Last Update : 12-August-2012,Sunday

 

નોકરી અને કુટુંબજીવન વચ્ચે સંતુલન ઃ એક કેસ સ્ટડી

મેનેજમેન્ટ - ધવલ મહેતા
 

નીતીન ઓઝા એક વખત કલકત્તા જતા વિમાનમાં સાથે બેઠા હતા. આ પહેલાં પરસ્પરની ઓળખાણ ન હતી. વાતચીતમાં એકબીજાનો પરિચય થયો. તેમણે આ કટારલેખકને જણાવ્યું કે તેઓ ૧૨થી ૧૪ કલાક કામ કરે છે. રવિવારે પણ ઓફીસમાં જાય છે. કુટુંબમાં પત્ની અને બે સંતાનો છે અને તેમને ભરપૂર પૈસા આપે છે તેમ છતાં પત્ની અને સંતાનોને એમ લાગે છે કે તેઓ કુટુંબીજનોને પૂરતો સમય આપતા નથી. ઘેર આવે ત્યારે જમીને પત્ની અને સંતાનો સાથે વાત કરે છે ત્યારે અડધી વખત ઊંઘતા હોય છે. નીતીનભાઇને કસરત માટે સમય નથી. શરીર સ્થૂળ થઇ ગયું છે. અંગ્રેજીમાં આને કાઉચ પોટેટો કહે છે. આ ૫૨ વર્ષના સીઈઓ થોડો સમય પણ ચાલતા નથી. મિત્રો હતા તે જતા રહ્યા કારણ કે મિત્રો માટે સમય ફાળવતા નથી. તેમના બંગલામાં માબાપ અને બે ભાઇઓ પણ રહે છે. પત્ની પણ તેના પોતાના માબાપોને વારેવારે બંગલે રહેવા બોલાવે છે કારણ કે તેમનો બંગલો વિશાળ છે. પરંતુ તેમના આ સગાવહાલાઓ સાથે તેમને ભાગ્યે જ વાતો કરવાનો સમય મળે છે. કંપની તેમની આગેવાની હેઠળ ખૂબ સફળ થઇ છે. તેની દરેક નવી પ્રોડક્ટ સફળ થઇ છે. તેમના મહિને પાંચ લાખના પગાર ઉપરાંત તેનાથી વધારે મોટી રકમ તેમને બોનસ રૂપે મળે છે કારણ કે કંપનીમાં પ્રોફીટ શેરીંગની સ્કીમ છે.
મેનેજમેન્ટ લીડરશીપની વાત નીકળતાં મેં તેમને આ ક્ષેત્રમાં મેકગ્રેગર, વોરન બેનીસ, ક્રીસ આરગીરીસ, મેકલી લેંડ, વીકટર વુ્રમ વગેરેના ફાળાની વાત કરી. નીતીનભાઇએ જણાવ્યું કે આ તો બધી થીયરી ગણાય. સામા પાસેથી કઇ રીતે કામ લેવું અને કામ ના થાય તો તેને ચેતવણી આપવી એ જ ખરી લીડરશીપ ગણાય. અમારે આ અંગે નીચે મુજબની વાતચીત થઇ.
પ્રો. મહેતા ઃ તમે તમારી જાતને કયા પ્રકારના લીડર ગણો છો?
નીતીનભાઇ ઃ હું પ્રેકટીકલ છું. મૂળ તો બીટસ, પીલાનીનો પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જીનીઅર છું. મીનેસોટા યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું છે. મેનેજમેન્ટ લીડરશીપના વિષયમાં આટલું બઘુ ખેડાણ થયું છે તેની મને ખબર જ નહીં. પણ તમે દર્શાવેલી કોઇ થીયરી મને ગમી નથી. તમે મને પૂછ્‌યું કે હું કયા પ્રકારનો મેનેજર છું? તો મારો જવાબ છે કે હું ઉત્પાદનકેન્દ્રી અને રીઝલ્ટ-ઓરીએન્ટેડ મેનેજર છું. હું માનવકેન્દ્રી સુંવાળો મેનેજર નથી. અલબત્ત મારે બન્ને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
પ્રો. મહેતા ઃ તમને લાગે છે કે તમારે બન્ને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. આ બાબતમાં વધારે સ્પષ્ટતા કરશો?
નીતીનભાઇ ઃ મને કામ કરવાનું ઘણું ગમે છે. તમે મને વર્કહોલીક એટલે કે કામનો વ્યસની ગણી શકો. કામ મારા જીવનનું કેન્દ્ર છે. રવિવારે રજા હોય અને કાંઇ કામ ના હોય તો હું બેચેન થઇ જાઉં છું. મારૂં કુટુંબ મારે માટે ગૌણ છે. પણ હું તેમને ઘર ચલાવવાના પુષ્કળ પૈસા આપું છું. મારે ઘેર બે રસોઇયા છે અને ત્રણ નોકરો છે. પરંતુ હું જો બરાબર કામ ના કરૂં અને ડેલીગેટ કરૂં તો મારી કંપનીને જરૂર ન રહે. મારી નોકરી જતી રહે. મારો નીચેનો સ્ટાફ પાવરફુલ બની જાય.
પ્રો. મહેતા ઃ તમને કામ કરવાનું ગમે છે. તેને લીધે તમારો વિકાસ થાય છે તેમ તમને લાગે છે. પરંતુ કામને ડેલીગેટ કરવાથી તમારી સત્તા ઘટી જશે તેમ તમને લાગે છે.
નીતીનભાઇ ઃ મને કામ ઉપરાંત ભૂતકાળમાં ફીલ્મો જોવાનો અને સંગીત સાંભળવાનો તથા ગાવાનો પુષ્કળ શોખ હતો. મેં પુષ્કળ નવલકથાઓ વાંચી છે. સીડની શેલ્ડન અને આગાથા ક્રીસ્ટી અને અર્લ સ્ટેનલી ગાર્ડનર મારા પ્રિય લેખકો હતા. કોલેજના મેગેઝીનમાં મારી એક વાર્તા પણ છપાઇ હતી. યુવાનીમાં જ્યારે બીટસ પીલાનીમાં અભ્યાસ કરતો હતો ત્યારે કોઇ પીકચર છોડયું નથી. હવે કામ મારા જીવનનું ઘ્યેય છે. કમાવવું એ મારા જીવનનું ઘ્યેય નથી. ખૂબ કામ કરૂં છું. એટલે ધન મળે તે સ્વાભાવિક છે. મારી પત્ની અને સંતાનો મને સતત ફરિયાદ કરે છે કે હું તેમના પર ઘ્યાન આપતો નથી. મારા સસરા તો મને નીતીનને નામે બોલાવવા કરતાં મશ્કરીમાં નેતિ નેતિ નેતિન કહીને બોલાવે છે. પરંતુ આટલી સમૃઘ્ધિ છતાં મને જીવનમાં કાંઇક ખૂટતું લાગે છે. હું તમારાથી એક વાત છુપાવતો હતો કે જો હું કામનું ડેલીગેશન કરૂં તો મને બહુ ૈહજીબેીિ લાગે છે.
પ્રો. મહેતા ઃ તમને જીવનમાં કાંઇક ખૂટતું લાગે છે તે વિષે કાંઇક કહો.
નીતીનભાઇ ઃ મને દોસ્તોની ઉષ્માની ખોટ સાલે છે. એક જમાનામાં કોલેજકાળ દરમિયાન હું દોસ્તોથી ઘેરાયેલો જ રહેતો. તેમની સાથે સીનેમા જોવા જતો અને કલાકો કેરમની રમત રમતો. હું કોલેજકાળમાં કેરમ એક્સપર્ટ હતો. મેં કોલેજના સમારંભોમાં મુકેશના ગીતો ગાયા હતા. એટલે લોકો મને મુકેશપુત્ર નીતીન એટલે કે નીતીન મુકેશ કહી ચીઢવતા. મને પત્ની અને સંતાનો તરફથી હજી વઘુ ઉષ્માની જરૂર છે. મારા જીવનના શોખો રૂંધાઇ ગયેલા લાગે છે. હું રૂંધામણ અનુભવું છું.
પ્રો. મહેતા ઃ એકધારા કામથી અને ઉષ્માવિહીન જીવનથી તમે રૂંધામણ અનુભવો છો. તમને નોકરી ઉપરાંત અન્ય બાબતો દ્વારા સંતોષ જોઇએ છે તેમ તમે જણાવો છો. તમે કોઇક સંતુલન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેમ તમે સ્પષ્ટ કર્યું નથી પણ તમારા બોલવા પરથી તેમ જણાય છે.
નીતીનભાઇ ઃ હા, તમે બરાબર શબ્દ વાપર્યો. મારા મનની વાત કહી દીધી. મને મારા વર્ક અને કૌટુંબિક જીવન વચ્ચે કોઇ પ્રકારનું સંતુલન જરૂરી જણાય છે.
પ્રો. મહેતા ઃ કોઇ પણ પ્રકારનું સંતુલન જરૂરી જણાય છે?
નીતીનભાઇ ઃ હું કર્મચારીઓના સૂચનો ઘ્યાનથી સાંભળવામાં માનતો નથી. શું તેઓ આપણા કરતાં વઘુ હોંશિયાર છે ? વારંવાર સૂચન કરનારા એક દોઢડાહ્યા મેનેજરની મેં બદલી કરી નાંખી અને ઉત્પાદન ખાતામાંથી તેને પર્સોનેલમાં ખસેડી દીધો. મારી અપેક્ષા પ્રમાણે કામ થવું જ જોઇએ. અત્યારના યુનિયનવાળાઓને મેં દબાવીને રાખ્યા છે. હું તેમની સાથે બહુ ગુસ્સે થઇને વાત કરૂં છું.
પ્રો. મહેતા ઃ આપણે કોઇ અન્ય પ્રકારના સંતુલનની તમને જરૂર લાગે છે કે નહીં તેની વાત કરતા હતા.
નીતીનભાઇ ઃ સોરી, મારૂં શરીર સ્થુળ થઇ ગયું છે. વજન છેલ્લા બે વર્ષમાં ડબલ થઇ ગયું છે. મારે હવે બેઠાડુ જીવન અને કસરતી જીવન વચ્ચે કાંઇક સંતુલન જાળવવું પડશે તેમ લાગે છે. આ યુનિયનવાળા હમણાના વઘુ દાદાગીરી કરતા થઇ ગયા છે. પણ મેં તેમને સાચવી લીધા છે. તેમના હોદ્દેદારોના સંતાનોને કંપનીમાં સારી સારી નોકરીઓ આપી છે...
પ્રો. મહેતા ઃ તમે તમારા શરીરને સંતુલનમાં રાખવાની વાત કરતા હતા.
નીતીનભાઇ ઃ હું એચીવમેન્ટ-ઓરીએન્ટેડ પર્સનાલીટી છું. આવતા છ મહીનામાં મારૂં વજન અડઘુ કરીને જ જંપીશ. આ માટે દરરોજ કલાક ઝડપથી ચાલવાનું ચાલુ કરીશ. મારે ક્લાયન્ટસને વારંવાર જમવા બહાર લઇ જવા પડે છે. ફાઇવ-સ્ટાર હોટેલમાં બહુ ખવાઇ જાય છે. આ હું બંધ કરીશ અને ક્લાયન્ટસને બહાર લઇ જવાનું કામ મારા ડેપ્યુટીને સોંપીશ. આજે હું જે કાંઇ છું તે મારી મહેનતને પરિણામે છું. કામ કર્યા વિના કેમ ચાલે...
પ્રો. મહેતા ઃ તમે ડેલીગેશનની વાત કરતા હતા.
નીતીનભાઇ ઃ હા, હું હવે વિચારૂ છું કે મારે ઘણા નિર્ણયો નીચેથી લેવાય તે માટે નીચેના મેનેજરોને તૈયાર કરવા પડશે. આમ કરૂં તો મારા કામના કલાકો અડધો અડધ થઇ જાય. બધાની જેમ હું આઠ કલાકમાં મારા કામો પતાવી શકું. આજકાલ સારા માણસો મળે છે જ ક્યાં? આજનું ભણતર ખાડે ગયું છે. એમબીએ થયેલાને પણ મારે ટ્રેઇન કરવા પડે છે. એમબીએની કેટલી બધી કોલેજો ખૂલી ગઇ છે?
પ્રો. મહેતા ઃ તમે તમારા નીચેના માણસને ટ્રેઇનીંગ આપવાની અને તે પછી તેમને સત્તાસોંપણીની વાત કરતા હતા. હવેથી ડેલીગેશન કરવું છે તેવી તમારી ઈચ્છા તમે વ્યક્ત કરી હતી.
નીતીનભાઇ ઃ હું આ કંપની પંદર વર્ષથી ચલાવું છું. મેં અત્યાર સુધી બધી સત્તા મારી પાસે જ રાખી છે. હવે તમે મને આ વિષે સમજ આપી છે તો મારે ડેલીગેશનની શરૂઆત કરવી પડશે.
પ્રો. મહેતા ઃ સોરી, મેં કાંઇ સમજ તમને આપી નથી. આપણી વાતચીત દરમિયાન તમે પોતે જ આ સમજ એટલે કે ઈનસાઈટ કેળવ્યો છે એમ મને લાગે છે. તમારે માટે કામ અને કુટુંબ બહુ અર્થપૂર્ણ બાબતો જણાય છે.
નીતીનભાઇ ઃ ના, ના, સમાજ માટે પણ કાંઇક કરવાની મને તીવ્ર ઈચ્છા છે. સમાજમાંથી આટલું લઇએ અને તેને પાછું ના આપીએ તો કેમ ચાલે?
પ્રો. મહેતા ઃ જો હું બરાબર સમજતો હોઉં તો તમારામાં એક સોશીઅલ મીશન પણ છે અને તેને જીવનમાં સ્થાન આપવા માગો છો.
નીતીનભાઇ ઃ તમે મારા મોઢામાંથી શબ્દો ખૂંચવી લીધા. મને પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને જોઇને બહુ ખુશી ઉપજે છે. હું એક સૌથી સારી પ્રાથમિક શાળા આપણા શહેરના સ્લમ વિસ્તારમાં બને તે માટે પ્રયત્ન કરવા માગું છું. આ પહેલા મેં કદાપી તેનો વિચાર કર્યો ન હતો પરંતુ તમે સોશીઅલ મીશન શબ્દ (કન્સેપ્ટ) વાપરીને મને તેને વિષે મારી સુષુપ્ત ઈચ્છા જાગ્રત કરી છે. હું અને મારી કંપની આ પ્રોજેક્ટ પાછળ મંડી પડીશું. કંપની પાસે ઓછામાં ઓછા દસ કરોડ તેના સોશીઅલ ટ્રસ્ટમાં છે જે વણવપરાયેલા પડી રહ્યા છે.
પ્રો. મહેતા ઃ એનો અર્થ એ થયો કે તમે વ્યક્તિગત જીવન અને સામાજીક જીવન વચ્ચે પણ કાંઇક સંતુલન ઈચ્છો છો.
નીતીનભાઇ ઃ આ તો મને ખબર જ નહીં કે આપણી ત્રણ ચાર કલાકની મુસાફરીમાં તમે મને જીવનના ત્રણ સંતુલનો (નોકરી અને કુટુંબ, કામ અને સ્વાસ્થ્ય અને વ્યક્તિગત મૂલ્ય અને સામાજીક મૂલ્ય)ની સમજ આપી.
પ્રો. મહેતા ઃ મેં તમને સમજ આપી નથી. તમે તે ઊભી કરી છે. તમે જ તમારી સમસ્યાઓ આઇડેન્ટીફાય કરી અને તમે જ તેનું નિરાકરણ કર્યું. મેં તો તમારા વિચારોને માત્ર રીફ્‌લેક્ટ એટલે કે પરાવર્તિત કર્યા કે રીસ્ટેટ (પુનર્ગઠન) કર્યા અને તમને જણાવ્યા. મેં તમને કોઇ જ સલાહ આપી નથી. તમારા વિચારો કે વ્યક્તિત્વનું કોઇ જ મૂલ્યાંકન કર્યું નથી. મેં તો માત્ર નોનડાયરેકટીવ અને નોન ઈવેલ્યુઈટીવ કાઉન્સેલીંગ જ કર્યું છે. તમને મેં ઘ્યાનથી સાંભળ્યા અને તમે તમારા વિચારોને કન્સેપ્ટયુઅલ ફ્રેમવર્ક (બેેલેન્સ એન્ડ હાર્મનીનું ફ્રેમવર્ક)માં મૂકી આપ્યા છે. પ્રશ્નોનું ફોર્મ્યુલેશન અને નિરાકરણ તમે કર્યું છે. નો મોટીવેશન્સ ઈઝ બેટર ધેન સેલ્ફ મોટીવેશન. તમે હવે જાતે જ આ કામ કરી શકશો.
નીતીનભાઇ ઃ તમે મને અમદાવાદમાં મળશો ? મારા મેનેજરોને સંબોધન કરશો?
પ્રો. મહેતા ઃ ના. અમદાવાદમાં કે કોઇ અન્ય સ્થળે મારે તમને મળવું નથી. મારૂં કામ માત્ર વિદ્યાર્થીઓના કાઉન્સેલીંગનું અને શિક્ષણનું છે.
નીતીનભાઇ ઃ આ બઘું તમે ક્યાં શીખ્યા?
પ્રો. મહેતા ઃ હાવર્ડમાં. પ્રો. અબ્રાહમ ઝેબેઝનીક પાસેથી.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved