Last Update : 12-August-2012,Sunday

 

ડાયના ફેરચાઇલ્ડ

- હવાઈ પ્રવાસમાં ઉતારુઓને શુદ્ધ હવા પૂરી પાડવામાં અખાડા કરતી વિમાની કંપનીઓ સામે જંગે ચઢે છે

રષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારની પસંદગી લગતા સમાચારો અને લેખો વાંચી-વાંચીને કંટાળ્યા હો તો ચાલો અહીં એક સાવ નવા વિષય પર રસપ્રદ માહિતી આપી દઈએ. વાત એક જુદી જ જાતની ચળવળની છે. પહેલી નજરે આ આંદોલન સાવ હાસ્યાસ્પદ લાગે છે. પણ આંદોલનકારીઓએ રજૂ કરેલા મુદ્દાઓની વૈૈજ્ઞાનિક અને તબીબી દ્રષ્ટિએ છણાવટ કરતા તેમની વાતમાં દમ હોવાનું જણાઈ આવે છે.
ડાયના ફેરચાઇલ્ડ નામના એક અમેરિકી બહેનનું માનવું છે કે વિમાનના સામાન્ય ક્લાસમાં સફર કરતા ઉતારુઓને ઓક્સિજનનો પૂરતો પુરવઠો ન પૂરો પાડીને વિમાની કંપનીના સંચાલકો પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. દરઅસલ સતત ૨૧ વર્ષ સુધી એક અમેરિકન એરલાઇન્સમાં પરિચારિકા તરીકે કામ કર્યા બાદ ડાયનાની તબિયત એકદમ કથળી અને તેમણે ડો. જ્યોર્જ ઇવંિગ નામના નિષ્ણાત દાક્તર પાસે નિદાન કરાવ્યું તો ખબર પડી કે પરિચારિકાની કેબિનમાં ખપ પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે તેમની હાલત આવી થઈ હતી. પછી તો ડાયનાએ આ વિશે વઘુ સંશોધન કરીને ‘જેટ સ્માર્ટ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું જે ઘમા વર્ષો સુધી બેસ્ટ સેલર રહ્યું હતું. હવે ડાયનાબેન પોતે સ્થાપેલી સંસ્થા ફેર એર કોઈલેશનના માઘ્યમ થકી ઉતારુઓના હિત માટે એરલાઇન કંપનીઓ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે.
ડાયનાના દાવા પ્રમાણે પાયલટ અને ફર્સ્ટ ક્લાસના પેસેન્જરોની કેબિનમાં ઇકોનોમી ક્લાસ કરતા ત્રણ ગણી વઘુ શુદ્ધ હવા છોડવામાં આવે છે. વાસ્તવમાં દરેક ૭૪૭ પ્રકારના વિમાનમાં શુદ્ધ હવા છોડતા ત્રણ યંત્રો હોય છે. પરંતુ એક વખત વિમાન હવામાં ચઢે તે તરત જ પાયલટ આમાંના બે યંત્રોની સ્વિચ ઓફ કરી નાખે છે. આમ કરવાનું મુખ્ય કારણ કરકસર છે. પૈસા બચાવવા માટે ઘણી એરલાઇન્સ સામાન્ય વર્ગના ઉતારુઓને તાજી હવાના બદલે દબાણયુક્ત, પાતળી અને હવાના રિસાયકલ સમી દૂષિત હવા પૂરી પાડે છે. હવાને રિસાઇકલ્ડ કરીને ઉપયોગ કરવાથી એન્જિન પર પ્રેશર ઓછું આવે છે અને બળતણનો ઘણો બચાવ થઈ શકે છે. લાંબા સમય સુધી આવી હવા શ્વાસમાં જાય તો ત્વચા ઠંડી પડવા માંડે છે, ઉબકા આવે છે અને કેટલાક કિસ્સામાં માથું પણ દુઃખે છે. ડાયના કહે છે કે જો કોઈ પેસેન્જરને આવી સમસ્યા સતાવે તો એણે તાબડતોબ પરિચારિકાને બોલાવીને પાયલટને તાજી હવાનો પૂરવઠો ફરી શરૂ કરવા કહેવા મોકલવું.
આ ઉપરાંત ડાયના ફેરચાઇલ્ડ બીજા ઘણા મુદ્દા પર એરલાઇનો જોડે બાખડી પડ્યા છે. વિમાનોમાં જંતુનાશક દવા છાંટવાની ડાયના સખત વિરોધી છે. જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કુલ ચાર પદ્ધતિ છે. પહેલી પદ્ધતિમાં વિમાન ઉતરણ કરે એ વખતે હજી તો પેસેન્જરો ઉતરતા હોય ત્યારે જ પેસ્ટ કંટ્રોલ વિભાગનો સ્ટાફ વિમાનમાં ધૂસીને દવા છાંટી જાય છે. બીજી અને ત્રીજી પદ્ધતિમાં અનુક્રમે વિમાન હવામાં ચઢે ત્યારે અને ઉતરણ અગાઉના અડધા કલાકે આવી દવાઓ સ્પ્રે કરવામાં આવે છે. ડાયનાના જણાવ્યા પ્રમાણે ઉતારુઓ કરતા પરિચારિકાઓના સ્વાસ્થ્યને આનાથી વઘુ નુકસાન થાય છે. વારંવાર જંતુનાશક દવાઓ શ્વાસમાં જતી હોવાને કારણે ખુદ ડાયના એમસીએસ એટલે કે મલ્ટીપલ કેમિકલ સેન્સિટિવીટોસ નામે ઓળખાતી બીમારીનો ભોગ બની ગઈ હતી. આ બીમારી લાગુ પડે તો શરીર ઝેરી રસાયણો સામે લડવાની શક્તિ ગુમાવી બેસે છે. પફ્‌ર્યુમ, હેરસ્પ્રે, પ્રોપેનગેસ મોટરમાંથી નીકળતો ઘૂમાડો વગેરે ડાયનાથી હવે સહન નથી થઈ શકતા.
ડાયના ફેરચાઇલ્ડના પ્રયાસોને કારણે ૧૫ દેશોની એરલાઇનોએ પેસેન્જરની હાજરીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની પદ્ધતિ ત્યજી દીધી છે. જોકે હજી બીજી ૧૯ દેશોની એરલાઇનો આવો છંટકાવ કરે જ છે.
વારંવાર લાંબા અંતરનો વિમાની પ્રવાસ કરતા મોટી વયના ઉતારુઓને હૃદયને લગતી સમસ્યા સતાવી શકે છે. જેલોકો ઓલરેડી હાર્ટ પેશન્ટ હોય તેઓની સમસ્યા વકરી શકે છે. ફ્‌લાઇટ દરમિયાન શ્વાચ્છોશ્વાસને લગતી તકલીફથી છૂટકારો મેળવવા માટે એક જાણીતી અમેરિકન એરલાઇનના સંચાલકોએ નાનકડા અને વજનમાં હલકા એવા ડિફાઇબ્રોલેટર નામના યંત્રો બહાર પાડ્યા છે. હવે તો ઘણી એરલાઈન્સ પણ ઉતારુઓને આવા ડિફાઇબ્રીલેટર આપે છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આવા યંત્રો મોં પર રાખીને શ્વાસ લેવાથી રાહત મળે છે. અસ્થમા પેશન્ટોએ વિમાનમાં પ્રવાસ કરતાં અગાઉ દાકતરની સલાહ લેવી જોઈએ. દમના હુમલાથી બચવા માટે ખાસ પ્રકારનું ઇનહેલર ફ્‌લાઇટ દરમિયાન સાથે લઈ જવું જોઈએ અને દમની તીવ્રતા વધી જાય એવા સંજોગોમાં કેવી ટ્રીટમેન્ટ આપવી એનું પ્રિસ્ક્રિપશન પણ ડોક્ટર પાસે લખાવી લઈને વિમાનમાં સાથે રાખવું જોઈએ.
અમેરિકામાં આજકાલ એ પ્રશ્ન પર વિવાદ ચાલી રહ્યો છે કે વિમાનમાં તમારી બાજુમાં બેઠેલો કોઈ ટીબી પેશન્ટ વારંવાર જોરથી ખાંસતો હોય તો તમને જગા બદલવાનો હકક છે ખરો? કાયદાકીય દ્રષ્ટિએ આ પ્રશ્નનો ઉકેલ મળે ત્યારે સાચો, પરંતુ ટીબી પેશન્ટે વિમાનમાં ચઢતા અગાઉ પોતાની ટ્રીટમેન્ટ કીટ સાથે લઈ લેવાનું ચૂકવું ન જોઈએ. ડાયાબિટિસના દરદીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ બને ત્યાં સુધી વિમાની પ્રવાસ ટાળવા જોઈએ.
હવાઈ જહાજમાં લાંબી સફર દરમિયાન તબિયત બગડે નહીં એ માટે આહાર-વિહાર પર ખાસ ઘ્યાન આપવું જોઈએ. ડાયના ફેરચાઇલ્ડ વર્ષોના અનુભવ બાદ કહે છે કે વિમાની પ્રવાસમાં વેજીટેરિયન ફૂડ સિવાય કશું ન ખાવું. વિમાન જેમ-જેમ ઉપર ચઢે તેમ-તેમ હવા પાતળી બનતી જાય ેછે. એટલે બ્લડ સરક્યુલેશન ધીમું પડી જાય છે. રક્ત પરિભ્રમણ સામાન્ય બનાવવા માટે કલાકે-કલાકે ઊભા થઈને આળસ મરડી લેવી કે બાથરૂમ સુધી આંટો મારી લેવો. વારંવાર પાણી પીવાથી સુસ્ત શરીરમાં ચેતનાનો સંચાર થશે. ખૂબ પસીનો વળતો હોય તો રૂમાલ ભીનો કરીને મોં પર હાંકી રાખવો. કપડાં હંમેશાં ખૂલતા પહેરવા.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved