મેઘાલયમાં પોલીસ તાલીમાર્થીઓને બળજબરીથી પેશાબ પીવડાવાયો

 

-ટ્રેનીંગ કેમ્પ દરમિયાન સામાન્ય મારામારીની સજા

 

-ટ્રેનરને ફરજ મોકૂફી હેઠળ મુકી દેવાયા

 

શિલોંગ,તા.૧૧

 

અત્રે પોલીસ તાલીમ કેમ્પમાં તાલીમાર્થીઓ વચ્ચે થયેલા સામાન્ય મારામારીમાં બે પોલીસ કોન્સ્ટેબલને સજારૃપે એમના સાથીઓનો પેશાબ પીવાની ફરજ પડાઇ હતી.

 

મેઘાલયનાં પશ્ચિમ ગારો જિલ્લામાં બીજી મેઘાલય પોલીસ બટાલિયન વડામથકે ઇન્સ્ટ્રાક્ટરે બપોરનાં ખાણાં દરમિયાન તાલીમાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય મારામારીની ફરિયાદ પછી સાંજે હાજરીનાં સમયે ત્રણ તાલીમાર્થીઓનો એકઠો કરેલો પેશાબ એમના અન્ય બે સહ-તાલીમાર્થીઓને પિવાની કથિત ફરજ પાડી હતી.

 

બે કોન્સ્ટેબલોને ગઇ તા.૫ ઓગસ્ટે બપોરનાં ખાણા દરમિયાન એમના સાથીઓ સાથે સામાન્ય મારામારી થઇ એ પછી ઉપરોક્ત બનાવ બન્યો હતો.

 

પેશાબ પીવાની જેમને ફરજ પાડવામાં આવી એ કોન્સ્ટેબલોએ એમના પરિવારને જાણ કરતા સ્વજનોએ ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ નોંધાવેલી ફરિયાદના પગલે બનાવ પર પ્રકાશ પડયો હતો.

 

વળતા પગલાં રૃપે ટ્રેનરને ફરજ મોકૂફી હેઠળ ઝુકી દેવાયા છે. આખા કિસ્સાની તપાસ હવે હાથ ધરાશે.