Last Update : 12-August-2012,Sunday

 

શેરશેવ્સ્કી ‘ચિત્રાત્મક સ્મૃતિ’ અને ‘સાઈનેસ્થેસિયા’ નામની અદ્‌ભુત ચૈતસિક શક્તિ ધરાવતો હતો!

અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- ચિત્રાત્મક સ્મૃતિ એટલે ‘ફોટોગ્રાફિક મેમરી’. આવી સ્મૃતિ ધરાવનાર જટિલ આંકડા કે શબ્દોના સમુદાયને વર્ષો સુધી યાદ રાખી શકે છે. સાઈનેસ્થેસિયા નામની શક્તિ ધરાવનાર વ્યક્તિ અવાજના રંગ અને સ્વાદનો અનુભવ કરી શકે છે!

અસાધારણ સ્મૃતિ-શક્તિ ધરાવનાર વ્યક્તિઓમાં રશિયાના શેરશેવ્સ્કીનું નામ અગ્રિમ હરોળમાં આવે. તે રશિયાના એક વર્તમાનપત્રનો રિપોર્ટર હતો. ૧૯૨૬માં જ્યારે તે મનોવિજ્ઞાની એલેક્ઝાન્ડર લુરીઆ પાસે આવ્યો ત્યારે તેની વિરલ યાદશક્તિ જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. પ્રોફેસર લુરીઆ અને એલેક્ષીએ ત્રીસ વર્ષ સુધી શેરશેવ્સ્કી પર પ્રયોગો કર્યા અને તેની વિચિત્ર ચૈતસિક શક્તિઓથી માહિતગાર થયા હતા. તેમણે જોયું હતું કે શેરશેવ્સ્કીમાં ‘સાઈનેસ્થેસિયા’ નામની શક્તિ પણ છે. આ એવી શક્તિ છે જેમાં તે શક્તિ ધરાવનાર વ્યક્તિ અવાજના રંગ અને સ્વાદનો અનુભવ કરી શકે છે.
શેરશેવ્સ્કી લોકોના અવાજ સાંભળીને કહેતો - ‘તમારો અવાજ પીળો છે’, ‘તમારો અવાજ ભૂરો છે’. તેને અંગ્રેજી શબ્દ ‘ઓહ્‌’ સફેદ સપાટીવાળો લાગતો! શેરશેવ્સ્કી કહેતો કે શબ્દના ઉચ્ચારણમાં ફરક પડે ત્યારેય એના રંગ અને સ્વાદ બદલાઈ જતા તે અનુભવતો. અવાજના રંગની જેમ અવાજના સ્વાદ પણ તેને અનુભવાતા હતા. એક દિવસ તે પ્રયોગ માટે મનોવિજ્ઞાની લુરીઆ સાથે લીઓન નામના ફિઝિશીયનને ઘેર ગયો હતો. ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે લુરીઆએ તેને પૂછ્‌યું હતું - ‘તને રસ્તો યાદ રહ્યો છે?’ શેર શેવ્સ્કીએ હસીને કહ્યું હતું - ‘મને અવાજની જેમ વસ્તુઓની ગંધ અને સ્વાદની પણ અનુભૂતિ થાય છે. રસ્તામાં આવતી વાડ એવી ખારી છે કે એ ભૂલાય એમ જ નથી!’
ચિત્રાત્મક સ્મૃતિ અને સાઈનેસ્થેસિઆ - આ બન્ને શક્તિઓ તેનામાં સમન્વિત હોવાથી તેને કેટલીક વાર મુશ્કેલી પણ પડતી. કોઈ હકીકતને સ્મૃતિબદ્ધ કરવા તે કંઈક લખતો હોય અને તે વખતે કોઈને છીંક આવે, કે ઓડકાર કે ઉધરસ ખાય તો તેની ‘સ્મૃતિ ચિત્ર’ (મેમરી ઈમેજ) બનાવવાની પ્રક્રિયામાં ભંગાણ પડતું અને તે વિગત પાછળથી યાદ કરતી વખતે મુશ્કેલી પડતી. આથી તે યાદશક્તિના પ્રયોગો વખતે કોઈ અવાજ ના કરે તેની ખાસ સૂચના આપતો. એકવાર એક હોટલમાં તે ભોજન લેતો હતો ત્યારે ત્યાં સરસ સંગીત વાગી રહ્યું હતું. તે સાંભળીને તેણે કહ્યું ઃ ‘‘આ સંગીતના સૂરોનો સ્વાદ ભોજનની વાનગીઓ કરતાં વધારે સ્વાદિષ્ટ છે. સંગીત ભોજનના સ્વાદનો વધારો કરે છે. એકવાર તે જે મકાનમાં ભોજન લઈ ર હ્યો હતો તેના છાપરા પર કોઈ અવાજ થયા તો તેની ભોજનક્રિયામાં અવરોધ પડ્યો અને તેના ભોજનની વાનીઓના સ્વાદમાં પરિવર્તન આવી ગયું.
શેરશેવ્સ્કીની યાદશક્તિ ચિત્ર પ્રત્યક્ષીકરણ સાથે સંકળાયેલી હોવાથી ઘણીવાર તેને મુશ્કેલી પડતી. જ્યારે પણ તે કોઈ શબ્દ સાંભળતો ત્યારે તેના મનમાં તેનું ચિત્ર ઉપસી આવતું. કોઈ વ્યક્તિ ‘કેપ્ટન્સ બ્રીજ’ બોલે એટલે તે સાંભળી તેના મનમાં પુલ પર ઊભા રહેલા કેપ્ટનનું ચિત્ર પ્રગટ થતું. નૌકાસવારીનું વર્ણન વાંચે ત્યારે તે પોતાની જાતને હોડીમાં બેઠેલી નિહાળતો. ‘અનંત, શાશ્વત, નિરાકાર’ એવા અમૂર્ત શબ્દો સાંભળતો ત્યારે તેને યાદ રાખવા તેને બહુ તકલીફ પડતી કેમ કે એનું ‘માનસિક ચિત્ર’ બનાવવું અઘરું પડતું.
શેરશેવ્સ્કીની યાદશક્તિ તો કમાલ હતી. જટિલ આંકડાના હજારો કોઠાઓ તેને વર્ષો સુધી યાદ રહેતા. તેની યાદશક્તિને લગતા પ્રયોગો કર્યા પછી મનોવિજ્ઞાનીઓને એવું લાગ્યું હતું કે તે કશું ભૂલતો જ નથી! તેની ફોટોગ્રાફિક મેમરીને સમયનું બંધન પણ નડતું નહીં. ગમે તેટલા વર્ષો વીતી ગયા પછી પણ તે બઘું યાદ કરીને કહી શકતો. ૧૯૨૬માં શેરશેવ્સ્કી લુરીઆને પહેલીવાર મળ્યો અને તેની પ્રયોગશાળામાં સ્મૃતિનો એક પ્રયોગ કરી બતાવ્યો ત્યારે લુરીઆએ બતાવેલો એક ‘આંકડાઓનો કોઠો’ તેણે વીસ વર્ષ પછી પણ એકેય આંકડાના ફેરફાર વગર સાચો કહી બતાવ્યો હતો. જ્યારે લુરીઆએ તેને પૂછ્‌યું હતું - ‘આપણે પહેલી વાર તારી યાદશક્તિનો પ્રયોગ કર્યો તે વખતે મેં તને જે આંકડાઓનો કોઠો બતાવ્યો હતો તે આટલા વર્ષો પછી પણ તું યાદ કરી શકે?’ શેરશેવ્સ્કીએ તેમને કહ્યું હતું - ‘એક મિનિટ ઊભા રહો. હું તમને કહું છું.’ તેણે આંખો મીંચી દીધી અને યાદ કરવા લાગ્યો હતો. માત્ર અડધી મિનિટ વીતી હશે ત્યાં જ તે બોલવા લાગ્યો હતો - ‘તમે મને આ કોઠો બતાવ્યો ત્યારે ભૂરા રંગનો શૂટ પહેર્યો હતો. હું તમારી સામે બારી પાસે બેઠો હતો. પછી તે કોઠાના તમામ ખાનાના આંકડાઓ બોલી ગયો હતો જે લુરીઆએ પોતાના હાથમાં રાખેલા કાગળમાં લખેલા કોઠા સાથે સરખાવતા બિલકુલ સાચા પુરવાર થયા હતા!
પ્રોફેસર લુરીઆ અને એલેક્ષી કહે છે - ‘શેરશેવ્સ્કીની સ્મૃતિ દ્રષ્ટિપ્રધાન - પ્રત્યક્ષીકરણ સંબંધિત છે. જે માહિતી તેને યાદ કરવાની હોય તેને તે દેખતો. જાણે કોઈ પાટિયા પર તે માહિતી લખાયેલી હોય તેમ તે કલ્પનાથી વાંચતો. જે વસ્તુ યાદ કરવાની હોય તેના માનસિક ચિત્રો તેના મનમાં ઉપસતા. તેની સ્મૃતિપ્રક્રિયા ચિત્રાત્મક હતી.’
મનોવિજ્ઞાની લુરીઆ અને એલેક્ષીને શેરશેવ્સ્કીની બીજી ચૈતસિક શક્તિનો પણ પરચો થયો હતો. શેરશેવ્સ્કી પોતાની તીવ્ર કલ્પનાશક્તિથી પોતાની શારીરિક સ્થિતિને પણ બદલી શકતો. એક પ્રયોગ દરમિયાન તેના શરીરનું ઉષ્ણતામાન માપવામાં આવ્યું. પછી તેણે એવી કલ્પના કરી કે તેનો ડાબો હાથ સ્ટવ પર થોડે અઘ્ધર રાખ્યો છે તો તેના ડાબા હાથનું ઉષ્ણતામાન વધી ગયું હતું. તે જ વખતે તેણે એવી કલ્પના કરી કે તેનો જમણો હાથ બરફની પાટ પર રાખ્યો છે તો જમણા હાથનું ઉષ્ણતામાન ઘટી ગયું હતું. એક જ સમયે ડાબા અને જમણા હાથના ઉષ્ણતામાનમાં પરિવર્તન લાવવાની તેની શક્તિ જોઈ વિજ્ઞાનીઓ અને તબીબો પણ અચરજમાં મૂકાઈ ગયા હતા. એક પ્રયોગ દરમિયાન તેણે પોતે ટ્રામની પાછળ દોડી રહ્યો છે એવી તીવ્ર કલ્પના કરીને પોતાના હૃદયના ધબકારા વધારી બતાવ્યા હતા.
શેરશેવ્સ્કીને ઘણીવાર એવો અનુભવ થતો કે તેના ‘શારીરિક દેહ’ કરતાં ‘માનસિક દેહ’ જુદો છે. ‘મનોદેહ’ની ગાઢ અનુભૂતિથી તે શારીરિક સંવેદનો પર પણ નિયંત્રણ રાખી શકતો. મનોદેહની અલગ અનુભૂતિથી વેદનારહિતતાની સ્થિતિ પણ લાવી શકતો. એકવાર તેને દાંતના ડૉક્ટર પાસે દાંત ખેંચાવા જવાનું થયું. તેણે ડૉક્ટરને ‘લોકલ એનેસ્થેશિયા’નું ઈન્જેક્શન કે મલમ લગાવવાની ના પાડી દીધી. ડૉક્ટરે દાંત ખેંચ્યો ત્યારે તેણે મનોદેહ સૂચન આપી આને લગતી વેદના શરીરને ના થાય એવી તીવ્ર કલ્પના કરી. તેનાથી તે પીડારહિત દાંતનું સર્જિકલ ઓપરેશન કરાવી શક્યો હતો.
પ્રોફેસર લુરીઆ અને એલેક્ષી જેવા મનોવિજ્ઞાનીઓએ શેરશેવ્સ્કી પર કરેલા પ્રયોગો પરથી એ સાબિત થાય છે કે તીવ્ર કલ્પના અને ઘનીભૂત વિચારમાં પ્રચંડ શક્તિ રહેલી હોય છે. વિઝ્‌યુઅલાઈઝેશનની પ્રક્રિયાથી અસંભવ લાગતું કાર્ય પણ કરી શકાય છે. દુનિયાના અનેક લોકોએ આ પ્રક્રિયાથી જ મહાન સિદ્ધિઓ મેળવી છે. આ પ્રયોગો પરથી એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે જેમણે પોતાની યાદશક્તિ વધારે તીવ્ર અને બળવાન બનાવવી હોય તેમણે દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણ અને શબ્દ કે વસ્તુ સંબંધિત ચિત્રોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુઓ યાદ કરવી હોય તેને એકદમ સ્પષ્ટ રીતે મનમાં સ્થિર કરી તેનું સુંદર ચિત્ર નિહાળવું જોઈએ. માનવીનું મગજ શબ્દો કરતાં ચિત્રોને વધારે પસંદ કરે છે. એટલે એ સુંદર ચિત્રો સાથે સંકળાયેલી બાબતો સદાય માટે તેના માનસપટ પર અંકિત થઈ જાય છે!

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved