Last Update : 12-August-2012,Sunday

 
મહારાષ્ટ્રના દિવેઆગાર ગામના સુવર્ણ ગણેશની ચોરી
અવનવું - રમેશ રાવલ
- ગ્રામજનો આને અપશુકન માની તેમનાં ભાગ્ય રૂઠી ગયાનો કલ્પાંત કરે છે

દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ વિધ્નહર્તા તરીકે પૂજાય છે.લગભગ તમામ ધર્મના લોકો આ દુંદાળા દેવમાં આસ્થા ધરાવે છે.પણ હાલમાં આ પ્રથમ પૂજનીય દેવને કારણે મહારાષ્ટ્રની પોલીસ પર વિધ્ન આવી ગયું છે.મુંબઇથી ૨૧૦ કિ.મી. દૂર રાયગઢ જિલ્લાના દિવેગાર ગામમાંથી ગણપતિની સોનાની મૂર્તિ ચોરાઇ ગઇ છે અને તેને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે અને વિધાનસભામાં પણ ભારે હોબાળો થયો હતો.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ૫૦ ખેડૂત પરિવારોની વસતિ ધરાવતું દિવેગાર ગામ છે. આ ખેડૂતો સોપારી અને નાળિયેરીની વાડી ધરાવે છે.આ ગામમાં સુવર્ણ ગણેસ મંદિર આવ્યું છે જેમાં દોઢ કિલો વજનની ગણપતિની સોનાની મૂર્તિ હતી જેની ૨૪મી માર્ચે ચોરી થઇ ગઇ હતી.ચોર ચોકીદારની હત્યા કરીને મૂર્તિ ચોરી ગયા છે.
સુવર્ણ ગણેશ મંદિર તરીકે જાણીતું આ મંદિર દિવેગાર ગામનું મુખ્ય આકર્ષણ છે અને દર સપ્તાહે લગભગ ત્રણ હજાર જેટલા ભાવિકો મંદિરે દર્શન કરવા આવે છે.મૂર્તિની ચોરી થવાને કારણે આ મંદિરની ખ્યાતિ વધી ગઇ છેઅને હવે મંદિરમાં મૂર્તિ નહોવા છતાં લોકોના ટોળેટોળાં આવે છે.તે જ પ્રમાણે ગામવાળાઓ પણ આ મૂર્તિના સત્‌ અને ચમત્કારની વાતો કરતાં હોય છે.જો કે અત્યારે આ ગામના લોકો એનું માને છેકે મૂર્તિની સાથે તેમનું ભાગ્ય પણ તેમનાથી રુઠી ગયું છે અને મૂર્તિની ચોરી અપશુકનની નિશાની છે.
ગજાનનની મૂર્તિ ચોરાઇ તે અગાઉ મંદિરના ગર્ભગૃહના દરવાજાને તાળું મારીને રાખવામાં આવતું હતું.પરંતુ હવે તેને ખુલ્લું રાખવામાં આવે છે અને મૂર્તિને સ્થાને સુવર્ણ ગણેશની છબી મૂકવામાં આવી છે.મંદિરના ટ્રસ્ટીઓ તથા મેનેજીંગ સમિતિના સભ્યો મૂર્તિની શોધ માટે શા પગલાં લેવા અને કઇ રીતે ચોરને પકડવામાં પોલીસની મદદ કરવી તેની યોજના નક્કી કરવા વારંવાર મિટંિગ કરે છે.તે જ પ્રમાણે મૂર્તિ વહેલામાં વહેલી તકે મળી જાય તે માટે ગામવાળાઓ પણ વિવિધ પૂજા-પાઠ કરે છે.તેઓ માનેછે કે ચોર ને ભગવાનનો ડર નહિ હોય .એટલે જ તેઓ મૂર્તિને ચોરી શક્યા છે. જો કે આ ઘટનાને તેઓ અમંગળની એંધાણી પણ ગણાવે છે.ગ્રામજનો જણાવે છે કે જયારથી આ મૂર્તિ મળી અને મંદિરમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી ગામની ચડતી થઇ છે.ત્યારબાદપાણી કે ખેતી સંબંધિત કોઇ સમસ્યા અમને નડી નથી.દર વર્ષે ઉત્પાદનમાં પણ વધારો થતો રહ્યો છે અને અમારી આવકમાં સારો એવો વધારો થયો છે.આ કારણે જ અમારા સહુનું જીવન સ્થિર અને સમૃઘ્ધ બન્યું છે.અમારા સંતાનો ભણી ગણીને તૈયાર થઇ ગયા છે તથા દીકરીઓ પરણીને સાસરે સુખી છે.આ બઘું જ સુવર્ણ ગણેશને કારણે જ થયું છે.પરંતુ હવે અમારા ભાગ્યનું શું થશે તે ખબર પડતી નથી.
સુવર્ણ ગણેશની પ્રાપ્તિ પણ અત્યંત ચમત્કારિક રીતે થઇ હતી.૧૭મી નવેમ્બર ૧૯૯૮,સંકટ ચતુર્થીના દિવસે ૮૦ વર્ષના ધરોપતિ ધર્મા પાટિલના સોપારીના ખેતરમાં ૪૦-૫૦ સેમી. નીચેે જમીનમાંથી એક તાંબાની પેટી મળી હતી.૩૦ કિલો વજનની આ પેટી માટીથી ખરડાયેલી હતી. ૧૦મી સદીની લાગતી આ પેટી પર સંસ્કૃતમાં કંઇક લખ્યું હતું.આ પેટીની વાત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં થોડા જ સમયમાં બધા જ લોકો ત્યાં જમા થઇ ગયાહતા.આ પેટીમાં શું હશે તે જાણવા સહુ ઉત્સુક હતા.જો કે ગામમાં આપ્રકારનો આ બીજો બનાવ હતો. અગાઉ આ જ સ્થળેથી તામ્રપત્ર મળ્યું હતું.આથી ગામલોકોને થયું કે પેટીમાંથી પણ તામ્રપત્ર જ નીકળશે.
બપોરના બાર વાગ્યે આ પેટીને ખોલવામાં આવી હતી.તેમાંથી સોનાની ગણપતિની મૂર્તિ નીકળી હતી.આ ઉપરાંત તેમાં ભગવાન ગણેશના આભૂષણો પણ હતા.આ મબર્તિને બાદણાં સુવર્ણ ગણેશ નામ આપવામાંઆવ્યું હતું.આ મૂર્તિનું વજન દોઢ કિલો હતું.એમ ધરોપતિ પાટિલે કહ્યું હતું.
આ મૂર્તિ ત્રણસોથી ચારસો વર્ષ જુની હતી.એમ કહેવાય છે કે અગાઉ અહીં જે મંદિર હતું તેમાં રહેલી પથ્થરની મૂર્તિની જગ્યાએ સોનાની મૂર્તિ મૂકવાની હશે .જો કે શુકનવંતા દેવની આ મૂર્તિને કોણે દાટી હશે અને શા કારણે દાટી હશે તેની કોઇને જાણ નથી.કેટલાક એવો દાવો કરેછે કે શુઘ્ધ સોનામાંથી બનેલી આ મૂર્તિ પેશવા કાળની હતી.મોગલોના હાથમાં આ મૂર્તિ અને તેના દાગીના ન આવી જાય તે માટે તેને જમીનમાં દાટી દેવામાં આવી હશે.મૂર્તિના દાટવાનું કારણ ગમે તે હોય પણ અત્યારની હકીકત એ છે કે દિવેગારના લોકો તેને ખૂબ જ શુકનવંતી માનતા અને તેને કારણે જ તેઓ સમૃઘ્ધ થયા હોવાનું દોહરાવતાં જોવા મળે છે.
છેલ્લા ૧૪ વર્ષથી મંદિરના પૂજારી રહેલા દિલીપ અભ્યંકરના મતે આ મૂર્તિમાં દૈવી શક્તિ હતી.હું જયારે પણ આરતી કરવા ગર્ભગૃહમાં આવતો ત્યારે મને એમ થતું કે સુવર્ણ ગણેશ મારી સાથે વાત કરે છે અને મને આશીર્વાદ આપે છે.આ ગણેશની પૂજા કરતી વખતે અનન્ય ભક્તિની અનુભૂતિ થતી હતી.ગામલોકો પણ તેમનામાં અખૂટ શ્રઘ્ધા ધરાવતાં હતા અને તેના પરિણામ રૂપ જ તેમની ચડતી થઇ હતી.અગાઉ ચોમાસામાં પુષ્કળ વરસાદ થતો ત્યારે પાકનો નાશ થતો અને બધાને ખૂબ નુકસાન થતું હતું.પરંતુ જયારથી સુવર્ણ ગણેશની મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારથી કોઇ સમસ્યા નડી નથી.હવે આ મૂર્તિ ચોરાઇ જતાં લોકોના મનમાં ડર પેસી ગયો છે એમ પૂજારી જણાવે છે.
દિવેગાર ગામના સરપંચ બાલક્રિષ્ણઉદય બાપટના જણાવ્યાનુસાર મંદિરની આસપાસ સુરક્ષા વધારવા માટે પોલીસને અનેક વેળા પત્રો લખવામાં આવ્યા હતા.પોલીસે સિકયોરિટીની વ્યવસ્થા કરી હતી પણ થોડા દિવસ બાદ તે પાછી ખેચી લીધી હતી.પોલીસ અહીં ૨૪ કલાક ફરજ બજાવી શકે તે માટે પોલીસ ચોકી પણ બનાવવામાં આવી હતી પરંતુ ગામના જ કેટલાક માણસોએ કલેકટરને આ બાબતે ફરિયાદ કરતાં ચોકીના બાંધકામ પર સ્ટે આવી ગયો હતો.આથી મૂર્તિની ચોરીની ઘટના માટે ગામના લોકો પણજવાબદાર છે. દરમિયાન જાણવા મળ્યું છે કે મૂર્તિ ચોરનારાઓનું પગેરૂ ગુજરાતમાં મળ્યું છેેેે. મંદિરના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ ગુજરાતીમાં વાત કરતાં હોવાનું જાણવા મળ્યું છે.આથી રાયગઢ જિલ્લના આઇજી અમદાવાદ ક્રાઇમબ્રાંચની ઓફિસે આવ્યા હતા અને અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી.દિવેગારના ભૂતપૂર્વ સરપંચ કહે છે કે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે પણ આરોપી સાવધ ન થઇ જાય તે માટે કોઇ માહિતી આપવામાં આવતી નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved