Last Update : 12-August-2012,Sunday

 

રામદેવ પોતાના આંદોલનના આગામી કાર્યક્રમોની આજે જાહેરાત કરશે

આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ધમકી આપી જનરલ વી. કે. સિંહ આંદોલનમાં જોડાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
કાળા નાણા અને લોેકપાલ બિલ અંગે આંદોલન શરૃ કરનારા રામદેવે આજેે આગામી કાર્યક્રમોની જાહેરાત કરવાનું મોકૂફ રાખ્યુ હતું. તેમણે આજે રામલીલા મેદાનમાં જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે પોતાનાં આંદોલનનાં આગામી કાર્યક્રમોની જાહેરાત કરશે. લશ્કરનાં પૂર્વ વડા જનરલ વી. કે. સિંહ પણ આવતીકાલે તેમનાં આંદોલનમાં જોડાશે.
અનશનનાં ત્રીજા અને અંતિમ દિવસે આજે રામદેવે પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે માત્ર રામલીલા મેદાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આવતીકાલે નવી ઘટનાઓ જોવા મળશે. યુવાનો તેમનાં આંદોલનમાં જોડાવાના હોવાથી આવતીકાલથી આંદોલન નવી દિશામાં આગળ વધશે.
પ્રદર્શન સ્થળે પોેતાનાં સાથીઓ સાથે લાંબી ચર્ચા કર્યા પછી રામદેવે આ જાહેરાત કરી હતી. રામદેવનાં એક સહયોગીએ જણાવ્યું હતું કે અણ્ણાને અનશન તોડવાની અપીલ કરનારા લશ્કરનાં પૂર્વ વડા જનરલ વી. કે. સિંહ આવતીકાલે રામદેવનાં આંદોલનમાં જોડાશે.
રામદેવના આંદોલનનાં પ્રથમ દિવસે ૨૦,૦૦૦ લોકો એક્ત્ર થયા હતા. જો કે આ સંખ્યા ઘટીને ત્રીજા દિવસે ૧૦,૦૦૦ થઇ ગઇ હતી. આ અગાઉ રામદેવે ધમકી આપી હતી કે જો તેમના દ્વારા નક્કી કરવામાં આવેલા સમયમાં કાળા નાણા અને લોકપાલ વિધેયક અંગેની તેમની માંગો સ્વીકારવામાં આવશે નહીં તો તેઓ પોતાનાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.
આ દરમિયાન આજે બપોેરે ૧.૩૦ કલાકે ભારે વરસાદને પગલે રામદેવનાં પ્રદર્શન માટે રામલીલા મેદાનમાં બાંધવામા આવેલા ટેન્ટનો કેટલોક હિસ્સો પડી ગયો હતો. આ ટેન્ટની નીચે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતી. આ ઘટના સર્જાતા જ રામલીલા મેદાનમાં દોડધામ મચી ગઇ હતી.
રામદેવે આજે દાવો કર્યો હતો કે તેમને ૨૨૫ સાસંદોનો સમર્થન પ્રાપ્ત છે. આ સાંસદોએ મને લેખિતમાં સમર્થન આપ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સમર્થન પત્રો રાષ્ટ્રપતિને સુપરત કરશે. રામદેવે અન્ય સાંસદોને પણ મૌન તોડવા અને પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
ત્રણ દિવસીય અનશનનાં આજે અંતિમ દિવસે રામદેવે પણ અણ્ણા હઝારેની જેમ ભ્રષ્ટાચારી નેતાઓનાં નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનાં કારણે દેશનાં લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved