Last Update : 12-August-2012,Sunday

 

તમામ ફળોમાં સર્વોત્તમ કેરીમાં કુદરતે ઠાંસી ઠાંસીને ઔષધિગુણો ભર્યા છે

  પ્રકૃતિ - કેતન ત્રિવેદી

   

  તમામ ફળોમાં કેરી સર્વશ્રેષ્ઠ છે, માટે જ એ ફળોનો રાજા અથવા અમૃત ફળ ગણાય છે.એ ઉષ્ણકટિબંધનું અગત્યનું ફળ છે. તેને ગરમ ભેજવાળી આબોહવા અને કાંપવાળી રસાળ જમીન વઘુ માફક આવે છે. આખા વિશ્વમાં કેરી માત્ર ભારતમાં જ વઘુ થાય છે.
  આંબાનું વૃક્ષ ત્રીસથી ચાલીસ ફૂટ ઊચું થાય છે. પાન પાંચથી છ ઇંચ લાંબા, એક-બે ઇંચ પહોળા અને અગ્રભાગે અણીવાળા હોય છે. આંબાને વસંતૠતુમાં લાલ રંગના કોમળ પાન આવે છે અને એ જ સમયમાં તેને પુષ્પો પણ બેસે છે. એ પુષ્પો ‘આમ્રમંજરી’ તરીકે ઓળખાય છે. મંજરી ફૂટ્યા બાદ આંબાના પાન લાલ રંગ ત્યજીને લીલો રંગ ધારણ કરે છે અને મંજરીનું મરવા (નાની કેરી)ના રૂપમાં રૂપાંતર થાય છે.
  કેરીના વૃક્ષને આંબો કહે છે. જંગલમાં પોતાની મેળે જે આંબો થાય છે, તેને જંગલી આંબો કહે છે. ખેતરો તેમ જ બગીચાઓમાં ગોટલી વાવીને જે આંબો ઉત્પન્ન કરાય છે, તેને દેશી આંબો કહે છે. સારી જાતના આંબા પરથી કલમ કરીને જે આંબો તૈયાર કરાય છે, તેને કલમી આંબો કહે છે. જંગલી આંબો, દેશી આંબો અને કલમી આંબો અનુક્રમે કોશામ્ર, રસાલ અને રાજામ્રના નામે ઓળખાય છે.
  ઊંચી જાતનો આંબો પાંચમે વર્ષે ફળે છે. સામાન્ય રીતે આંબો આઠ-નવ વર્ષે ફળે છે. આંબાનું ઝાડ સેંકડો વર્ષ સુધી ટકે છે. આપણા દેશમાં વર્ષે આઠ લાખ ટનથી પણ વઘુ કેરીઓનું ઉત્પાદન થાય છે. વૈશાખથી જેઠ કે અષાઢ (વરસાદ આવતા સુધીનો ગરમીનો સમય જ) કેરીની ખરી મોસમ ગણાય છે. તે પછી તો જેમ-જેમ વરસાદ આવે તેમ-તેમ કેરી બગડવા માંડે છે.
  કેરીઓની અનેક જાત છેઃ ઉત્તર ભારતની લંગડો, બદામી, બનારસી, દાડમીયા, કરંજિયા,સરદાર, દશહરી, સફેદ, માલદા, સંિદૂરિયા, મોહનભોગ વગેરે અને દક્ષિણ ભારતની નીલમ, તોતાપુરી, બેંગલોક, સુંદરશા, લાલવાર, રૂમાલી, બાનમનાપલ્લી વગેરે. ઉપરાંત આફૂસ, પાયરી, શેંદર્યા, કાળા, ઇસાડ, કેળ્યા, કાવસજી પટેલ, રાજભોગ, કૃષ્ણભોગ વગેરે તેની મુખ્ય જાતો છે. ગુજરાતમાં આફૂસ, પાયરી, ગોવા, મલગોવા, કપુરિયો, દાડમિયો, કેસર, જમાદાર, કાળો જમાદાર, લંગડો, સરદાર, રાજાપુરી તથા તોતાપુરી જાતો છે. ભારતમાં લગભગ સાતસોથી આઠસો જાતની કેરીઓ થાય છે.
  સર્વોત્તમ કેરી કઇ તે અંગે જુદા-જુદા મત છેઃ સામાન્ય રીતે કેસરને પ્રથમ નંબર અપાય છે. મુંબઇ-મહારાષ્ટ્રમાં આફૂસ, પાયરી, ગોવા-રત્નાગીરીમાં તોતાપુરી, ઉત્તર ભારતમાં બનારસી લંગડો, કિશનભોગ, સફેદ લખનવી કેરીઓ ઉત્તમ ગણાય છે અને ગુજરાતમાં વલસાડની વલસાડી, મહુવાની જમાદાર તથા જૂનાગઢની સાકરિયા કેરીઓ ઉત્તમ ગણાય છે. વલસાડ અને પારડી તાલુકામાં આફૂસ કેરીઓ ખૂબ પ્રમાણમાં થાય છે અને તે પરદેશમાં પણ મોકલાય છે. રણોલીમાં આફૂસ, પાયરી અને મદ્રાસી બાટલી આફૂસ કેરીનાં ઝાડ ઉછેરવામાં આવે છે. ચરોત્તરમાં પણ સારા પ્રમાણમાં કેરીઓ થાય છે. ભારત ઉપરાંત આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ફિલોરિડા, બ્રાઝિલ, શ્રીલંકા અને ફિલિપાઇન્સ જેવા ઉષ્ણ પ્રદેશોમાં આંબાનું વાવેતર થાય છે.
  લખનૌની સફેદી કેરીનો રંગ સફેદ હોય છે. દુનિયામાં સફેદી કેરી ફક્ત લખનૌમાં જ થાય છે. ઔષધપ્રયોગની દ્રષ્ટિએ કલમી આંબો કરતાં દેશી આંબો વધારે લાભ-દાયક છે. કલમી કેરી કરતાં દેશી કેરી વઘુ ગુણકારી છે. કારણ કે તેનો રસ જલદી પચી જાય છે. ખાટી કેરી કરતાં મઘુર કેરી વઘુ લાભપ્રદ છે. રેસા વગરની અતિ મઘુર પાકેલી વઘુ ગર્ભ (માવો) વાળી તથા પાતળી કે નાની ગોટલાવાળી કેરી ઉત્તમ ગણાય છે.
  ભોજન સાથે કેરી લેવાથી મેદ વધે છે. હિમોગ્લોબીન તથા લાલકણ વધે છે અને કફની વૃઘ્ધિ થતી નથી. દૂધ સાથે કેરી લેવાથી વીર્યની વૃઘ્ધિ થાય છે. કેરી આંતરડાં માટે ઉત્તમ ટૉનિકની ગરજ સારે છે. અને આમાશયના રોગોમાં ઉત્તમ કાર્ય કરે છે. હોજરીમાં પાચનતંત્રના રોગો, ફેફસાંના રોગો, લોહીની નબળાઇના રોગો પાકી કેરીના સમજપૂર્વકના પ્રયોગથી ચોક્કસ મટે છે.
  સારી પાકી કેરી ખાવાથી શરીરની કાંતિ સુંદર ને તેજસ્વી થાય છે, શરીરમાં રસધાતુ સારા પ્રમાણમાં પેદા થાય છે. પરિણામે માંસ, મેદ, અસ્થિ, મજ્જ, શુક્રાણુ વગેરે સઘળી ધાતુઓની વૃઘ્ધિ થાય છે. દૂધ તથા ઘી સાથે કેરીનો ઉપયોગ કરવાથી વાયુ તેમજ જ પિત્તના વિકારોનું શમન થાય છે. કેરીનો મધ સાથે ઉપયોગ કરવાથી કફના વિકારોની શાંતિ થાય છે. રસ ચૂસીને ખાધેલી કેરી પચવામાં હલકી અને કાપીને ખાધેલી કેરી ભારે પડે છે.
  કેરીના ફુલ એટલે કે મરવાની-નાની કેરીઓની ચટણી, કચુંબર અને રાયતું બને છે. કાચી કેરીઓ છોલી, કાપીને સૂકવવાથી તેનાં આંબોળિયાં બને છે, દાળશાકમાં ખટાશ લાવવા માટે આમલીને બદલે તેનો ઉપયોગ કરાય છે. આમલી કરતાં એ પથ્ય અને રૂચિકર છે. ઉત્તર ભારતમાં તેને ‘આમચૂર’ કહે છે. કાચી કેરીનું ગોળ નાખી શાક બનાવાય છે. ગોળ અથવા સાકર નાખેલો કેરીઓનો રસ (પનુ) સરસ બને છે. ભારતમાં આંબાનું સૌથી વઘુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકરમાં) થાય છે. તે પછી ગુજરાત તામિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં આફુસ અને પાયરી જેવી વેપારી દ્રષ્ટિએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વસલાડ, સુરત, ભરુચ તેમજ ઓછાવત્તા પ્રિમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્ર જૂનાગઢ, ભાવનગર અને જામનગર જિલ્લામાં પણ ઘણી કેરીઓ થાય છે. આંબાને તેનું ફળ રસવાળું હોવાથી ‘રસાળ’ ફળની સુગંધ ઘણી ચઢિયાતી હોવાથી ‘અતિ સૌરભ’, મોર અને ફળ (કેરી) અત્યંત કામોત્તેજક હોવાથી ‘કામાંગ’, વસંતૠતુનો દૂત હોવાથી ‘મઘુદૂત’ અને કોયલના ટોળાને ઘણો પ્રિય હોવાથી ‘પિકવલ્લભ’ કહે છે. ઔષધિ તરીકે આંબાના ફળ(કેરી), ફૂલ, પાન, છાલ અને ગોટલી એ સર્વનો ઉપયોગ થાય છે. ટૂંકમાં પાકી કેરી મઘુર, વૃષ્ય (વીર્ય વધારનાર), સ્નિગ્ધ, બળ તથા સુખ આપનાર, ભારે વાયુને હરનાર, હૃદયને હિતકારક, શરીરના વર્ણને સારો કરનાર, ઠંડી-પિત્ત ન કરનાર, તૂરા રસવાળી, જઠરાગ્નિ, કફ અને વીર્યને વધારનાર છે. ઝાડ ઉપર જ પાકેલી કેરી ભારે, વાયુને હરનાર, ખટમઘુરી અને કંઇક અંશે પિત્તનો પ્રકોપ કરનારી હોય છે. ઝાડ પરથી ઉતાર્યા પછી કૃત્રિમ રીતે પકવેલી કેરીમાંથી ખાટો રસ જતો રહેવાથી અને તેમાં મઘુર રસ વધારે થવાથી એ કેરી પિત્તનો નાશ કરનારી છે. કેરી ચૂસીને ખાવાથી બહુ જ રૂચિકારક, બળ આપનાર, વીર્યને વધારનાર હલકી ઠંડી, તરત જ પચનાર, વાયુ તથા પિત્તને હરનાર અને મળ ખસેડનાર, હૃદયને હિતકારી, તૃપ્તિ આપનાર, પુષ્ટિ આપનાર અને કફને વધારનાર છે. કેરીની ચીરી ભારે, બહુ જ રૂચિ ઉત્પન્ન કરનાર, લાંબા સમયે પચનાર, મઘુર, પૃષ્ટિ આપનાર, ઠંડી અને વાયુનો નાશ કરનાર છે.
  દૂધ સાથે ખાધેલી કેરી મઘુર, ભારે ને ઠંડી છે. એ વીર્યને વધારનાર વર્ણને સારો કરનાર, વાયુ તથા પિત્તને હરનાર, રૂચિ ઉત્પન્ન કરનાર, પૃષ્ટિ આપનાર અને બળ વધારનાર છે. કેરીનું દૂધની સાથે સેવન કરવાથી તેના ગુણોમાં વૃઘ્ધિ થાય છે.
  પાકી કેરીનો રસ લૂગડાં ઉપર પાથરી તડકામાં સૂકવેલો હોય અને પાછો તેના જ ઉપર બીજો રસ પાથરી સૂકવાય એ રીતે વારંવાર કરી તેના જે ‘પતરા’ કરવામાં આવે છે, તેને ‘આમ્રવર્ત’ કહે છે. આ આમ્રવર્ત રૂચિ ઉપજાવનાર, મળને ખસેડનાર અને સૂર્યના કિરણો વડે પાકેલો હોવાથી તરસ, ઉલટી, વાયુ અને પિત્તને મટાડનાર ગણાય છે.
  આર્યુવેદમાં કાચી અને પાકી કેરીના ગુણો વિશે અતિ લંબાણપૂર્વક વર્ણન કર્યું છે. પાકી કેરી બળ આપનાર, ચરબી વધારનાર, ખુશીકારક, દસ્ત સાફ લાવનાર તેમજ પેશાબ વધારે લાવનાર છે. એ કાંતિવર્ધક, વાયુ, તૃષા, દાહ, પિત્ત, શ્વાસ અને અરૂચિનો નાશ કરનાર છે. કેરીના રસમાં મૃદુરેચક ગુણ હોવાથી તે દસ્ત સાફ લાવે છે. આમાશય સંબંધી વિકારો તેમ જ શોષ સંબંધી રોગોમાં પણ એ વધારે લાભકારી છે. તેના રસનું સેવન કરવાથી સંગ્રહણી, શ્વાસ, અરૂચિ, અમ્લપિત્ત, આંતરડાનો સોજો અને આંતરડાંના બીજા રોગો. યકૃતવૃઘ્ધિ વગેરેમાં લાભ થાય છે.
  કેરીના રસ રક્ત, માંસ, વીર્ય અને શક્તિને વધારનાર તથા ઓજસંરક્ષક છે. એ કારણે ક્ષયનો નાશ કરવામાં એ વધારે ઉપયોગી છે.
  કેરીના રેસા ગ્રાહી અને ખાટા છે. કાચી કેરીનું અથાણું પેટને શાંતિ આપનાર અને ભૂખ ઉઘાડનાર છે. કાચી કેરીને છોલી-કાપી ગોટલી કાઢી સૂકવીને બનાવેલ આમચૂર અથવા આંબોળિયામાં રહેલું સાઇટ્રિક એસિડ કંિમતી તથા લોહી સુધારનાર છે. તેમજ આ સુકવણી ખાટી, મઘુર, તૂરી મળને તોડનાર, કફ અને વાયુ મટાડનાર છે.
  કાચી કેરી આમાશયને બળ આપનાર અને રક્તપિત્તનો નાશ કરનાર છે. કેરીને શેકી, ખૂબ નરમ કરી તેના ગર્ભમાં ખાંડ મેળવીને અવલેહ-ચાટણ જેવું બનાવી કોલેરા અથવા પ્લેગના વાપરમાં આપવાથી અત્યંત લાભ થાય છે. કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક ડિફ્‌થેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રક્તસંગ્રાહક છે. તેની છાલનો ક્વાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રક્તસ્ત્રાવ બંધ કરે છે. રક્તાતિસાર (મરડા)માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃત્રિઘ્ન અને રક્તસંગ્રાહક છે. રક્તાર્શ અને અત્યાર્તવમાં દસથી પદંર રતી ગર્ભ દિવસમાં ત્રણવાર આપવાથી રક્તસ્ત્રાવ બંધ થઇ જાય છે.
  સારી જાતની મોટી કાચી કેરીઓ લઇ ચપ્પુ વડે તેની છાલ છોલી તેના પતીકાં પાડવાં અને તેને ધીમી અગ્નિ પર મૂકી પાણીમાં બાફવા. અર્ધા બફાય એટલે નીચે ઉતારી કપડામાં નાખી પાણી નીતારી કાઢવું. પછી પતીકાંથી ત્રણગણી સાકર લઇ તેની ચાસણી કરી, તેમાં કેરીના પતીકાં નાખવા. એલચીદાણા અને કેસર ઇચ્છા મુજબ નાખી તેનો મુરબ્બો બનાવવો અને કાચની કે ચીનાઇ માટીની બરણીમાં ભરી રાખવો. આ મુરબ્બો એક થી બે તોલા સુધી ખાવાથી પિત્તશામક અને રૂચિકારક બને છે. આ મુરબ્બો પૌષ્ટિક પણ છે.

  Share |
   

  Gujarat Samachar Plus

  અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
  સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
  હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
  સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
  મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
  વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
  ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
   

  Gujarat Samachar glamour

  શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
  ‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
  સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
  શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
  કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
  અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
  જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
     
     
     
   

  Gujarat Samachar POLL

   

  Olympics 2012 Photos

  webad3 lagnavisha
     

  Follow Us

  Facebook Twitter
     
   
     

  ARCHIVES
  સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

  aaj

  આજનું પંચાગ

  આજનું ભવિષ્ય
  સુપ્રભાતમ્

  આજનું ઔષધ

  આજની જોક આજની રેસીપી
         
   
   

  વૈવિધ્ય

  • તંત્રી લેખ • પ્રસંગપટ
  • દિલ્હીની વાત • આસપાસ
  • ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
  • નેટવર્ક • અવસાન નોંધ
  • હવામાં ગોળીબાર • ઓનલાઇન
  • ઇંટ અને ઇમારત • સિનેમેજિક
  • મેરા ભારત મહાન • વિચાર વિહાર
   
  plus
   

  આજનું કાર્ટુન

  arc archive

  પૂર્તિઓ

   
   
  Gujarat Samachar © 2012 All Rights Reserved