Last Update : 12-August-2012,Sunday

 

મુંબઇમાં લોઢા ડેવલેપરે NTCની જમીન DLF પાસેથી ૨૭૦૦ કરોડમાં ખરીદી

૨૦૦૫માં DLFએ આ જમીન NTC પાસેથી ૭૦૩ કરોડમાં ખરીદી હતી

મુંબઈ, તા.૧૧
ભારતની સૌથી મોટી રિઅલ એસ્ટેટ કંપની ડી.એલ.એફ. પાસેથી લોઢા ડેવલપરે નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (એન.ટી.સી.)ની ૧૭.૫ એકર જમીન ખરીદી લીધી છે. લોઅરપરેલમાં આવેલી આ જગ્યા તેમણે ૨,૭૦૦ કરોડમાં ખરીદી હોવાનું કહેવાય છે. જોકે, આ સોદો પાર પાડતાં થોડા અઠવાડિયા થયા હતા.
આ સોદામાં સૌથી મોટું વિઘ્ન એ હતું કે ડી.એલ.એફ.ને આ રકમ એક સાથે જોઈતી હતી. જ્યારે લોઢા આ રકમ ટુકડે- ટુકડે આપવા માગતા હતા. જોકે, ત્યારબાદ લોઢાએ આ રકમ એક સાથે ચુકવી દેવાનો નિર્ણય કર્યો હતો પણ સામે તેમણે શરત મૂકી હતી કે રકમ ઘટાડવામાં આવે. અંતે, અગાઉ જે રકમ નાની થઈ હતી. તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
૨૦૦૫માં ડી.એલ.એફ.એ આ જમીન એન.ટી.સી. પાસેથી રૃ.૭૦૩ કરોડમાં ખરીદી હતી. તે સમયે તેમણે આ પ્લોટ પર મોલ, ઓફિસો અને રહેણાક મકાન ઉભા કરવાની યોજના ઘડી હતી. ગયે વર્ષે જોકે, ડેવલપરે આ જગ્યા ઓછાં મહત્ત્વની એસેટ તરીકે બાજુમાં મૂકી હતી.
૨૦૧૦માં આ જૂથે આ જમીન અતિ વૈભવશાળી ઘર બનાવવામાં વાપરવાનો નિર્ણય કર્યો હતો, પણ એ વિચાર અમલમાં મૂકી શકાયો નહોતો. ડી.એલ.એફ. પર ૨૨,૭૨૫ કરોડનું દેવું છે તેમાં તેમણે રૃ.૫,૦૦૦ કરોડનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે આ કંપનીએ અમન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ (દિલ્હી સિવાયની મિલકત) પવન ઉર્જા વેપાર અને મુંબઈની એન.ટી.સી.ની જમીનને ઓછાં મહત્ત્વની મિલકત તરીકે વર્ણવી હતી.
જોકે, ૩૧મી માર્ચે પૂરાં થયેલા નાણાકીય વર્ષના પરિણામોમાં ડી.એલ.એફ.એ એમ જણાવ્યું હતું કે બહુ મહત્ત્વની નહીં એવી આ ત્રણ મિલકત વેચ્યા પછી તેઓ બીજી મિલકતના વેચાણ પર ધ્યાન આપશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved