Last Update : 12-August-2012,Sunday

 

અમેરિકામાં કાર અકસ્માતમાં પાંચ ભારતીયોના મૃત્યુ

પાંચેય સોફટવેર નિષ્ણાંતો હૈદરાબાદના વતની હતા

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૧૧
મૂળ હૈદરાબાદના વતની એવા પાંચ ભારતીય સોફટવેર નિષ્ણાંતો અમેરિકાના ઑકલાહોમા શહેર ખાતે માર્ગ અકસ્માતમાં માર્યા ગયા હતા. પાંચેય જણ જે શેવરોલે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે એક ટ્રેકટર-ટ્રેલર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી.
ઓકલાહોમા હાઈવે પેટ્રોલના પ્રવકતા કેપ્ટન ક્રિસ વેસ્ટે જણાવ્યું હતું કે કારમાં રહેલ પાંચેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલાઓ જસવંત રેડ્ડી સુબ્બયાગરી, ફણિન્દ્ર ગાડે, અનુરાગ અંથતિ, શ્રીનિવાસ રવિ અને વેંકટ તરીકે ઓળખાયા હતા. આ માહિતી તેલગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (ટીએએનએ) એ મૃતકોના એક મિત્ર પાસેથી મેળવી હતી.
મૃતકોમાંથી એક માત્ર વેંકટ પરિણિત હતો. ટ્રક ડ્રાઇવરને કોઇ ઇજા થઇ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર પાંચેય મૃતકોએ સીટબેલ્ટ બાંધ્યા નહોતા. તેલગુ સંસ્થાના પ્રમુખ પ્રસાદ થોટાકુરાએ જણાવ્યું હતું કે સંસ્થા પોલીસ અને સ્થાનિક સમાજની મદદ વડે મૃતકોના કુટુંબીજનોને જાણ કરવામાં તથા તેમના મૃતદેહો ભારત મોકલવા માટે જરૃરી પ્રક્રિયામાં લાગેલી છે.
દરમિયાન અકસ્માતમાં માર્યા ગયેલા સોફટવેર નિષ્ણાંતો પ્રત્યે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. કિરણકુમાર રેડ્ડીએ શોક પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભોગ બનેલાઓના મૃતદેહોને ભારત પરત લાવવામાં રાજય સરકાર આવશ્યક તમામ મદદ કરશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved