Last Update : 12-August-2012,Sunday

 
પ્રોફેસર પ્યારેલાલ હાસ્ય પરિષદ યોજે છે
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

પ્રોફેસર પ્યારેલાલે એમની સોસાયટીમાં હાસ્ય પરિષદની યોજના કરી હતી. એમની દલીલ એ હતી કે ભગવાને માણસને એકલાને જ હસવાની શક્તિ આપી છે. ઘોડા, ગધેડા કે બીજા જાનવરો હસી શકતા નથી. છતાં માણસજાત એવી કંજૂસ છે કે હાસ્યને ય સંઘરી રાખે છે. મોઢા પર જરાય ફરકવા દેતી નથી. પેટ પકડીને હસવાની તો વાત જ ક્યાં? કઠણાઈભરી જંિદગીમાં હસવું બહુ જરૂરી છે. એ બ્લડપ્રેશર ઘટાડી આપે, નરવા રાખે તેવું ટોનિક છે.
સોસાયટીના સભ્યોમાં પ્રોફેસર પ્યારેલાલ માટે આદર હતો. એ કેટલાયનાં કામ કરી આપતા.
સોસાયટીના મોટા ભાગના સભ્યોએ ખુશ થઈને પ્રોફેસર પ્યારેલાલની યોજના વધાવી લીધી. બે ત્રણ સભ્યોએ પ્રસ્તાવ મૂક્યો કે હાસ્ય પરિષદ પુરુષો માટે જ રાખો. એમાં લેડીઝનું કામ નહિ. આપણે ગમે તેવી મજાક કરવી હોય તો એમની હાજરીમાં જીભ સખણી રાખવી પડે. આપણા લેખકોને હાસ્ય ઉજવવા માટે પત્ની જ અનુકૂળ પડે છે. પરિષદમાં કોઈ એમની ગમ્મત કરે તો હોબાળો મચી જાય. બીજા એક સિત્તેરેક વર્ષના બળરામકાકાએ પણ ટાપશી પૂરી ઃ ‘હસવાની પરિષદમાં એમનું કામ જ શું છે? કોઈ સહેજ ટીખળ કરે તો આંખોમાંથી તણખા નહિ, દેવતા પ્રગટે. અને એમને હસતાં જ ક્યાં આવડે છે?’
પ્રોફેસર પ્યારેલાલે કહ્યું ઃ ‘‘સ્ત્રીઓને હાસ્ય પરિષદમાંથી બાકાત રાખવી એ દલીલ બરાબર નથી. સ્ત્રીઓ હાજર રહેશે તો પુરુષોની જીભ પર કાબૂ રહેશે. હાસ્યમાં મજાક-ગમ્મત પણ એલફેલ ના હોવી જોઈએ. અને બળરામભાઈની વાત પણ બરાબર નથી. સ્ત્રીઓમાં તો હાસ્યવૃત્તિ સહજ હોય છે. પુરૂષો ગંભીર, જાણે માથે કેવો ય બોજો લઈને ફરતા હોય તેવી રીતે વર્તે છે. સમાજમાં સ્ત્રીઓ ના હોય તો હાસ્યની બાદબાકી જ થઈ જાય. માટે હાસ્ય પરિષદમાં સ્ત્રીઓને તો ખાસ આમંત્રણ આપવાનું હોય. હાસ્ય પરિષદમાં પુરુષો એકલા હોય તો પરિષદ લંગડી-એકાંગી લાગે.’
મોટાભાગના હાજર સભ્યોએ તાળી પાડી પ્રોફેસર પ્યારેલાલની વાતને વધાવી લીધી ઃ ‘બરાબર છે, બરાબર છે.’
પ્રોફેસર પ્યારેલાલે વાત પૂરી કરી એટલે સાત આઠ સભ્યોમાં એક ભાઈએ પૂછ્‌યું ઃ ‘પ્રોફેસર સાહેબ! હાસ્ય પરિષદમાં બધાં સ્ત્રી પુરુષો પરણેલાં જ હોય કે કુંવારા આવી શકે?’
પ્રોફેસર પ્યારેલાલ હસી પડ્યા ઃ ‘હસવાનો ઈજારો માત્ર પરણેલાંનો જ છે એવું કોણે કહ્યું?’
એક મશ્કરા સભ્યએ કહ્યું ઃ ‘કુંવારા બિચારા કોરા રહી ગયા તેનાં રોદણાં રડતા હોય તે હાસ્ય પરિષદમાં ક્યાંથી આવે?’
બધાંએ આ જોક પર તાળી પાડી.
પ્રોફેસરને થયું કે કેટલાય માણસોમાં હાસ્યવૃત્તિ પ્રબળ હોય છે, પણ એમને તે પ્રગટ કરવા માટે કોઈ માઘ્યમ મળતું નથી. કુંવારાઓ હાસ્ય પરિષદમાં ચોક્કસ આવે. ધે આર વેલકમ.
એક કોલેજ કન્યા, સ્કૂટર પર સોસાયટીમાંથી નીકળવા જતી હતી તે આ ચર્ચા સાંભળવા જરા ઊભી રહી ગઈ. એ પ્રોફેસર પ્યારેલાલને જાણતી હતી. એ પોતે ય સ્માર્ટ, વાચાળ હતી, હસમુખી હતી.
પ્રોફેસર પ્યારેલાલે પૂછ્‌યું ઃ ‘હવે કોઈને કશું કહેવું છે?’
પેલી છોકરી કહે ઃ ‘સર! મારે કહેવું છે.’
સોસાયટીના બેચાર સભ્યો એની સામે નજર નોંધી રહ્યા. ‘સર! હું વિદ્યુતા. મારે પૂછવું છે કે હાસ્ય પરિષદમાં કુમારીઓ હાજર રહી શકે કે નહિ?’
બળરામકાકા બબડ્યા ઃ ‘પહેલાં વર તો શોધી લાવ. પછી ખિખિયાટા કરજે... ખબર પડી જશે.’
વિદ્યુતા બગડી ઃ ‘અન્કલ! માઈન્ડ યોર ઓન. તમારું સંભાળો.’
પ્રોફેસર પ્યારેલાલે કહ્યું ઃ ‘નો કોમેન્ટ પ્લીઝ. આપણે અહીં કોઈની ટીકા કરવા ભેગા નથી મળ્યા. આપણે હાસ્ય પરિષદની યોજના કેવી રીતે કરવી તેની ચર્ચા માટે મળ્યા છીએ.’
પ્રોફેસરે વિદ્યુતાને કહ્યું ઃ ‘બોલો, વિદ્યુતા! તમારે શું કહેવાનું છે?’
વિદ્યુતાએ કહ્યું ઃ ‘અમે યુવતીઓ, કુમારિકાઓ એમાં હાજર રહી શકીએ કે નહિ? એમાં ભાગ લઈ શકીએ કે નહિ?’
પ્રોફેસર પ્યારેલાલે ખુશ થતાં કહ્યું ઃ ‘વ્હાય નોટ? શા માટે નહિ! આપણી સોસાયટીની આ હાસ્યપરિષદ છે. એમાં સોસાયટીના સભ્યો બધા જ આવી શકે... તમે જરૂર એમાં આવો, ભાગ પણ લઈ શકો.’
રતનલાલ ધંધાદારી સ્વભાવના હતા. એ કહે ઃ ‘આપણે જાહેરમાં હાસ્યસભા રાખોને! ટિકિટો રાખીએ. આવક થશે તો આપણી સોસાયટીમાં સુધારા વધારા કરી શકાશે.’
એક-બે સભ્યોને વાત પસંદ પડી ઃ ‘આઈડિયા સારો છે. આપણી સોસાયટી લાઈટમાં આવશે. આપણી સોસાયટીમાં માંડ દોઢસો સભ્યો છે. બહાર હોલ ભાડે રાખીને કમાણી કરી લઈએ તો શું ખોટું? હાસ્ય પરિષદ છે એટલે ઓડિયન્સ સારું થશે.’
એક સભ્ય કહે ઃ ‘હાસ્યપરિષદમાં ટિકિટ લઈને કોઈ ના આવે. મફતનો હાસ્ય પ્રોગ્રામ હોય તો જ આવે.’
વિજયભાઈ કહે ઃ ‘હાસ્ય પરિષદમાં ટિકિટો રાખો. એનું ઉદ્ધાટન કરવા કોઈ પ્રખ્યાત વ્યક્તિને પકડી લાવીશું.’
પ્રોફેસર પ્યારેલાલે બધી દલીલો સાંભળી. એમણે કહ્યું ઃ ‘તમારી દલીલો સાચી છે. કશાકનું, કોઈ પુસ્તકનું એવું ઉદ્‌ઘાટન કરવું હોય તો કોઈ પ્રખ્યાત વક્તા કે સંત કે મહાન કાર્યકરને પકડવા પડતા હોય છે. શ્રોતાઓને સભામાં ખેંચવા માટે આવી બધી પ્રયુક્તિઓ અજમાવવી પડે છે.’
એક સભ્ય હસતા હસતા બોલ્યા ઃ ‘અને લોકાર્પણને અંતે સ્વરુચિ ભોજન હોય તો હોલ ભરાઈ જાય. એનું આકર્ષણ વધારે છે.’
પ્રોફેસર પ્યારેલાલ હસી પડ્યા ઃ ‘આપણે તો અહીંયા જ હાસ્ય પરિષદ કરી દીધી. આપણા સભ્યો હસમુખા, હાસ્યની કદર કરનારા છે તે જોઈ રાજી થયો. પણ આપણે હાસ્ય પરિષદ સોસાયટીના સભ્યો પૂરતી જ મર્યાદિત રાખીએ. જાહેરમાં કરીએ તો અનેક પ્રોબ્લેમ થાય. હોલ રાખવો પડે. બહારના લોકો માટે બધી વ્યવસ્થા કરવી પડે. અને વક્તાને મોટો પુરસ્કાર આપવો પડે. કોઈ વાર આવી હાસ્ય પરિષદમાં કંટ્રોલ રાખવો ય મુશ્કેલ પડે. માટે આપણે સો દોઢસો, સોસાયટીના સભ્યો પૂરતી પરિષદ મર્યાદિત રાખીએ. તેમાં પુરુષો, યુવતીઓ, કુંવારાઓ એ બધા જ આવશે... આપણે ગમ્મત પડે તેવી કોઈ ગેમ રાખીશું.’
વિપુલભાઈ કહે ઃ ‘પ્રોફેસર સાહેબ! એમાં આપણે આપણા સગાસંબંધી-મહેમાનને લાવી શકીએ?’
‘જરૂર. એમાં શો વાંધો હોય? મહેમાનોનું સ્વાગત છે.’
વિજયભાઈ કહે ઃ ‘હાસ્ય પરિષદનું સંચાલન કોણ કરશે?’
બધાએ એકમતે કહ્યું ઃ ‘એમાં તો પ્રોફેસર પ્યારેલાલ જ હોય.’
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘ભલે. આપણે બધા ગમ્મતનો ગુલાલ ઉડાડીશું. ગુલાલ ગુંજામાં નહિ ભરીએ.’
સભ્યોએ રવિવાર નક્કી કર્યો.
રતનલાલ કહે ઃ ‘આપણે ખાલી હસ્યા જ કરીએ એમાં મઝા નહિ... મારા તરફથી પ્રોગ્રામ પત્યા પછી ગોટા-જબેલી ને ચા!’
બધાએ રતનલાલને તાળીઓથી વધાવી લીધા.
(આવતા અંકે પૂરું)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved