Last Update : 12-August-2012,Sunday

 
તમે માગી લેજો હોં
કટાક્ષકથા

એક કોલેજના પ્રિન્સિપાલ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે લગ્નમાં ભેગા થઈ ગયા.
ભોજન પતાવ્યા પછી પ્રોફેસર કહે ઃ ‘સર, ચાંદલો કરી આવું. તમારે આવવું છે? તમારે ના આવવું હોય તો તમારે કેટલો કરવાનો છે? લાવો. હું કરતો આવીશ. તમારું નામ લખાવતો આવીશ.’
‘એમ? ભલે... વેરી કાઈન્ડ ઓફ યુ. મારો બસો એકનો ચાંદલો કરજો.’
પ્રોફેસર ઉભા રહ્યા... પ્રિન્સિપાલ પાકીટમાંથી પૈસા કાઢે તેની રાહમાં.
‘સર, આપો છો?’
‘હેં? હા, ચાંદલો. તમે કરતા આવજોને! મારા બસો એક, કોલેજમાં તમે લેજો હોં. મારું પાકીટ હું લાવ્યો નથી.’
પ્રોફેસરે પ્રિન્સિપાલના નામનો ચાંદલો કરી નાખ્યો. કોલેજમાં બીજે દિવસે પ્રોફેસરે પ્રિન્સિપાલને યાદ કરાવવા માટે જ વાત કાઢી ઃ ‘સર! લગ્નમાં ડીનર સરસ હતું, નહિ?’
‘હા. ફાઈન હતું...’
પ્રોફેસર ચંિતામાં પડ્યા. સરને ચાંદલો યાદ આવતો નથી!
એણે નાછૂટકે વાત કરી ઃ ‘સર! તમે કહ્યો હતો તે પ્રમાણે બસો એકનો ચાંદલો મેં કરી દીધો છે હોં.’
‘ઓહ, થેન્ક યુ. મારે તમને આપવાના છે, ખરું! તમે માગી લેજો હોં!’
પ્રોફેસરને થયું કે પોતે માગવા માટે તો ચાંદલાની વાત કરી રહ્યા છે.
પ્રોફેસરે એ પછી એક બે વાર લગ્નમાં ચાંદલાની વાત કાઢી. તેમને બસો એક યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો.
પ્રિન્સિપાલ કહે ઃ ‘તમે મારો ચાંદલો કરી આવ્યા હતા, ખરું? યસ યસ. તમે જરૂર માગી લેજો હોં!’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

હાથી
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved