Last Update : 12-August-2012,Sunday

 

અદ્વિતીય રાણકપુરનું આશ્ચર્ય !

પારિજાતનો પરિસંવાદ - ડૉ.કુમારપાળ દેસાઈ

 

મનઝરૂખો

રશિયાના મહાન ક્રાંતિકારી નેતા વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિન (૧૮૭૦ થી ૧૯૨૪) પર એમના વિરોધીઓએ હુમલો કર્યો અને ગંભીર ઇજા પહોંચાડી. લેનિનને ડૉકટરોએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. એવામાં એક દિવસ લેનિનને સમાચાર મળ્યા કે દેશની સૌથી મુખ્ય રેલવે લાઇનને નુકસાન થયું છે અને એને તેનું તાત્કાલિક સમારકામ અતિ જરૂરી છે. જો સમારકામ નહીં થાય, તો દેશને ગંભીર નુકસાન સહન કરવું પડે અને પ્રજાને પારાવાર હાલાકી અનુભવવી પડશે.
આ સાંભળી લેનિનના સાથીઓ લેનિન પાસે દોડી આવ્યા અને એમનું માર્ગદર્શન માગ્યું. એક સાથીએ કહ્યું, ‘એમ લાગે છે કે માત્ર રોજગારી મેળવતા મજૂરો પર આધાર રાખી શકાય એવું નથી, કારણ કે તેઓ ટૂંકા સમયમાં આ કામ પૂરું કરી શકશે નહીં.’
લેનિનના બીજા દેશપ્રેમી સાથીઓએ કહ્યું, ‘હા, ચાલો આપણે જાતે જઈને સમારકામ શરૂ કરી દઈએ. ભલે કામ ગમે તેટલું કઠિન હોય !’
લેનિને સંમતિ આપી અને બધા લોકો રેલ્વે લાઇન પાસે પહોંચી ગયા. આ દેશભક્તોને જોવા માટે મોટી ભીડ જામી ગઈ. સહુ કોઈ એ સાંભળીને રોમાંચ પામ્યા કે માત્ર મજૂરો ક્યારે કામ પૂરું કરે, એની રાહ જોવાને બદલે આ કામ ઝડપથી પૂરું થાય એ માટે લેનિનના દેશભક્ત સાથીઓ પણ આમાં જોડાઈ ગયા છે.
અચાનક લોકોની નજર એક થાકેલા અને બિમાર માણસ પર પડી. એ મોટા પથ્થરો ઉંચકીને કામમાં લાગી ગયો હતો. લોકોએ જોયું તો એ ખુદ લેનિન હતા ! બધાએ લેનિન પાસે આવીને પૂછયું, ‘અરે, તમારી આવી તબિયત છે. ડૉકટરે સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું છે અને તમે શા માટે પથ્થર ઉચકવાનું કામ કરો છો ?’
લેનિને સહજતાથી કહ્યું, ‘અરે, હું તો મારા સાથીઓ સાથે કામ કરવા આવ્યો છું.’
આ સાંભળી એક અગ્રણી નાગરિકે કહ્યું, ‘તમારા સાથીઓ આ કામ કરવાને સક્ષમ છે. તમે દુર્બળ અને રોગગ્રસ્ત શરીરથી મોટા મોટા પથ્થરો ઊંચકો, એને બદલે તમારા જેવા લોકનેતાએ પોતાના કંિમતી સ્વાસ્થ્યની ચંિતા કરીને આરામ કરવો જોઈએ.’
આ સાંભળી લેનિને હસીને ઉત્તર આપ્યો, ‘જે જનતાની વચ્ચે રહે નહીં, જનતાની મુશ્કેલીઓને સમજે નહીં અને પોતાના આરામનો પહેલો વિચાર કરે, એને ભલા કોણ જનનેતા કહેશે ?’


પૂર્ણિમાના ચંદ્રએ સોળે કળાએ રૂપેરી ચાદર બિછાવી હોય અને રાજસ્થાનના રાણકપુરમાં યાત્રાએ આવેલો યાત્રાળુ એને નિરખે, તો પોતે કોઈ સ્વર્ગની ભૂમિ પર આવ્યો હોય તેવું લાગે.
આ તીર્થનું નિર્માણ બારમા દેવલોકના નલિનીગુલ્મ વિમાન જેવું કરવાનું એના રચયિતા મંત્રી ધરણાશાહે વિચાર્યું હતું. સ્વપ્નમાં જોયેલી એ સૃષ્ટિનું શ્રેષ્ઠિ ધરણાશાહને ધરતી પર અવતરણ કરવું હતું. સદૈવ ધર્મકાર્ય માટે આતુર ધરણાશાહ પોતાના ગુરુ આચાર્ય શ્રી સોમસુંદરજી મહારાજ પાસે ગયા. રાત્રીએ નિરખેલા સ્વપ્નની વાત કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે પ્રયાસ આરંભ્યો.
પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે ધરણાશાહે અતિ રમ્ય ભૂમિ પસંદ કરી. એક બાજુ સપાટ મજબૂત જમીન અને બીજી બાજુ એની આસપાસનું પ્રકૃતિનું સુરમ્ય વાતાવરણ. એ મંદિરની નજીક નાનકડી મઘાઈ નદી જાણે ઝાંઝરના ઝમકાર સાથે અંગમરોડ કરીને વહેતી હોય, એમ ખળખળ વહેતી હોય છે અને બીજી બાજુ વંિઘ્યાચળ (અરવલ્લી) ની ટેકરીઓ આ જિનમંદિરની આસપાસ વંિટળાઈ ગઈ હોય છે. કલકલ નાદે વહેતી મઘાઈ નદી એક તરફ અને બાકીની ત્રણ બાજુ અરવલ્લીની ઊંચી ટેકરીઓ આ જિનમંદિરની મોહકતામાં અનેરો ઉમેરો કરે છે. ઊંચે ઊભેલી ટેકરીઓ, નીચે વહેતી નદી અને વચ્ચે આવેલું જિનમંદિર જોનારની આંખોને અનુપમ સૌંદર્યનો એવો તો આહ્‌લાદ આપે છે કે એની આંખો આનંદથી નાચી ઊઠે છે અને એનું અંતર આઘ્યાત્મિક સ્પર્શ અનુભવે છે. આને પરિણામે તો એવી પ્રચલિત વાત છે કે ‘કદાચ જંિદગીમાં ભોજન ન મળે તો કંઈ નહીં, ભોજનની બહુ પરવા ન કરતો, પણ આ રાણકપુર તીર્થની યાત્રા જરૂર કરજે.’ લોકોકિત કહે છે, ‘કટકું બટકું ખાજે, પણ રાણકપુર જાજે.’
આ મંદિરના રચયિતા ધરણાશાહ અત્યંત બુદ્ધિશાળી, કર્મશીલ અને ધર્મનિષ્ઠ હતા. મેવાડના રાણાના મંત્રીપદે હતા અને માત્ર બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું હતું. આવી ધર્મનિષ્ઠ વ્યક્તિએ સ્વપ્નમાં જોયેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરે એવા શિલ્પીની શોધ ચલાવી. એમને તો દેવલોકના વિમાન એવા નલિનીગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈતો હતો. નગરેનગર અને ગામેગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં.
એ સમયના પચાસ નિષ્ણાત શિલ્પીઓ મંત્રીશ્વર ધરણાશાહની કલ્પનાને નકશાની રેખાઓમાં સાકાર કરવા લાગ્યા. મંત્રી ધરણાશાહે એક પછી એક નકશા જોયા અને ઘોર નિરાશા અનુભવી. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકેય શિલ્પીનો નકશો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો નહોતો.
આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. આ દેપાને માટે શિલ્પકલા એ આરાધના હતી, કમાણી કે આજીવિકાનું સાધન નહીં. સંન્યાસી જેવું જીવન ગાળતો દેપો પોતાની સામાન્ય આર્થિક સ્થિતિથી સંતુષ્ટ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પાકૃતિ જ રચવી, નહીં તો આરસને બિનજરૂરી ટાંકણાં મારવાં નહી ! વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યકિત હોય તો જ એનું કાર્ય હાથમાં લેવું.
મંત્રી ધરણાશાહની પવિત્ર જીવનશૈલી અને દ્રઢ ધર્મપરાયણતાથી દેપા શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણાશાહ પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેપા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડયા. મંત્રી ધરણાશાહને એક નકશો આબેહૂબ નલિનીગુલ્મ વિમાન જેવો લાગ્યો. ધરણાશાહનો અદ્‌ભુત ધર્મમનોરથ સહુ જાણતા હતા, પરંતુ આવા વિશાળ નિર્માણ માટે તેની આર્થિક સ્થિતિ વિશે શંકા હતી.
કેટલાક શિલ્પીઓના કહેવાથી દેપાએ એની ચકાસણી કરવાનું વિચાર્યું અને તેથી જિનમંદિરના પાયા માટે સાત પ્રકારની ધાતુઓ, કસ્તૂરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવી. ધરણાશાહે તત્કાળ તે સઘળી વસ્તુઓ હાજર કરી દીધી. આ જોઈને મંત્રીશ્વર ધરણાશાહની ભાવના અને એની આર્થિક ક્ષમતાની વાસ્તવિક પ્રતીતિ થઈ. વિ. સં. ૧૪૪૬માં મંદિરનો પાયો નંખાયો ત્યારે શિલ્પીઓને કબંધ (કીમતી કમરબંધ) પહેરાવી મંત્રી ધરણાશાહે ખુશ કર્યા. તમામ શિલ્પી કારીગરો અને મજૂરોની જરૂરિયાતો પૂરી પાડવા માટે સધળી સગવડો ઊભી કરી દીધી અને જોતજોતામાં ‘જંગલમાં મંગલ’ની પ્રતીતિ કરાવતા એ સેંકડો શિલ્પીઓના ટાંકણાના અવાજથી આ પ્રદેશ ગુંજવા લાગ્યો અને આરસપહાણમાં મનોરમ કૃતિ-આકૃતિ સર્જાવા લાગી. મંદિર બંધાતું હતું તે દરમ્યાન અને પ્રતિષ્ઠા વખતે શિલ્પીઓ, કારીગરો અને મજૂરોની પૂરતી સંભાળ લેવામાં આવી. એમને કીમતી ભેટ-સોગાદોથી નવાજવામાં આવ્યા હતા.
ધરણાશાહની અંતિમ ઘઢીઓમાં મંદિરનું બાકી રહેલું કામ પૂર્ણ કરવાનું વચન એમના મોટાભાઈ રત્નાશાહે આપ્યું અને ધરણાશાહની વિદાય પછી આઠ-દસ વર્ષ સુધી રત્નાશાહે મંદિરના કલાત્મક મંડપોનું કમનીય શિલ્પકાર્ય કરાવ્યું અને તીર્થની શોભામાં પૂર્ણતા આણી.
આજે આ મંદિરમાં ધરણાશાહ અને રત્નાશાહની એમના પત્ની સહિત શિલ્પાકૃતિઓ મળે છે, તો એના રચયિતા દેપા શિલ્પીનું શિલ્પ પણ મળે છે.
ઇતિહાસની અનોખી વાત એ છે કે મંત્રી ધરણાશાહ અને શ્રેષ્ઠિ રત્નાશાહના ૧૪મી પેઢીના વંશજો આજે રાણકપુરના મંદિર પર નવી ધજા ચઢાવે છે એ જ રીતે મંદિરના જીર્ણોઘ્ધારનું કાર્ય કરવાની સંભાળ પણ મહાન શિલ્પી દેપાના વંશજો કરી રહ્યા છે. વળી મંદિરની રાતદિવસની સુરક્ષા સાચવનાર ચોકીદારની પણ આજે ચૌદમી પેઢી ચાલે છે.
ઇતિહાસની આ અનોખી હકીકત કહેવાય કે વિ.સં. ૧૪૪૬માં જે મંદિરનો પાયો નંખાયો, એ તીર્થ વચ્ચે બસ્સો વર્ષ સુધી વિસરાઈ ગયું હોવા છતાં એની ચૌદ-ચૌદ પેઢીઓની પરંપરા જળવાઈ રહી છે !
ક્ષણનો સાક્ષાત્કાર
તમે રોજ બહાર ફરવા જાવ છો અને ચાલતા ચાલતા આસપાસની સૃષ્ટિ જુઓ છો. એમાં થતી ચહલપહલને ચકળવકળ આંખોથી નિરખો છો અને એના કોલાહલને કાને હાથ મૂકીને સાંભળો છો. પણ તમે ક્યારેય મૌનના મલકમાં લટાર લગાવી છે ખરી ? મૌનના જગતમાં જેમ ચાલશો, તેમ તમારા ભીતરને તમે જોઈ શકશો અને તમારા હૃદયમાં રહેલી પ્રત્યેક વૃત્તિઓને પારખી શકશો. એમાં રહેલા અંધારાને હટાવવાની કોશિશ કરી શકશો અને પ્રકાશની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની શકશો. મનના માર્ગે ચાલો છો, ત્યારે તમે એકલા હો છો. તમારું સમગ્ર અસ્તિત્વ એમાં લીન બની જાય છે. અરે ! તમારો દેહાઘ્યાસ પણ છૂટી જાય છે અને માત્ર આત્મા પર નજર ઠરે છે.
મૌનના માર્ગ ચાલવા માટે સંકલ્પ અને સાહસ જોઈએ. સંકલ્પ એ માટે કે વ્યક્તિ વારંવાર શાંતિ મેળવવાનો વિચાર કરે છે. મૌન રાખવાનો નિર્ણય લે છે, પરંતુ વ્યવહારજીવનના કોલાહલમાં એને એની ફુરસદ મળતી નથી. એની ઇચ્છા વણછીપી રહે છે અને તેથી એ એના આંતરજગતથી અજાણી બની રહે છે. મૌનમાં ચાલતી વખતે સાહસ એ માટે જરૂરી હોય છે કે વ્યક્તિએ પરમાત્મ-પ્રાપ્તિનુ ંઘ્યેય રાખ્યું હોય છે. એ ઘ્યેય પર નજર રાખીને એણે પોતાના દોષોને દૂર કરવાના અને ગુણોને વિકસાવવાના હોય છે. એ પથભ્રષ્ટ થવાને બદલે ઉર્ઘ્વપથનો યાત્રિક બને છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved