અને.. ચીકની ચમેલી સલમાન સાથે મુંબઇની ફૂડ ગલી પહોંચી

 

-સલમાનની બંને બહેનો પણ સાથે

 

-લોકોનું ટોળું ઉમટ્યું

 

મુંબઇ ,તા. ૧૧ ઑગસ્ટ, ૨૦૧૨

 

દક્ષિણ મુંબઇમાં મોહમ્મદ અલી રોડ પર આવેલી ફૂડ ગલી ખાવાના શોખીનો માટે હંમેશાં હોટ સ્પોટ બની રહે છે. આ ફૂડ ગલી વધુ એક કારણસર હોટ સ્પોટ બની ગઇ જ્યારે કેટરીના કૈફે એ ગલીની મુલાકાત લીધી.

 

કેટરીનાએ એ ફૂડ ગલી વિશે ઘણું સાંભળ્યું હતું તેથી તેણે ત્યાં રેસ્ટોરન્ટમાં ડિનરનો પ્લાન બનાવ્યો. એક થા ટાઇગર ફેમ કબીર ખાન, તેની પત્ની મીની માથુર, સલમાન ખાનની બંને બહેનો અલવીરા અને અર્પિતા સાથે કેટરીના રેસ્ટોરન્ટમાં પહોંચી ગઇ અને ત્યાં કબાબ અને માલપુડાની લુત્ફ ઊઠાવી.

 

કેટરીનાને ત્યાં જોઇને સારા એવા પ્રમાણમાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. જોકે તેઓ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.