Last Update : 12-August-2012,Sunday

 

સોજો એ જ શરીરના સર્વ રોગોનું કારણ છે

ફિટનેસ - મુકુંદ મહેતા

- સોજાને જલદી ઉપાય કરીને દુર કરશો તો તમારી તબિયત તો સારી રહેશે, તમને સારું લાગશે એટલું જ નહી પણ મોટી મુશ્કેલીમાંથી એટલે કે અનેક જુના રોગોમાંથી બચી જશો

તમને ખબર છે કે શરીરમાં સોજો આવે તેને શરીરને પરેશાન કરે તેવા રોગો જેવા કે હાર્ટ એટેક, કેન્સર, સાંધાનો વા અને યાદશક્તિ જતી રહેવાના રોગ સાથે સીધો સંબંધ છે? તમને જે ઘડપણની નિશાનીઓ દેખાય છે (વાળ ધોળા થવા, દાંત પડી જવા, આંખે ઓછું દેખાવું, કાને ઓછું સંભળાવું, ચાલ ડગુમગુ થઈ જવી, થોડું ચાલવામાં શ્વાસ ચઢી જવો વગેરે) તેને તમારા શરીરમાં થયેલા સોજાને સંબંધ છે તે તમે જાણો છો? આમ જુઓ તો તમારા શરીરમાં કોઈપણ ઠેકાણે સોજો આવે તે ખતરાની ઘંટી છે. કારણ જો તમે તમને આવેલા સોજાને જલદી ઉપાય કરીને દુર કરશો તો તમારી તબિયત તો સારી રહેશે, તમને સારું લાગશે એટલું જ નહી પણ મોટી મુશ્કેલીમાંથી એટલે કે અનેક જુના રોગોમાંથી બચી જશો.
સોજો એટલે શું?
તમારા શરીરમાં કોઈપણ જાતનો સ્ટ્રેસ હોય જે તમારા ખોરાકને કારણે હોય, તમારી જીવનશૈલીને કારણે હોય અથવા વાતાવરણને કારણે ત્યારે તમારા શરીરમાં સોજો આવે. દા.ત. તમારા શ્વાસમાં વાતાવરણમાં રહેલી હવામાં રહેલા ‘વાયરસ’ જાય અને તમને શરદી થાય, ઉધરસ આવે, તાવ આવે, આ બઘું સોજાને કારણે થાય. તમારી જીવનશૈલી ઠેકાણા વગરની હોય એટલે કે ઉઠવા અને સૂવાના સમયના ઠેકાણાં ના હોય, જમવાનો સમય પણ નક્કી ના હોય અને એટલું જ નહી પણ હાજતના સમય બદલાતા હોય ત્યારે અને તમારા ખોરાકમાં પણ શરીરને નુકસાન થાય તેવા દુષિત પદાર્થો લીધા હોય ત્યારે શરીર આ નુકસાન કરનારા પદાર્થો (વાયરસ-બેક્ટેરીયા-ફન્ગસ-એલર્જન-ઝેરીવાયુ)ને દૂર કરવા સોજો લાવે. દા.ત. બેક્ટેરીઆનો નાશ કરવા તે જગાએ લોહીની નળીઓમાં રહેલા લોહીમાં હોય તે સફેદ કણો ખુબ સંખ્યામાં જાય. આને કારણે ચામડી ઉપર સોજો આવે. કોઈવાર આ સોજો શરીરમાં રહેલા અવયવો-હોજરી-આંતરડા-લીવર-કિડની વગેરેમાં આવે. જો તમારી (રોગપ્રતિકારક શક્તિ) સારી હોય તો આ પ્રકારનો સોજો, બેક્ટેરિયા કે વાયરસ ફક્ત સફેદ કણોથી નાશ પામે. જો બેક્ટેરીઆ કે વાયરસ નાશ ના પામે તો શરીર તાવ લાવે જેની અસરથી બેક્ટેરીઆ નાશ પામે. આવા સોજા તો થાય અને મટી જાય પણ જ્યારે આવા સોજાનું કારણ તાત્કાલીક દૂર ના થાય ત્યારે આ પ્રકારનો સોજો કાયમનો (ક્રોનિક) થાય, જેમાં દુખાવો અને સોજો (શરીરની બહાર કે અંદર) સાધારણ હોય, કોઈવાર ઝીણો તાવ આવે - આ પ્રકારના ક્રોનીક પ્રકારના સોજાથી શરીરનું બેલેન્સ નાશ પામે અને આને કારણે ધીરે ધીરે તમને વારેવારે ચેપ લાગે, ઉંમર વધવાની ક્રિયા શરૂ થાય. વારેવારે તમે બિમાર પડો અને તમારી રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય. આ જાતના સામાન્ય બેક્ટેરીયા વાયરસ ફ્‌ન્ગસને કારણે થયેલા સિવાય બીજા પ્રકારના સોજા ૧. ખોરાકની એલર્જીથી અને સેન્સીટીવનેસને કારણે થાય. ૨. ડીસ્બાયોસીસ એટલે કે તમારા આંતરડામાં બેક્ટેરીઆ અને ફન્ગસનું બેલેન્સ ના હોય ત્યારે થાય. ૩. કોઈપણ જાતનો માનસિક તનાવ, લાગણીનો અભાવ અને શારીરિક તનાવ હોય ત્યારે તમારા મગજમાંથી ‘કોર્ટીસોલ’ નામનો પદાર્થ નીકળે જેને કારણે સોજો આવે. ૪. હવા, પાણી અને ખોરાકમાં આવેલા કોઈ પ્રદુષિત પદાર્થો તમારા શરીરમાં જ્યારે જાય ત્યારે પણ સોજો આવે. જેની સારવાર જલદી ના થાય તો કેન્સર જેવાં દર્દો થાય. ૫. તમારા ખોરાકમાં વધારે પડતી ચરબી, ખાંડ અને પ્રોટીન જાય ત્યારે, તમે ઓછું પાણી પીતા હો ત્યારે, ડીહાયડ્રેશન થાય ત્યારે, તમારા શરીરમાં કેફીનવાળા પદાર્થો (ચા-કોફી-કોલ્ડ્રીંક્સ) વધારે લેતા હો, દારૂનો ઉપયોગ, તમાકુનો ઉપયોગ કરતા હો ત્યારે, કસરત કે શ્રમનો અભાવ હોય, પૂરતી ઉંઘ ના લેતા હો ત્યારે તમારા શરીરમાં સોજો આવવાની ૧૦૦ ટકા શક્યતા છે.
સોજાની શરીર પર કાયમની અસર કેટલી થાય?
૧. ઘડપણ વહેલું આવે, ચામડી પર કરચલી પડી જાય. ચાલ ડગુમગુ થાય. દાંત પડી જાય, યાદશક્તિ જતી રહે, કાને બહેરા થઈ જાઓ. સાંધાનો વા, હાડકાં પોલાં થવાં કે પસ જેવા રોગ થવા અને મરવાને વાંકે જીવતા હો તેવું લાગે.
૨. વારેવારે બેક્ટેરીયલ, વાયરલ અને ફન્ગસ ઈન્ફેક્શન થાય.
૩.એસીડીટી થાય, ખાટા ઓડકાર આવે, ખાધેલા ખોરાક ઉપર આવે, પેટમાં દુઃખે, ઓડકાર આવે, ઉબકા આવે, ગેસ થાય, ખાધેલો ખોરાકનું જલ્દી પાચન ના થાય.
૪.પુરૂષોમાં કેન્સર (આંતરડાના, પ્રોસ્ટેટના) અને સ્ત્રીઓમાં ગર્ભાશય, સ્તનના કેન્સર થાય.
૫. મોં પર ખીલ થાય, ચામડી ઉપર સોરાએસીસ (ચામડીનો રોગ) થાય.
૬. સાંધાનો (ખાસ કરીને ઢીંચણનો) વા (આર્થાઈટીસ) થાય.
૭. વારે વારે શરદી ઉધરસ, કફ થાય.
૮. આખા શરીરમાં ગમે ત્યાં ગમે ત્યારે દુઃખાવો થાય.
૯. ડાયાબીટીસ થાય. ૧૦. બી.પી. થાય. ૧૧ હાડકાં પોલાં થવાં (ઓસ્ટીઓ પોરોસીસ) રોગ થાય. ૧૨. હાર્ટએટેક આવે. ૧૩. કેન્ડીડીઆસીસ (એક જાતનો ફન્ગસનો રોગ) જે ખાસ સ્ત્રીઓના ગુહ્ય અંગોમાં થાય.
૧૪. વારેવારે પેશાબના ચેપ ખાસ કરીને સ્ત્રીઓમાં વધારે થાય.
શરીરમાં સોજો ના થાય અને થયો હોય તો ઓછો કરવા શું કરશો?
૧. બોડી ઈકોલોજી પ્રોગ્રામ
આ કાર્યક્રમમાં શરીરને નુકસાન થાય તેવા પદાર્થો લેવાના નહી અને શરીરને શક્તિ મળે તેવા પદાર્થો લેવાનું ઘ્યેય છે. એટલે કે પૂરતા પ્રમાણમાં વિટામિન, મિનરલ, પ્રોટીન લેવાનો કાર્યક્રમ જે બધા જ કુદરતી પદાર્થો - લીલા શાકભાજી, તાજાં ફળો, સૂકોમેવો (બદામ-પિસ્તા-અખરોટ-કાજુ) અંજીર, ખજુર, તલ, અળસી, સોયાબીન વગેરેમાંથી પૂરતા પ્રમાણમાં મળે તે લેવા જોઈએ. આ સાથે બીજું ઘ્યાન એ રાખવાનું કે શરીરમાં પ્રદૂષિત પદાર્થો જંકફૂડ અને તૈયાર ખોરાક (મીઠાઈ-ફરસાણ) અને બજારમાંથી મળતા ફાસ્ટ ફૂડ, તૈયાર લોટ, તૈયાર મસાલા, કેચઅપ, ફ્રુટ જ્યુસ, કોલ્ડડ્રીંક, મીઠું વધારે હોય તેવા ખોરાક ના જવા જોઈએ. આ માટે નીચેના સાત નિયમો પાળો.
ખાસ નવા વર્ષે અથવા તમારા જન્મ દિવસે નિશ્ચય કરી આખા વર્ષ દરમ્યાન મારા શરીરમાં ચેપ લાગે, સોજો લાવે એવા પદાર્થો નથી લેવા અને વજન ઓછું કરી ગમે તે ઉંમર હોય પણ યુવાન જેવી શક્તિ અને સ્ફૂર્તિ લાવવી છે એવો સંકલ્પ કરો.
૧. યીન અને યાંગ પ્રિન્સીપલ
ચાઈનીઝ અને જાપાનીઝ ટ્રેડીશનમાં ‘યીન અને યાંગ’નો પ્રિન્સીપલ છે. યીન એનર્જી (શક્તિ) એટલે હલકો, સારી અસર કરે, નરમ, ઠંડો અને કુદરતી જ્યારે યાંગ એનર્જી (શક્તિ) એટલે વજનદાર, કોરો, સખત, ગરમ અને વધારે પ્રાણીજ. શરીરની બેલેન્સ ઈકોલોજી એટલે તમે જે ખોરાક ખાઓ છો તેમાં ‘યીન અને યાંગ’ એનર્જીનું બેલેન્સ કેવી રીતે રાખવું તે બતાવેલ છે. શરીર કોન્ટ્રેક (સંકોચાય) અને એક્ષપાન્ડ (ફૂલે) થાય છે. કેટલાક ખોરાક જેવા કે ખાંડ અને આલ્કોહોલને ‘એક્પાન્સીવ’ ખોરાક જે તમારા શરીરમાં તરત એબસોર્બ થઈ જાય અને શક્તિ આપે. તમને સારું લાગે પણ આ ખોરાક તમને નુકસાન કરે કારણ બેલેન્સ્ડ નથી. બીજા ખોરાક જેમાં મીઠું વધારે હોય, જેમાં પ્રાણીજ પદાર્થ હોય તેનાથી તમારા શરીરનાં અંગોના કોષનું સંકોચન થાય અને તેમાંથી પ્રવાહી નીકળી જવાથી તમને થાક લાગે, સુસ્તી લાગે, શરીર અકડાઈ જાય. તમે ખારું ખાઓ એટલે ગળ્યું ખાવાનું મન થાય અને શરીરમાં ખોરાકનું બેલેન્સ જળવાય નહીં.
૨. એસીડ અને આલ્કલાઈન પ્રિન્સીપલ
તમારે તબીયત સારી રાખવી હોય તો તમારું લોહી હંમેશા આલ્કલાઈન હોવું જોઈએ. તમારી જીવન શૈલી અને ખોરાક એવા હોવા જોઈએ જેથી આલ્કલાઈન લોહી રહે. ખરી વાત એ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની આપણને ખબર નથી કે કયો આલ્કલાઈન છે અને કયો એસીડીક છે અને કયો ન્યુટ્રલ છે. હવે નિયમ કરીને ખોરાકનું આયોજન એવી રીતે કરો કે જેથી તમારું મીડીઅમ આલ્કલાઈન રહે કારણ જો એસીડીક હશે તો તમે વધારે બીમાર પડશો અને રોગના બોગ બનશો. આ સાથે યાદ રાખો જેટલી દવાઓ વધારે લેશો કે પૂરતી ઉંઘ નહી લો તો મીડીઅમ એસીડીક થશે અને તમે બીમાર પડશો.
૩. પ્રિન્સીપલ ઓફ યુનીકનેસ
આખી દુનિયામાં તમારા દેખાવ જેવા ઘણા હશે પણ છતાં તમે ‘યુનીક’ (અજોડ) છો માટે ખોરાક લેતી વખતે તમને ગમે, ફાવે અને જેનાથી તમને કોઈ આડઅસર થાય નહીં તેવો ખોરાક લેશો.
૪. પ્રિન્સીપલ ઓફ ક્લીનીંગ
તમારું શરીર પોતાની રીતે - આંતરડાની મદદથી મળ વાટે, કિડનીની મદદથી પેશાબ વાટે, ચામડીની મદદથી પરસેવા વાટે, આંખની મદદથી આંસુથી-ચોક્ખું રાખે છે. જો આવું ના કરે તો શરીરમાં ઝેરી પદાર્થો વધી જાય અને તમને રોગ થાય, તમે બિમાર પડો. આ માટે આ બધાં અંગોને શક્તિ ઓક્સીજન અને કાર્બોહાઈડ્રેટ મારફતે મળે માટે નિયમિત કસરત કરવી જરૂરી છે.
૫. પ્રિન્સીપલ ઓફ ફૂડ કોમ્બીનેશન
તમારે ખોરાક એવો લેવો જોઈએ જે તમારી પાચનશક્તિને મદદ કરે. જેમાં શરીરને શક્તિ મળે, પૂરતા વિટામીન-મિનરલ્સ-પ્રોટીન અને મર્યાદિત પ્રમાણમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ (ખાંડ અને ખાંડવાળા પદાર્થો) હોય, પૂરતું પાણી હોય, જો તમે ખોરાક ખોટા પ્રકારનો લેશો તો પાચન ક્રિયામાં ગરબડ થશે અને તેને લીધે તમારા શરીરમાં રોગ કરનારા જંતુ (પેથોજન્સ) વધારે પ્રમાણમાં દાખલ થશે અને તમે બિમાર પડશો.
૬. પ્રિન્સીપલ ઓફ ૮૦/૨૦
આ પ્રિન્સીપલમાં ૮૦ ટકા શાકભાજી અને ફળો અને ૨૦ ટકા અનાજ, કઠોળ, અનાજ જેવા બીયા (અળસી, તલ) અને પૂરતું પ્રોટીન - આ પ્રકારનો ખોરાક લેવાથી તમારા શરીરનું મીડીઅમ આલ્કલાઈન રહેશે અને રોગના જંતુ આવશે નહીં અને તમે પૂરતા શક્તિશાલી પદાર્થો લેવાથી તંદુરસ્ત રહેશો.
૭. સ્ટેપ બાય સ્ટેપ પ્રિન્સીપલ
તમે જે કાંઈ ફેરફાર તમારા ખોરાકમાં કરો તે એકદમ ના કરશો. થોડો સમય તમારા શરીરને ખોરાકના ફેરફારને એડજસ્ટ કરવા આપશો.
એક્યુટ ઈન્ફ્‌લેમેશન અને હિલીંગ કેવી રીતે થાય છે?
એક્યુટ ઈન્ફ્‌લેમેશનની ખાસીયત ૧. ચામડીનો ભાગ લાલ થવો જોઈએ. ૨. સોજો થાય. ૩. હાથ અડાડવાથી ગરમ લાગે. ૪. દુખાવો થાય. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિનો ઈન્ફ્‌લેમેશનનો આ સામાન્ય પ્રતીકાર છે. ઈમ્યુન સિસ્ટમના તત્ત્વો (સફેદ કણો) જે બહારથી આવેલા જંતુનો નાશ કરે અને પછી ઈજાવાળો ભાગ રૂઝાવા (હિલીંગ)ની શરૂઆત થાય છે.
ઈનફ્‌લેમેશન (સોજો) સામાન્ય છે કે ગંભીર કેવી રીતે ખબર પડે?
જ્યારે શરીરમાં કોઈપણ ઠેકાણે ચેપ લાગે તે સામાન્ય કહેવાય કે ગંભીર તેને માટે એક નવી જાતની તપાસ લેબોરેટરીમાં થાય છે, જેને સી.આર.પી. ટેસ્ટ ‘સી રીએક્ટીવ પ્રોટીન’ની તપાસ કહેવાય છે. જ્યારે જ્યારે શરીરમાં કોઈ ઠેકાણે ચેપ લાગે ત્યારે લીવરમાંથી આ ખાસ પ્રકારનું પ્રોટીન ‘સી રીએક્ટીવ પ્રોટીન’ નીકળે છે જો તેનું પ્રમાણ ૧૦ની અંદર હોય તો શરીરમાં કોઈ ચેપ કે સોજો નથી પણ જો તે વધારે હોય તો તેના પ્રમાણ પ્રમાણે તે થોડું કે વધારે ગંભીર ગણાય છે.
સોજો આવે તે દરેક રોગનું મુળ છે એ વાત ખરી?
હાર્ટ એટેક ઃ આજ સુધી એમ માનવામાં આવતું હતું કે હાર્ટ (હૃદય)ને લોહી આપનારી નળીઓમાં ક્લોટ થાય એટલે હાર્ટ એટેક આવે. હવે આ વાત જુની થઈ. લોહીની નળીઓ ફક્ત નળીઓ નથી પણ તે એક્ટીવ ટીસ્યુ છે. જે પોતે પણ લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ એબસોર્બ કરે છે. આનાથી નળીઓની દિવાલને નુકશાન થાય છે. આમાં વધારો થાય છે સોજો કરનારા કોષો (ઈન્ફ્‌લેમેટરી સેલ્સ)થી જે એવા કેમીકલ ઉત્પન્ન કરે છે જેનાથી ઈજાનું પ્રમાણ વધે છે. તમાકુનું સેવન અને બી.પી.થી આ વિશેષ વધે છે. આનાથી ક્લોટ તુટે છે અને હાર્ટ એટેક આવે છે.
૨. કેન્સર ઃ શરીરમાં ટોક્સીક પદાર્થોનું પ્રમાણ તમારી ઠેકાણા વગરની લાઈફ સ્ટાઈલ, વાતાવરણ કે એસીડીક ખોરાકને કારણે વધે ત્યારે (સોજો) વધે અને આ વધીને કેન્સર થવાની શક્યતા વધે છે.
૩. ટાઈપ-૨ ડાયાબીટીસ ઃ જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે આગળ જણાવ્યું તે પ્રમાણે કોટોસોલ નામનો પદાર્થ નીકળે જેને કારણે લોહીની નળીઓમાં સંકોચન આવે જેથી પેન્ક્રીઆસની ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવાની શક્તિ ઓછી થાય જેથી ડાયાબીટીસ ટાઈપ-૨ થવાની શક્યતા વધે.
૪. યાદશક્તિ જતી રહેવાનો રોગ ઃ ક્રોનીક ઈન્ફ્‌લેમેશનની અસર મગજના કોષ ઉપર થાય ત્યારે મગજનાં ઘણાં કોષ ના પામે અને યાદશક્તિ જવાનો રોગ થાય.
૫. પાર્કિન્સન્સ ડીસીઝ ઃ ક્રોનીક ઈન્ફેક્શનની અસરથી મગજને જરૂરી ડોપાસાઈન નામનો પદાર્થ નીકળે નહીં તેથી કંપવા (પાર્કિન્સન્સ ડીસીઝ) થાય.
૬. બ્લડ પ્રેશર ઃ ક્રોનીક ઈન્ફેક્શન હોય ત્યારે લોહીની નળીઓમાં ક્લોટ થવાની શક્યતા વધે છે જેને કારણે બી.પી.નો રોગ થાય છે.
૭. ઢીંચણનો વા ઃ ક્રોનીક ઈન્ફ્‌લેમેશન હોય ત્યારે ઢીંચણના સાંધામાં સોજો આવે અને ચાલવાની તકલીફ પડે.
શરીરમાં સોજો ના થાય એનો ૧૦૦ ટકા ઉપાય ખરો?
માછલી અને માછલીના તેલમાંથી (નોનવેજીટેરીઅન) અને અખરોટ અને અળસીમાંથી ઓમેગા-૩ ફેટી એસીડ નામનો ‘એસેન્શીઅલ ફેટી એસીડ’ મળે છે. ફીશ ઓઈલની કેપસ્યુલ અથવા ઓમેગા-૩ ફેટી એસીડની ગોળીઓ (સપ્લીમેન્ટ) નિયમિત લેવાથી સોજો થવાની ક્રિયા તમારા શરીરમાં થશે નહીં. તમે રોજ મુખવાસ તરીકે ૧૦૦ ગ્રામ શેકલા અળશી કે ૧૦૦ ગ્રામ કાળા તલ અને ત્રણ અખરોટનો ભુકો મેળવીને આ મીક્ષર રોજ જમ્યા પછી બે ચમચી બે વખત લેશો તો ફાયદો થશે. ૧૦૦ ટકા ઉપાય નિયમિત કસરત કરવાનો છે.
સોજો આવે (ઈન્ફેલમેટરી) તેવો ખોરાક
ખાંડ, તેલ, કૃત્રિમ ઘી, ડેરી પ્રોડક્ટસ, ચીઝ, માખણ-ઘી, રેડ મીટ, દારૂ, એલર્જી કરે તેવો ખોરાક, આર્ટીફીશીઅલ સ્વીટનર (એસ્પાર્ટમ) મોનો સોડીઅમ ગ્લુટોનેટ અથવા આજીનો મોટો, મીઠું, પેસ્ટ્રી, કેફીન, દારૂ, સફેદ બ્રેડ, મેદાના બિસ્કીટ.
સોજો ના આવે તેવો ખોરાક
કાકડી, ગાજર, બીટ, ટમેટાં, કોબી, પાલખ, બ્રોકોલી, લેટુસ, મુળાની, મેથીની, તાંદળજાની ભાજી, લીલા વટાણા, લીલા ચણા, સરગવો, તુવેર, કેરી, પપૈયું, કેળા, સફરજન, ટેટી, તરબુચ, પાઈનેપલ.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved