Last Update : 12-August-2012,Sunday

 

મેડલ્સની મહામારી દેશના ચરિત્ર અને ચહેરાનું પ્રતિબિંબ

હોરાઇઝન - ભવેન કચ્છી
- ઓલિમ્પિકની પૂર્ણાહૂતિનો અવસર.. આ વખતે ભારતમાં રમતની લહર દોડી ગઈ... વેલ કમ ચેન્જ
- આપણા ખેલાડીઓ પ્રત્યે દેશના નાગરિકોને હમદર્દી જાગી ‘‘જો વિદેશીઓ જેવું વાતાવરણ મળે તો આપણે પણ વઘુ મેડલ જીતી શકીએ’’ આપણે શ્રૃંગાર રસમાં જ ગળાડુબ

ઓલિમ્પિકની પૂર્ણાહૂતિનો અવસર આવી ગયો છે. છેલ્લા ૧૫ દિવસથી અખબારો અને ટીવી ન્યુઝ ચેનલોમાં રાજકારણ અને ઈવન અણ્ણા કરતા પણ સ્વીમંિગ લેજન્ડ ફેલ્પ્સ, સુપરસોનિક યુસેન બોલ્ટથી માંડી ગગન નારંગ, સાયના, વિજયકુમાર અને મેરી કોમ વગેરે છવાયેલા રહ્યા. તેના કરતાં પણ વિશેષ ધોની અને કોહલીને પણ પખવાડિયામાં કોઇએ ભાવ ના આપ્યો. ભારત-શ્રીલંકાની વન ડે શ્રેણી પર ઓલિમ્પિક હાવી રહ્યું. તે પણ આપણા ક્રિકેટધર્મી ભારત દેશમાં!
ભલે ફેલ્પ્સ, બોલ્ટ કે અન્ય રમતોના વિશ્વ દિગ્ગજો ભારતના ના હોય, ભારત મેડલ્સની યાદીની રીતે ઈથોપિયા જેવો કાયમી દુષ્કાળગ્રસ્ત અને ગરીબ પૂરવાર થયો હોય છતાં આ કદાચ પ્રથમ ઓલિમ્પિક એવો રહ્યો જે ભારતમાં દર્શકો, વાચકો કે રમત પ્રત્યે દિલચશ્પી જગાવવાની રીતે હીટ પૂરવાર થયો.
કદાચ સ્પોર્ટસ કે ન્યુઝ ચેનલો પણ આવી સફળતાની અપેક્ષા નહીં રાખી હોય. તેવું જ જાહેરખબરકારોનું થયું. ક્રિકેટ સીવાય જાહેરાતો અપાય જ નહીં તેમ માનીને બજેટંિગ કરનાર કંપનીઓ થાપ ખાઇ ગઇ.
એમ જ ભારત જીતે કે ના જીતે, સ્પર્ધામાં પ્રતિનિધિત્વ હોય કે ના હોય, વડીલો, મહિલાઓ પણ અવારનવાર તિરંદાજી, શુટંિગ, એથ્લેટિક્સ, બેડમંિટન, કુસ્તી, બોકસંિગના ઈવેન્ટ ટીવી પર નિહાળતા હતા. બગીચા કે ઓટલા પર આપણા મેડલ વિજેતાઓ કે કેમ મેડલ ના મળે તેના કારણોની ચર્ચા પણ કરતા જોઇ શકાતા હતા. છેલ્લે કાંઇ નહીં તો ચીન, અમેરિકા, યુરોપિય દેશો અને અશ્વેત દોડવીરોની સિઘ્ધી જોઇને હેરત વ્યક્ત કરતા હતા.
આપણી ખાડે ગયેલી સિસ્ટમ, અભ્યાસના બોજ હેઠળ ચગદાયેલી યુવાપેઢી, ઈન્ફ્રાસ્ટ્રકચર, ગ્રાઉન્ડસનો અભાવ, કૌભાંડો અને રાજકારણીઓને મહત્વ આપતું રહેતું મીડિયા જેવા બહુમુખી કારણોની પણ ભારતના નિસ્તેજ, બિસ્માર ચહેરાના સંદર્ભમાં ઓલિમ્પિકનું ઉદાહરણ આપીને નાગરિકોમાં આત્મ મંથનનું સહજ ઘમ્મર વલોણું થઇ ગયું. ખબર નહીં કેમ ૨૦૦૮ના બેઈજીંગ ઓલિમ્પિક કરતા લંડનના આ ઓલિમ્પિકથી એક જાગૃતિ આવી છે. અત્યાર સુધી ભારતમાં મહદ્‌અંશે તેંડુલકર, ધોની, સેહવાગ અને આઈપીએલના સ્ટાર સીવાય અન્ય રમતોના ખેલાડીઓના નામ પણ કોઇને આવડતા નહોતા. આજે તમારા શહેરમાં ગગન નારંગ, સાયના, વિજેન્દર કે મેરી કોમ આવે તો અગાઉ કરતા તેમને જોવા-જાણવા વઘુ ભીડ ના ઉમટે? કંપનીઓ તેમને જાહેરાત માટે કરારબઘ્ધ કરવા પ્રેરાય જ. આ જ એક પરિબળની ભારતને જરૂર હતી.
ભારતની હોકીમાં પડતી થઇ તે અગાઉ જૂજ હોકી ચાહકોની ચંિતા હતી. હવે તે રાષ્ટ્રિય ચંિતન બની શકશે.
આ ઓલિમ્પિકની જો સૌથી ઉજળી બાજુ હોય તો આપણા તમામ રમતોના ખેલાડીઓ પ્રત્યે દેશના નાગરિકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે તે કહી શકાય. અત્યાર સુધી આપણે નાદાન હતા. ખરાબ દેખાવ થતા જ ખેલાડીને માટે અપશબ્દોનું પ્રયોજન કરતા હતા. હવે એમ લાગે છે કે આપણા ખેલાડીઓને પણ વિદેશીઓની જેમ તૈયારી, ખોરાક, સાધનો, સગવડો, ઈન્ફ્રાસ્ટ્રકચર, તાલીમ અને ભ્રષ્ટાચાર વગરના ફેડરેશનો, એસોસિએશનો મળે તો આપણે પણ આના કરતા ઘણો સારો દેખાવ કરી શકીએ. જો ચીન, અમેરિકા કે યુરોપિય દેશો જેવું વાતાવરણ મળે તો આપણી પાસે પ્રતિભાઓ તો છે. આમ જોવા જઇએ તો સ્પોર્ટસ મેનેજમેન્ટ, સ્પોર્ટસ કલ્ચર કે મેડલ વિજેતાઓ પેદા કરતી આપણી સીસ્ટમની રીતે આપણે કદાચ હવે અન્ય દેશો કરતા ૫૦ વર્ષ પછી જાગ્રત થયા છીએ. હા, એ ખરૂં કે ચીનનું એકમાત્ર લક્ષ્ય તમામ ક્ષેત્રે અમેરિકાને પાછળ પાડવાનું છે. તેથી ત્યાં ઓલિમ્પિક મેડલ્સ વઘુ મળવાને એક મિશન તરીકે જોવાય છે.
અત્યાર સુધી ભારતમાં જૂનવાણી વિચાર જ પ્રવર્તતો રહ્યો હતો કે અમૂક ગોલ્ડ મેડલ જીતવા માટે કરોડો રૂપિયાના ફેડરેશનો, સવલતો ભારત જેવા દેશને ના પોસાય. આપણે ત્યાં કોઇપણ સારા કે વિકાસલક્ષી બજેટ ફાળવાયાની વાત આવે એટલે તરત જ એક સૂચન આગળ ધરી દેવાતું હોય છે કે ‘‘એના કરતાં આટલા રૂપિયા ગરીબોને ભોજન કે શિક્ષણ માટે ફાળવવા ના જોઇએ?’’
ખબર નહીં કેમ બીજા તમામ નિરર્થક ખર્ચાઓ કરી શકાય. ભ્રષ્ટાચાર સહજ સ્વીકારી લેવાય. પાણી, અનાજનો બેફામ બગાડ થાય પણ જેવા યુવા ઘડતર, ચારિત્ર્ય રમત કે સાંસ્કૃતિક પ્રોજેક્ટની વાત આવે એટલે તરત જ જૂની અને જાણીતી દલીલો રજૂ થવા માંડે.
ખરેખર યુવાનોનું દેહ સૌષ્ઠવ, આત્મ વિશ્વાસ, સ્પર્ધાત્મક અભિગમ અને ખૂમારી વઘુ તે દેશની ચમક અને વિશ્વમાં ધાક જ નિરાળી હોય છે. અમેરિકા, ચીન, કોરિયા, જર્મની, બ્રિટન, રશિયા કે સ્પેન જેવડા નાના દેશોની સામે આપણી પ્રજા શુષ્ક, લોહીના અભાવવાળી (એનેમિક), પીઠથી ઝૂકી ગયેલી, શિથિલ સ્નાયુઓ અને ડગુમગુ ચાલવું પડે તેવા પગના સાંધા ધરાવતી થઇ ગઇ છે.
આપણે સાયકલંિગ, સ્વીમંિગ કે ટ્રેકંિગમાં તરત જ હાંફી જઇએ છીએ. આપણી ચાલ પણ ઢીલી છે. સ્વાસ્થ્યપ્રદ ભોજન શૈલી પણ ના જ રહે. મોંમાં ગુટખા કે પાનનું સમગ્ર વિશ્વમાં ભારતીયો જ કેમ સેવન કરે છે?
માત્ર આંખોને ગમે તેવા સૌંદર્યની વાત નથી પણ કસરત, સ્પોર્ટસ, જીમ કે શારિરીક સભાનતાથી સજ્જ નાગરિકો દેશનું પ્રતિબંિબ છે. દેશનો ચહેરો છે. વિદેશીઓ એક નજર ફેંકીને જ કહી શકે કે આ પ્રજાએ નથી ક્યારેય યુઘ્ધ લડ્યા કે નથી તેઓ પાસે શારિરીક- માનસિક સમતુલા.
ઓલિમ્પિક કે કોઇ પણ રમત માત્ર મનોરંજન નથી. કુદરતની ક્ષમતાની નજીક પહોંચવાનું કે તેના રહસ્યો ઉકેલવા માટેની એક પઝલ ગેમ પણ છે.
ઉદાહરણ તરીકે માનવી વઘુમાં વઘુ ૧૦૦ મીટરનું અંતર કેટલી સેકંડોમાં કાપી શકે. ૧૦૦ વર્ષ પહેલા ૧૦.૮૦ સેકંડનો સમય હતો ત્યારે બધા માનતા હતા કે આ જ આપણી મર્યાદા છે. આજે ૯.૬૩ સેકંડ (બોલ્ટનો જ વર્લ્ડ રેકોર્ડ ૯.૫૮ સેકંડનો છે) પર આંક પહોંચ્યો છે. આખરી આઠ ફાઇનલિસ્ટોમાંથી સાત દોડવીરોએ દસ સેકંડથી ઓછો સમય મેળવ્યો છે. હવે જે પણ તબીબી સંશોધનો થશે તેમાં આ કે અન્ય રમતોના સરેરાશ માપદંડોની સીમાઓ, શરીર રચના, મહત્તમ ક્ષમતાને નજરમાં રખાશે. આ એક ઉત્ક્રાંતિ છે કે આપણી અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાની આવડત છે તે પરખાતું રહેશે. આવું જ વિજ્ઞાનીઓ, સંશોધકો મશીન, એન્જીન કે ઉપકરણો માટે કરે છે. દોડવીર બોલ્ટની (એનેટોમી) શરીર- પગના સાંધા, ડિઝાઇન, ફેફસા, હૃદયનો અભ્યાસ પણ હાથ ધરાયો જ છે.
ફેલ્પ્સ સ્વીમંિગ કરે તેવું બધા માટે શક્ય નથી પણ એક મોડેલ તરીકે તેનો અભ્યાસ કરીને તે પેકેજ આપણે વધતી-ઓછી માત્રામાં આપણામાં દાખલ કરી શકીએ. તેવી જ રીતે ફૂડ ફિટનેસ, કેલરી, સેક્સ લાઇફ, રોગ પ્રતિકારકતા, શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય) સતત સંશોધનની એરણ હેઠળ હોય છે. ૨૧મી સદીમાં આપણને વઘુ ફીટ રાખી શકે. અશ્વેત પ્રજાના ડીએનએ કઇ રીતે વિશિષ્ટ છે તે જાણકારી મળે તો જ ભવિષ્યમાં અન્ય પ્રજા સમતોલ બની શકે.
એક જમાનામાં આપણે ત્યાં અખાડા, એનસીસી કે સ્કાઉટની બોલબાલા હતી. શાળામાં ફીઝીકલ ટ્રેઇનંિગ (પી.ટી.)નું આગવું સ્થાન રહેતું. કિશોર આરએસએસ સંચાલિત શાખાઓમાં જતા હતા. મેદાનમાં ક્રિકેટ ઉપરાંત વોલીબોલ અને અન્ય દેશી રમતો રમાતી હતી. વાહનો નહીં હોઇ પગથી ચાલીને કે સાયકલ પર જ બજાર-ઓફિસે જવાનું હતું. આજે પણ જૂની પેઢીના વઘુ ફિટ અને કસાયેલા જણાય છે. તેઓમાં નિર્ભયતા પણ વિશેષ છે. ભારતમાં કમનસીબે પૈસાલક્ષી કારકિર્દી અને માનસમાં જ બધા ગળાડુબ છે. પ્રત્યેક કાર્યના પ્રારંભે મનોમન એક જ પ્રશ્ન થતો હોય છે કે ‘‘મને આમાં શું મળશે?’’ આપણે અભ્યાસના બોજ હેઠળ બાળકોને કચડી નાંખીએ છીએ. તો બીજી તરફ માઘ્યમિક કે કોલેજ શિક્ષણ પછી તો રહી સહી મુગ્ધતા પણ મૂરઝાઇ જાય છે.
હા, આપણે ચારિત્ર્ય ઘડતરના નામે પૂરણ પૂરાણ કથા, નાટકો, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રતિભા બહાર લાવવામાં ચોક્કસ સમય આપીએ છીએ. ટીવી પરની ડાન્સ, સૂર કે મીમીક્રીની સ્પર્ધાઓમાં ટીન એજરો ગાડરિયા પ્રવાહની જેમ ઉભરાય છે. રમત કરતા શ્રૃંગાર રસમાં છવાઇ જઇને આપણે વઘુ ગૌરવ અનુભવીએ છીએ. આ બધામાં મહદ્‌અંશે તો પશ્ચિમના દેશોની નકલ જ હોય છે.
સેક્સ, ફિલ્મ, પોપ, ફૂડ કલ્ચર મૂળ તો પશ્ચિમની જ દેન છે પણ ત્યાં સ્પોર્ટસ, દેહસૌષ્ઠવ અને વેલ બિલ્ટ હોવાનું પણ કલ્ચર છે. આપણે તેમાં નકલ નથી કરવી.
ચીને તો પશ્ચિમી સાંસ્કૃતિક, શ્રૃંગાર કે ટેલેન્ટ, પોપ પર જ ટીવીમાં પ્રતિબંધ મૂકી દીધો છે. નવી પેઢીને રમત અને શિક્ષણ સીવાય કોઇ વિકલ્પ નથી. હા, ચીનની પોતાની સંસ્કૃતિ અને મનોરંજન, ટેલેન્ટને મહત્વ જરૂર અપાય છે. આપણે આવી જોહૂકમીની પણ જરૂર નથી.
પણ, એટલું જરૂર છે કે ખરા અર્થમાં મહાસત્તા બનવું હોય તો મહત્તમ પ્રજાએ શ્રૃંગાર કરતા વીરરસમાં દિલચશ્પી બતાવવી જોઇએ. કાં તો સમતુલા જાળવવી જોઇએ.
ચીન અમેરિકા કરતાં વઘુ ગોલ્ડ મેડલ મેળવે કે તેની લગોલગ છેલ્લા દસેક વર્ષમાં અચાનક આવી જાય એટલે અમેરિકાના સત્તાધીશો અને પ્રજા જ નહીં વિશ્વ પણ સમજી જાય કે નવા વિશ્વમાં કયા દેશનો તમામ રીતે પ્રભાવ રહેવાનો છે.
ભારતના મેડલ જોઇને જ અમેરિકા, ચીન, બ્રિટન મનોમન મલકતા હોય છે કે દેશનું ઓવરઓલ ચરિત્ર અને ચહેરો ભ્રષ્ટ, નિસ્તેજ અને માંયકાંગલો છે. કમ ઓન ઈન્ડિયા.. બક અપ..
* તમે ખેલાડી ના બની શકો તો કંઇ નહીં, ખેલાડી જેવું માનસ તો કેળવો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved