સૈફ અલી ખાન નવી ફિલ્મ, બુલેટ રાજામાં એક્શન હીરોની ભૂમિકામાં

 

- તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મ

 

- માફિયા પર આધારિત ફિલ્મ

 

મુંબઇ, તા. ૧૧ ઑગસ્ટ, ૨૦૧૨

 

 

કોકટેલમાં ચોક્લેટી રોલ નિભાવ્યા બાદ સૈફ અલી ખાન બુલેટ રાજામાં એક્શન હીરો તરીકે જોવા મળશે.

 

બુલેટ રાજાના કિરદાર અંગે ફિલ્મના ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાનું કહેવું છે, મારી આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન એક્શન હીરો તરીકે જોવા મળશે. ફિલ્મનું ટાઇટલ બુલેટ રાજા છે. નવેમ્બર મહિનામાં લખનઉ અને તેની આસપાસના લોકેશનમાં શૂટિંગની શરૃઆત કરીશું.

 

બુલેટ રાજા અન્ડરવર્લ્ડ અને ઉત્તરપ્રદેશના માફિયા પર આધારિત છે.

 

ફિલ્મ માફિયા પર આધારિત હોવાથી સૈફનું કેરેક્ટર વિશાલ ભારદ્વાજની ઓમકારાના લંગડા ત્યાગીને મળતું હશે કે કેમ એ અંગે ધુલિયા સ્પષ્ટતા કરતા જણાવે છે, બુલેટ રાજામાં સૈફનું પાત્ર કોઇપણ રીતે લંગડા ત્યાગીને મળતું નથી. મારો વિચાર હતો કે હંમેશાં શહેરી ઢબના યુવાનની ભૂમિકામાં જોવા મળતો સૈફ જો લંગડા ત્યાગીનું પાત્ર આટલી સરસ રીતે નિભાવી શકે તો તે મારી ફિલ્મમાં પણ માફિયાનું પાત્ર ભજવી જ શકશે. બસ, મેં સૈફને એ રોલ માટે સાઇન કર્યો પણ લોકો મારી વાતનું ખોટી રીતે અર્થઘટન કરી રહ્યા છે.