Last Update : 12-August-2012,Sunday

 
પંખીડાંઓમાં ચોરોની જમાત!
આભૂષણો ચોરી જતાં ‘બોવર’ પક્ષીઓ
વ્યથા - ભાવના જોશી
 

ઘણી વખત પક્ષીઓના માળામાંથી વિવિધ પ્રકારનાં ઘરેણાં મળી આવે છે. વીંટી, બંગડી, અછોડા, સાંકળી, પહોંચા, ટીકા વગેરે કંઈક અલંકારો માળામાંથી જડી જાય છેે. અરેબિયન નાઈટ્‌સથી માંડીને આપણી જૂની વાર્તાઓમાં આવા ઘરેણાંચોર પક્ષીઓની ઘણી કથાઓ સામેલ છે. ખાસ કરીને ઝળહળતા હીરા મોતી માણેક પન્ના જેવા કંિમતી પથ્થરો પક્ષીઓના માળામાંથી મળી આવ્યાનો નોંધપાત્ર ઉલ્લેખ છે. પક્ષીઓનો આ અલંકાર શોખ માત્ર કલ્પના નથી પણ હકીકત છે.
અમુક પ્રકારના પક્ષીઓ તો ખાસ રૂપે આવા ઘરેણાં ભેગા કરે છે. એ પક્ષી કંઈ ઘરેણાંને પિછાનતા નથી, એની કંિમત પણ જાણતાં નથી.તેઓ એ ચોરી કરી છે, એવું પણ તમને લાગતું નથી.
પણ અલંકારોના રૂપરંગ તથા ઝળહળાટ જોઈને પક્ષીઓ એ ઘરેણાં ભેગા કરે છે. આભૂષણોના આકાર પ્રકાર પણ તેમને ગમે છે.
ઘરેણાં મેળવવાનું કે ભેગા કરવાનું આ કામ નવયુવાન નરપક્ષી જ કરે છે. તે પોતાની માદાને રીઝવવા, ખુશ કરવા, તેની દોસ્તી તથા પ્રેમ સંપાદન કરવા આવી ભેટો રજૂ કરે છે.
આશ્ચર્યની વાત એ છે કે માનવ માદાથી જેમ આ પક્ષી માદા પણ આવા અલંકારો તરફ આકર્ષાય છે. પોતાના સાથીએ ભેગા કરેલાં એ ઘરેણાં તે ઉથલાવી પુથલાવીને જુએ છે, ચકાસે છે. પસંદગી નાપસંદગી જાહેર કરે છે. નહિ ગમતા ઘરેણાં માળાની બહાર ફેંકી દે છે. ઘણાં બધાં ઘરેણાં જો ન ગમ્યા હોય તો પોતાની નારાજી જાહેર કરે છે. નરપંખી અથવા નરેશ બીજા વઘુ સારા ઘરેણાં લાવી શકે તો લાવવાની સંમતિ આપે છે. નરેશ એ પ્રયાસ કરે છે પણ ખરો.
પક્ષીવિદો કહે છે કે માદાને ઘરેણાં ન ગમ્યા હોય તો તે નરેશને નામંજૂર કરે છે અને બીજા નરના માળામાં જઈ તેના ઘરેણાંનું ઈન્સપેક્શન કરે છે.
આ બધી સંવેદનાભરી વાતો બહાર આવી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના સંશોધનથી. ત્યાં એક પ્રકારના ઘાસ ડંિગલા પાંદડા ડાળખાંથી ગૂંથેલા કેડ સમાણાં ઝૂંપડા જોવા મળ્યા. કોઈ વેંતિયા કે ઠંિગુજી માણસો માટે હોય એવા એ શણગારેલા ઝૂંપડા-ઝૂંપડી કે મંદિર યા ચર્ચ જેવા મનોહર વનગૃહો હતાં. પહેલાં તારણમાં એવું જણાયું કે આદિવાસીઓ પોતાના દેવદેવીઓની આવી રચના કરતાં હશે! પણ અલંકૃત વનકુટીઓ પર ચાંપતી દેખરેખ રાખતાં પ્રત્યક્ષ જોવા મળ્યું કે અમુક પ્રકારના બોવર પક્ષીઓ આ વનકુટીરો ઊભી કરતા હતા અને તેમાં લાવી-લાવીને માનવીય અલંકારો પણ ગોઠવતા હતા. આરસના લીસા પથ્થરો, કાચના રંગીન ટુકડાઓ, આખી કે ભાંગી તૂટી કાચની કે ધાતુની બંગડીઓ, નાની મોટી વીંટીઓ... જેવી કંઈક સામગ્રી તેઓ આ માળામાં ભેગી કરી માદાને આમંત્રણ આપતા. માદાએ માળાનું તથા તેમાંના રાચરચીલાનું અવલોકન કરી પોતાના નિર્ણય જાહેર કરતી. જો માદાને આ બધી અલંકૃત સામગ્રી પસંદ પડે તો તે નરેશને એ શણગાર કુટીરમાં આમંત્રણ આપતી અને તેમનું રળિયામણું સહજીવન શરૂ થતું. નવાઈની વાત એ કે માદા માટે તેમનું પ્રારંભિક જીવન નિવાસ જ રહેતું. ઈંડા મૂકવા માટે તે અહીંથી બીજે જતી રહેતી અને પોતાને અનુકૂળ એવો બીજો સુરક્ષિત માળો બનાવી લેતી. એ માળામાં તે પસંદ કરેલાં થોડાક જ ઘરેણાં લઈ જતી.
પોતે બાંધેલા પોતાના માળામાં ઈંડામાંથી બચ્ચાં નીકળે ત્યાં સુધી તે અડીખમ પહેરો ભરતી, બચ્ચાંઓને પોતાની રીતે ઉછેરતી અને એને મોટા કરતી. બચ્ચાંઓના આ ઉછેરમાં કોઈ નરેશે કદી રસ દાખવ્યાનું જણાયું નથી.
બોવર નરેશે જે પ્રથમ શૃંગાર કુટીર બનાવી હતી, એ તો પછી ત્યજાયેલી જ રહેતી. જે રચના માટે તેને મહિનાઓ લાગતાં એવી બીજી શૃંગમંઝિલ તેને બીજી મોસમમાં ફરીથી બનાવવી પડતી. એ નવી મંદારિકાનું ફરીથી એની એજ માદા નિરીક્ષણ કરતી. અને ન ગમે તો તે નરેશને ત્યજી દઈ જે ગમે તે નરેન્દ્રને પસંદ કરી લેતી આપણો પહેલો નરેશ બીજી કોઈ માદાને રીઝવવા પ્રયાસ કરતો.
પેંગ્વિન નર પોતાની માદાને ખુશ કરવા વિવિધ પથ્થરો રજૂ કરે છે, એ વાત જાણીતી છે. પણ બોવર પક્ષીની, વિશેષ રૂપે નરોત્તમની તો લગભગ આખી જંિદગી જ આવા શૃંગાર ગૃહો બનાવવામાં વીતી જતી હોય છે.
આદિવાસીઓ, ગ્રામ્યજનો, આવા ત્યજાયેલા બોવરગૃહો શોધવા નીકળી પડે છે. અને તેમાંથી તેમને અવનવા અલંકારો પણ મળી જ રહે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયામાં વગડા નજીક રહેતા ઘણા ખેડૂતો તેમના નાનકડાં બંગલામાં સુખેથી જીવે છે. આમ તો આ જંગલ પ્રદેશમાં ચોર-લૂંટારાઓનો કોઈ ભય નથી. પરંતુ આ વગડામાં વસતા બોવર પક્ષીઓ આ ખેડૂતોની દરેક ભૂરી વસ્તુને ઉઠાવી જાય છે. કોઈપણ ચોર સબ ભૂમિ જેમ ગોપાલ કી માનતો હોય છે તેમ બોવર બર્ડને ‘શું તારું, શું મારું’નો ભેદભાવ નથી. આમ છતાં તેના વિચિત્ર તસ્કરવેડા પક્ષીવિદ્‌ો માટે સંશોધનનો વિષય બની ગયા છે. કારણ કે માનવ વપરાશની ચીજો વડે બોવર બર્ડ પોતાના રહેઠાણનું ઈન્ટિરિયર ડેકોરેશન કરે છે. અને તે ય ફક્ત ભૂરા રંગ ધરાવતી ચીજો વડે! આ રંગ કુદરતી વાતાવરણમાં સુલભ નથી. કુદરતને ખોળે લીલો કે લાલ રંગ વઘુ જોવા મળે છે. એટલે બોવર બર્ડ નજીકનાં મકાનોમાં ધૂસણખોરી કર્યા વિના છૂટકો રહેતો નથી. આ બેમિસાલ પક્ષી તેની ગૃહસજાવટનો કાર્યક્રમ દર વર્ષે જુલાઈ મહિનામાં શરૂ કરે છે, કેમ કે દક્ષિણ ગોેળાર્ધમાં એ વખતે ચાલતી શિયાળુ મોસમ તેના માટે પ્રજનન ૠતુ છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved