Last Update : 12-August-2012,Sunday

 

અમદાવાદનાં બે દંપતી સહિત સાત આતંકીઓ દ્વારા
અમદાવાદ, જયપુર, શ્રીનગર એરપોર્ટ પરથી વિમાન હાઇજેકની દહેશત

લશ્કરે-એ-તોઇબા- સીમીના મેસેજો ઇન્ટરસેપ્ટ કરતાં બહાર આવેલી વિગતો ઃ સાત શહેરોમાં એલર્ટ

અમદાવાદ, શનિવાર
૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિન દરમિયાન અમદાવાદના બે દંપતી સહિત સાત આતંકવાદી જયપુર, શ્રીનગર કે લુધિયાણાના એરપોર્ટ પરથી વિમાનનું અપહરણ કરશે, એટલું જ નહીં અપહરણના આ કાવતરાને પાર પાડવા ઉપરોક્ત ત્રણેય એરપોર્ટની રેકી થઇ ચુકી છે, તેવો એક અહેવાલ આજે બપોરે અમદાવાદ ક્રાઇમબ્રાંચ ઉપરાંત એ.ટી.એસ અને એરપોર્ટને મળ્યો હતો.
આ અહેવાલમાં સાતેય આતંકવાદીઓના નામ પણ આપવામાં આવ્યા છે, જેમાં એક મૂળ યમનનો અને હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પાયલોટ મુખ્ય કાવતરાંખોર હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ કાવતરું લશ્કર-એ-તોઇબા (એલ.ઈ.ટી) અને સિમી દ્વારા ઘડવામાં આવ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
કેન્દ્રિય ગુપ્તચર સંસ્થા દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાંચ, એરપોર્ટ અને એ.ટી.એસને મોકલાયેલા એક પત્રમાં એલ.ઇ.ટી અને આતંકવાદી સંગઠન સીમીએ વિમાન અપહરણનું કાવતરું ઘડયું હોવાનું જણાવ્યું છે. આતંકવાદીઓના નામજોગ મોકલાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે ટુંક સમય પહેલા આતંકવાદીઓએ જયપુર, શ્રીનગર અને લુધિયાણાના એરપોર્ટની રેકી કરી છે. જ્યાંથી કુલ સાત આતંકવાદીઓ કે જેમાં એક ઇન્ટરનેશનલ પાઇલોટ છે, જ્યારે બીજાએ વિશાખાપટ્ટનમમાં પાઇલોટની ટ્રેનિંગ લઇ રાજસ્થાનમા છુપાયો છે. તે સહિતના આતંકવાદીઓ વિમાનનું અપહરણ કરી જશે. આ આંતકવાદીઓ વિમાન અપહરણ કરવા માટે મુસાફરના સ્વાંગમાં વિમાનમાં પ્રવેશ કરશે.
આઇ.બી દ્વારા મોકલાયેલા અહેવાલમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરાયો છે કે જે સાત આતંકવાદીઓ આ ષડયંત્રને પાર પાડવાના છે તેમાં બે દંપતી અમદાવાદમાં રહે છે. આ દંપતિ મૂળ યમનના ઇન્ટરનેશનલ પાઇલોટના સતત સંપર્કમાં છે. આ અહેવાલને પગલે દંપતીને ઝડપી પાડવા ક્રાઇમબ્રાંચ અને એ.ટી.એસની ટીમે ખાનગી રાહે ઓપરેશન હાથ ધર્યું છે.

બે મહિલા સહિત સાત આતંકીઓના નામ જાહેર
મુર્તુજા મહમ્મદ અમીન અને તેની પત્ની રૃખસાના બાનુ, હમીદ ઉલ્લા અને તેની પત્ની સૂર્યાબેગમ (બન્ને દંપતી અમદાવાદના હોવાનો દાવો), અબ્દુલ નુર મુલ્લા (વિશાખાપટ્ટનમમાંથી પાયલોટની ટ્રેનિંગ લેનારો શખ્સ) તથા સિદ્દીક અન્સારી અને મૂળ યમનનો ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પાયલોટ યામીન અલ બશરનો સમાવેશ થાય છે.

 

અમદાવાદ એરપોર્ટ પર CISF ના જવાનોની સંખ્યા વધારાઇ
'આઇ.ડી પ્રુફ' બનાવી આપતી સરકારી એજન્સીઓમાં તપાસ
અમદાવાદ, શનિવાર
પૂના બ્લાસ્ટ બાદ આતંકવાદીઓ દેશમાં મોટા હુમલો કરી શકે છે તેવી આશંકા દરમિયાન આઇ.બીને મળેલી વિમાન અપહરણના ષડયંત્રની ખાનગી માહિતીથી સૂરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. આઇ.બીના ઇનપુટ્સ બાદ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. જ્યારે ગુજરાતના અન્ય એરપોર્ટ પર વિમાનના આવવા-જવાના સમયે સ્થાનિક એસ.પી (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ)એ હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું પોલીસ વડાએ જણાવ્યું છે.
રાજ્યના અન્ય એરપોર્ટ પર વિમાનના આવવા અને જવાના સમયે સ્થાનિક એસ.પીને હાજર રહેવા આદેશઃ પોલીસ વડા
ક્રાઇમબ્રાંચના સૂત્રોનું કહેવું છે કે- આઇ.બીના અહેવાલમાં જણાવ્યું છે કે આતંકવાદીઓ મુસાફરના સ્વાંગમાં વિમાનમાં પ્રવેશ કરશે. માટે તેમને પહેલા ટિકિટ પણ લેવી પડશે અને જો ટિકિટ લઇને વિમાનમાં બેસવું હોય તો તેમને કોઇ એક ફોટા વાળા ઓળખ કાર્ડની ચોક્કસ જરૃ પડે. માટે હાલ લાઇસન્સ, પાન કાર્ડ કે અન્ય કોઇ સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ તરફથી આઇ.બી દ્વારા મોકલાયેલા સાત નામમાંથી કોઇ ફોટો આઇ.ડી કાર્ડ બન્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરાઇ છે. કારણકે આતંકવાદીઓના નામ માત્રથી તેમને અમદાવાદ જેવા શહેરમાંથી પકડી પાડવા કપરૃ સાબીત થઇ રહે.
બીજી તરફ અમદાવાદ એરપોર્ટની સુરક્ષા કરતા સી.આઇ.એસ.એફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોની સંખ્યાં વધારો કરી એરપોર્ટ પર ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમને ખડે પગે રહેવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું એરપોર્ટ ડિરેક્ટર આર.કે સિંગે જણાવ્યું છે. જ્યારે રાજ્યના સૂરત, રાજકોટ, જામનગર સહિતના એરપોર્ટ પર વિમાનના આવવા તથા જવાના સમયે સ્થાનિક એસ.પીને હાજર રહેવા અને ત્યાં પોતાની હાજરીની એન્ટ્રી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું રાજ્ય પોલીસ વડા ચિતરંજનસિંઘે ઉમેર્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved