Last Update : 12-August-2012,Sunday

 
નવી મુંબઇનું નવું એરપોર્ટ ૨૦૧૭ પહેલા કોઇ સંજોગોમાં નહિ બંધાય

એરપોર્ટનું બાંધકામ શરૃ કર્યા પહેલા ખેડૂતોનું પુનર્વસન કરવું પડશે

મુંબઇ, તા.૧૧
અંગ્રેજી અલ્ફાબેટ એક્સના આકારનું મુંબઇ એરપોર્ટનું નવું ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ આવતા બેથી ત્રણ વરસમાં ૪ કરોડ પેસેંજરોની વ્યવસ્થા સંભાળશે પરંતુ એ મુંબઇ એરપોર્ટના એકધારા વધતા જતા પેસેંજર ટ્રાફિકનો લાંબા ગાળાનો ઉકેલ નહિ બની શકે. એના કાયમી ઉપાય તરીકે નવી મુંબઇમાં બંધાનારા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ હજુ શરૃ પણ નથી થયું.
નવી મુંબઇના એરપોર્ટનો પહેલીવાર પ્રસ્તાવ મૂકાયો ત્યારે એની ડેડલાઇન ૨૦૧૪ હતી. જોકે, ૨૦૧૨ના ૮ મહિના પુરા થવા આવ્યા છતાં એને હજુ ઘણી મંજુરીઓ મેળવવાની બાકી છે. મુલકી ઉડ્ડયન ઉદ્યોગના નિષ્ણાતોના અંદાજ મુજબ નવી મુંબઇના એરપોર્ટનો પહેલો ફેઝ કાર્યાન્વિત થતા હજુ બીજા ચારથી પાંચ વરસ લાગશે. એરપોર્ટ એની પૂર્ણ કક્ષાએ કામ કરતું થઇ જશે ત્યારે વરસે ૫થી ૬ કરોડ પેસેંજરોની વ્યવસ્થા સંભાળી શકશે.
એરપોર્ટના બાંધકામમાં વિલંબનો અર્થ એવો થાય કે ૨૦૧૫ સુધીમાં એક્સ આકારના ટર્મિનલનું સેગ્યુરેશન આવી ગયા બાદ દેશની આર્થિક રાજધાનીમાં વિમાની મુસાફરોનો વૃદ્ધિ દર સ્થગિત થઇ જશે. 'હકીકતમાં નવી મુંબઇનું એરપોર્ટ અત્યાર સુધીમાં તૈયાર થઇ જવું જોઇતું હ તું. તો જ મુંબઇ ટ્રાફિકના જબર્જસ્ત વધારાને પહોંચી વળી શકત. હાના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ કોઇ વિસ્તરણ શક્ય નથી,' એમ મુંબઇ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
નવા એરપોર્ટનું કામ સૌ પ્રથમ એટલા માટે ઘૌંચમાં પડયું કે સાઇટના એપ્રોચ રોડસનો ઘણો બધો ભાગ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)માં આવતો હતો. જાન્યુઆરી, ૨૦૧૧માં એરપોર્ટની સાઇટને નવા સીઆરઝેડ નોટિફિકેશનમાં સ્પેશિયલ સ્ટેટસ મળતા ઉક્ત મડાગાંઠનો ઉકેલ આવ્યો હતો. અધિકારીઓના જણાવવા મુજબ એક રિકવેસ્ટ ફોર ક્વોટેશન (આરએફક્યુ) કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે. 'મુલકી ઉડ્ડયન મંત્રાલય દ્વારા એકવાર ટેન્ડરની પ્રોસેસ મંજુર થઇ ગયા બાદ ડેવલપરની નિમણૂંક થશે' એમ એક અધિકારીએ જણાવ્યું હતું. નેમગ્રોન્સનું રિપ્લાન્ટેશન પણ હજુ શરૃ થવાનું બાકી છે. '૨૦ ટકા જેટલી એરપોર્ટની જમીન ખેડૂતોની છે અને એમનું પુનર્વસન હજુ નથી થયું,' એમ જણાવતા એક માહિતગાર સ્ત્રોતે ઉમેર્યું હતું કે 'એનો અર્થ એવો થયો કે નવું એરપોર્ટ ૨૦૧૭-૧૮ પહેલા તૈયાર નહિ થાય. ખેડૂતોનો પુનર્વસવાટ કરતા અને બાંધકામ માટેનો તખ્તો ગોઠવતા બીજુ એક વરસ લાગી જશે.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved