Last Update : 12-August-2012,Sunday

 
ધનુષ-બાણની દેશી રમત હવે વિદેશોમાં પણ પોપ્યુલર
 
- એકલા મઘ્ય આફ્રિકાના વિસ્તારમાં દર વર્ષે ધનુર્ધારી શિકારીઓ પાંચ લાખ પ્રાણીઓનો શિકાર કરે છે

એક જમાનામાં ધનુષ્ય બાણને સૌથી મહત્ત્વનું હથિયાર ગણવામાં આવતું હતું. ધનુષ્યનો ઘોડો કરીને રમતી જાનકીને પરણવા ઈચ્છતાં ભલભલા મહારથીઓત આ ધનુષ્ય ઊંચકી શક્યા ન હતા. પરંતુ ભગવાન રામે તે ઊંચક્યું અને સીતા સાથે તેમના લગ્ન થયાં. રાઈફલ-બંદૂક જેવાં શસ્ત્રો શોેધાયા ત્યાં સુધી દુશ્મનને મારવા ધનુષ્ય-બાણ વપરાતાં હતાં. આજે લડાઈમાં ધનુષ્ય-બાણ લઈને ઊતરવાનો વિચાર કોઈ મૂર્ખો પણ ન કરે. છતાં ધનુષ્ય બાણ (બો એન્ડ ઍરો) ની રમત ઓલિમ્પિકમાં આજેય રમાય છે. રમતગમત સિવાય ધનુષ્ય બાણનું ચલણ શિકારી લોકોમાં ભારે છે.
એકલા મઘ્ય આફ્રિકાના વિસ્તારમાં દર વર્ષે ધનુર્ધારી શિકારીઓ પાંચ લાખ પ્રાણીઓનો શિકાર કરે છે. આ ખૂંખાર શિકારીઓ ફ્રાન્સ, બ્રિટન અને બીજા યુરોપિયન દેશોના શોેખીન, સુધરેલા માણસો છે, જે માત્ર પોેતાના શોેખ ખાતર, જાતને જોખમમાં મૂકી ધનુષ્યબાણથી શિકાર કરે છે. ખૂબ જ શક્તિશાળી માણસો વાપરી શકે તેવા આ ધનુષ્ય બાણ એ રીતે બનાવાયા હોય છે કે પ્રાણીને તત્કાળ મારી નાખવાનો બદલે ગંભીર રીતે ઘાયલ કરે છે જેથી પ્રાણીને જીવતું પકડી શકાય. ઉત્તર અમેરિકામાં ધનુષ્ય બાણથી શિકાર કરવા માટે ખાસ પરવાનો મેળવવો પડે છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકન (સી.એ.આર.) વિસ્તારના ઘનઘોર જંગલોમાં સુદાનીસ બોર્ડરથી ૮૦ કિ.મી. દૂર ક્વોડા ડીજાલ્લે નામનો જંગલ વિસ્તાર શરૂ થાય છે. ફ્રેન્ચના ધનુર્ધારી શિકારીઓ ઠેઠ પેરિસથી આ વિસ્તારમાં ભેંસ, પાડા, હરણ, ઝરખ, ગેંડા વગેરે પ્રાણીઓનો શિકાર કરવા આવે છે. યુરોપના દેશોને સાંકળી લેતું આંતરરાષ્ટ્રીય ધનુર્ધારી શિકારીઓનું મંડળ યુરોપના દેશોમાં ધનુષ્ય-બાણ વાપરીને શિકાર કરવા પ્રતિબંધ મૂકે છે પરંતુ આ મંડળના સભ્યોને બીજા દેશોમાં જઈ શિકાર કરવા માટેની રમતને પ્રોત્સાહન આપે છે. વિશ્વની નામાંકિત વ્યક્તિઓ આ મંડળનું સભ્યપદ ધરાવે છે. કરોડો રૂપિયાની મિલકત ધરાવતા અને બંદૂકો તેમજ બીજા હથિયાર બનાવવાની મોટી ફેક્ટરીનો માલિક પેટ્રીક લાલુર પણ શિકારીના વેશે ધનુષ્યબાણ લઈને આફ્રિકાના જંગલોમાં ફરતો હોય તે જોઈને અજુગતું લાગે છે. પોતાની સાથે પ્રોેફેશનલ ફોટોગ્રાફરો અને શિકારીઓની ટુકડી તેમ જ નોકરચાકરોની મોટી પલટણ લઈને પેટ્રીક શિકાર કરવા જાય છે. પોતાનો શિકાર શોધી કાઢ્‌યા પછી નિશાન લઈને તીર મારતાં પહેલા પેટ્રીક બૂટ વડે ઘૂળ ઉડાડે છે. જેથી પવન કઈ દિશામાં વાય છે તે ખબર પડે છે. આ ઘૂળ ઉડાડવાની ક્રિયાથી પેટ્રીકની ફિલ્મ ઉતારવાનું શરૂ થાય છે! મઘ્યયુગના સમયમાં જે પ્રકારના ધનુષ્ય-બાણ વપરાતાં હતા ંતેના કરતાં આજના ધનુષ્યબાણ જરા જુદાં છે. આઘુનિક રીતે બનાવાયેલા બાણ એલ્યુમિનિયમના બનેલા હોય છે. અમેરિકામાં બનતા આ બાણ એક મિસાઈલ જેવી ગરજ સારે છે. બાણના અંતભાગમાં પણ પીછા ખોસવાને બદલે વોટરપ્રૂફ નાયલોનના પીછા જેવો ભાગ હોય છે. બાણની આગળ ઘણી બધી પતરી ધરાવતો સ્ટેઈનલેસ સ્ટીલનો ભાગ હોય છે જે કોઈપણ મોટા આંતરડામાં ધૂસી જાય છે તેમ જ ગમે તેવી જાડી ચામડીને છેદી શકે છે. ધનુષ્યમાંથી નીકળતું બાણ સેકન્ડના ૨૦૦ ફૂટની ગતિએ આગળ જતું હોય છે. આવી તેજ ગતિને કારણે તે નાના પ્રાણીઓના શરીરમાં તો સોંસરવું નીકળી જાય છે. ગેંડા જેવા ખૂબ જ જાડી ચામડી ધરાવતા પ્રાણીની ચામડીમાં પણ ચાર ઈંચ જેટલો ઊંડો ખાડો પડી જાય છે. જેથી તેમાંથી નીકળતા લોહીનો રેલો ગેંડો કઈ દિશામાં નાસી ગયો છે તે બાતમી આપે છે. જૂના જમાનામાં ધનુષ્યની સરખામણીમાં નવા ધનુષ્ય બાણ કદમાં નાના હોય છે છતાં તે વઘુ શક્તિશાળી હોય છે. એરો સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ ધનુષ્યબાણ ઓછી માનવશક્તિ વાપરવાં છતાં પરંપરાગત ધનુષ્ય બાણ કરતાં વઘુ અસરકારક હોય છે. સિન્થેટિક કમ્પાઉન્ડ મટિરિયલમાંથી બનેલું ધનુષ્ય વઘુ સ્થિતિસ્થાપક હોય છે. તેમાં રાઈફલની ઉપર જેમ જ રેન્જ ફાઈન્ડર લગાવવામાં આવ્યું હોય છે તેવું ‘બોસાઈટ’ કેબલ ગાર્ડ તેમજ સ્ટેબિલાઈઝર હોય છે. જેનાથી ધનુષ્ય વાપરતી વખતે લાગતા હળવા આંચકાથી નિશાન ચૂકી જવાતું નથી. અપંગ લોકો પણ વાપરી શકે તેવા મેગ્નેશિયમ ધાતુના હાથાવાળા ધનુષ્યમાં એપોક્સી રેઝીન સાથે કેબલ તાર એવી રીતે ફીટ કર્યો હોય છે કે ધનુષ્યને આગળથી ગોઠવીને અપંગ માણસ એક જ હાથે પણ બાણ છોડી શકે છે. કેટલાક શક્તિશાળી ધનુષ્ય-બાણનું ભેગુ વજન ૫૦ રતલ જેટલું થાય છે. હાસ્યાસ્પદ લાગે તેવી વાત એ છે કે ધનુષ્યબાણ લઈને શિકાર કરવા નીકળી પડેલા આજના આઘુનિક શિકારીઓ સાથે રાઈફલ પણ લઈ જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved