Last Update : 12-August-2012,Sunday

 

આત્મસિઘ્ધિની આત્મપ્રતીતિ

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

આત્મસિદ્ધિ
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રીસદ્‌ગુરુ ભગવંત
વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ
વિચારવા આત્માદિને, ભાખ્યો અત્ર અગોપ્ય
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ
જ્ઞાનમાર્ગ નિષેધતા તેહ ક્રિયાજડ આઈ
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી,
વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આંહી
વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન
તેમ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન
- શ્રીમદ્‌ રાજચન્દ્ર
ત્રીસ વર્ષે જીવનલીલા સમેટી લેનારા અખા પછીના જ્ઞાનમાર્ગના રચયિતા શ્રીમદ્‌ રાજચંન્દ્રએ ગુજરાતી ભાષાને ખૂબ લાડ લડાવ્યા છે. જીવનને સમજવા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની જરૂર પડે છે. તેઓ લખે છે કે, ‘જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવું તે.’ ‘દર્શન એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ.’ અને ‘ચારિત્ર્ય એટલે આત્મા સ્થિર થાય તે.’ જીવનની ઊંડી સમજણનું સરળીકરણ આપવા માટે પ્રત્યેક ક્ષણનું અઘ્યયન જોઈએ. જ્યાં ‘લીલા’ શબ્દ નાનો લાગે છે ત્યાં સંતો ઈશ્વરની ગરજ સારે છે. શ્રીમદ્‌ રાજચન્દ્રની ‘આત્મસિઘ્ધિશાસ્ત્ર’માં પ્રવેશ કરાવતી પ્રથમ સાત ગાથાઓમાં સરળતા અને જીવનનો હકાર ઠાંસીઠાંસીને કહેવામાં આવ્યો છે. જેને સમજમાં આવે એનો બેડો પાર છે. આ સાતેસાત ગાથાના પ્રત્યેક શબ્દમાં ગ્રંથોના ગ્રંથો ભરાય એટલું વિવરણ કરી શકવાની શક્તિ છે. અંતે તો આ બઘું જ આત્મમંથન સુધી પ્રેરવા માટે મજબૂર કરે છે.
પ્રથમ ગાથામાં સ્વરૂપજ્ઞાનની વાત છે, જે ગુરુ વિના શક્ય નથી. ગુરુ એ જીવનના વર્તુળનું કેન્દ્રબંિદુ છે. એ ત્રિજ્યામાં ઊમેરો કરીને આપણો વ્યાસ વધારે છે. એ ગુરુ આગળ ‘શ્રી’ લગાડ્યું છે. ગુરુ લક્ષ્મીનો મહોતાજ નથી. એ બઘું જ ત્યાગીને એની આસપાસ આપણને આપણા આત્માની ઓળખ કરાવવા માટે લીલા ઊભી કરે છે. હનુમાન ચાલીસામાં પણ ‘શ્રી ગુરુ ચરન સરોજ’ - થી હનુમાનજી મહારાજની ભાવગાથા વર્ણવામાં આવી છે. સ્વરૂપજ્ઞાનની વાત ગુરુ વિના શક્ય નથી.
પછીની ચારેય ગાથાઓ મોક્ષના દ્વારને પરોક્ષ કરવા માટે વર્ણવવામાં આવી છે. આપણે બીજાનો દોષ જોઈએ છીએ. બીજાને સુધારવામાં મશગુલ છીએ પણ આપણા આત્મા વિશે વિચારવાનો સમય જ નથી આપતા! ક્રિયાકાંડોમાં આપણે અટવાઈએ છીએ, બાહ્ય દેખાડામાં, શુષ્ક જ્ઞાનમાં આપણે મોક્ષની કલ્પનામાં રાચીએ છીએ. જ્યાં અંતર અને મન એક જ ગતિમાં ચાલવા માંડે... જ્યાં ‘સહજ સમાધિ ભલી’ - વાળી અવસ્થા સર્જાય ત્યાંથી મોક્ષનું દ્વાર ખૂલે છે. આપણે બીજા પાસે પૂજા કરાવીને લાભ આપણને મળે એવી આશામાં રાચીએ છીએ. આપણું જ્ઞાન શુષ્ક છે. સૂક્ષ્મ નથી. આપણને દંભ અને આડંબર ગમે છે. મોક્ષનો યાત્રિક તો આ બધાથી પર થઈને જીવતો હોય છે. કહો કે પોતાનાથી પણ પર થઈને જીવે છે.
આ બઘું ત્યારે જ થાય, મોક્ષ ત્યારે જ પમાય જ્યારે વૈરાગ અને ત્યાગમાં આપણું મન કેન્દ્રિત થાય. ત્યાગ અને વિરાગ એટલે બઘું જ છોડીને જેણે ત્યાગ અને વૈરાગ્ય નથી છોડ્યા એવા લોકોની વચ્ચે રહેવું અને મોક્ષ તરફની ગતિ કરવી. મનથી છૂટી જાય વાસના, ક્રોધ અને ચંચળતા પછી હૃદયમાં જન્મે તે વૈરાગ... વરસાદ પહેલાંના બાફ જેવી સ્થિતિ છે તપની અને ભક્તિની! જાતને જડી જવા માંગતો જીવ મોક્ષ તરફ વહેલી ગતિકરે છે તેની ગાથા ‘આત્મસિઘ્ધિશાસ્ત્ર’માં સુપેરે વર્ણવી છે.
જીવનનો હકાર મોક્ષને ઝંખે છે. મોક્ષ એટલે એવી ક્ષણ જ્યાં આનંદ પણ સામેથી આપણને મળવા આવે અને રાજીનો રેડ થઈ જાય! નિસ્પૃહી અને જીવનને ઈશ્વરના સંકેત સ્વરૂપે જીવીને ચારિત્ર્યમાંથી ભક્તિ પેદા થાય ત્યારે પ્રત્યેક પળ ઉત્સવની જેમ ઊજવાતી હોય છે...

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved