રામદેવે વડાપ્રધાનને પત્ર લખ્યો ઃ સાંજ સુધીનું અલ્ટિમેટમ ઃ આવતીકાલથી મહાક્રાંતિ થશે

 

-ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા રાજકીય પાર્ટીઓ એક મંચ ઉપર આવે

 

-આજે પણ ચાલશે ઉપવાસ

 

નવી દિલ્હી, તા.12 ઓગસ્ટ, 2012

 

મેં પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો છે તથા સાંજે પાંચ વાગ્યા સુધીનો હજુ પણ સમય આપ્યો છે. પ્રધાનમંત્રી રાજકીય પ્રામાણિકતા અને રાજકીય ઇચ્છાશક્તિ દાખવે, એમ યોગગુરુ સ્વામી રામદેવે રામલીલા મેદાન ખાતે જણાવ્યું છે.

 

તેમણે જણાવ્યું કે આજે પણ ઉપવાસ ચાલુ રહેશે. હું આહવાન કરું છું દેશભરનાં રાજકીય પક્ષોને જેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવા માગતા હોય, કાળા નાણા દેશમાં પરત લાવવા માગતા હોય અને વ્યવસ્થા પરિવર્તન કરતાં હોય તેઓ એકમંચ ઉપર આવી જાય. આવતીકાલથી મહાક્રાંતિ થશે.

 

તેમણે જણાવ્યું કે હું કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં નથી પરંતુ જે રાજકીય પક્ષે દેશ ઉપર 65 વર્ષ સુધી રાજ કર્યુ છે. તેઓ ઇચ્છત તો આટલો ભ્રષ્ટાચાર અને કાળુ નાણું દેશની બહાર જ ન જાત.