Last Update : 12-August-2012,Sunday

 

૩ વર્ષથી ૪ લાખની ઉઘરાણી નહી આપતા વેપારીને પતાવી દેવાયો હતો

રઘુકુળ માર્કેટના સજીતાનંદની પેટમાં કાતર ઘૂસાડી હત્યા કરનાર અનુપમ માર્કેટના સંજીત કેસરીયાની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
રીંગરોડની રઘુકુળ માર્કેટમાં ગત ગુરુવારે સાડીના વેપારીને છાતીમાં કાતર ઘૂસાડી કરાયેલી હત્યામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો હતો. છેલ્લા ૩ વર્ષથી રૃ।. ૪ લાખની બાકી ઉઘરાણીથી આંટાફેરા મારીને ત્રાસી ગયેલા વેપારીએ હત્યા કરી નાંખી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રીંગરોડની રઘુકુળ માર્કેટમાં સુપર ટેક્ષ વિવન ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવતા સજીતાનંદ પ્રસાદ કિશોરી પ્રસાદને ગત ગુરુવારે રાત્રીને સાડા સાત વાગ્યાના અરસામાં સાડીનો એક વેપારી મળવા માટે આવ્યો હતો. આ વેપારી સાથે સજીતાનંદનો નાણાંકીય લેવડ-દેવડ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. બનાવના દિવસે ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા સાડીના વેપારીએ કાત સજીતાનંદની છાતીમાં ઘૂસાડી દીધી હતી અને ભાગી છૂટયો હતો. લોહીલુહાણ હાલતમાં સજીતાનંદ ત્યાં જ ઢળી પડયા હતા અને મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સજીતાનંદના મુનિમ પ્રદિપકુમાર રામસુંદરબા ખત્રીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
સલાબતપુરા પો.ઇ. વિનય શુકલાએ તપાસ શરૃ કરી મુનિમના નિવેદનના આધારે હત્યા કરનાર રીંગરોડની જ અનુપમ માર્કેટમાં સંજીત કુમાર એન્ડ કંપનીના નામથી સાડીનો વેપાર કરનાર સંજીત ઉર્ફે કાશીલખનલાલ કેસરીયા (રહે. ૯૦૩, ગ્રીન રેસીડન્સ, અડાજણ, મુળ બિહાર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જન્માષ્ટમીની રજામાં વોચ ગોઠવી આ હત્યા કરનાર વેપારીને તેના ઘર નજીકથી જ પકડી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતે કે, સજીતાનંદ પાસેથી રૃ।. ૪ લાખ લેવના બાકી હતા અને છેલ્લા ત્રણ વર્ષથી ઉઘરાણી કરવા છતાં રૃપિયા આપતા નહોતા. બનાવના દિવસે પણ સજીતાનંદ સાથે બાકી નાણાં બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇને સંજીત ઉર્ફે કાસીલખન કેસરીયાએ દુકાનમં પડેલી કાતર તેમનાપેટમાં ઘૂસાડી દીધી હતી અને ભાગી ગયો હતો. પોલીસે તેની ધરપકડ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved