Last Update : 12-August-2012,Sunday

 

ગેરકાનૂની વસાહતીઓની સમસ્યા ઉકેલાશે નહીં તો આસામ ગુમાવવાનો વારો આવશે...

હોટલાઇન - ભાલચંદ્ર જાની

આસામમાં જાતિવાદી- કોમવાદી હંિસાએ ફરી ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ૭૫ જણનાં મોત થયાં છે. ૭૦,૦૦૦ લોકોને શરણાર્થી શિબિરમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય બીજા ૪,૦૦,૦૦૦ ઘર બાર વિનાના થઈ ગયાં છે. આસામમાં રમખાણો બ્રહ્મપુત્ર ખીણનાં ગામોમાં વસેલા બોડો આદિવાસી સમુદાય અને ત્યાંની મુસ્લિમ વસતિ વચ્ચે થઈ રહ્યાં છે અને તેને નિયંત્રિત કરવા શહેરોનાં રમખાણોની સરખામણીમાં મુશ્કેલ છે. તંગદિલીભર્યા વિસ્તારનું ભૌગોલિક સ્વરૂપ એવું છે કે ફક્ત આસામ જ નહીં, પરંતુ બધાં ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સંપર્ક શેષ ભારતથી કપાઈ ગયો છે.
આસામની કોઇ પણ માહિતગાર વ્યક્તિ સારી રીતે જાણે છે કે રાજ્યમાં ૬૦ના દાયકાનાં પાછલાં વર્ષો અને ૭૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં પરપ્રાંતીયોનાં આગમનની શરૂઆત થઇ હતી. ભારત પાકિસ્તાન માટે ૧૯૬૫ અને ૧૯૭૧માં એમ બે યુદ્ધ લડાયાં હતાં. ૧૯૭૧ના બાંગ્લાદેશ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોનું સ્થલાંતર કરાવાયું હતું અન ેહાલની ભારત બાંગ્લાદેશ સરહદ પરના જિલ્લામાં તેમને આશ્રય આપવામાં આવ્યો હતો.
ધુબ્રિ સહિતના એક સમયના જિલ્લા ગોલપારા તથા નજીકના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલયના જિલ્લામાં આ લોકોન ેરાખવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની રચના થયા બાદ મોટા ભાગના હિજરતીો પાછા તેમના વતનમાં ચાલ્યા ગયા હતા, પરંતુ કેટલાક હિજરતીઓ ભારતમાં જ રોકાઇ ગયા હતા.
આજે પણ ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરાતી નથી તથા કપરી ભૌગૌલિક રચનાને કારણે કાંટાળા તારીની વાડ પણ કરવામાં આવી નથી. આ પ્રદેશમાં અનેક નદીનાળાં છે. આ કારણે સરહદે વાડ કરવાનું કે તેનો ચોકીપહેરો કરવાનું મુશ્કેલ છે. ઇઝરાયલની જેમ આપણે સરહદના જાપ્તા માટે અત્યાઘુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ઠીક છે. બાકી આ સમસ્યા યથાવત રહેશે અને ઇશાન ભારતમાં ગેરકાયદે વસાહતીઓનું આવવાનું ચાલુ રહેશે. માહિતગાર વ્યક્તિઓ દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે વસતિગણતરી સત્તાવાળાઓ દ્વારા ૨૦૧૧ની ધર્મવાર વસતિગણતરીના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આસામના ૨૭ જિલ્લામાંથી ૧૧ મુસ્લિમ બહુમતી જિલ્લા હોવાની બાબતને સમર્થન મળશે.
હિન્દુ બોડો અને મુસ્લિમ પરપ્રાંતીયો વચ્ચેની હાલની વાંશિક અથડામણો માટે આસામમાં ગેરકાયદે થતી પરપ્રાંતીયોની ઘૂસણખોરીને સીધી જવાબદાર ગણાવી શકાય. ૧૯૭૧થી ગેરકાયદે વસાહતીઓએ જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્રો સાથેની સાંઠગાંઠમાં સરકારી તથા ગોચરની જમીન પચાવી પાડી છે. આજે ભારત-બાંગ્લાદેશ સરહદ પરના મોટા ભાગના જિલ્લામાં સરકારી કે ગોચરની જમીન જોવા મળતી નથી. જે એક સમયે સ્થાનિક લોકો અને ખેડૂતો માટે અસ્કયામત સમાન હતી.
સ્થાનિક રાજકીય નેતાઓ તથા વિશેષ કરીને બીટીએટીના વડા હગરામ મોહિલરીએ હાલના મુદ્દે વ્યક્ત કરેલી ચંિતા રાજ્ય તથા કેન્દ્ર સરકારો ગંભીરતાપૂર્વક તપાસી જુએ તે જરૂરી છે.ભારતના બંધારણના છઠ્ઠા પરિશિષ્ઠ હેઠળ બીટીએડી વિસ્તારોનો વહીવટ કરવામાં આવે છે તથા આ વિસ્તારોને ટ્રાયબલ બ્લોક નિયમો તથા નિયંત્રણો પણ લાગુ પડે છે.
તાજેતરની ઘટનાને લઈ દિલ્હીમાં કરવામાં આવેલા એક ધરણામાં બોડો લેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રિકર્ડ (બીડીએટી)ને વિસર્જન કરવાની માગ કરવામાં આવી છે. આ માગના ઔચિત્ય અનૌચિત્ય પર ચર્ચા થતી રહેશે, પરંતુ એ વાતમાં શક નથી કે છેલ્લાં કેટલાંક વર્ષોથી બોડો અને મુસ્લિમ સમુદાયોની વચ્ચે ઊભી થયેલી તંગદિલીનો એક ભાગ બીડીએટી સાથે પણ સંકળાયેલો છે. પોતાના માટે એક સ્વાયત્ત રાજ્યની માગ માટે હંિસક પદ્ધતિ અપનાવનાર બોડો સમુદાયને રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે થયેલી ત્રિપક્ષીય સમજૂતી પછી જ્યારે બીડીએટી બનાવવાની તક મળી તો બોડો વિસ્તારોમાં રહેનારો બાકીનો સમુદાય આપોઆપ દ્વિતીય નાગરિકના દરજ્જામાં જતો રહ્યો. ત્યાંની પોલીસ અને તંત્ર કોઈ પણ તંગદિલી ફેલાય તો પહેલાં બોડો સમુદાયનાં હિતોની ચંિતા કરતું હોય છે. આ ખતરનાક સ્થિતિ છે, જેનાં પર આસામ સરકારે શાંતિકાળમાં સૌની સાથે બેસીને વાતચીત કરવી જોઈએ.
ઓગસ્ટ, ૨૦૦૮માં ઉત્તર આસામના ઉદલ ગુડી અને બરાંગ જિલ્લામાં થયેલાં રમખાણોમાંથી તરુણ ગોગાઈ અને તેમના પ્રધાન મંડળે કોઈ સબક લીધો નથી. તે સમયે પણ રમખાણોનું સ્વરૂપ બોડો વિરુદ્ધ મુસ્લિમ જ હતું. જોકે, રમખાણોની તપાસ માટે નીમવામાં આવેલા જસ્ટિસ ફૂકન પંચના અહેવાલ અનુસાર આની શરૂઆત એક મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન દ્વારા જબરદસ્તીથી કરવામાં આવેલા બંધથી થઈ હતી. આ વેળા સ્થિતિ ઉલટી છે. કોકરાઝર જિલ્લામાં પહેલાં છઠ્ઠી જુલાઈ અને પછી ૧૯મી જુલાઈએ બે-બે મુસ્લિમ યુવાનની હત્યા થઈ, તેના પ્રત્યાઘાતમાં ૨૦મી જુલાઈએ બોડો લિબરેશન ટાઈગર્સના ચાર ભૂતપૂર્વ સભ્યોની એક પોલીસસ્ટેશન પાસે ઘેરી લઈ હત્યા કરવામાં આવી હતી.
બીડીએટી બન્યા પછી બોડો લોકો પોતાના વર્ચસવાળા જિલ્લામાં રહેતા મુસલમાનોને બાંગ્લાદેશી ગણાવતા રહ્યા છે.
બોડો લોકોએ દક્ષિણ આસામમાં કોકરાઝાર પાસે આંદોેલન વકરાવ્યુ ંછે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)ના કાર્યકર્તાઓ પંજાબના ખાલિસ્તાનીઓ કે કાશ્મીરની ખીણના ઉગ્રવાદીઓને પગલે જઈ રહ્યા છે. તેમને સ્વતંત્ર આસામ ખપે છે. ઉલ્ફાના સભ્યો ટેક્સ ઉઘરાવે છે. અને બિનઆસામી શ્રીમંતોની હત્યા કરે છે. આસામ એકોર્ડ થયો એ પછી પણ આસામની સમસ્યા ઉકલી નથી. વિદેશી નાગરિકોને આસામમાંથી દૂર કરવાનો પ્રશ્ન હજી અઘ્ધર લટકે છે. છે. આસામનું (ક્રૂડ) તેલ આસામની માલિકીનું છે. એવું સૂત્ર આપનાર ઑલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આસુ)ને અનુસરીને ઉલ્ફા આજે તમામ બિન આસામીઓને કહે છે કે તમે આસામમાંથી જતા રહો.
ઉલ્ફાએ અનેક ઉદ્યોગપતિઓની હત્યા કરી છે. ઉલ્ફા હત્યા કરતા પહેલાં ઉદ્યોગપતિઓ પાસેથી મોટી રકમો માગે છે. હવે ઉલ્ફા ઉપર ફરીથી પ્રતિબંધ મૂકવાની માગણી થઈ રહી છે. ચાના બગીચાઓના વિસ્તારો એટલા વિશાળ હોય છે કે ત્યાં સર્વત્ર પહેરો ભરવાનું શક્ય નથી. તરુણ ગોગોઇનું શાસન ચુસ્ત નથી. ગોગોઇ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી વહીવટ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળ્યાં છે. હાલના ઉલ્ફાના કાર્યકરો અગાઉ આસામ ગણ પરિષદ (એજીપી)ના અને ઑલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આસુ)ના સભ્યો હતા. ઉલ્ફાને પ્રજાના બહોળા ભાગનો ટેકો છે. તેમણે આસામના તમામ દુઃખો માટે પત્રકારોને અને તેમના ખોટા રિપોર્ટંિગને જવાબદાર ઠેરવ્યા છે. એટલે હવે પત્રકારો પણ બગડ્યા છે. આસામનું અર્થતંત્ર કથળી રહ્યું છે અને ઉલ્ફાનો ઉપાડો વધી રહ્યો છે. ઉલ્ફા આજે આસામમાં સમાંતર સરકાર ચલાવે છે. તેઓ વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે. જે વેપારી ફાળો ન આપે તેને સજા કરવામાં આવે છે.
સ્વતંત્ર બોડોલેન્ડની ચળવળ ચલાવતા નેતાઓ કહે છે કે છેલ્લા ૬૦ વર્ષમાં કેન્દ્ર સરકારે આસામના વિકાસ માટે કશું કર્યું નથી. આથી ભાવનાશાળી યુવાનો આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલન થયું એ પછી આસામને એક રિફાઈનરી મળી હતી. એટલે જ ઉલ્ફાના નેતાઓ તો સ્વતંત્ર રાજ્ય માગી રહ્યા છે. ઉલ્ફાની સફળતાનું રહસ્ય સમજાવતાં એક નેતાએ કહ્યું છે કે બેકારી એ આસામની મુખ્ય સમસ્યા છે. ઉલ્ફા શ્રીમંતો પાસેથી નાણાં ઉઘરાવીને પછી રસ્તાઓ તથા પુલો બાંધે છે અને ગરીબોને રોજી આપે છે. મારી સરકાર પાસે પૂરતાં સાધનો (રિસોર્સીસ) નથી.
આસામની મતદારયાદીઓમાં વિદેશીઓના નામો છે એની સામે આસુએ વાંધો ઉઠાવ્યો છે. આસામના યુવાનો માને છે કે આસામની ચા અને તેલ જેવી જણસોનો લાભ સ્થાનિક પ્રજાનો મળતો નથી. બહારના લોકો મલાઈ ખાઈ જાય છે. ઉલ્ફા માને છે કે રાંક પ્રજાને ન્યાય મળવો જોઈએ. રોબીન હૂડની જેમ ઉલ્ફાના નેતાઓ શ્રીમંતને લૂંટીને ગરીબોને નાણાં આપે છે. બહારના માણસો ખૂબ કમાય છે માટે ઉલ્ફા તેમને જાસાચિઠ્ઠી મોકલીને નાણાં કઢાવે છે. ન આપે તેને ઠાર કરવામાં આવે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં સુરેન્દ્ર પૉલ સહિત ૧૦૦ હત્યાઓ થઈ છે.
આ વિસ્તારોની વસતિ કૂદકે અને ભૂસકે વધતી જાય છે તે હકીકત છે. આ કારણે જંગલો, ગોચરોનાં મેદાનો તથા જમીન જેવાં પ્રાકૃતિક સંસાધનોની વહેંચણીમાં હિતોની ટકરામણ થાય છે તેમાં કોઇ આશ્ચર્ય નથી. એક તરફ વસતિ વધી રહી છે ત્યારે બીજી તરફ દુર્લભ સ્ત્રોત ઘટી રહ્યો છે, બેરોજગારી છે તથા આજિવિકા રળવા માટેની તકોનો અભાવ છે. કોઇ પણ વ્યક્તિ આ સમસ્યાને સમજી શકે છે અને આવી સમસ્યા વખતોવખત થશે એમાં પણ કોઇ
શક નથી.
ભારતનું ચૂંટણીપંચ પણ આ સમસ્યાની અસરથી બાકાત રહ્યું નથી. આસામની મતદારયાદી તૈયાર કરતી વખતે તેણે ડિવોટર (ડાઉટફુલ વોટર-શંકાસ્પદ મતદાર)ની સમસ્યા હાથ ધરવાની છે. આવા અંદાજે દોઢ લાખ મતદારો છે. અલબત્ત, ગેરકાયદે વસાહતીઓની બાબત અદાલતોને આધીન છે. સલામતીની દ્રષ્ટિએ આ બાબત દેશ માટે ગંભીર જોખમરૂપ છે. વિવિધ અદાલતો અને ટ્રિબ્યુનલમાં અનિર્ણીત સ્થિતિમાં રહેલા આ અંગેના કેસોનો નિશ્ચિત સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે અને આ ટ્રિબ્યુનલોને જે લોકો ગેરકાયદે વસાહતીઓ માલૂમ પડે તેમનો દેશનિકાલ કરવામાં આવે તે સલાહભર્યું છે. દેશમાં કરાતી આવી ગેરકાયદે હિજરતની મૂળભૂત સમસ્યાનું નિરાકરણ નહીં કરાય ત્યાં સુધી વખતોવખત અને ઠેકઠેકાણે આવી મુશ્કેલી સર્જાતી રહેશે.
સરદાર પટેલે ૧૯૫૦માં પંડિત નેહરુને પત્ર લખીને ચેતવણી આપેલી કે આ પ્રદેશ પર ચીનનો ડોળો છે. અહીંની પ્રજા ભારત પ્રત્યેના ભક્તિભાવથી ઉભરાઈ જતી નથી અને પૂર્વ પાકિસ્તાનના સર્જન પછી દેશના અન્ય ભાગો સાથે તેનો સંપર્ક વઘુ ક્ષીણ બન્યો છે. માટે તેને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ખાસ પગલાં લેવાં. એ ચેતવણી વ્યર્થ ગઈ. ઇશાન ભારતની પ્રજા પ્રત્યે ભારત સરકારે અને દેશવાસીઓએ ગુનાહિત બેદરકારી સેવી છે. વિપુલ વન્ય સંપત્તિ, સસ્તી મજૂરી અને વિશાળ શિક્ષિત વર્ગ છતાં ઇશાન ભારત કંગાળ રહ્યું છે કે વિકાસકાર્યોને નામે મીંડું છે. વિકાસકાર્યો માટેનાં નાણાં સ્થાનિક રાજકારણીઓ ચાઉં કરી જાય છે. અલગતાવાદ અને આતંકવાદની બંદૂકડીથી તેઓ કેન્દ્રને રમાડે છે. અહીં રસ્તા નથી, રેલવે નથી, દૂરસંચાર નથી, બંગલાદેશી ધૂસણખોરી છે, ચીનના કાવાદાવા છે, આઈએસઆઈની ખટપટો છે, મિશનરીઓનો કુપ્રચાર છે. વેળાસર નહીં જાગીએ તો એક દિવસ આસામ સહિત ઇશાન ભારત ખોવાનો વારો આવશે.
આ પરિસ્થિતિમાં ટકાઉ શાંતિ સ્થાપવા પાંચ પગલાં લેવાં જરૂરી છે, જે આ મુજબ છેઃ
પ્રથમ પગલું એ કે વિવિધ જૂથો અને ગેરકાયદે શસ્ત્રો ધરાવનારા લોકો પાસેથી શસ્ત્રો લઈ લેવાં જોઈએ તથા તેમની અને તેમના આશ્રયદાતાઓ સામે હાલના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ઘણા લાંબા વખતથી ગર્ભિતપણે અથવા તો રાજીખુશીથી આ સશસ્ત્ર જૂથોની આળપંપાળ કરવાની નીતિને બહાલી આપી છે.
બીજું પગલું તે હિજરત કરી ગયેલા લોકો તેમના ઘરે પાછા ફરે (હકીકત એ છે કે ૧૯૯૦માં વાંશિક રમખાણો થયાં તે પછી બે દાયકાથી હજારો હિજરતીઓ કોકરાઝારની રાહત શિબિરોમાં હજુ પણ સબડે છે), તેમનું પુનર્વસન થાય તથા તેમને વળતર અને તબીબી સહાય મળે તે નિશ્ચિત કરવાનું છે. આજે પણ અનેક નાગરિકો મલેરિયા તથા બીજા ચેપી રોગોનો ભોગ બની શિબિરમાં જ દમ તોડે છે.
પૂરતા પ્રમાણમાં સાયક્રિયાટિક કાઉન્સેલંિગની વ્વવસ્થા કરવી તે ત્રીજું પગલું છે.
ચોથું પગલું અત્યંત મુશ્કેલ, પરંતુ અત્યંત મહત્ત્વનું છે અને તે વિશ્વ્વાસના પુનર્નિર્માણનું છે. વાટાઘાટ અને સમજૂતીની મંદ તથા દર્દપૂર્ણ પ્રક્રિયા દ્વારા વિશ્વ્વાસનું પુનર્નિર્માણ થઈ શકે. અહીં ક્વિક ફિક્સ સોલ્યુશન (ઝડપી ઉકેલ) કામ નહીં લાગે. દ્વેષ અને દહેશતનું નિવારણ કરી વિશ્વ્વાસ, સમાનતા અને માલિકીની લાગણી તમામ જૂથોમાં પેદા થાય તેવાં પગલાં જરૂરી છે. અત્યારે આ પ્રક્રિયામાં રાજકારણીઓ ભાગ લઈ શકે નહીં, પરંતુ બાદમાં તેઓ તેમાં સામેલ થાય તે જરૂરી છે.
પાંચમુ અને સૌથી મહત્ત્વનું પગલું એ હોવું જોઈએ જેથી આસામ સહિતના સમગ્ર ઇશાન ભારતમાં ટુરિઝમ ઉદ્યોગ ખીલી ઊઠે.
આ પ્રદેશોમાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે. ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ દિવાના થઈ જાય તેવા કુદરતી નઝારા અહીં જોવા મળે છે. જો પર્યટન ઉદ્યોગ વિકાસ પામે તો આપોઆપ રોજીરોટીની વિપુલ તકો ઊભી થાય. નવરા બેસી નખ્ખોદ વાળતાં અહીંના બેકાર યુવાનો કામધંધે વળગે તો આપોઆપ હંિસાચાર, આંદોલનો શમી જાય.
શું આવું શક્ય છે? આવું કદાચ ન બને, પરંતુ આપણે આવી સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved