Last Update : 12-August-2012,Sunday

 

મેઘરાજાને મનાવવા ૧૭ કરોડ...

રાજકીય ગપસપ

દુકાળની અસરથી સરકાર ટેન્સનમાં છે તો પ્રજામાં પણ મોંઘવારી વધવાનો ડર છે. દુકાળમાં સરકાર કરકસરની વાતો કરે છે પરંતુ કર્ણાટક કે જ્યાં ૧૪૨ તાલુકા દુકાળગ્રસ્ત છે ત્યાં ૧૭ કરોડ તો મેઘરાજાને વિનવવા માટે ફાળવવામાં આવ્યા હતા. આ ૧૭ કરોડ રૂપિયાએ વિવાદ સજર્યો છે. કર્ણાટકની સરકારે આ વિવાદથી મોં છુપાવવાના બદલે તેના ખુલાસા આપવાનું શરૂ કર્યું છે. વિવિધ ખુલાસા વચ્ચે એક ખુલાસો એવો પણ છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બહુમતીમાં છે. એટલે કે ધારે તે કરી શકે છે. પ્રશ્ન એવો પણ પૂછાયો હતો કે તમે બહુમતી છો તો પછી વરસાદ કેમના બોલાવી શક્યા ?? જવાબ મળ્યો કે વરસાદ વહેલો-મોડો પણ પડશે... મેઘરાજાને વિનવવા ૧૭ કરોડ ખર્ચનાર કર્ણાટકની સરકારને તો શું કહેવું ?

 

સંિધીયાનો લોક સંપર્ક

 

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સંિધીયા હજુ તેમના પિતા માધવરાવ સંિધીયા જેવી લોકપ્રિયતા મેળવી શક્યા નથી પરંતુ તે માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. સંિધીયાને ટ્રેનમાં પ્રવાસ કરવાનો શોખ નથી પણ લોક સંપર્ક માટે તેમણે ટ્રેન પ્રવાસનો નવો આઈડિયા શોધી કાઢ્‌યો છે. દર અઠવાડીયે તે દિલ્હીથી શતાબ્દી એક્ષપ્રેસમાં ભોપાલ જાય છે. તેમને સાંભળવા અને જોવા કોંગ્રેસના આયોજન પ્રમાણે લોકો સ્ટેશન પર ઉમટી પડે છે. રાજકારણી ભલે ગમે તે પ્રચારના રસ્તા અપનાવે પણ લોકોને તકલીફ પડે એ કેમ ચાલે ?? લોકોએ રાહુલ ગાંધીને લખ્યું કે પ્રધાન બધાને મુશ્કેલી પડે એવું કરે છે. છતાં કોઈ પરિણામ ના આવ્યું. અંતે સોનિયા ગાંધીને પત્ર લખાયો. કહે છે કે સોનિયાજીએ મઘ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વીજય સંિહને કહ્યું કે વિમાન પ્રવાસના આનંદની વિગતો જ્યોતિરાદિત્યને મોકલી આપો...

 

શીંદે ગૃહપ્રધાન બન્યા કેવી રીતે ?

 

દેશવાસીઓના મનમાં એક પ્રશ્ન ઘુમરાયા કરે છે કે સુશીલકુમાર શીંદેને શા માટે ગૃહપ્રધાન બનાવાયા ? આ રીતે તો શીંદે પ્રધાનમંડળમાં નંબર-ટુના સ્થાને આવી ગયા છે. શીંદેની કામગીરીનો રેકોર્ડ ‘ઠીક’ છે. એક વાત તો નિશ્ચિત છે કે ૧૦, જનપથ- સોનિયા ગાંધીના નિવાસના વફાદારોની ટીમના સાયલન્ટ સભ્ય તરીકે તેઓ હતા. મહારાષ્ટ્રના પ્રમુખ પ્રધાનની ચેર પરથી તેમને ઉઠાડીને આંધ્રના રાજ્યપાલ તરીકે તેમને બેસાડી દેવાયા તો પણ તે ચૂપ રહ્યા હતા. ૨૦૦૨માં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નિશ્ચિત હતી ત્યારે તેમને ઉભા રખાયા ત્યારે પણ તે ચૂપ રહ્યા હતા. શીંદે ધીરજમાં માને છે. તે બહુ સમય ‘ચૂપ’ રહ્યા હતા અંતે મેડમે તેમના પર કૃપા દ્રષ્ટિ કરી હતી અને સીધા જ નંબર- ટુ બનાવી દીધા હતા. શીંદે સોનિયાજીની પસંદ હોઈ પક્ષમાં કોઈ ઉહાપોહ ના થયો... દેશની ગૃહપ્રધાન જેવી ટોપની પોસ્ટ માટે ગાંધી પરિવારની વફાદારી કામમાં આવી...

 

શરદ પવારની દુખતી નસ

 

પ્રધાન મંડળમાં નંબર-ટુ તરીકે સુશીલકુમાર શીંદે આવતા શરદ પવારની નારાજગી વધશે એમ મનાતુ હતું. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે શરદ પવાર ચૂપ રહ્યા હતા. કહે છે કે શરદ પવારને મનાવી લેવામાં આવ્યા છે. શરદ પવાર જેવાને મનાવવા બહુ આસાન નથી. પરંતુ જેમ શીંદેની નિમણુંક પાછળ સોનિયા મેડમ છે એમ શરદ પવારને મનાવવા પાછળ પણ સોનિયા મેડમ છે. શરદ પવાર પાસે માત્ર ૯ સાંસદો છે અને ‘સો’ નંખરા કરે છે તેની મેડમને ખબર છે. સોનિયાજીએ શરદ પવારને એમ કહ્યું હોવાનું મનાય છે કે સુપ્રિયા સૂલેનું નામ મારા ઘ્યાનમાં છે. મહારાષ્ટ્રમાં એનસીપીનું વર્ચસ્વ જળવાઈ રહે તે માટે પણ સોનિયાજીએ ખાત્રી આપી હતી. સૂલે અને મહારાષ્ટ્ર શરદ પવારની દુખતી નસ છે. સોનિયાજીએ આ બંને નસને દબાવીને શરદ પવારને દબાવી દીધા છે...

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved