Last Update : 12-August-2012,Sunday

 

જેકવેલિનનું ઘ્યેય

આજકાલ - પ્રીતિ શાહ

આફિકાની કારમી ગરીબીના નિવારણ માટે ન્યૂયોર્કની બેંકમાં ઊંચો હોદ્દો ધરાવતી જેક્વેલિન નોવોગ્રાત્ઝે નિશ્ચય કર્યો. રૂવાડા ખડા કરી દે તેવા આફ્રિકાના રુવાન્ડામાં ભારે નરસંહહાર થયો. અને જેક્વેલિન સાત વર્ષ બાદ ગઈ ત્યારે એણે ગરીબીના પોતાના અનુભવને ‘ધ બ્લુ સ્વેટર’ નામના પુસ્તકમાં પ્રગટ કર્યો. રુવાન્ડાની ભયાવહ પરિસ્થિતિમાં એણે નાના લોકોને બેંક દ્વારા રકમ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ આ હસમુખી યુવતી સામે સવાલ ઉઠાવ્યો કે એ યોગ્ય કામ કરે છે કે નહીં તે એણે વિચારવું જોઈએ. આની પાછળ એનો હેતુ એ હતો કે આફ્રિકાના આંતરિક વિગ્રહથી અને દુષ્કાળથી પીડિત એવા દેશમાં ગરીબીનું પ્રમાણ ઓછું કરવું. જેકવેલિનને પૂરી શ્રદ્ધા છે કે એ જરૂર આમાં સફળ થશે કારણ કે ભૂતકાળમાં રાજાઓ અને રાણીઓ પાસે જેટલી દોલત હતી તેના કરતાં આજના લોકો પાસે ઘણી સમૃદ્ધિ છે. માત્ર એમણે છેવાડાના માણસોના લાભમાં કામ કરવું જોઈએ. આફ્રિકાના આ અત્યંત કફોડી હાલતમાં રહેતા દેશમાં પરિવર્તન થઈ શકે છે અને એને માટે તે ભારતનું દૃષ્ટાંત આપે છે એ તો કહે છે કે ભારત એ પરિવર્તનની પ્રયોગશાળા છે. અહીં સાહસિક ઉદ્યોગપતિઓ નવા ક્ષેત્રમાં પ્રભાવ પાડી રહ્યા છે. નંદન નિલકાનીના આધારની યોજનાથી ન્યૂયોર્કની આ બેંકર અત્યંત પ્રસન્ન છે. સામાજિક ઉદ્ધારનો આશય ધરાવતા સાહસો સફળ થઈ રહ્યા છે, પરંતુ જેક્વેલિનની ઇચ્છા એક જ છે કે વિશ્વ જે રીતે ગરીબી નિવારણનો પ્રયાસ કરે છે તેમાં એને પરિવર્તન લાવવું છે. દાન આપનારાઓ વઘુ સાહસિક બને અને થોડું જોખમ ઉઠાવીને પણ એમની મૂડીનું આવા સાહસોમાં રોકાણ કરે તો જરૂર પરિવર્તન આવે. આજે જગતના રૂખને બદલવા ચાહતી જેકવેલિન એના અનુભવોને એના પુસ્તકમાં આલેખીને પોતાની વાત ફેલાવવા માગ છે. એ પોતાની વાતને કર્મનિષ્ઠ માને છે. નિષ્ફળતામાં એને રસ નથી. અસફળતાની એ પરવા કરતી નથી. એનું તો એક જ ઘ્યેય છે કે સમૃદ્ધિ પ્રત્યેનો અભિગમ બદલીને સામાજિક જવાબદારી સાથે ગરીબી નાબૂદ કરવી.

 

પોતાનાં આંસુઓનો હિસાબ

 

- આજે જોસ મવેલીના શિશુભવનમાં બે વર્ષથી અઢાર વર્ષની વયના ૧૨૫ છોકરાઓ અને ૧૧૫ છોકરીઓ વસે છે. સાત એકર જમીનમાં એમને પાંચ મકાનોમાં રહેવાની સુંદર વ્યવસ્થા જોસે કરી છે


 

જીવનમાં ગરીબીનો અનુભવ કરનાર કેટલી વ્યક્તિઓ તવંગર બન્યા પછી ગરીબોને સહાય કરતી હોય છે? આ બાબતમાં કેરાલાના કોચી પાસે આવેલા અલુવામાં જનસેવા શિશુભવન ચલાવતા જોસ મવેલી અનોખું દૃષ્ટાંત પૂરું પાડે છે. છેલ્લા તેર વર્ષથી કેરાલાની શેરીઓમાં રખડતા બાળકોને એ લઈ આવે છે અને એને એમનું બાળપણ આપે છે. આનું કારણ એ છે કે જોસ એક અનાથાશ્રમમાં ઉછર્યા હતા, કારણ કે એમના ખેડૂત પિતાને દસ સંતાનો હતા. એમને ભોજન આપી શકે એવી એમની સ્થિતિ નહોતી. વળી જોસ મવેલીને શહેરમાં જઈને ભણવું હતું માટે એ ક્રિશ્ચિયન ટ્રસ્ટ દ્વારા ચાલતા એક અનાથાશ્રમમાં રહ્યા અને એથી જ એમને અનાથ બાળકો તરફ ભારે લગાવ છે. એમની આંખોના આંસુ લૂછે છે. એકવાર કોલેજથી એ પાછા ફરતા હતા ત્યારે એમણે એક છોકરીને ભીખ માગતી જોઈ. બીજા લોકોએ એના તરફ દુર્લક્ષ સેવ્યું પરંતુ જોસ મવેલી એની પાસે ગયા અને ભીખ માગવાનું કારણ પૂછ્‌યું ત્યારે એ છોકરીએ કહ્યું કે એની માતા પ્રસવની પીડા અનુભવી રહી છે અને એને માટે પૈસાની જરૂર છે. જોસે તરત જ એને સહાય કરી. હોસ્પિટલમાં લઈ જઈને પ્રસૂતિ અંગે જરૂરી વ્યવસ્થા કરી. આ ઘટનાએ જોસનું હૈયુ હચમચાવ્યું અને એણે એ દિવસથી અનાથાશ્રમમાં કામ કરવાનું શરૂ કર્યું.
જોશ દેશની ગરીબી સામે ઉઘાડી આંખે જીવનારો આદમી હોવાથી એણે એકવાર પાણીમાં પોતાના બાળક સાથે ડૂબવા જતી સ્ત્રીને બચાવી. લોકોએ એ સ્ત્રી પર પથ્થરનો વરસાદ વરસાવ્યો. કેવી ક્રૂર માતા કે જેને પોતાની બાળકીની પણ પરવા નથી. હકીકતમાં આ સ્ત્રી પાગલ હતી. જોસ મવેલી એને મનોચિકિત્સક પાસે લઈ ગયા અને એની પુત્રી મલ્લિકાને અનાથાશ્રમમાં મોકલી. બન્યું એવું કે અનાથાશ્રમે મલ્લિકાને પ્રવેશ આપવાની ના પાડી. આથી અલુવામાં વેપાર જમાવીને બેઠેલા જોસ મવેલીને આઘાત લાગ્યો. એમણે વિચાર કર્યો કે આ બાળકોને બીજાને સોંપવા એને બદલે મારે પોતે જ રાખવા જોઈએ. ૧૯૯૬માં અલુવાએ જનસેવા નામની સંસ્થા ઉભી કરી અને તેના દ્વારા જુદી જુદી નિશાળોમાં વિના મૂલ્યે મધ્યાહ્ન ભોજન આપવાની વ્યવસ્થા કરી એટલું જ નહીં પણ તેજસ્વી હોય એવા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ પણ આપવા લાગ્યા. છસો જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી આનો લાભ મળ્યો છે. પહેલાં તો જોસ પોતે સઘળી રકમ આપતા હતા, પરંતુ ધીરે ધીરે પંચાયતના પ્રમુખને આમાં શ્રદ્ધા થતા એમણે પણ સહાય આપવાનું શરૂ કર્યું. ૧૯૯૯માં મલ્લિકાને પ્રવેશ આપીને એમણે જનસેવા શિશુભવન શરૂ કર્યું અને ત્યજાયેલા બાળકોને આશ્રય અને શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો.
રસ્તામાં રખડતા બાળકોની સ્થિતિ ઘણી દર્દનાક હોય છે. ગરીબીના શિકાર એવા બાળકો બાળમજુરીના ભોગ બને છે. એમની જાતીય સતામણી, અપહરણ વગેરે થતા રહે છે. આઠ વર્ષનો વેલમુરુગન રેલવેના પાટા પર ખૂબ દાઝી ગયેલી હાલતમાં મળ્યો. પિતા દ્વારા તરછોડાયેલી ત્રણ વર્ષની મીનાક્ષીને જોસે આશ્રય આપ્યો. બાળકોને ભોગ બનાવનારી ટોળીમાં ઉઠાવી જવાયેલો દસ વર્ષનો અરુણ બસ સ્ટેન્ડ પાસે મળ્યો. પંદર દિવસની શ્રીદેવી રસ્તામાં આવેલી કચરાની ટોપલીમાંથી ગંભીર હાલતમાં મળી. એને જીવતી રાખવા માટે ડોક્ટરોએ પિસ્તાળીસ દિવસ સુધી સખત પ્રયાસ કર્યો. જોસના આ શિશુભવનમાં એવા પણ બાળકો છે જેની માતા-પિતા પૂરતી સંભાળ લઈ શકતા નથી. બાળકો પાસે ભીખ મંગાવતા માફિયાઓનો પણ તેણે સામનો કર્યો છે. આ માફિયાઓ બાળકોને અમુક વિસ્તારમાં ભીખ માગવા મોકલે છે અને આટલી રકમ તો મળવી જોઈએ એવો આગ્રહ સેવે છે અને નિષ્ફળ જાય તો એના પર જુલમ ગુજારે છે. આજે જોસ મવેલીના શિશુભવનમાં બે વર્ષથી અઢાર વર્ષની વયના ૧૨૫ છોકરાઓ અને ૧૧૫ છોકરીઓ વસે છે. સાત એકર જમીનમાં એમને પાંચ મકાનોમાં રહેવાની સુંદર વ્યવસ્થા જોસે કરી છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved