જન્માષ્ટમીની મધરાતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના અલૌકીક અને દૈવી જન્મના પ્રસંગની ધામધુમથી ભક્તિમય વાતાવરણમાં ભારે ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. મંદિરમાં ચાંદીનું ૧૧ ફૂટ ઊંચું સુંદર કલાત્મક વિશાળ પારણું બનાવવામાં આવ્યું હતું. આ પારણામાં બિરાજમાન ભગવાનના દર્શન માટે હજારો લોકો ઉમટી પડયા હતા. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)