Last Update : 12-August-2012,Sunday

 

સ્વર્ગની અપ્સરાઓ તે સાધકના મનની દબાયેલી વાસનાનું રૂપ છે !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- ‘‘પ્રાણાયામથી પ્રથમ પ્રાણ સ્થિર થાય છે અને શરીર મન સ્થિર થવા માંડે છે. જ્યારે આત્મવિચારથી પ્રથમ મન સ્થિર થાય છે અને પછી પ્રાણ સ્થિર થાય છે. બંનેનાં પરિણામ એક સરખાં જ છે

અઘ્યાત્મના માર્ગે પ્રવાસ કરનારને એક માર્ગદર્શકની જરૂર હોય છે. આનું કારણ એ કે આ માર્ગનો પ્રવાસી ક્યારેક કોઈ મુકામ પર થોભી જતો હોય છે અથવા તો અમુક પ્રગતિ કર્યા પછી એના મનમાં પ્રશ્ન કે દ્વિધા જાગતી હોય છે. આ પ્રશ્નના ઉત્તર માટે એ અઘ્યાત્મજ્ઞાની પાસે દોડી જાય છે. ગુરુ કે સદ્‌ગુરુ પાસે જાય છે અને એમની પાસેથી યોગ્ય ઉત્તર મેળવીને પોતાના સાધનાપથમાં આગળ ગતિ કરે છે.
બાહ્યજીવનમાં કે ભૌતિક જીવનમાં જેવા પ્રશ્નો ઊઠતા હોય છે, જેવી દ્વિધા જાગતી હોય છે, એવા જ પ્રશ્નો અઘ્યાત્મ પંથના યાત્રીને થતા હોય છે. ગાંડીવધારી અર્જુનના ચિત્તમાં જાગેલા સંશયનો ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, તો ભગવાન બુદ્ધ એમના શિષ્ય ભિખ્ખુ આનંદના પ્રશ્નોનું કેવું સરસ સમાધાન આપે છે. ભગવાન મહાવીર ગૌતમ ગણધરના સવાલોનો માર્મિક ઉકેલ આપે છે અને એ દ્વારા અઘ્યાત્મ જગતની નવી દિશાઓ ખૂલે છે.
આ તો થઈ ઉચ્ચ દશા પામેલી વિભૂતિઓની વાત, પરંતુ સામાન્ય માનવીઓના મનમાં પણ અનેક પ્રશ્નો જાગતા હોય છે. એનું મન ચંચળ બનતું હોય છે અને આવી વ્યક્તિ ઘ્યાન ધરે, ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે.
સ્વામી શિવાનંદજીએ માર્મિક રીતે કહ્યું છે, ‘ઘ્યાન એક રહસ્યમય સીડી છે, જે ધરતી અને આકાશનો મેળાપ કરે છે અને સાધકને બ્રહ્મના અમર લોકમાં લઈ જાય છે.’
આ રીતે ઘ્યાનના માર્ગે જતાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. એક વાર ઘ્યાનયોગી શ્રી ચંદુભાઈને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે ઘ્યાનથી મન શાંત થવું જોઈએ એને બદલે ઘણા ઊંચા વિચારો આવે છે. જેની ધારણા કરી ન હોય તેવા તરંગો મનમાં પ્રગટે છે અને જેની કલ્પના પણ કરી ન હોય એવા વિચારો સ્ફૂરે છે, તો એને માટે શું કરવું ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈએ કહ્યું, ‘એ તો સૌના અનુભવની વાત છે. ભગવાન બુદ્ધને પણ મારની સેનાએ અકળાવ્યા હતા, તે મંડ્યા રહ્યા તો સફળ થયા. માયા, માર, શયતાન, એ બઘું એક જ ભાવ દર્શાવે છે.’
‘આવું પ્રાચીન કાળની વાતોમાં આવે છે કે અમુક ૠષિનું તપ ભંગ કરાવવા માટે ઇંદ્રે અપ્સરાઓ મોકલી. એ અપ્સરાઓ સાધકના મનની દબાયેલી વાસનાઓ સિવાય બીજું શું હોય? કાવ્યમય ભાષામાં એને અપ્સરા ગણી. તમારા મનનું માપ નીકળે છે, તમે કેવા છો તેનું સ્પષ્ટ દર્શન એકવાર થવાની જરૂર છે.’
જ્ઞાનયોગી ચંદુભાઈએ માર્ગ વિશે વાત કરતાં કહ્યું, ‘એક કામ કરજો. એ બધા મનની સપાટી ઉપર દોડી રહેલા તરંગો છે એમ માનજો. શાંતિથી એને જોયા કરજો. જોતાં જોતાં તમે પણ અંદર ધૂસી જશો. એમ થાય તો પણ નિરાશ ન થતા. જાણીને સેવેલો ચોર ચોરી કરતો નથી. મનની દોડ પકડાઈ ગઈ, તો પછી મન બહુ દોડી શકતું નથી. એક મન તપાસશો એટલે બધાં મન તપાસી શકશો. ઘ્યાનમાં મન જોતા રહો. એ વખતે ઊઠતી વૃત્તિઓ તમારા જ સંસ્કારોનું પરિણામ છે. તમારા સંસ્કારો એ તમારા કર્મોનું પરિણામ છે.’
‘‘જોવાથી, સાંભળવાથી, સૂંઘવાથી ખાવા વગેરે ઇંદ્રિયોના વ્યવહારથી તમારામાં જે જે સંસ્કારો પડેલા છે તે ઘ્યાનસમયે દેખાય છે. એ દરેક સંસ્કારને ‘એ હું નથી, આ એક મનની વૃત્તિ છે, હું એને જોઉં છું. મારામાં એ વૃત્તિ ઊઠી છે, ભલે ઊઠી, મને એ હેરાન કરી શકશે નહીં. હું તો એના જેવી હજારો વૃત્તિઓનો જોનારો, એ સૌનો સાક્ષી, દ્રષ્ટા, સત્‌ ચિત્‌, આનંદ સ્વરૂપ છું.’’
‘‘આ પ્રકારના સંકલ્પથી આવરી દ્યો. અશુભને દૂર કરવા શુભ વધારો, નિયમિત સવારે અર્ધો કલાક અને સાંજે અર્ધો કલાક બેસો. શરૂઆતમાં કદાચ મહિનાઓ સુધી કશી જ પ્રગતિ ન જણાય તો પણ વાંધો નહીં. તમારી કૂચ શરૂ થઈ ગઈ છે, તમારી પ્રગતિ ચોક્કસપણે થાય છે જ. એક વસ્તુનું માપ લેવાને તેનાથી દૂર જઈને અવલોકન કરવાની જરૂર પડે છે.’’
‘‘તમે પણ સંિહની માફક એક છલાંગ મારીને, હંિમતથી, વીરતાથી અને ધીરજથી મનના સંકલ્પોને જોઈ લો. વળી કામમાં મંડો. કામમાંથી નિવૃત્ત થાઓ એટલે ઘ્યાનમાં સંકલ્પવિકલ્પને અવલોકો. જેમ જેમ તમે દેહભાવથી પર જશો, તેમ તેમ મન શાંત થવા માંડશે. મન શાંત થશે એટલે ઘ્યાનમાં સ્થિરતા આવશે. સત્‌ ચિત્‌ આનંદ તો પ્રત્યક્ષ છે જ, તેને તો ક્યાંયે આવવા જવાનું નથી એટલે ઘ્યાનસ્થ પરમાત્મા સાથે એકરૂપ છે, એમ કહેવાય.’’
‘‘વિચારપૂર્વક અવલોકન કરીએ તો ઘ્યાનથી, જાપથી, વાચનથી, મનનથી, શ્રવણથી કે ભજનો ગાવાથી ગમે તે પ્રકારની ઉપાસનાપદ્ધતિથી જે શાંતિ, આનંદ, ઉત્સાહ અને પ્રેરણા જેવું માલુમ પડે છે, તે બધાનું મૂળ કારણ એક જ છે. ગમે તે રીતે દેહભાવનાને ભૂલો. જે રીતે ભૂલાય એ રીતે ભૂલો. સર્વ શક્તિનો ઝરો એ જ છે. ઘ્યાનમાં મન ન લાગે ત્યારે જાપ કરો, જાપમાં પણ મન ન ચોટે તો, ધર્મગ્રંથો વાંચો, ભજન ગાઓ, ફરવા નીકળી જાઓ, ત્યાં ૐ ૐ નું ગાન કરો, ગમે તે રીતે દેહથી પર થાઓ અને આનંદ લૂંટો.’’
‘‘આપણી રીત પ્રમાણે આપણે પોતે જ એ સત્‌ ચિત્‌ આનંદ સ્વરૂપ છીએ. ઘ્યાન કોનું કરવું ? એ પરમાત્મા સર્વ રૂપે સર્વત્ર છે, જેનું ઘ્યાન કરું છું તે હું પોતે જ છું. આટલું ભાન કરવું બસ છે. ઘ્યાનમાં ખૂબ મહેનત આપો તો જે જે વૃત્તિઓ ઊઠે તે તે વૃત્તિઓરૂપ હું પોતે જ છું એવી ભાવનાથી તે તે વૃત્તિને આવરી દો. હૃદયના ઉમળકાથી ‘તે હું છું’ના ભાવાર્થથી વૃત્તિઓને આચ્છાદિત કરતા જાઓ.’’
‘‘મન શાંત થઈ જશે, કામમાં ઉત્સાહ આવશે અને પ્રેરણા એટલે સૂઝશક્તિ પણ વધતી જશે. ધીરે ધીરે પ્રાણશક્તિ સમ બનવા માંડશે. આરોગ્ય સુધરશે. પ્રાણાયામથી જે મેળવાય છે તે આ રીતે ઘ્યાન કરવાથી સરળતાથી મળે છે. ઇંદ્રિયોના સંયમના માટે તેમાં પણ બ્રહ્મચર્યને માટે ખાસ આગ્રહ રખાય છે. તેનું કારણ એ લાગે છે કે ઈંદ્રિયોને ગમે તેમ વિહરવા દેવાથી મન ચંચળ થઈ જાય છે. મન ચંચળ થાય છે એટલે પ્રાણશક્તિ પણ ક્ષીણ થાય છે. પ્રાણશક્તિ ક્ષીણ થતાં શરીર તૂટી ગયું જાણો. જેની પ્રાણશક્તિ બળવાન હોય છે તેની સંકલ્પશક્તિ બળવાન હોય છે. અને મજબૂત સંકલ્પશક્તિવાળો મનુષ્ય જ જગતમાં કંઈક કરી શકે છે. આ રીતે ઇંન્દ્રિયસંયમ અને બ્રહ્મચર્યની આવશ્યકતા સૌ કોઈને માટે છે. ઘ્યાનથી આ બઘું સરળ થાય છે.’’
‘‘પ્રાણાયામથી પ્રથમ પ્રાણ સ્થિર થાય છે અને શરીર મન સ્થિર થવા માંડે છે. જ્યારે આત્મવિચારથી પ્રથમ મન સ્થિર થાય છે અને પછી પ્રાણ સ્થિર થાય છે. બંનેનાં પરિણામ એક સરખાં જ છે. જે જે અનુભવો પ્રાણનિરોધ કરીને યોગસાધવાથી થવા માંડે છે, તે તે અનુભવો આત્મવિચાર-યોગની સાધનાથી પણ થવા લાગે છે. આ પ્રત્યક્ષ આચરવાનો યોગ છે.’’
જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈએ મનને અનુલક્ષીને વાત કરી છે. એમની વિચારધારામાં મનની સર્જનાત્મકતા એ મુખ્ય સ્થાને છે અને તેથી એમના કહેવા પ્રમાણે વ્યક્તિએ પોતાના મનનું માપ કાઢતા રહેવું જોઈએ. મહાયોગી આનંદધનજીએ કહ્યું છે તેમ જેણે મનને વશ કરી લીઘું છે, તેણે સઘળું વશ કરી લીઘું છે. પોતાની વૃત્તિ, ઇચ્છા, લાલસા કે સંસ્કારને કારણે આ મનને કારણે ઘ્યાન સમયે પણ જુદાં જુદાં દ્રશ્યો દેખાય છે. માટે ઘ્યાનની સાધનામાં મહત્ત્વની બાબત એ મનની સાધના છે અને મનની સાધના કર્યા પછી દેહબુદ્ધિથી પર થવાનું છે.
દેહબુદ્ધિથી પર થવા માટે કે દેહભાવના ભૂલવા માટે આઘ્યાત્મિક વ્યક્તિએ પોતાને પસંદ પડે એ માર્ગ અપનાવવો જોઈએ. કોઈને તપમાં રસ પડે છે, તો કોઈને જાપમાં રસ પડે છે. કોઈને સ્વાઘ્યાયમાં રસ પડે છે, તો કોઈને સત્સંગમાં રસ પડે છે. કોઈને ભક્તિમાં રસ પડે છે, તો કોઈને જ્ઞાનમાં રસ પડે છે. કોઈને મંત્રમાં રસ પડે છે, તો કોઈને માનવતામાં રસ પડે છે. પરંતુ આ બધાનો અંતિમ હેતુ તો એ જ છે કે આપણે ઘ્યાન ધરીએ ત્યારે એ વિચારવું જોઈએ કે આપણી ગતિ આત્મવિચાર યોગ તરફ હોવી જોઈએ અને આ આત્મવિચારયોગ એ આચરણની બાબત છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved