Last Update : 12-August-2012,Sunday

 

ચાલાકીથી હાલાકી ટાળો....

દોબારા દોબારા - અલતાફ પટેલ

સફરમેં ઘૂપ તો હોગી જો ચલ શકો તો ચલો
સભી હે ભીડ મેં તુમ ભી નીકલ શકો તો ચલો
યહાં કિસીકો કોઇ રાસ્તા નહીં દેતા,
મુજે ગીરાકે અગર તુમ સંભલ શકો તો ચલો.. નીદા ફાઝલી


તમે ખૂબ સારી રીતે જાણો છો ને માણો છો કે આ જીવનનો પ્રવાસ સરળ નથી, કપરો છે. પગલે પગલે પ્રકાશ નથી. કદમ કદમ પર નિરાંતનો દમ લઇ શકાય એવો આશ્રય નથી. ઘણા ફાંટા એવાય આવે છે જ્યાં કાંટા જ વેરાયેલા છે. ભડકો થઇ જવાય તેવો તડકો પથરાયેલો પંથ છે. એ બધા જ વિપરીત સંજોગો વચ્ચે પણ જેમને ચાલવું જ છે, આગળ વધવું જ છે, આગળ નીકળવું જ છે.. .મંઝીલ તરફ પગરણ માંડવા જ છે એમને કોઇપણ જાતના અફાટ રણની પરવા નથી. શાયર એવા જ નીડર ઉત્સાહી લોકોને આહવાન આપતા કહે છે કે આ ધરા પર એવા જ લોકો આગળ ને આગળ ચાલી શકશે. જોઇને ચીઢ ચઢે એવી ભીડ તો ચારો તરફ ફેલાયેલી છે. જ્યાં જુઓ ત્યાં ટોળેટોળાં દેખાશે. એમની વચ્ચેથી નીકળી શકનાર જ આગળ વધી શકશે. ડરીને પાછો વળી જાય એવો કાચો અહીં તો કોઇ કામનો જ નથી. હંિમતથી બહાર નીકળનાર હાર પામતો નથી. એ તો હોંશથી આગળ ને આગળ ધપતો જ રહે છે. બીજાને પણ સાચી દિશામાં ખેંચી જવામાં પાવરધો હોય છે. એનો સંગ ગુલાલનો રંગ ઉડાડી શકે છે. સ્પર્ધાનો આ તો યુગ છે. ખેંચતાણ સારા સારા હંિમતબાજોને તાણ લાવી દે છે. પરમાર્થવૃત્તિ અસ્ત પામી છે. કોઇ સારથી નથી, બધા જ સ્વાર્થી બની ગયા છે. કોઇ કોઇને માટે રસ્તો કરી આપતું નથી. શાયર કહે છે કે તમારામાં તાકાત હોય તો મને ધક્કો મારીને તમારો એક્કો હાંસલ કરી શકવાની ક્ષમતા હોય તો જ આ વિષમ પ્રવાસે નીકળજો. નહીં તો ઘરને ખૂણે ડાબે ને જમણે લમણે હાથ મૂકીને નિસાસા નાંખ્યા કરજો.


બેશક બેહિસાબ દર્દનાક હે જીંદગીકા સફરમાના
કભી હે શાદમાની તો કભી સુનોગે બેસુરા તરાના,
હાસીલ ભી હો જાયે જો ચાહતે હો વો મંઝીલ,
મગર અલતાફ કિસીકી નજરોંસે મત ગીર જાના

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved