Last Update : 12-August-2012,Sunday

 

‘આ દુનિયામાંથી એક જ વાર પસાર થવાનું છે, તો કેવી રીતે પસાર થવું ?’

એક જ દે ચિનગારી - શશિન્
- જાતજાતના ‘વેશ’ આજના માણસના જીવનમાં ‘કલેશ’ જન્માવે છે

એક સાઘુ આંખો બંધ કરી ઘ્યાનસ્થ મુદ્રામાં બેઠો હતો. એ જોઈને એક બાળકને આશ્ચર્ય થયું. આ માણસ સહેજ પણ હાલતો- ચાલતો નથી ! એ જીવતો તો છે ને ? ... અને બાળકે એક સળી લીધી અને પેલા ઘ્યાનસ્થ સાઘુના કાનમાં ખોસી દીધ !
સાઘુ તરત જ જાગી ગયો અને ટીંખળ કરનાર પેલા બાળકના ગાલ પર એક તમાચો ઝીંકી દેતાં કહેવા લાગ્યો ઃ ‘બદમાશ, પાપી, સાઘુ કો છેડતા હૈ ? નર્ક મેં જાએગા ! મેરા ઘ્યાનભંગ કરવા દિયા.’
સાઘુનો તમાચો ખાઈ બાળક રડવા લાગ્યો. એક સજ્જન આ બઘું જોઈ રહ્યા હતા. એમણે બાળકને આશ્વાસન આપ્યું અને સાઘુને કહ્યું ઃ ‘મહાવીર સ્વામીના કાનમાં આવી જ રીતે પીડાકારક લાકડું ખોસવામાં આવ્યું હતું. છતાં તેઓ અવિચળ રહ્યા હતા. તમે ઘ્યાની પણ નથી અને જ્ઞાની પણ નથી. બાળક પર ક્રોધ કરે એને સાઘુ કહેવાય પણ શી રીતે ?
સાઘુએ કહ્યું ઃ ‘મૈં પરમાત્મા કે ઘ્યાન મેં લગા રહતા હૂઁ.’
પેલા સજ્જને જતાં-જતાં કહ્યું ઃ ‘પહેલાં માનવ પર ઘ્યાન કેન્દ્રિત કરો, પછી પરમાત્માની વાત.’
અહીં રજનીશજીએ આપેલા એક ઝેન સાઘુ સાથે સંકળાએલા પ્રસંગનું સ્મરણ થાય છે. એક વાર ઝેન સાઘુને કોઈએ પૂછયું ઃ ‘પરમાત્માને (સત્ય) પ્રાપ્ત કરવાનો માર્ગ શો ?’
સાઘુએ તદ્દન સરળ ભાષામાં ઉત્તર આપતાં કહ્યું ઃ ‘ભાઈ, જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવું, જ્યારે ઊંઘ આવે ત્યારે સૂઈ જવું એમ કરવાથી ઈશ્વર અવશ્ય મળી જશે.’
‘એવું તો અમે કરીએ જ છીએ, છતાં પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી.’ પેલા પ્રશ્નકર્તા ભાઈએ કહ્યું ઃ
સાઘુ હસ્યા અને એમણે કહ્યું ઃ ‘એવું તમે ક્યાં કરો છો ? તમે જમતી વખતે ફકત જમતા નથી, પણ તમારા ભવિષ્યની ચંિતા કરો છો, હવે પછી કરવાના કામનો વિચાર કરો છો. રાત્રે નિદ્રા આવે ત્યારે તમે સૂઈ જતા નથી. હજારો વિચારો દ્વારા તમારા મનને થકવો છો, જેને લીધે થાકીને અચાનક યાંત્રિક રીતે નિદ્રામાં તમારું મન સરી જાય છે... પછી પરમાત્મા કેવી રીતે મળે ?’
મુદ્દાની વાત આ છે ઃ આજના માણસનું જીવન સાહજિકતા ગુમાવી બેઠું છે. કબીરે પાયાની વાત એ કરી કે ‘સાઘુ, સહજ સમાધિ ભલી.’ સમાધિમાં સરી જવામાં કૃત્રિમતા ન લાવો, પળે-પળ પરમાત્માને અર્પણ કરીને જીવો એટલે વગર સમાધિએ સમાધિનું પુણ્ય આપોઆપ મળી જશે !’
વ્રતો- પર્વો- ઉત્સવો- તહેવારો આવે એટલે માણસોમાં ભકિત અને પુણ્ય સંચયની ભાવનાની ભરતી આવે છે. ખાવાની સહજ ઇચ્છાને મારી નાખીને ‘ફલાહાર’ દ્વારા ક્ષુધા સંતોષે છે. દેવાલયોમાં દોડી જાય છે, કથાશ્રવણ માટે સમય કાઢે છે પણ એ બધામાં સહજતા હોતી નથી ! ‘તન દેવાલયમાં અને મન મોહાલયમાં’ની સ્થિતિ સર્જાય છે. ઘૂન બોલતાં કે કીર્તન કરતાં પણ આજુબાજુના લોકોનું ઘ્યાન પોતાના તરફ જાય એની સભાનતા રાખવાનું માણસ ચૂકતો નથી ! સુનીતા વિલિયમ્સ અવકાશમાં પહોંચે એ માણસનાં વૈજ્ઞાનિક સંશોધનોની જીત છે, પણ મોટી સમસ્યા છે માણસ-માણસ વચ્ચેનો ખાલીપો, માણસ-માણસ વચ્ચેનું અંતર દૂર કરવાની. માણસનો પગ ધરતી પરથી ઉખડે અને મંગળ પર વસવાનાં સપનાં જુએ, અને કુદરત સાથેનો નાતો તોડે તો એમાં સહજતા નથી, યાંત્રિકતા છે. પ્લાસ્ટિકનાં ફૂલ માણસને ગમે અને દિવાન-ખંડમાં એને સ્થાન આપી પોતાની કલાપ્રિયતાનું પ્રદર્શન કરે તો એ સહજતા નથી, પણ કૃત્રિમતા છે.
એક અમીર વૃદ્ધ સવારે સૂર્યનો અર્ઘ્ય આપતા શ્વ્લોકો ઉચ્ચારી રહ્યા હતા અને તેમના બંગલાના કંપાઉન્ડમાં આસોપાલવના ઝાડ પર બેઠેલી કોયલ મઘુર ટહૂકાર કરી રહી હતી. એટલે પેલા અમીર વૃદ્ધે વૉચમેનને કહ્યું ઃ ‘અલ્યા, આ કોયલને ઉડાડી મૂક, મારી સૂર્યોપાસનામાં એ ડખલ કરે છે.’
એ વૃદ્ધે કોયલનું કૂજન સાંભળીને ભાવવિભોર થવું જોઈતું હતું.. કોયલને જ પોતાનો સંદેશો અને પ્રાર્થના સૂર્ય કે પરમેશ્વર સુધી પહોંચાડવાનું માઘ્યમ ગણવી જોઈતી હતી, પણ પ્રકૃતિ સાથેનો સંબંધ માણવાની એના અમીરીથી છલકાતા મનમાં મોકળાશ નહોતી. આજે આપણે પ્રસન્નતા, વિશાળતા અને માનસિક શાંતિ ગુમાવી બેઠા છીએ તેનું કારણ આ જ છે. ‘મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આવું’ - એનાથી પણ વઘુ ચંિતાનો વિષય ‘અશાંત મન’ લઇને ઇબાદત, પ્રાર્થના, વ્યકિત, કીર્તન કેવી રીતે કરવું ? માણસે જીવનમાંથી સત્ય અને સહજતા એ બંનેની બાદબાકી કરી નાખી એટલે જ તે અશાંત છે, વ્યગ્ર છે, બેચેન છે. મહર્ષિ અરવંિદે એટલે જ કહ્યું હતું કે જેમ સૂર્ય તરફ વળવું એ સૂર્યમુખીના ફૂલનો સહજ સ્વભાવ છે, તેમ દિવ્ય સત્ય તરફ વળવું એ જીવનનો, ચેતના-પુરુષનો સહજ સ્વભાવ છે.
માણસ દ્વિઘાગ્રસ્ત જીવ છે ઃ એણે સંસારી પણ બનવું છે અને ત્યાગી કે સંન્યાસી હોવાના માર્ગના મુસાફર પણ બનવું છે. એનામાં રાગનાં ઘોડાપૂર પણ ઉત્પાત મચાવે છે અને ક્ષણિક ત્યાગનો પંથ પણ એને ઉશ્કેરે છે. પરિણામે માણસ નથી બનતો પૂરો રાગી-અનુરાગી કે નથી બનતો પૂરો ત્યાગી. માણસ જગત સાથે જોડાવા જન્મ્યો છે, વિખૂટા પડી જવા માટે નહીં. નોખાપણું નહીં, પણ અનોખાપણું જ માણસની સાચી ઓળખ છે. પણ માણસ અલગ થવાને રવાડે ચઢયો છે. એણે સહુના મટીને માત્ર ‘પોતાનો’ થવું છે એટલે નથી ગમતી એને કુદરત કે નથી એને પોતાના પરિવારને મન મૂકીને પ્રેમ આપવાની નવરાશ અને મોકળાશ.
માણસ માણસ મટીને જુદા - જુદા અભિનય કરનારો ‘સગવડીઓ’ બની જાય ત્યારે પોતાની એક પણ ભૂમિકાને એ સાચો ન્યાય આપી શકતો નથી ! માણસનું ઘરમાં નોખું સ્વરૂપ, વેપાર-ધંધામાં એનાથી અલગ સ્વરૂપ, રાજકારણમાં વળી સાવ અલગ સ્વરૂપ, મંદિર કે તીર્થસ્થાનમાં વળી જુદું જ સ્વરૂપ, તહેવારમાં જુદુ સ્વરૂપ અને દૈનિક વ્યવહારમાં પણ જુદું જ સ્વરૂપ ! પરિણામે માણસ દિવસમાં અનેક વેશ ભજવે છે અને સમગ્ર જીવન દરમ્યાન તો અસંખ્ય વેશ ભજવતાં-ભજવતાં એ થાકી જાય છે. જાતજાતના ‘વેશ’ આજના માણસના જીવનમાં ‘કલેશ’ જન્માવે છે પરિણામે માણસ જીવવાને બદલે જીવવા માટે હવાતીઆં મારે છે !
હકીકતમાં બાર મહિના અને ત્રણસો પાંસઠ દિવસોની એક-એક સેકંડ આપણે માટે આ ધરતી પર શ્વાસ લઇને આનંદિત થવાનો મહોત્સવ. આપણે કેવળ ‘પુરુષ’ એટલે કે માત્ર માણસ નહીં પણ ‘ઉત્તમ પુરુષ’ - પુરુષોત્તમ બનવાનું છે, ઉત્તમ નર અને ઉત્તમ નારી, ઉત્તમ બાળક, ઉત્તમ યુવાન અને ઉત્તમ વૃદ્ધ બનવાનું છે. એટલે આપણો એક પણ દિવસ સદ્‌વર્તન, સત્કાર્ય, શુભત્વ અને શિવત્વ વગરનો ન જવો જોઈએ. આપણે સારા બનીએ અને આપણી સારપ અન્યમાં સારપ ઉદિત થવાનું નિમિત્ત બને. વિનોબાજીએ સાચું જ કહ્યું હતું કે એકલાથી પૂર્ણ થઈ શકાય છે, પણ સમાજ-પ્રેમથી પરિપૂર્ણ થવાય છે.
રાલ્ફ વાલ્ડોની એ વાત યાદ રાખીએ કે ‘તમે ક્ષણે-ક્ષણે તમારું સ્વર્ગ રચી રહ્યા છો કે નરક રચી રહ્યા છો ? સ્વર્ગ એટલે સુમેળ, નરક એટલે પોતાની આસપાસ દીવાલ રચવી, બીજાઓથી જુદા છીએ એમ ગણવું. જો જીવનમાં સુમેળ હોય તો સંબંધો યોગ્ય પ્રકારના હોવાના, જયારે નરક એટલે બંધિયારપણું, જુદાઈ, કશાથી બંધાઈ જવું, અન્યથી જુદા પડવું.’ થાઇલેન્ડમાં એક કહેવત પ્રચલિત છે. ઃ આ દુનિયામાંથી એક જ વાર પસાર થવાનું છે, કેવી રીતે પસાર થવું, એ તમે જાણો.’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved