Last Update : 12-August-2012,Sunday

 

ગાળો પડે પછી પણ નફાનો ગાળો જળવાઈ રહે!

ફિલ્લમ ફિલ્લમ

સિઝનલ કહેવાતી શરદી-સળેખમ-ખાંસીની દવા અંગે ડોક્ટર જેટલી જ જાણકારી તેના કમ્પાઉન્ડરને પણ હોય છે અને ક્યારેક કમ્પાઉન્ડર જ દવાની પડીકીઓ આપી દેતા હોય છે, પરંતુ કમ્પાઉન્ડરને પોતાની જાતને ડોક્ટર કહેવડાવતા કાયદો રોકે છે. એવી જ રીતે ફેસબુક પર તુકબંદી કરીને ચાર-છ પંક્તિઓ લખી નાખનારને પોતાની જાતે જ કવિ કે કવિયત્રી કહેવડાવવામાં વિવેકભાન નામનું તત્વ રોકે છે.
મૂળ વાત એટલી જ છે કે કાં કાયદો કાં વિવેકભાન - બેમાંથી એક અનિવાર્ય છે. અને જ્યારે વિવેકભાન ના જળવાય ત્યારે કાયદો લાવવો જરૂરી બની જાય છે. આ હિસાબે ફિલ્મ બનાવનારી કઈ વ્યક્તિ પોતાને ફિલ્મસર્જક કહી શકે અને કોણે પોતાને ફિલ્મ પ્રોડ્યુસર કહેવું તેનો કાયદો કરવાની જરૂર લાગે છે. જેથી પૂજા ભટ્ટ પોતાને માત્ર ફિલ્મ પ્રોડ્યુસર કહી શકે, ફિલ્મ સર્જક નહીં!
એ વાત ચોક્કસ છે કે તે ફિલ્મ બનાવી શકે છે અને એ ફિલ્મમાંથી પૈસા પણ બનાવી શકે છે. પરંતુ તે પોતાની જાતને સર્જક કહી શકે તેવું કશું જ કામ અત્યાર સુધી કરી શકી નથી. પાપ, હોલી ડે, ધોખા, કજરારે અને હવે જીસ્મ-ટુ! એક પણ ફિલ્મ એવી નથી કે જે પૂજા ભટ્ટને સર્જકની કેટેગરીમાં મૂકી શકે.
હા, પ્રોડ્યુસર તરીકે તે પડતર કરતાં વઘુ મળતર મેળવી આપી શકે છે. અને તે માટેની દરેક ટ્રીક્સની જાણકારી પણ ધરાવે છે. ‘જીસ્મ-ટુ’માં સન્ની લિઓનને લેવા સાથે જ તેણે મીડિયા માઈલેજ અને ઓપનીંગ કલેક્શનનો મામલો સુરક્ષીત કરી લીધો હતો. ‘જીસ્મ-ટુ’ના પોસ્ટર્સનો અને સેન્સર બોર્ડે સૂચવેલા કટ્‌સનો વિવાદ પણ તેને ફળ્યો છે. ‘જીસ્મ ટુ’ જોવા જેવી નથી એવું કહેવા માટે જોવા ગયેલા દર્શકોએ પ્રથમ અઠવાડીયે એકવીસ કરોડની કમાણી કરાવી દીધી છે.
આ ફિલ્મને તદ્દન વાહીયાત અને રેઢીયાળ ગણાવનારા રિવ્યૂ પછી પણ આ ફિલ્મની હીરોઈન(!)નો આત્મવિશ્વાસ બુલંદ છે. તેણે હજી બીજા બે વરસ બોલીવુડમાં રહેવાનો ઈરાદો જાહેર કર્યો છે. સાથે-સાથે આમીર અને સલમાન જેવા સ્ટાર્સ સાથે ફિલ્મ સાઈન કરવાની મહેચ્છા પણ જાહેર કરી છે.
પૂજા ભટ્ટે પણ ‘જીસ્મ-થ્રી’ બનાવવાની જાહેરાત કરી દીધી છે એટલે એવું પણ સંભળાય છે કે સન્ની લિઓનને નવી ફિલ્મ મેળવવામાં વાંધો નહીં આવે. એ વાત અલગ છે કે ‘જીસ્મ-થ્રી’ માટે પૂજા ભટ્ટે નતાલીયા કૌરનું નામ જાહેર કર્યું છે. અને બીજી હીરોઈન વિશે હજી રહસ્ય અકબંધ રાખ્યું છે.
પૂજા ભટ્ટે જાહેર કર્યું છે તેમ ‘જીસ્મ-ટુ’ના પોસ્ટર્સમાં જે કન્યાની ખુલ્લી પીઠ બતાવવામાં આવી છે તે સન્ની લિઓન નહીં, પરંતુ નતાલીયા કૌર છે અને ‘જીસ્મ થ્રી’ માટે તેની પસંદગી કરવા માટે મહેશ ભટ્ટ પણ સહમત હતા.
પૂજા ભટ્ટ હવે ‘જીસ્મ-થ્રી’ના પોસ્ટર માટે પોતાને બોલાવે એવું સ્ટ્રગલર્સ ઈચ્છતી હશે. કારણ કે અંગપ્રદર્શન કરવા તૈયાર હોય તેવી કન્યા માટે જીસ્મ-ફોર, ફાઈવ અને સીક્સ પણ બનતી જ રહેશે. આ પ્રકારની ફિલ્મોનો એક ચોક્કસ દર્શકવર્ગ હોય છે અને એ વર્ગમાં આવતા દર્શકો સતત બદલાતા રહે છે. પરિણામે ફિલ્મને ગાળો પડે તો પણ નફાનો ગાળો જળવાઈ રહે છે.
નફાનો ગાળો જાળવવા કે વધારવા માટે અજમાવાની ટેકનીક ક્યારેક કાયદેસર કાળા બજાર જેવો માહોલ ઉભો કરે છે. જાણવા મળ્યા મુજબ ‘એક થા ટાઈગર’ માટે ભારતભરના મલ્ટીપ્લેક્સ પોતાના ટીકીટ દરમાં બાર-પંદર ટકાનો વધારો કરવાના છે. મતલબ કે ‘હાઉસ ફૂલ’ થવાની શક્યતા હોય તે ફિલમની ટીકીટના ભાવ ટીકીટબારી કરતાં વધારે વસૂલવાની જાહેરાત જ કરી દેવાની! અને સૌએ સાગમટો વધારો કરવાનો એટલે પ્રેક્ષકને વીસ-પચીસ રૂપિયા વધારે ચૂકવ્યા વગર છૂટકો જ નહીં.
પ્રેક્ષકોને વાજબી દરે મનોરંજન મેળવવાનો હક ખરો કે નહીં? મનોરંજન પણ જીવનનો અને જીવનને ટકાવનારો હિસ્સો છે. એ પણ માત્ર અને માત્ર અતિ ધનાઢ્‌ય લોકો માટે જ ઉપલબ્ધ બને કે તે મેળવવા માટે તમારે તમારી ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરવો પડે એવી પરિસ્થિતિ પણ ના સર્જાવી જોઈએ. ખરેખર તો આવી રીતે વધારે પૈસા માંગે તેવી ફિલ્મો કે અન્ય સાધનોનો તમારી ક્ષમતા હોય છતાં બહીષ્કાર કરવો જોઈએ. અન્નાએ પોતાનું આંદોલન સમેટ્યું છે... પણ આપણે તો અડીખમ રહી શકીએ ને?

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved