય છે.’’
‘આર્કિવ ઓફ સાયકિઆટ્રી ઑફ પીપલ’ના ૨૦૧૦ના અભ્યાસમાં જણાવાયું છે કે તનાવના દર્દીઓમાં ઘ્યાન એ એન્ટીડિપ્રેસન્ટ તરીકે કામ કરે છે. ઘ્યાનથી તનાવના અવારનવાર આવતાં હુમલાઓમાં ઘટાડો થાય છે.
૨૦૧૧માં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે ‘મેનોપોઝ’થી વ્યથિત મહિલાઓ ઘ્યાનને કારણે જીવનની ગુણવત્તા સુધારી શકે છે. તનાવ ઓછો કરી શકે છે અને સારી રીતે ઊંઘી શકે છે. જોકે ‘હોટ ફ્‌લેશ’ - શરીરની ગરમીમાં ઘટાડો જણાતો નથી.
ઘ્યાનથી ફાયદા મેળવવા માટે ઘ્યાન નિયમીત ધરવું જોઈએ. યોગ-વર્ગ, યોગના પુસ્તકો, ઓડિયો-ટેપ્સ, ડીવીડી અને વિડીઓ ટેપ્સ દ્વારા યોગ શીખી શકાય.
યોગ કરવા માટે શાંત પર્યાવરણ પસંદ કરો અને ઘરમાં યોગ કરો તો યોગામેટ વસાવવી, જેથી પીડા વિના ઘ્યાન ધરી શકાય. તમારી આંખો બંધ કરી શ્વાસની આવન-જાવન પર ઘ્યાન આપો એ જ યોગ છે. યોગ સરળ છે પરંતુ તેની પ્રેક્ટીસ રોજ કરવી એ જરા કઠીન છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved