Last Update : 12-August-2012,Sunday

 

‘હું એવો વારસદાર આપું,’ જે કદી મરે નહિ !

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

ભગવાનદાસ શેઠનો દેહ પડ્યો, જાણે મુંબઈનો મોભ તૂટી પડ્યો. મુંબઈએ આઘાતજનક આંચકો અનુભવ્યો. ગજબ થઈ ગયો કહેવાયના ઉદ્‌ગારો ઉઠ્યા. તે સમયમાં શેઠ ભગવાનદાસ નરોત્તમદાસ અને સર હરકિશન નરોત્તમદાસની નામાંકિત વ્યક્તિમાં ગણત્રી થતી હતી. ગુજરાતના કપોળ જ્ઞાતિના વ્યવહાર કુશળ વેપારીઓની વાહ વાહ બોલાતી હતી. બંને બંઘુઓની સુવાસથી મુંબઈ મઘમઘતું હતું. સમગ્ર સમાજ સુવાસથી છવાયેલો હતો. શેઠ ભગવાનદાસે પોતાની હયાતીમાં કરેલું વીલ નીકળ્યું. આ લખાયેલા વીલમાં ઘણી જ દૂરંદેશી હતી. પોતાની તમામ મિલકતના વારસ તરીકે તેમનાં ધર્મપત્ની ઝવેરબેનને જ ગણાવ્યાં હતાં.
આ વીલમાં એક એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં મારી પત્નીને કોઈ દત્તક પુત્ર લેવાની ઈચ્છા જન્મે તો તેણીએ મારા ભાણેજ ગોરધનદાસને દત્તક પુત્ર તરીકે લેવો. આટલા ઉલ્લેખની ગહનતા માપવાનું કામ સહેલું ન ગણાય તેમ છતાં ઝવેરબેને તે કામ કરી બતાવ્યું. આમ મરતા પહેલાં મુંબઈના મોભીએ ગોરધનદાસમાં ગુણભંડાર જોયો હશે તે ગુણભંડારની કૂંચી કલમ દ્વારા વીલમાં મૂકી વિશ્વાસ સાથે પોતાની પત્નીના હાથમાં જ સોંપી. બસ, વાતની શરૂઆત અહીંથી થઇ રહી છે. ઝવેરબેને પતિની અંતિમ ઈચ્છાને અંતરથી આવકારી ગોરધનદાસને દત્તક પુત્ર તરીકે લેવાની વિધિ પૂરી કરી. પતિની આખરી ઈચ્છાને અંજલિ અર્પી પોતાના જીવનને ધન્ય ગણ્યું. ત્યારથી ઈ.સ. ૧૮૮૭માં જન્મેલો જવાન ગોરધનદાસ વિઠ્ઠલદાસને બદલે ગોરધનદાસ ભગવાનદાસના નામે જાહેર થયો.
ગોરધનદાસે તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. ડૉક્ટર તરીકે ખરા અર્થમાં ડૉક્ટર થવા માટેનું શિક્ષણ લેવાની તેમની ખ્યાહીશ હતી. એટલે ખંતથી તે કેળવણી પ્રાપ્ત કરવા ઓતપ્રોત થઈ ગયા અને એક વઘુ આંચકો આવી ગયો. સર હરકિશનદાસનું અવસાન થયું. અઢળક આમદાનીને અલવિદા કરીને સરનો ઈલ્કાબ લઈને શેઠ હરકિશનદાસ સાથરે સૂતાં ત્યારે ગુજરાતી સમાજ પર શોકના ઘેરાં વાદળો છવાયાં. આમજીવનની ઘટમાળ ફરતી રહી. ગતિવિધિનો વહેવાર ચાલતો રહ્યો.
અભ્યાસ કરતાં કરતાં જ ગોરધનદાસે પ્રભુતામાં પગલાં માંડ્યાં. લાલદાસ વનરાવનદાસના પુત્રી મદનબહેન સાથેનો સંસાર શરૂ થયો. પરીક્ષા પૂરી કરી, પદવી પ્રાપ્ત કરી ગોરધનદાસ ડૉ. ગોરધનદાસ નામે ઓળખાવા લાગ્યા. ડૉ. ગોરધનદાસના દિલમાં દયાનો દીપક સદાય જલ્યા કરતો હતો તેથી તબીબી ક્ષેત્રે તેનું નામ આમ જનતાની જીભને ટેરવેથી વખતોવખત એટલે કે વાતવાતમાં ટપક્યા કરતું હતું. આ તેમના જીવનની સિદ્ધિનું પ્રથમ સોપાન હતું. સેવાનું સત્વ એવું તો સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું કે બીજું કંઈ વિચારવાનો વખત જ રહેવા દેતું નહોતું. મદનબેન માંદગીને બિછાને પડ્યા. પોતાની પ્રાણેશ્વરીને બેઠી કરવા પહાડ જેવડા પ્રયત્નો કર્યા પણ કાળ તેમને કરાળ પંજામાં પકડી ગયો. ડૉ. ગોરધનદાસ ક્ષુબ્ધ બની ગયા પણ ચિત્તને ચંચળ બનવા ન દીઘું. દર્દીની સારવારમાં પોતાના સમગ્ર સંસારને સાંધી દીધો. એક જ ઘ્યેયનું ઘ્યાન ધરીને તપ આરંભ્યું. ઉંચા આવાસ, અઢળક આમદાની, સમૃદ્ધિની શગ ઝળહળે, માતાના સ્થાને બિરાજેલ બંને મામી પતિ પાછળ અહર્નિશ ઈશ્વરસ્મરણ કરે. સમય સરતો ગયો. ડૉ. ગોરધનદાસે પત્નીને પ્રિય એવા આમ્રફળનો એમની યાદમાં આજીવન ત્યાગ કર્યો.
એક દિવસ ઝવેરબેને ડૉ. ગોરધનદાસને પાસે બેસાડી કહ્યું બેટા, મદનની યાદમાં ક્યાં સુધી જૂર્યા કરીશ? પરણી જા એટલે હૈયું હળવું થાય. મનની મુંઝવણ મટે. ડૉ. ગોરધનદાસે માતાની લાગણી ને માંગણીને ઠેસ ન લાગે એમ વળતો ઉત્તર દીધો ‘‘બા! મારો જમણો હાથ લઈને મદન અનંતની યાત્રાએ ઉપડી ગઈ છે. ડાબા હાથે દેહના દાન દેવાય નહીં. મારાથી બીજું કોઈ પગલું ભરાય નહીં. દત્તક પુત્રનો જવાબ સાંભળી ઝવેરબેન એટલું જ બોલ્યા, ભઈ! આ મિલકતનો વારસદાર મળે એટલી જ મનોકામના છે. તેથી મેં વાત મૂકી છે. વિચારવાનું તારે છે. ડૉ. ગોરધનદાસ હળવું હસીને બોલ્યા, ‘‘હુ એવો વારસદાર આપું જે કદી મરે નહીં, પછી તો તમારું મન માનશે ને!’’
‘નહિ પરણવાના બધાં તારાં બ્હાના છે.’ સર હરકિશનદાસના પત્ની લેડી માનકુવરબેને ગોરધનદાસને મનની વાત કરતાં કહી જ દીઘું.
એવું નથી. આપણે સાથે મળીને એવું નિર્માણ કરીએ કે મુંબઈ મઘ્યે આ મિલકતના માલિકનું નામ મહેંકતું રહે. આ આમદાનીમાંથી હોસ્પિટલની ઈમારત ઉભી કરીએ, જે અમર વારસદારની ગરજ સારશે.’ સર હરકિશનદાસનાં પત્ની લેડી માનકુંવરબેને પળનો પણ વિલંબ કર્યા વગર વાતને પકડી લીધી ઃ સર હરકિશન હોસ્પિટલ એવું નામ આપવાના હો તો હું મારો બંગલો દાનમાં આપી દઉં, ઝવેરબેનના બોખા મોં પર મલકાટ પથરાણો. ‘‘બેટા ! મારો દિયર તે દુલ્લો રાજા હતો. એનું નામ અમર થાતું હોય તો આપણી મિલકત પણ એમાં ભેળવી દો. ઈમારત ઉભી કરવાનું ધરમનું કામ, સરનું નામ, ડૉ. ગોરધનદાસની આંખો બંનેના ત્યાગના તળિયાને તપાસવા લાગી. મનોમન વંદી રહ્યાં. તેજ ક્ષણથી ડૉ. ગોરધનદાસ મહાનગરી મુંબઈ મઘ્યે ઈમારત ઉભી કરવાના કામમાં પરોવાયા ઈ.સ. ૧૯૧૮માં ગવર્નરના પત્ની લેડી વિલીંઝનના હસ્તે શિલાન્યાસ કરાવ્યો ત્યારે ડૉ. ગોરધનદાસને સાકરથી વધારે સ્વાદ આવ્યો. સાત વર્ષની અવિરત આરાધના બાદ ઈ.સ. ૧૯૨૫માં સર હરકિશન હોસ્પિટલની ઈમારતે આલીશાન આકાર ધારણ કર્યો. ગવર્નર સર લેસલી વિલ્સને ગુજરાતને ગૌરવ અપાવનાર સર હરકિશન હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું તે પ્રસંગે ગરવા ગુજરાતીઓનું મહાજનનું ઉર ઉલ્લાસથી ઉભરાતું હતું.’’
ડૉ. ગોરધનદાસની સેવાઓને સતત સેતુ બંધાઈ ગયો. હોસ્પિટલના ખાટલે ખાટલે હરીને હૈયાધારણ દેતા ડૉ. ગોરધનદાસ દર્દીઓને દેવના દૂત જેવા દેખાવા લાગ્યા. ડૉક્ટરના બંધુ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર મંગળદાસ દેસાઈએ માનદ મંત્રીપદ સંભાળ્યું. બંઘુ બેલડીએ સર હરકિશન હોસ્પિટલમાં પ્રાણ પુરવા માંડ્યો. ડૉ. ગોરધનદાસ જીવનની તમામ ક્ષણો દર્દીઓની સેવામાં સંિચાવા લાગ્યા. પચાસ વર્ષની અવિરત સેવાની સુવાસ ફેલાવનાર ગોવરધન બાપાએ ઈ.સ. ૧૯૭૫માં અંતિમ આંખ મીચી ત્યારે લાખો જનસમાજના અંતરમાં અકથ્ય વેદના ધૂંટાઈ હતી. ડૉ. ગોરધનદાસની સેવાને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલકાબ આપી બિરદાવી હતી. આ મહાન માનવસેવકનું નામ મુંબઈના ચોક સાથે જોડીને મ્યુ. કોર્પોરેશને પોતાનો ધર્મ બજાવ્યાનું પુણ્યકામ કર્યું છે. વલ્લભભાઈ માર્ગનું જ્યાં જોડાણ થાય છે, પ્રાર્થના સમાજનું જ્યાં બિલ્ડંિગ છે તે ચોક ‘ગોવરધનબાપા’ ચોક તરીકે જાણીતો કરી યાદ અમર રાખી છે. ‘ગોરધનબાપા’ની પ્રતિમા મૂકી સંચાલકોએ આદર્શનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે વિસરી શકાય નહિ. માનવસેવાની પુણ્ય પ્રવૃત્તિમાં જેમણે પોતાનું આ રૂપે જીવન અર્પણ કર્યું, એ પુણ્ય આત્માનાં સંભારણાને અંતરની વેદના સાથે સાચવી જાણીએ. જોકે અત્યારે આ હોસ્પિટલનું અસ્તિત્વ નથી
તણખો ઃ
શુદ્ધિ અને બુદ્ધિ જેની બળવાન હોય તેનો પરાભવ સંભવી શકે જ નહીં.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved