Last Update : 12-August-2012,Sunday

 
શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની જયાફત ઊડાવતાં શોખીનોની સંખ્યા ઓછી નથી
 
- ગરમાગરમ, લહેજતદાર ફરાળી ચીજો પીરસતી જેટલી રેસ્ટોરાં મુંબઈમાં છે એટલી બીજે ક્યાંય નથી

શ્રાવણ મહિનામાં એકાએક ઉપવાસ અને દાનધર્મનો મહિમા એટલો વધી જાય છે કે ન પૂછો વાત. વરસના અગિયાર મહિના મંદિર સામે મોં ન માંડનારા યુવક-યુવતીઓ સુદ્ધાં શ્રાવણી સોમવારે વહેલી સવારે લોટામાં દૂધ કે પાણી લઈને શિવજીના મંદિરે જતાં થઈ જાય છે. પાછા એકટાણાં કે નકોરડાં ઉપવાસ કરે એ જુદાં. કેટલાંક વળી માત્ર સોમવારે ઉપવાસ કરે. એવા યુવકો પણ જોવા મળે જે શ્રાવણ મહિનામાં દાઢી કરતાં નથી કે વાળ કપાવતા નથી. ઘણા માંસાહારીઓ સુદ્ધાં શ્રાવણ મહિનામાં ઈંડા, માંસ-મચ્છીનો ત્યાગ કરે છે.
જો કે મોટાભાગના લોકો ઉપવાસ કે એકટાણાં કરતાં હોવા છતાં શ્રાવણ મહિનામાં ફરાળની ચીજો નિરાંતે આરોગે છે. જમીનની નીચે ઊગેલું ધાન-શાકભાજી આરોગી શકાય એ નિયમે બટાટા, શક્કરિયાં, સૂરણ, શીંગદાણા, શંિગોડા, રાજગરાનો લોટ, મોરિયો (સામો) ફરાળ તરીકે ખાવામાં કોઈ બાધ નથી. તેમાંય શ્રાવણ મહિનામાં ફળોનો ઉપયોગ છૂટથી થતો હોવાને લીધે કેળાં, ચીકું, સફરજન જેવાં ફ્રૂટ્‌સના ભાવ ક્યારેક બમણા થઈ જાય છે. નાળિયેર અને ફૂલોના ભાવ પણ વધી જ જાય.
શ્રાવણમાં ઉપવાસ કરવાનો મહિમા વધી જતો હોવાથી જ દર દસમી વ્યક્તિ એવી મળે જે કહેશે ઃ ‘ના, આજે મારે હોટેલમાં નથી જવું, મારે ઉપવાસ છે.’ કોઈ એકટાણાંની વાત કરશે. ઘણા ફક્ત ફરાળ ખાઈને મહિનો કાઢે છે.
એક પારસી મિત્રને ઉપવાસમાં ફરાળી ચીજો ખાવાની આપણી પ્રથા જાણીને બહુ નવાઈ લાગેલી. ‘તમે હંિદુઓ ઉપવાસમાં ચપાટી કાંય નથી ખાતા? હોટેલનાં બટાટાવડાં નથી ખાતા તો પછી આંય સાબુદાણા કેમ ખાવ છો?’ આ પારસી મિત્રને શો જવાબ આપવો તે સમજાયું નહીં. ઉપવાસમાં ફરાળી ચીજો ખાવી કે ન ખાવી. કઈ ચીજનો ફરાળી ચીજોમાં સમાવેશ કરવો અને મુખ્યત્વે તો ઉપવાસ કર્યો હોય ત્યારે મીઠું ખાવું કે ન ખાવું તેના વિશે હંિદુઓ વિભિન્ન મત ધરાવે છે. પરંતુ એકવાત કહેવાનું મન થઈ આવ્યું કે હંિદુ ધર્મમાં ખાઉધરાં લોકોને ઉપવાસ કરવો હોય તો એ માટેય સગવડ છે. ઉપવાસના દિવસે ભાત ન ખવાય પણ મોરિયાની ખીચડી ખવાય. ચણા ન ખવાય પણ શીંગ ખવાય. બટાટાવડાં ન ખવાય પણ બટાટાની ફરાળી પેટિસ બનાવીને કે સાબુદાણાનાં વડાં ખાઈ શકાય. બહુ શોખીન તો ફરાળી ચેવડો અને દૂધીનો હલવો પણ છૂટથી ખાય છે.
મુંબઈમાં નોકરી કરનારા લાખ્ખો હંિદુઓ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય ત્યારે બપોરે લંચ સમયે ખાવા માટે ફરાળી ચીજો ઘેરથી ડબામાં ભરીને લઈ જાય છે. ડબો સાથે લઈ જવાનું ન ગમે, શરમ આવે તેવા લોકો કેળાં અને શીંગદાણા ખાઈને કામ ચલાવી લે છે. પરંતુ નોકરિયાત કે વેપારી વર્ગનો બહુ જ મોટો હિસ્સો ફરાળી વાનગી આરોગવા માટે ખાસ રેસ્ટોરાંમા જ જાય છે. શ્રાવણ મહિનાનો ઉપવાસ કરનારા, એકટાણું કરનારા ભાવિકો માટે ભગવાને જાણે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી હોય તેમ મુંબઈમાં અનેક એવી રેસ્ટોરાં ખૂલી છે જે માત્ર ફરાળી ચીજો વેચીને જ મનવાંચ્છિત ફળ કમાઈ લે છે. દેશના બીજા કોઈ શહેરમાં આટલી મોટી સંખ્યામાં ફરાળી વાનગીઓ પીરસતી હોટેલો ખૂલી નથી.
મુંબઈમાં ઉપવાસીઓની ભૂખ ભાંગનાર, એકટાણાં કરનારનાં પેટ ભરનાર નાનીમોટી ત્રીસેક રેસ્ટોરાં ખૂલી છે. તેમાંથી ૨૪ તો દક્ષિણ મુંબઈમાં જ છે. જ્યાં માત્ર ફરાળી ચીજો અને દૂધ, માવા, મલાઈનાં મિષ્ટાન ખાવા મળે. તેમાં કેટલીક રેસ્ટોરાં તો અડધી સદી કરતાં વઘુ સમયથી અસ્તિત્વ ધરાવે છે. ચર્નીરોડ ઠાકુરદ્વાર પાસે આવેલી ભાલચંદ્ર પળશીકર નામના એક મરાઠી માલિકની ‘પળશીકર’ રેસ્ટોરાં અને દુકાન છેલ્લાં ૧ વર્ષથી ફરાળી ચીજો બનાવીને વેચે છે. તેય એવી રીતે જાણે બારેમાસ આવી સામગ્રી વેચવાનો જ ઠેકો લઈ રાખ્યો હોય.
ગુજરાતીઓની માફક મરાઠી લોકોય ફરાળી ચીજો ખાવાના શોખીન છે. નોકરિયાત મરાઠી મહિલાઓએ ફરાળી ચીજોનો ચસકો ખ્રિસ્તી અને પારસી બાનુઓને લગાડ્યો છે. સાબુદાણા વડાં, બટાટાપુરી, રાજગરાની પૂરી, ઉપવાસી મિસળ, બટાટાચેવડો જેવી વાનગીઓ ડબામાં મૂકીને ઓફિસે લઈ જતી મરાઠી યુવતીઓએ બીજા બિનહંિદુ સહકર્મચારીનેય ફરાળી ચીજોનો ચસકો લગાડ્યો છે.
ખ્રિસ્તીઓ જેને અંગ્રેજીમાં ‘પર્લ સાગો’ તરીકે ઓળખે છે તે સાબુદાણાનાં વડાંતો બધા લોકોને ભાવે. ગિરગામ ખાતેની પળશીકરની દુકાન ૧૯૨૧માં શરૂ થઈ ત્યારથી સાબુદાણા વડાં બનાવે છે. હવે તો તેમના મેનુકાર્ડમાં સાબુદાણાં વડાં ઉપરાંત બટાટાખીચડી, ઉપવાસી મિસળથી માંડીને મલાઈ બરફી, કેસરી શ્રીખંડ તથા ફરાળી કુલફીનાં નામોય વાંચવા મળે. ખૂબીની વાત એ છે કે મુંબઈગરાને ઉસળમિસળની ડિશ આપનાર મરાઠીઓએ ફરાળી મિસળની વાનગી પણ આપી છે. ‘ઉપવાસાચી મિસળ’ તરીકે ઓળખાતી વાનગીમાં સાબુદાણાની ખીચડી, બટાટાનું શાક, શીંગદાણાનો ભૂકો તેમ જ બટાટાની કાતરી અથવા સેવ ભેગી કરેલી હોય છે.
ઉત્તર ભારતીય અને પંજાબી લોકો લસ્સી પીવાની ફેશન મુંબઈમાં લાવ્યા તેમ મરાઠી લોકોએ લસ્સીનો એક અનોખો પ્રકાર શરૂ કર્યો. ‘પીયૂષ’ તરીકે ઓળખાતી મહારાષ્ટ્રિયન લસ્સીમાં દહીંની અંદર જ ખાંડ ઉપરાંત બીજો મસાલો અને કેસર ભેળવવામાં આવ્યાં હોય છે. પીળા રંગનું પીયૂષ પહેલી વખત પીતા હોઈએ ત્યારે તો એવું જ લાગે જાણે ખૂબ પાતળો પ્રવાહી શ્રીખંડ ગ્લાસથી પી રહ્યા છીએ. મરાઠી રેસ્ટોરાંમાં બીજાં મિષ્ટાનોની સાથે ‘ડીંક લાડુ’ તો હોય જ. એ તો મરાઠી માણસોની ખાસ વાનગી ગણાય.
ગુજરાતીઓએ દૂધીનો હલવો ફરાળી ચીજોમાં ઉમેર્યો તેમ મહારાષ્ટ્રિયનોએ ‘ભરલેલી કેળી’ નામની સસ્તી પણ સ્વાદિષ્ટ વાનગી ફરાળની આઈટમોમાં ઉમેરી છે. શીંગદાણા, કોપરું અને કેળાનાં મિશ્રણથી તૈયાર થયેલી આ વાનગી કેળાં સદતાં હોય તેને તો બહુ જ ભાવે.
બે-ત્રણ વર્ષ પૂર્વે એવા સમાચાર બહુ ગાજ્યા હતા કે ઉપવાસીઓ આનંદોે ઃ ફરાળી બિસ્કિટ આવી રહ્યાં છે. વડોદરાના એક ઈજનેર પી.ટી.શાહે ઔદ્યોગિક વસાહતમાં બેકરી નાખીને ફરાળી બિસ્કિટ બનાવવાની જાહેરાત કરી હતી. જો કે આજ સુધી મુંબઈના બજારોમાં આવાં બિસ્કિટ વિશે કોઈએ સાંભળ્યું નથી. કદાચ આ બિસ્કિટનો પ્રોજેક્ટ પ્રારંભમાં જ હવાઈ ગયો હશે. પરંતુ અનેક ફરસાણવાળા, કંદોઈઓ ફરાળી ચેવડો, વેફર, કેળાંની વેફર તથા અન્ય મિષ્ટાન વેચીને શ્રાવણ મહિનામાં નાણાંનાં સરવરિયાં કરી લે છે.
મુંબઈમાં જે આગળ પડતી રેસ્ટોરાં ફરાળી ચીજો માટે ખ્યાતનામ છે તેમાં ફાઉન્ટનની કેળકર રેસ્ટોરાં ઘણી જૂની છે. પરંતુ કેળકર સહિતની કેટલીક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાં ફરાળી ચીજોની સાથે ઈડલી-ઢોસા પણ વેચતી હોવાને લીધે આવી રેસ્ટોરાંમાં ચુસ્ત રીતે એકટાણું કરનારા લોકો જતા નથી. તેઓ કોઈ દુગ્ધાલયમાં જઈને દુધીનો હલવો, બરફી કે પેંડા ખાઈને અથવા લસ્સી પીને પેટ ભરે છે.
બાબુલનાથ મંદિર પાસે નવી શરૂ થયેલી સોમ રેસ્ટોરાં તો દર વર્ષે શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓનો ઉત્સવ ઉજવે છે. તેની સંચાલિકા પિન્કી ચંદન દિક્ષીત કહે છે કે ખૂબ જ મરજાદી ગુજરાતી પરિવારમાં ફરાળી વાનગીઓ જે ચીવટથી તૈયાર થાય તેવી જ રીતે અમારા કિચનમાં ફરાળી વાનગીઓ તૈયાર થાય છે. તેમાં કંદની પેટિસ, કંદના ચીલ્લા, ફરાળી સેવપુરી, ફરાળી મસાલા ઢોેસા, ફરાળી હાંડવો, ફરાળી મિસળ, ફરાળી થાલી પીઠ, ફરાળી કોફતા કરી, ફરાળી ઊંધિયું જેવી અનેક નવી વાનગીઓ સ્વાદ શોખીનોને શ્રાવણમાસમાં ભૂખા ન રહેવાનું બહાનું પૂરું પાડે છે.
પળશીકર, પ્રકાશ, સંઘુ દુગ્ધ મંદિર, જય મહારાષ્ટ્ર દુગ્ધાલય, પ્રકાશ સહકાર ઉપહાર કેન્દ્ર વગેરે નામો સાથે ફરાળી ચીજો વેચનારા બાબુરાવ પુરોહિતનું નામ પણ લેવું જ પડે. મીઠાઈની દુકાનનું સ્વરૂપ ધરાવતી આ પેઢીની ફરાળી વાનગીઓ એકવાર વખણાવા માંડી પછી તો છૂટક ઘરાકી એટલી વધી ગઈ કે દુકાનને ધીરે ધીરે નાની રેસ્ટોરાંનું સ્વરૂપ આપવું પડ્યું. આમેય મુંબઈની મોટા ભાગની ફરાળી વાનગીઓ પીરસતી રેસ્ટોરાંની શરૂઆત દુકાન સ્વરૂપે જ થઈ હતી. દુકાન પાસે જ ઊભા ઊભા ફરાળી વાનગી ખાનારા ઉપવાસીઓને બેસવાની સગવડ આપવા માટે બાંકડા નખાયા પછી ટેબલ ખુરશી મુકાયા. આમ નાની દુકાન છેવટે રેસ્ટોરાંનું સ્વરૂપ લે છે.
આમ શ્રાવણ મહિના પૂરતો પણ ફરાળી ચીજોનો મહિમા ખૂબ વધી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved